Press Note Guj. Dt: 03.05.2018 ખેડૂત ન હોય તેને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભષ્ટાચાર

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી

અખબારી યાદી                                                                           તા. ૦૩.૦૫.૨૦૧૮ 

       ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર ધ્વારા ચાલી રહ્યું છે. માત્ર એક જ કિસ્સામાં કે જેના તમામ દસ્તાવેજી પુરાવા પ્રેસ અને  મીડિયાને આપવામાં આવ્યા છે તે જમીન ઓછામાં ઓછી ૨૦૦૦ કરોડની છે.

       આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીની જમીન ખેડૂતો પાસે જ રહે તે માટે ભૂતકાળમાં ખુબજ બુદ્ધિપૂર્વક ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદીન શકે તેવો રાષ્ટ્રીય કાયદો કેન્દ્ર સરકારે બનાવેલ છે. ખેડૂતોને ખેતીની આવક ઇન્કમટેક્ષના કાયદામાંથી મુક્તિને પાત્ર છે. માટે ખોટા ખેડૂતો બનીને ઇન્કમટેક્ષના કાયદાની ખેડૂતો માટેની જોગવાઈનો દુરપયોગ ન થાય તે માટે પણ બિન ખેડૂત ખેતીની જમીન ન ખરીદી શકે તે કાયદો જરૂરી છે.

        અમદાવાદના એક બિલ્ડર દેવાંગભાઈ દિનેશભાઈ શાહ ધ્વારા સદંતર ખોટું પેઢીનામું ઉભું કરીને ફતાજી ગગાજી પરમારના વારસદાર તરીકે પોતાની અટક છુપાવીને દેવાંગભાઈ દિનેશભાઈ શાહ  મહેમદાવાદ તાલુકાના ગોકળપુરા ગામના સર્વે નંબર ૯૨ માં ખેડૂત તરીકે દાખલ થઈ ગયા હતા. ( ખોટા પેઢીનામાંની નકલ પાનાં નંબર -૧  પર સામેલ છે). વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત પ્રમાણપત્ર મેળવી ને દેવાંગભાઈ દિનેશભાઈ શાહ ધ્વારા બાવળા તાલુકામાં તેમજ સાણંદ અને અન્ય જગ્યાઓ એ ઓછામાં ઓછો બજાર કિંમતે જોતા ૨૦૦૦ કરોડની મિલકતો ખરીદી લેવામાં આવી હતી. ખોટું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચકાસણીમાં એન્ટ્રી રદ થાય તે પહેલા દેવાંગભાઈ દિનેશભાઈ શાહ ફતાજી ગગાજીની જમીન માંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. આમ કરવાથી ખોટું ખેડૂત પ્રમાણપત્ર પકડાય જ નહીં. (પાના નંબર – ૩)

        દેવાંગભાઈ દિનેશભાઈ શાહે ગુનાહિત કૃત્ય કર્યું છે. અને તેના સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા તેમજ મહેસુલી રાહે તેમની જમીનો જપ્ત કરવા કલેકટરશ્રી ખેડા, મામલતદારશ્રી મહેમદાવાદ, RCD ખેડા વિગેરે સક્ષમ અધિકારીઓએ આદેશ કર્યા હતા જે આદેશો પાનાં નંબર ૪ થી ૭  સામેલ છે. આમ સ્પષ્ટ હકીકત છતાં ભાજપની સરકારના મોટા માથાઓના સીધા આશીર્વાદ અને બહુજ મોટી રકમની ફેરબદલના કારણે દેવાંગભાઈ દિનેશભાઈ શાહ સામે હજુ સુધી ફોજદારી ફરિયાદ પણ દાખલ નથી થઈ કે તેની જમીન ખાલસા કરીને શ્રીસરકાર ખાતે ચડાવવામાં આવી નથી. કાયદાની જોગાવી મુજબ દેવાંગભાઈ દિનેશભાઈ શાહની ખોટા ખેડૂત તરીકે પ્રાપ્ત કરેલી તમામ જમીન સરકારે ખાલસા કરીને જમીન વિહોણા દલિત,આદિવાસી,બક્ષીપંચના ખેત મજદૂરોને સાથણી થી આપી દેવી જોઈએ.

            દેવાંગભાઈ દિનેશભાઈ શાહ નવરત્ન ઓર્ગેનાઇઝર એન્ટ ડેવલોપર્સ બિલ્ડર્સ માં MD અને મુખ્ય કર્તા હર્તા છે. આ બિલ્ડર ધ્વારા કલ્હાર બંગલોઝ, કલ્હાર એકઝોટીકા,કલ્હાર બ્યુ એન્ટ ગ્રીન ગોલ્ફ ક્લબ,નવરત્ન બિઝનેશ પાર્ક,કૌસંબી,કનિષ્ઠ અને કદંબ જેવા ફ્લેટ્સ તેમજ સેન્ટ્લ મોલ ગુલમહોર મોલ અને કિંગ્સ સ્ક્વેર મોલ જેવા મોલ બનાવવામાં આવેલ છે.

        આવા ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા દેવાંગ દિનેશભાઈ શાહના  નવરત્ન બિઝનેસ પાર્કને ૨૦૧૭ની ચૂંટણી દરમ્યાન ગુજરત સરકારે ભાગ્યે જ વાપરવાના અધિકારો કલમ ૨૯ નીચેના વાપરીને NOC આપી એક્સ્ટ્રા  FSI ફાળવી ખુબ મોટો ફાયદો કરાવ્યો હતો. જે બતાવે છે કે દેવાંગભાઈ દિનેશભાઈ શાહ સાથે ભાજપની સીધી સાંઠગાંઠ છે.

        કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે,

(૧)     કલેકટરશ્રીના હુકમ પછી પણ પોલીસ કેસ નહીં થવાના અને જમીન ખાલસા નહીં થવાના કૌભાંડ  માટે નામદાર હાઈકોર્ટના જજ સાહેબની દેખરેખ નીચે તપાસ કરવામાં આવે.

(૨)     તાત્કાલિક અશરથી FIR દર્જ કરવામાં આવે અને દેવાંગભાઈ દિનેશભાઈ શાહ તથા તેના જેવા  ખોટા ખેડૂત બનેલાઓની જમીન ખાલસા કરી ખેત મજૂરોને આપી દેવામાં આવે.

(૩)     ૨૦૦૦ કરોડની કિંમતીની જમીનો ખરીદનાર દેવાંગભાઈ દિનેશભાઈ શાહની આવક તપાસવામાં  આવે અને કોઈ રાજકીય મોટા માથા કે મોટા સનદી અધિકારીનું કાળુંનાણું રોકાયેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે.

(૪)     બિનખેડૂત ખેડૂત ન જ બની શકે તેવો કેન્દ્રીય કાયદો હોવા છતાં આ કાયદાની જોગવાઈ થી  વિરુધ્ધ જે કંઈ પરિપત્રો કે પત્ર વ્યવહારો થયા હોય તે અલ્ટ્રાવાઇરસ ગણાય અને તે તાત્કાલિક રદ થવા જોઈએ.

(૫)     ગુજરાતના તમામ કલેકટરશ્રીઓ આ પ્રકારના કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરે અને જો તે ચૂક કરેતો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

—————————————————————————————

 

Click here to view/download the Press Note

Click here to view/download the Press Note Attachments 

 

 

What Do You Think? Speak Your Voice...

 

*