Close

May 30, 2017

Press Note Guj. Dt: 30.05.2017 ભાજપના નેતાઓ કહે છે કે બીફ સસ્તું મળવું જોઈએ અને સારી ક્વોલિટીનું મળવું જોઈએ.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                             તા. ૩૦/૦૫/૨૦૧૭   

    

            કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ  કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ગાયના મોઢાનું તણખલું પણ ન  ખપે તો પછી છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપની સરકારે હજારો હેક્ટર ગૌચરની જગ્યાઓ ભ્રષ્ટ્રાચારીઓને કેમ આપી?  ગૌચર ભાજપે ન રહેવા દીધું તેથી ગાય પ્લાસ્ટિકની કોથળીઓ ખાવા મજબુર બને છે અને રીબાઈ રીબાઈને મરે છે. કેરળની ઘટના સામે આવતા જ કોંગ્રેસ મોવડી મંડળે કહેવાતા યુવક કોંગ્રેસના લોકોને પક્ષમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહી જવાબદાર સામે કડક માં કડક પગલાં લેવા માંગણી કરી છે. જ્યારે એજ કેરલમાં તાજેતરમાં લોકસભાની પેટાચૂંટણી યોજાય હતી તેમાં ભાજપના ઉમેદવાર શ્રીપ્રકાશે પોતાનાં પ્રવચનમાં તેમજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો તેઓ ચુંટાશે તો પોતાના મતવિસ્તારમાં સારી ક્વોલિટીનું બીફ મળે તેનો પ્રબંધ કરશે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે બીફ (ગાય) ના કતલખાના બંધ કરવાનું કામ કોંગ્રેસ સરકારોએ કર્યું છે. જેનો તેઓ વિરોધ કરે છે. ભાજપના નેતાના ઉપરોક્ત વચનોના પુરાવા માટે લીંક પર ક્લિક કરો.  http://indianexpress.com/article/india/vote-for-me-i-will-ensure-good-beef-bjp-candidate-in-kerala-byelection-sreeprakash-malappuram-4596099.  ભાજપના આ નેતા સામે ભાજપના તરફથી કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.

        ગઈ કાલે મેઘાલયના ભાજપ સરકારના મિનિસ્ટર બર્નાડ મારકે જાહેરાત કરી છે કે મેઘાલયમાં બીફ સસ્તા દરે મળી રહે તેની સરકાર વ્યવસ્થા કરશે. ભાજપના આ મંત્રીના નિવેદનના પુરાવા માટે લીંક ક્લિક કરો. https://www.nationalheraldindia.com/national/2017/05/29/in-shillong-bharatiya-janata-party-promises-to-lower-price-of-beef

        ભાજપના કેન્દ્રીય મંત્રી રીજ્જુએ કહ્યું હતું કે હું બીફ ખાઉં છુ. હું અરુણાચલનો છુ. કોણ મને રોકી શકે? કોઈના પણ રીવાજ સાથે છેડછાડ ન  કરવી જોઈએ. ભાજપના આ મંત્રીના નિવેદનના પુરાવા માટે લીંક પર ક્લિક કરો. http://www.hindustantimes.com/india/bjp-leaders-in-northeast-support-rijiju-over-beef-remark-slam-naqvi/story-W6LtYFt8GO6xFxYsJE6tIJ.html ભાજપના આ રીજ્જુ આજે પણ મિનિસ્ટર છે.

        ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલ સવાલનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસે તો કેરાલાના કહેવાતા કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને કડકમાં કડક સજાની માંગ કરી છે. પરંતુ ભાજપના નેતાઓ ગૌમાંસની વકીલાત કરે છે તેના સામે શું?  વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે ગાયો માટે અમારા પૂર્વજ શહીદ થયા છે. અમે ગાય કે અમારી માતાનો રાજકારણ માટે ઉપયોગ કરતા નથી અમે તેની સેવા અને પૂજા કરીએ છીએ.

——————————————————————————————————

 

Click here to view/download the Press Note.