Category: Press Release

  • Press Note Guj Dt:27/08/2012 on G.H.B

    Click here to view / download press note.

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારી યાદી                                                                                                       તા.૨૭-૮-ર૦૧ર

    ૧૨ વર્ષ સુધી ભાજપની સરકારે કોઈપણ આમ ગુજરાતી માટે ઘર આપવા માટેની વિચારણા કરી નહીં અને જ્યારે કોંગ્રેસ પક્ષ તરફ લોકોની શ્રદ્ધા વધી ત્યારે ૧૨ વર્ષ પછી અચાનક લોકોની ક્રૂર મશ્કરી કરવી હોય તે રીતે હાઉસીંગ બોર્ડને પુનઃજીવિત કરવાની વાત કરીને આજે અમદાવાદ ખાતે હાઉસીંગ બોર્ડની કચેરી પર મહિલાઓને ફોર્મ આપવાના છે એમ કરીને સરકારે મહિલાઓની ક્રૂર મશ્કરી કરી છે. અમદાવાદ ખાતેની હાઉસીંગ બોર્ડની કચેરી પર ફોર્મ લેવા ગયેલી મહિલાઓ પર પુરુષ પોલીસ દ્વારા આડેધડ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને અનેક મહિલાઓ ધાયલ થઈ છે.

    શું આ જ છે ગુજરાતના મુખ્યમંત્રીની મહિલાઓ માટેની સદ્‍ભાવના ? શું આ જ છે મહિલાઓનું સન્માન ગુજરાતમાં ? કોંગ્રેસ પક્ષ સત્તામાં નથી, કોઈ વહીવટીતંત્ર કે મોટું ઈન્ફ્રાસ્ટ્રકચર નથી, તેમ છતાં સમગ્ર ગુજરાતમાં બહેનોને સન્માન સાથે ફોર્મ પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકી, પરંતુ અહીં સરકાર હોવા છતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એક નાટકના ભાગરૂપે જે વ્યવસ્થા ગોઠવી અને મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે તેને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

    જો ખરેખર ગુજરાતની આમ જનતાની મકાન માટેની ચિંતામાં સરકાર સહભાગી થવા માંગતી હોત તો છેલ્લા ૧૨ વર્ષથી પ્રવર્તમાન મુખ્યમંત્રી સત્તાસ્થાને બેઠા છે, શા માટે તેમણે ગુજરાતના જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર આપ્યું નહીં ? ૧૨ વર્ષ સુધી કેમ કોઈપણ દિવસ આ બાબતની ચિંતા ન કરી ? ઉલટાનું હાઉસીંગ બોર્ડની મોટાભાગની જમીનો જે કોંગ્રેસ પક્ષે વિકાસને, જરૂરિયાતને પહોંચી વળવા માટે આમ આદમીને ઘરનું ઘર મળી શકે તે માટે અનામત રાખી હતી, તેવી જમીનો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સત્તામાં આવતાંની સાથે ડી-રિઝર્વ કરીને માનીતાઓને આપી દેવાની ભયંકર મોટી ગુનાહિત બેદરકારી સાથેનું કૃત્ય કર્યું છે. કોઈક જગ્યાએ પ્રવર્તમાન સરકારે ભૂતકાળમાં હાઉસીંગ બોર્ડના મકાનો બનાવ્યા, તે મકાનોની સ્થિતિ પણ એવી છે કે એમાં કોઈ રહેવા જ જઈ શકે નહીં. ભાવનગરના નારી ચોકડી પાસે ખૂબ મોટી સંખ્યામાં હાઉસીંગ બોર્ડના મકાનો બનાવવામાં આવ્યા. હિંમત હોય તો ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ વાત જાહેર કરે કે, આ મકાનના કોન્ટ્રાક્ટમાં યુવા ભાજપના ગુજરાત રાજ્ય લેવલના નેતા એમાં ભાગીદાર, કોન્ટ્રાક્ટર કે શું હતા ? આ મકાન એવા બન્યા કે જેમાં યુવા ભાજપના કાર્યકર્તાએ માત્રને માત્ર ભ્રષ્ટાચારથી પૈસા ખાઈ લીધા અને મકાન રહી જ ન શકાય તેવા બન્યા. આજે ખંડેર હાલતમાં નારી ચોકડી પાસે આ મકાનો ઉભા છે અને એકપણ માણસ ત્યાં રહેવા જઈ શક્યો નથી. આ મકાન આપવાના છે એમ કરીને હજારો રૂપિયા જેમના લીધા છે તે ગરીબ ગુજરાતીઓના પૈસા પણ એમાં ફસાયેલા છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ) દ્વારા પણ આ બનાવેલ મકાનોમાં ભ્રષ્ટાચાર થયો છે અને કોઈ રહેવા જ જઈ શક્યું નથી, તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ ગયા વર્ષના અહેવાલમાં કરવામાં આવ્યો છે. તો હવે કયા મોઢે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે ? કોંગ્રેસ પક્ષે પોતાની એક આગવી દૃષ્ટિ સાથે “વિઝન-૨૦૧૨”નો મુદ્દો રજૂ કર્યો અને ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ અને ભાવથી કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો, એ પછી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની નાટકીય કારકિર્દી શરૂ થઈ છે અને તેમણે આ વાદ જ કોંગ્રેસની કાર્યવાહી બાદ જ હાઉસીંગ બોર્ડના અધિકારીઓની મિટીંગ બોલાવી અને નાટકનું કૃત્ય કર્યું છે. અમારો સવાલ એ છે કે, શા માટે ૧૨ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી જાગ્યા નહીં ? ૧૨ વર્ષ સુધી તો હંમેશા તેમણે માનીતા ઉઘોગપતિઓની જ ચિંતા કરી છે. ટાટાને ટાઉનશીપ બનાવવા માટે ૧૦૦ એકર જમીન આપી, ૧૧૦૦ એકર જમીન જે અમદાવાદથી થોડે દૂર આવેલી અને ગૌવંશ માટેની ચિંતા કરવા માટે પશુસંવર્ધન યુનિવર્સિટી બનાવવાની હતી, તે જમીન એમણે પોતાના માનીતાઓને એટલે કે ટાટાને પધરાવી દીધી. ત્યારે પણ એમ નહીં સૂઝ્યું કે ગૃહિણીઓને ઘરના ઘરની જરૂર છે. ૧૧૦૦ + ૧૦૦ = ૧૨૦૦ એકર જમીન જો અમદાવાદની જ બાજુમાં રહી, એ ટાટાને આપવાને બદલે અમદાવાદની ગૃહિણીઓને આપી હોત તો આજે અમદાવાદમાં એક પણ વ્યક્તિ ઘર વગરની ન રહી હોત. ટાટા માટે ચારમાર્ગીય રસ્તાઓ બનાવ્યા એના બદલે ટાઉનશીપ બનાવીને એમના વચ્ચે બીઆરટીએસનો રૂટ બનાવી આપ્યો હોત તો અમદાવાદની એકેએક ગૃહિણીની વ્યવસ્થા ત્યાં થઈ શકી હોત. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે મહિલાઓ ઉપર જે અત્યાચાર પોલીસ દ્વારા હાઉસીંગ બોર્ડની કચેરી પર કરવામાં આવ્યા છે તેની જીવંત તસ્વીરો પણ પ્રેસ અને મીડીયાના મિત્રોને આપી છે અને માંગણી કરી છે કે, મહિલઓ અને આમ આદમીઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના જવાબદરો સામે સરકાર પોલીસ ફરિયાદ દાખલ કરે, ૧૨ વર્ષ સુધી ગુજરાતના લોકોને ઘરનું ઘર નહીં આપનારી સરકાર ચૂંટણી માથા પર આવી અને કોંગ્રેસ પક્ષ તરફ વિશ્વાસ સાથે ગૃહિણીઓએ જ્યારે કોંગ્રેસના ફોર્મ ભર્યા છે ત્યારે મુખ્યમંત્રીએ જે નાટક કર્યું છે અને એ નાટકમાં પહેલાં જ દિવસે મહિલાઓ પર લાઠીચાર્જ થયો છે તેની ગુજરાતના મુખ્યમંત્રી માફી માંગે તેવી માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે.

    ————————————————————————————————–

     

  • Press Note Eng Dt:24/08/2012 on Coastal Security

    Click here to view / download press note.

    OFFICE OF THE LEADER OF OPPOSITION

    Gujarat Vidhansabha, Gandhinagar.

    Press Note                                                       24th August, 2012

    • Security Boats bought at heavy costs are lying unused.
    • Central government has approved a Rs 300 Crore costal security plan for Gujarat.
    • Selection process of the crew was over months back, but the file is still lying in the Chief Minister’s office.
    • Gujarat Chief Minister wants terrorists that should come to Gujarat.
    • In the case of terrorist attacks, he remains safe in tight security and common man becomes a victim and his vote bank is strengthened.

    Government of India has sanctioned an Rs 300 Crore plan for security of Gujarat’s costal border. But it appears that Gujarat Chief Minister wants to make Gujarat’s international border unsafe. Under the plan, boats have been purchased with the money provided by Government of India. The selection process of the three member crew of each of these boats was over in January this year. However, no appointments have been made yet. As a result, expensive and useful boats are lying unutilized. Similarly the CM is not appointing the staff of the marine police station and is not taking any steps for the modernization of these police stations.  This clearly shows that the CM wants terrorists to come to Gujarat. He moves with heavy security but has no concern for the security of the common man.  His plan is clear, if there will be terrorism in Gujarat, he will get a chance to cover up his corruption and weaknesses. If there would be a terrorist attack, he would be safe in tight security and common man would become a victim and his vote bank would be strengthened.

    Leader of Opposition, Shaktisinh Gohil said that, non appointment of the staff amounts to criminal negligence.  In Mumbai terror attacks, a Gujarat boat Kuber was used. Even then Modi is indulging in his own publicity and security. Gohil has demanded that the selected crew should be given appointment letters immediately to beef up the costal security of Gujarat.

    ——————————————————————————————————–

     

  • Press Note Guj Dt:24/08/2012 on Coastal Security

    Click here to view / download press note.

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારી યાદી                                                                                                       તા.૨૪-૮-ર૦૧ર

    • ખૂબ જ મોટી કિંમતે ખરીદાયેલી સુરક્ષા માટેની બોટ્સ વણવપરાયેલી પડી છે.
    • કેન્દ્ર સરકારે ૩૦૦ કરોડ રૂપિયાનો કોસ્ટલ પ્લાન ગુજરાત માટે મંજૂર કર્યો છે.
    • મહિનાઓથી બોટ્સ માટેના સ્ટાફની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ નિમણુંકની ફાઈલ મુખ્યમંત્રીશ્રીના વિભાગમાં પડી રહી છે.
    • ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ઈચ્છે છે કે, ગુજરાતમાં આતંકવાદીઓ આવવા જોઈએ.
    • ગુજરાતમાં આતંકવાદીઓ આવે, પોતે મજબૂત બંદોબસ્તમાં સલામત રહે અને આમ ગુજરાતી આતંકવાદીઓના હુમલામાં હોમાય તો જ મુખ્યમંત્રીની વોટ બેંક મજબુત બને.

    ભારત સરકાર દ્વારા ગુજરાતની સીમાસુરક્ષા માટે કોસ્ટલ પ્લાન નીચે ગૃહ મંત્રાલયે ૩૦૦ કરોડ રૂપિયાનો પ્લાન મંજૂર કરેલ છે. ગુજરાતની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે અને તે સંજોગોમાં, ગુજરાતીઓની સલામતીની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકારે બંનેએ રાખવી જરૂરી છે. કમનસીબે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વર્તણુંક એવી લાગે છે કે, ગુજરાતની સરહદ અસલામત બને. ભારત સરકારે આપેલા નાણામાંથી કેટલાય મહિનાઓ પહેલાં સુરક્ષા માટેની બોટ્સ ખરીદવામાં આવી છે. આ બોટના સંચાલન માટે ડ્રાઈવર, ક્લીનર અને શેરીંગ એમ એક બોટમાં ત્રણ જણાનો સ્ટાફ ભરતી કરવાનો હોય છે. આ જગ્યાઓ માટેના ઈન્ટરવ્યુ લઈને સિલેકશનની સંપૂર્ણ પ્રક્રિયા જાન્યુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવી છે, માત્ર નિમણુંક આપવાની મંજૂરીના બહાના નીચે મુખ્યમંત્રીશ્રીના વિભાગમાં મહિનાઓથી ફાઈલ રોકી રાખવામાં આવી છે. સલામતી માટે અત્યંત ઉપયોગી બોટ્સ સારી એવી સંખ્યામાં ખરીદાયેલી પડી છે અને માત્ર મુખ્યમંત્રીશ્રીના વિભાગમાંથી સિલેક્ટ થયેલા સ્ટાફની મંજૂરી નહીં મળવાને કારણે સરહદોની સુરક્ષા માટે ખરીદાયેલી બોટ્સ ઉપયોગમાં લઈ શકાતી નથી. દરિયાઈ સરહદ પર મરીન પોલીસ સ્ટેશનની આધુનિકતા અને મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફની યોગ્ય નિમણુંક પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવતી નથી. મુખ્યમંત્રીશ્રીની આ પ્રકારની વર્તણુંક પરથી સ્પષ્ટ થાય છે કે, મુખ્યમંત્રીશ્રી પોતે જ ઈચ્છે છે કે ગુજરાતમાં આતંકવાદીઓ આવવા જોઈએ. પોતાની આજુબાજુ મજબુત પોલીસ બંદોબસ્ત રાખીને પોતે સલામત રહે અને આતંકવાદીઓ દ્વારા ભલે આમ ગુજરાતીઓ હોમાઈ જાય. જો આતંકવાદી હુમલા ગુજરાતમાં થાય તો મુખ્યમંત્રીશ્રીના ભ્રષ્ટાચાર અને તેમની નબળાઈઓ ઢંકાઈ જાય અને આતંકવાદીઓના નામે મુખ્યમંત્રીશ્રી પોતાની રાજકીય વોટ બેંક મજબુત કરી શકે.

    વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારમાંથી મંજૂર થયેલા ૩૦૦ કરોડ જેવા સીમા સુરક્ષાના પ્લાન પછી ખરીદાયેલ બોટ્સ પર ઈન્ટરવ્યુ લેવાયેલા છતાં નહીં મૂકાયેલા કર્મચારીઓ માટે મુખ્યમંત્રીશ્રીની ગુનાહિત બેદરકારી છે તેમ જણાવ્યું છે. અગાઉ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો ત્યારે પણ પાકિસ્તાનના આતંકવાદીઓ પોરબંદરની બોટ “કુબેર’ લઈને મુંબઈ પહોંચ્યા હતા. આમ છતાં, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પોતાની પ્રસિદ્ધિ અને પોતાની સલામતી સિવાય આમ ગુજરાતીની ચિંતા કરતા નથી તે સ્પષ્ટ થાય છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, જેમના ઈન્ટરવ્યુ થઈ ગયેલા છે તે કર્મચારીઓને તાત્કાલિક બોટ્સ પર કામ કરવા માટે નિમણુંક આપવાના હુકમો કરીને ગુજરાતની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે.

    ————————————————————————————————–

     

  • Press Note Eng DT:20/08/2012 Reaction on Arun Jaitley Press

    Click here to view / download press note.

    OFFICE OF THE LEADER OF OPPOSITION

    Gujarat Vidhansabha, Gandhinagar.

     

    Press Note                                                                                          20th August, 2012

     

    Leader of Opposition in the State Assembly, Shaktisinh Gohil today said that Rajya Sabha Member from Gujarat Shri Arun Jaitley pleaded a hollow case forGujaratbefore the media. It was as if an advocate arguing a case just on the insistence of the client, he said. Jaitley did not have any figures about the quantity of the gasGujaratgets? the rate at which it gets and the percentage of the total gas given by the Centre to all States? Referring to the media interaction of Jaitley on the issue of gas toGujarat, he said that Jaitely did not address any of the important facts in his media release. Gohil challenged Chief Minister to hold a joint media interaction to tell the truth to people ofGujarat.

    In a statement, he said that Shri Arun Jaitley and Shri Saurabh Patel could not dispute the figure of allocation of gas toGujaratgiven by the Petroleum Minister yesterday. BJP has rocked Parliament on the issue of CAG report, but it is maintaining stoic silence over the fact thatGujaratgovernment was not responding to the revelation of CAG that Gujarat Government was giving gas to Adani at throw away price. Even in the High Court, Centre has maintained in an affidavit that Mumbai,Delhiand Gujarat all were given gas at the same price- 4.2USDollar per MMBTU (minus royalty). It has not been disputed anywhere. Even Gujarat Government has accepted the affidavit. How much more VAT is charged on gas inGujaratthan other States? Gohil demanded to know the difference in the basic price at which the State gets gas from the Centre and the cost at which it is distributed to the consumers. He said that the Government has anonymous advertisement in newspapers claiming that the State gets very little gas and it is like a slap on the face of the people. The fact is that the BJP which has spent lakhs of rupees on this advertisement from the State coffers has slapped common man. It is clear from today’s BJP press that the figures given by the Union Minister yesterday about gas are true. The Chief Minister has made a non Gujarati Rajya Sabha member utter total lie about the issue. If it is true then it should be  supported by facts. It has been proved today that even a big counsel cannot succeed if his arguments are baseless.

    ————————————————————————————————————————

  • Press Note Guj Dt:20/08/2012 Reaction on Arun Jaitley Press

    Click here to view / download Press Note

    વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

    અખબારી યાદી                                                                                                        તા. ર૦-૮-ર૦૧ર

    ગુજરાતમાંથી ચૂંટાયેલા બિન ગુજરાતી ભાજપના રાજ્યસભાના સભ્‍યશ્રી અરૂણ જેટલી દમ વગરની મેટર માત્ર અસીલનાઆગ્રહથી કોઈવકીલદલીલકરે તે રીતે ગુજરાતને મળતાં ગેસ અંગેપ્રેસકોન્ફરન્સ કરીને જતાં રહ્યાં. ગુજરાતને કેટલો ગેસ મળે છે ? આ ગેસ શું ભાવે મળે છે ? દેશનાકુલવિતરણના કેટલાટકાગુજરાતને મળે છે ? એન.ડી.એ.ની ભાજપનીસરકારહતી ત્‍યારે દિલ્‍હીથી કેટલો ગેસ ગુજરાતને મળતો હતો ? વિગેરે એકપણ પ્રશ્નનોજવાબપોતાની પ્રેસમાં આપી શક્યા નથી. ગુજરાતવિધાનસભાવિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને ફરી ચેલેન્‍જ કરી છે કે, જો તમે સાચા હોવ તો આનીચર્ચાકરવા માંગતા હોવ તો આવો એક પ્‍લેટફોર્મ પર અને ગુજરાતની જનતાને સત્‍યહકીકતબતાવીએ.

    ગઈકાલે કેન્‍દ્રીય મંત્રીશ્રીએ ગુજરાતને ગેસની ફાળવણીના જેઆંકડાઆપ્‍યાં છે, એ આંકડાને બદલે ગુજરાતમાં જુદી જ પરિસ્‍થિતિ હોવા અંગેનો એકપણઆંકડોશ્રી અરૂણ જેટલીજી અને શ્રી સૌરભભાઈ પટેલ આપી શક્યાં નથી. કેગના નામે દેશની સંસદમાં હોબાળો કરનાર ભાજપે ગુજરાતના કેગના રિપોર્ટમાં અદાણીને ખરીદકિંમતકરતાં કરોડો રૂપિયે સસ્તો ગેસ કેમ આપ્‍યો ? તે અંગે પણ ભાજપ એક શબ્દની પણ સ્‍પષ્‍ટતા કરી શક્યો નથી.હકીકતમાં હાઈકોર્ટનાજજમેન્‍ટમાં પણ કેન્‍દ્રસરકારે એફિડેવીટ પર કહ્યું છે કે, મુંબઈ, દિલ્‍હી અને ગુજરાતને ૪.ર યુ.એસ.ડોલરપ્રતિ MMBTU (માઈનસ રોયલ્ટી)ના ભાવે ગેસ મળે છે, તેને કોઈપણ જગ્‍યાએ અયોગ્‍ય માનવામાં આવ્‍યું નથી. ગુજરાત સરકારે પણ હાઈકોર્ટની અંદરફાઈલથયેલી કેન્‍દ્રની એફિડેવીટને સ્‍વીકારી છે. ગુજરાત ભાજપમાં હિંમત હોય તો કેન્‍દ્રમાંથી કેટલો ગેસ ગુજરાતનેપ્રાપ્તથાય છે ? આ ગેસ ઉપર ગુજરાતમાં કેટલો વેટ લેવાય છે ? દેશમાં અન્‍ય રાજયોમાં લેવાતાં વેટ કરતાં ગુજરાતમાં વેટ કેટલોવધુલેવાય છે ? ગુજરાતમાં જે ગેસ કેન્‍દ્રમાંથી અપાય છે તે ગેસની પડતર કિંમત ગુજરાત સરકારની કેટલી છે ? અને ગુજરાત સરકાર આમ આદમીને આ ગેસ વિતરણ કરે છે તેની વચ્‍ચે ભાવમાં કેટલો ફરક છે ? ગુજરાત સરકાર કેન્‍દ્રમાંથી પ્રાપ્‍ત થયેલો ગેસ કેટલો મોંઘો આમ આદમીને આપે છે ? તેની સ્‍પષ્‍ટતા કરી આપે. વર્તમાનપત્રમાં ગુજરાત સરકારની જાહેરાતમાં એવું કહ્યું છે કે, ગુજરાતને કેન્‍દ્ર ગેસ આપતું નથી અને માત્ર થપ્‍પડ મારે છે, આવી બેનામી લાખો રૂપિયાની જાહેરાત કરનાર ગુજરાતની ભાજપની સરકારે પ્રજાની તિજોરી લૂંટીને ગુજરાતના આમ આદમીને લાફો માર્યો છે. ભાજપની આજની પ્રેસ પરથી સ્‍પષ્‍ટ થઈ ગયું છે કે, ગઈકાલે કેન્‍દ્રીય મંત્રીશ્રીએ ગેસની ફાળવણીના જે આંકડા આપ્‍યાં છે તે સત્‍ય છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ બિનગુજરાતી રાજ્યસભાના સભ્‍ય પાસે સદંતર જૂઠ્ઠાણું બોલાવ્‍યું છે. જો સત્‍યની છાંટ હોય તો આંકડાકીય માહિતી સાથે ગુજરાતની જનતાને હકીકત આપવી જોઈએ. દમ વગરની મેટરમાં કોઈપણ મોટો વકીલ દલીલ કરે તો પણ તેમાં સફળતા મળતી નથી, એ વાત આજે સાબિત થઈ ગઈ છે.

    ————————————————————————————————————–

  • Press Note Guj Dt:18/08/2012

    Click here to view / download press note.

    વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

    અખબારી યાદી                                                                                         તા. ૧૮-૮-ર૦૧ર

     

    સમગ્ર સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્‍ય તાલુકાઓમાં ખેડૂતોએ કરેલી વાવણી સંપૂર્ણ નિષ્‍ફળ ગઇ છે. કેટલાંક વિભાગોમાં બે બે વખત ખેડૂતોએ વાવેલું બિયારણ નિષ્‍ફળ ગયું છે. કેન્‍દ્ર સરકાર તરફથી રાહત માટે અપાયેલું નાણાનું પૂરતું ભંડોળ ગુજરાત પાસે ઉપલબ્‍ધ છે, આમ છતાં જરૂરી એવા મોટા ભાગના વિસ્‍તારોમાં હજુ સુધી અછત જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં દરેક ગ્રામ પંચાયતમાં વરસાદનું આંકલન કરવા માટે વરસાદ માપક સાધન રહેતું હતુ અને કોઇપણ તાલુકામાં વરસાદ ઓછો હોય ત્‍યારે તાલુકાના તમામ ગામોના વરસાદના આંકડા ધ્‍યાને લઇને ખૂબજ ઉદાર રીતે અછતની જાહેરાત કરી દેવામાં આવતી હતી. વર્તમાન ભાજપ સરકારે કોઇ જ વ્‍યાજબી પરિસ્‍થિતિ ધ્‍યાને લીધા વગર ઘણાં બધા મોટા વિસ્‍તારોમાં અપૂરતો વરસાદ અને પાક નિષ્‍ફળ ગયો હોવાછતાં હજુ પણ અછત જાહેર કરી નથી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જરૂરિયાત ઉભી થતી ત્‍યારે અછત જાહેર થઇ હોય કે ન થઇ હોય પરંતુ ઘાસ અને પાણીની વ્‍યવસ્‍થા તાત્‍કાલિક કરી દેવામાં આવતી હતી. ગુજરાતની ભાજપની સરકારે હજુ સુધી ઘાસની કોઇ જ વ્‍યવસ્‍થા અને વિતરણની વ્‍યવસ્‍થા કરી નથી. પશુધન અત્‍યંત મુશ્‍કેલીમાં મુકાયું છે ત્‍યારે તાત્‍કાલિક ઢોરવાડા અને ઘાસ વિતરણના કેમ્‍પ ચાલુ કરવાં જોઇએ એવી માંગણી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે. મુખ્‍યમંત્રીશ્રી ભાવનગર અને અન્‍ય જગ્યાઓએ જાહેરાત કરીને ગયા હતાં કે, નર્મદાના પાણીથી સૌરાષ્‍ટ્રના તલાવડાઓ અને ડેમ ભરવામાં આવશે તેમજ નદીઓમાં પાણી છોડવામાં આવશે. આમ આ જાહેરાતને ઘણાં દિવસો થઇ ગયાં છે અને નર્મદાનું મહામૂલું પાણી દરિયામાં જઇ રહ્યું છે પરંતુ સૌરાષ્‍ટ્રના કોઇપણ ડેમ કે તલાવડાઓને નર્મદાના પાણીથી ભરવામાં આવ્‍યા નથી. રેલ્‍વેની ટ્રેક પર ઘાસ ઉગાડવાની હસ્‍યાસ્‍પદ વાત કરનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જો ખરેખર નર્મદાનું પાણી રેલ્‍વેની ટ્રેકને બદલે ખેડૂતોના ખેતરમાં પહોંચાડે તો ખેડૂતો સામેથી ઘાસ પકવવા તૈયાર છે અને પોતાની જમીનમાં પશુધન બચાવવા માટે ઘાસચારો ઉગાડવા આપવા માટે તૈયાર છે.

    કેટલાંક ખેડૂતોના કુવાઓમાં થોડુ ઘણું પાણી ઉપલબ્‍ધ છે તેનાથી ઘાસચારો ઉગાડીને પોતાનું પશુધન બચાવવા માંગે છે, પરંતુ ખેડૂતોને પૂરતી વિજળી આપવામાં આવતી નથી.ગુજરાતના ખેડૂતોને દિવસે પૂરતી વીજળી આપવામાં આવેકે જેથી જે થોડુ ઘણું પાણી બોર કે કુવામાં છે તેનો સદ્દપયોગ ખેડૂતો કરી શકે તેવી માંગણી કોંગ્રેસપક્ષ દ્વારા કરવામાં આવી છે.

    ———————————————————————————————————-

     

  • Press Note Eng Dt: 17/08/2012 on GAS

    Click here to view / download.

    OFFICE OF THE LEADER OF OPPOSITION

    Gujarat Vidhansabha, Gandhinagar.

     

     

    Press Note                                                                              17th August, 2012

    • Gujarat gets maximum quantity of 26.7MMSCMD of gas from the Centre.
    •  Gujarat is getting more gas in UPA Rule than what it was getting during BJP ruled NDA Government at Centre.
    •  Centre gives gas to Mumbai, Delhi and Gujarat at the same rate which is 4.2 US dollars minus royalty per MMSCMD.
    • Gujarat has 15% VAT while other states have VAT ranging from 4% to 0%.
    •  Whenever the elections come near, the spirit of Goebbels residing inside the Gujarat Chief Minister becomes hyperactive and spreads many lies.

    Gujaratis being provided about 27% of gasfromthecentre. The Congress led UPAGovernmentat the Centre has allocated more gastoGujarat than the BJP ledNDAGovernment of the past,LeaderofOppositionShaktisinh Gohilsaidin astatementtoday.  Gas isavailablewith the CentralGovernment as per theAdministered PriceMechanism(APM), out of which a large share is given toGujarat. In reality APM gas is provided by theGovernment of IndiatoDelhi, Mumbai andGujaratat the same rate of 4.2 US Dollars minus the royalty per MMBTU.  There is not a variation of a single paisa in the rate of gas provided by the Government of India. He said that the Government of Gujarat has recently published ananonymousadvertisementcalled” Congress’s slap in gasallocationtoGujarat”.  As per the law, no advertisement can be published without a name, yet thisabsolutelie by the Chief Minister is being illegallypublished. Whenever the elections come near, the spirit of Goebbels residing inside the Gujarat Chief Minister becomes hyperactiveand spreadsmany lies.  In reality, the Government of Gujarat charges 15% VAT on Gas, while Governments in other states charge VAT between 0% to 4 % on Gas. As there is more VAT on Gas inGujarat, costly gas is provided to Gujarati’s. To hide this fact from the public, the Chief Minister of Gujarat has spent lakhs of rupees on these frivolous advertisements and slapped the people ofGujarat.  APM gas is available to the Government of India at 119.51 MMSCMD,Million Metric Standard Cubic Meter Per Day, against which thetotalrequirement of the country is 226 MMSCMD. Hence the demand for Gas is more than the supply and as a result the government has to import gas frominternationalmarket. From the 119.51 MMSCMD,amountof Gas available, the Government of India is providing maximum share of 26.7 MMSCMD toGujarat. This being the truth, the anonymous advertisements displayed on Television by the Gujarat Government show as if the Central Government is not providing Gas to Gujarat at all and it is only giving a slapGujarat. In factGujaratis getting more gas now than what it was getting during BJP Government’s rule at Centre. APM gas 4.4 MMBTU minus royalty, this rate is same for Gujarat, Mumbai andDelhi. Gohil said that gas should be supplied in the state at the rate which comesafter mixing imported gas in low priced gas which is found inGujarat. But the fact is thatGujaratlevies highest 15% VAT on gas.  Ontopof it the distribution is given to Modi’s favourite Adani and people have to pay more price. People of the State do not get gas at lower prices and recently CAG has found that gas is given at a price much lower than purchase price to Adani. People have to bear burden of corruption of crores of rupees of Adani, headded.

    Gohil challenged Modiforapublicdebateon CAGreportabout providing gastoAdani at low prices, 26.7 MMSCMD Gas supplied to theStateby theCentralGovernmentout of 119.51 MMSCMD  of Gas and commission given to Modi’s favourite company. InGujarat, he said,Public SectorCompany GSPC gets gas from the Centre. Shortfall of gas is met by buying gas from international market.Gujarat STbuses use CNG gas from this stock. In a situation when one has to use something at two places one does not retain a middleman. However, Modi is using services of Adani as a middleman to provide GSPC gas toState Road Transport Corporationand thus giving Adani commission of millions of rupees.

    A situation of drought has developed inGujaratand the Chief Minister should declare a drought in the State and help people, which he is not doing. Farmers are committing suicide, livestock is starving,Narmadawater is flowing into the sea. Instead of diverting this water to farms or available ponds and lakes or rivers of North Gujarat and Kutch, the Chief Minister is keeping this water inSabarmatiRiverand enjoying rides on motor boats, he said.  The Chief Minister is putting false allegations on the Ccentral Government to spread his lies. The cost of these false and anonymous advertisements on TV should be borne by BJP; instead lakhs of rupees are spent from the corpus of the State Government to spread these lies, which is illegal. This is the money of people ofGujarat.

    ————————————————————————————————————————

    alAssistant

  • Press Note Guj Dt: 17/08/2012 On GAS

    Click here to view / download

    વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

    અખબારી યાદી                                                   તા. ૧૭-૮-ર૦૧ર

    • કેન્દ્ર સરકાર તરફથી સૌથી વધારે એટલે કે ૨૬.૭ MMSCMD ગેસ ગુજરાતને મળે છે.
    • કેન્દ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે જે ગેસ ગુજરાતને મળતો હતો તેના કરતાં વધારે ગેસ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી ગુજરાતને અપાય છે.
    • મુંબઈ, દિલ્હી અને ગુજરાત એ ત્રણેયને કેન્દ્ર સરકાર ૪.૨ યુ.એસ. ડોલર (માઈનસ રોયલ્ટી) પર   MMSCMDની એકસરખી કિંમતે આપે છે.
    • ગુજરાતમાં ગેસ ઉપર વેટ ૧૫% છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં માત્ર ૪%થી ૦% વેટ છે.
    • ચૂંટણી નજીક આવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની અંદર રહેલો ગોબેલ્સનો આત્મા વધુ સક્રિય બને છે અને સદંતર જૂઠ્ઠાણાંઓ ચલાવે છે.

    ગુજરાતનેકેન્દ્રસરકારતરફથી કેન્દ્રનેપ્રાપ્તકુલગેસનો ૨૭% જેટલો ગેસ આપવામાં આવે છે. ભૂતકાળમાં ભાજપનીઆગેવાનીવાળી એનડીએની સરકાર કરતાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર તરફથી ગુજરાતને ગેસનીફાળવણીવધારેકરવામાં આવે છે. AdministeredPrizeMechanism(APM) ગેસભારત સરકારપાસેઉપલબ્ધ છે, તેમાંથીખૂબમોટોહિસ્સોગુજરાતને આપવામાં આવી રહ્યો છે.હકીકતમાં ભારત સરકાર તરફથી અપાતો એપીએમ ગેસ દિલ્હી, મુંબઈ અને ગુજરાત બધાને એકસરખા જભાવથી એટલે કે ૪.૨ U.S. Dollar (માઈનસરોયલ્ટી) પર MMBTU ગેસ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી અપાતા ગેસમાં એક પૈસાનો પણ ભાવફરક નથી. ગુજરાતને ગેસ ફાળવણીમાં કેન્દ્ર તરફથી થપ્પડનામની બેનામીજાહેરાતગુજરાતની સરકારદ્વારાતાજેતરમાંપ્રસિદ્ધકરવામાં આવી છે. કાયદાનીજોગવાઈમુજબ, કોઈપણ જાહેરાત પ્રકાશકના નામ સિવાય જાહેર ન કરી શકાય તેમ છતાંગેરકાયદેસરરીતે પ્રસિદ્ધ થતી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું સદંતર જૂઠ્ઠાણું છે. જ્યારે જ્યારેચૂંટણીનજીક આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની અંદર બેઠેલો ગોબેલ્સનો આત્માવધુસક્રિયબની જાય છે અને વધારે પડતાં જૂઠ્ઠાણાંઓ ફેલાવે છે. હકીકતમાં, ગુજરાતની સરકાર ગેસ ઉપર ૧૫% વેટ લે છે, જ્યારે દેશના અન્ય રાજ્યો માત્ર ૪%થી લઈને ૦% સુધી વેટ લે છે.આમ, ગુજરાતમાં વેટ વધારે છે અને ગુજરાતીઓને મોંઘો ગેસ આપવામાં આવે છે તે વાત છૂપાવવા માટે પ્રજાના પૈસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ લાખો રૂપિયાની જૂઠ્ઠાણાંવાળી જાહેરાતપાછળપ્રજાના હિતના લાખો રૂપિયા ખર્ચીને ગુજરાતનીજનતાને થપ્પડ મારી છે. એપીએમ ગેસ ભારત સરકાર પાસે ૧૧૯.૫૧ MMSCMD મીલીયન મેટ્રીક સ્ટાન્ટર્ડ ક્યુબીકમીટરપર ડાયમ (MMSCMD) પર ડે પ્રાપ્ત થાય છે, તેનીસામેદેશનીજરૂરિયાત૨૨૬ MMSCMD છે, એટલે કેમાંગકરતાંપુરવઠોઓછો છે અને તેથીઘટપડતો ગેસઆંતરરાષ્ટ્રીયબજારમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. દેશ પાસે કુલ ઉપલબ્ધ એપીએમ ગેસ કે જે ૧૧૯.૫૧ MMSCMD છે, તેમાંથી ગુજરાતનેવર્તમાનકેન્દ્ર સરકારે સૌથી વધારેજથ્થોએટલે કે ૨૬.૭ MMSCMD ફાળવી આપેલો છે. આસત્યહકીકત હોવા છતાં, ગુજરાત સરકારની ટીવી પર આવતી બેનામી જાહેરાતોમાં એવું દર્શાવવામાં આવે છે કે, ગુજરાતને કેન્દ્ર સરકાર ગેસ આપતી જ નથી અને ગુજરાતને તો માત્ર થપ્પડ મારે છે. હકીકતમાં, ભૂતકાળની ભાજપની કેન્દ્રની સરકાર કરતાં પણ ગુજરાતને ગેસ વધારે મળે છે અને એપીએમ ગેસ ૪.૫ MMBTU માઈનસ રોયલ્ટી આ ભાવ ગુજરાત, મુંબઈ અને દિલ્હી માટે એકસરખો જ છે. ગુજરાતમાં પ્રાપ્ત થતા ભારત સરકારના સસ્તા ગેસમાં બહારથી ઈમ્પોર્ટ કરેલો ગેસ ભેળવીને જે પ્રાપ્તકિંમતથાય તે કિંમતથી ગુજરાતના લોકોને ગેસનુંવિતરણકરવામાં આવે. તેમાંસમગ્રદેશમાં સૌથી વધારે વેટ ગુજરાત સરકારનો ૧૫% ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત, ડીસ્ટ્રીબ્યુશનનીવ્યવસ્થામુખ્યમંત્રીશ્રીના માનીતા અદાણીને સોંપવામાં આવેલી છે, જેનો લાગભાગ પણ ગુજરાતની જનતા ઉપર ઉમેરાય છે. ગુજરાતનીઆમ જનતાને પ્રાપ્ત થયેલા ગેસથી ઓછી કિંમતે ગેસ અપાતો નથી, પરંતુ તાજેતરમાં જ કેગ દ્વારા શોધીને અપાયું છે કે, ખરીદ કિંમત કરતાં પણ કરોડો રૂપિયે સસ્તા દરે મુખ્યમંત્રીશ્રીના માનીતા અદાણીને ગેસ આપી દેવામાં આવે છે. આમ, અદાણીને અપાયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારયુક્ત સસ્તા ગેસનો ભાર ગુજરાતની જનતાને ઉઠાવવો પડે છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જો સાચા હોય તો અદાણીને સસ્તા ભાવે અપાયેલ કરોડો રૂપિયાના ગેસની કેગનીનોંધતેમજ ભારત સરકાર તરફથી કુલ માત્ર ૧૧૯.૫૧ MMSCMD ગેસમાંથી ૨૬.૭ MMSCMD ગેસ જે ગુજરાતને મળે છે તેની તેમજ મુખ્યમંત્રીના માનીતાને અપાતા કમિશન અંગેની ચર્ચા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ સાથે જાહેર પ્રજાકીય મંચ ઉપર આવીને કરે. ગુજરાતમાં ગેસ ગુજરાત સરકારના જ જાહેર સાહસ જીએસપીસી પાસે ભારત સરકારમાંથી પ્રાપ્ત થાય છે અને ઘટતો ગેસ જીએસપીસી ઈન્ટરનેશનલ માર્કેટમાંથી ખરીદે છે અને તે ગેસ પૈકી ગુજરાત સરકારનું જ જાહેર સાહસ ગુજરાત એસ.ટી. કોર્પોરેશન સીએનજી ગેસ વાપરે છે. આમ, એક જ માણસના એક ખિસ્સામાં ઉપલબ્ધ વસ્તુને બીજા ખિસ્સામાં પહોંચાડવાની હોય તો કોઈ શાણો માણસ વચોટીયો રાખે નહીં, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારના જ એક જાહેર સાહસ જીએસપીસીનો ગેસ સરકારના જ બીજા જાહેર સાહસ ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને આપતાં પહેલાં અદાણીને વચેટીયા તરીકે રાખીને લાખો રૂપિયાનું કમિશન આપે છે.

    ગુજરાતમાં અછતની પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક અછત જાહેર કરીને લોકોને મદદરૂપ થવું જોઈએ, જે કરતા નથી. ખેડૂતો આત્મહત્યા કરે છે, પશુધન તરફડે છે, નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે, તે પાણી ખેડૂતોના ખેતર સુધી કે ઉપલબ્ધ તળાવડાઓ સુધી કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છની નદીઓ સુધી પહોંચાડવાને બદલે સાબરમતીમાં પાણી રાખીને મોટરબોટની મુખ્યમંત્રીશ્રી મજા માણે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટા મોટા પેકેજની જાહેરાત કરીને કશું જ નહીં આપનાર મુખ્યમંત્રી પોતાના જૂઠ્ઠાણાંઓથી લોકોને ગુમરાહ કરવા માટે કેન્દ્ર સરકાર પર આક્ષેપોના સદંતર જૂઠ્ઠાણાં ચલાવે છે. ટી.વી.માં અપાતી જાહેરાતોનું ખર્ચ ભાજપ પક્ષે ઉઠાવવું જોઈએ, તેને બદલે ગુજરાત સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાની સદંતર જૂઠ્ઠાણાંવાળી જાહેરાતો કે જેમાં જાહેરાત આપનારનું નામ સુદ્ધાં ન હોય તેવી આપવામાં આવી રહી છે, જે સદંતર ગેરકાયદેસર છે. પ્રજાના આ નાણા પર ગુજરાતની જનતાનો અધિકાર છે.

    ———————————————————————————————————-

  • Press Note Eng Dt: 16/04/2012 on Arms and Security

    Click here to view / download press note.

    Encl : – Relevant paragraphs of the CAG report

    OFFICE OF THE LEADER OF OPPOSITION

    Gujarat Vidhansabha, Gandhinagar.

    Press Note                                                                         16th April, 2012

     

    • On what basis CM can advise centre when internal security in his own state is badly managed and there was great shortage of ammunition.
    • Despite adequate funds from centre, shortage of ammunition ranging from 17% to 100%.
    • Anti Terrorist Force only on paper
    • Gujarat has not spent millions it got from centre under MOF.
    • Gujarat CM him self is weakening internal security and creating atmosphere for terrorist.
    • Gujarat CM desires that terrorists should come into a country so that his vote bank is strengthened.
    • Marine police stations of Gujarat without police.
    • Centre gave billions of Rupees for digital radio tracking system but Gujarat did not establish it.
    • In its report, CAG has criticized Gujarat Govt for bad management and corruption in internal security. A copy of these observations released to media.

              Leader of opposition Shaktisinh Gohil today launched a scathing attack on CM Narendra Modi for his stand in the meeting of Chief Ministers. In a statement he said that the CM has made a number of suggestions to centre for internal security, but his own action in the border state of Gujarat is something which exposes him. Referring to the report of the Comptroller and Auditor General, he said that it has made very serious observations regarding irregularities in police force and matters relating to Internal Security.

              He said that it is like a wrong man making suggestions. Releasing relevant material from the CAG report to the media, Gohil said that it proves that Gujarat CM has no concern for the security of Gujarat. He said that the CM has not presented prospective plan to the central government and as a result Gujarat has not got its due share of money for its police force. In the para 1.1.8.1 of the audit report dated March 31, 2009, it is observed that unprofessional approach and lack of annual planning has led to millions of Rupees unspent given by the Central Govt.

              In the para 1.1.9.1 it is very clearly mentioned that money ranging from 5% to 68% had remained unspent in the case of transport, arms and ammunitions, training and home guards. Central Govt. has provided adequate funds for the modernization of the police force.  Despite this, there was shortage of ammunition from 17% to 100%. This was mainly because of maladministration. There was 100% shortage of cartridge for 5.56 INSAS. In the case of .303 shortage of cartridge was 32%. There was huge shortage of cartridge of 9mm 7.62 SLR.

              CAG even recorded 17,933 tear gas shells of expired date. They were 7 years old. In different cadres of anti terrorist force, there were vacancies ranging from 8% to 200%. In such a situation, in para 1.1.11.4, CAG noted that it appeared that ATS existed on paper only.

     

              Modi goes to Delhi and advises that there should be no controversy between army and Central government. Before giving any advice to the Central government the CM should do self assessment of his behavior with IPS officers in the state.  Everyone knows that how the CM has demoralized the state police for his own self interest. The post of the DGP has not been filled in the state since long time. For that also the CM does not want to take any responsibility? Gujarat is bordering with Pakistan still the marine police chowkies along the coast of the state are without police jawans.  Modi keeps numerous commandos for his own security but has left the state unsecured. The fact is that Modi wants that the internal democracy of the state is weakened, terrorists get easy access to the state and there are terrorist incidents so that he can strengthen his vote bank .

              The state government has not strengthened its internal security by not utilizing the funds from MOF scheme given by Union government. Maintenance of law and order in the state has become difficult as 94 percent posts in police wireless inspector and 44 percent posts in police wireless sub inspector in communications wing are vacant. This has been marked in CAG report para 1.1.12.4. The Gujarat government has not implemented the automatic located (AVLS) under the global positioning system.  The CM who has malafide intentions  to weaken internal democracy of the state, provide easy way for terrorists to enter the country and  to make his vote bank strong has no right to criticize the Central government.

              The CM is blatantly misusing the police force for his own self interest. Many police officers are in jail and several other IPS officers have been insulted by the CM.

              The Central government approved funds of crores of rupees for purchasing digital radio tracking system. Still the government has not set up TETRA system based on this in ahmedabad. Gohil said that Modi should tell that why has this modern communication not installed despite three years?

     

    ————————————————————————————————————————–

    Note :-    Evidences in this regard are available on the website of Hon’ble Leader of Opposition www.shaktisinhgohil.com which may kindly be downloaded.

    ————————————————————————————————————————–

     

     

  • Press Note Guj Dt: 16/04/2012 on Arms and Security

    Click here to view / download press note.

    Encl : –  Relevant paragraphs of the CAG report

    વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિધાનસભા, ગાંધીનગર

    અખબારી યાદી                                                    તા. ૧૬-૪-૨૦૧૨

    • આંતરિક સુરક્ષામાં ગેરવહીવટ અને દારૂગોળાની ગુજરાતમાં તીવ્ર અછત રાખનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ક્યા મોઢે કેન્દ્ર સરકારને સલાહ આપે છે ?
    • ગુજરાતમાં કેન્‍દ્ર સરકારે પૂરતાં પૈસા આપ્‍યાં છતાં દારૂગોળાની ૧૭ ટકાથી ૧૦૦ ટકા વચ્‍ચે અછત.
    • ત્રાસવાદી વિરોધી દળ માત્ર કાગળ પર.
    • કેન્‍દ્ર સરકારે આપેલાં એમ.ઓ.એફ. યોજનાના કરોડો રૂપિયા ગુજરાતે વાપર્યા જ નથી.
    • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી પોતે જ આંતરિક સુરક્ષા નબળી પાડે છે અને આતંકવાદી દેશમાં આવી શકે તે માટેનું સાનુકૂળ વાતાવરણ પેદા કરે છે.
    • ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ઈચ્‍છે છે કે, આતંકવાદી દેશમાં આવે અને આતંકવાદી ઘટના બને તો જ તેમની વોટબેન્‍ક મજબૂત બને.
    • ગુજરાતની સરહદો પર મરીન ચોકીઓ પોલીસ વગરની.
    • ડીજીટલ રેડીયો ટ્રંકીંગ સીસ્‍ટમ ઉભી કરવા કેન્‍દ્ર સરકારે કરોડો રૂપિયા આપ્‍યાં છતાં ગુજરાતે તે પ્રસ્‍થાપિત ન કરી.
    • કેગના અહેવાલમાં ગુજરાત સરકારના આંતરિક સુરક્ષા માટેના ગેરવહીવટ, ભ્રષ્‍ટાચાર અને અણઆવડતના ટીકાત્‍મક ઉલ્લેખો પ્રેસ અને મિડિયાને અપાયાં.

    આંતરિકસુરક્ષાઅંગેની મુખ્‍યમંત્રીશ્રીઓની વાર્ષિક બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કેન્‍દ્ર સરકારને સલાહ સૂચનો અને ટીકા કરતો વાણી વિલાસ કર્યો પરંતુ હકીકતમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આંતરિક સુરક્ષા માટે ગુજરાતમાં જ જે બેદરકારી રાખી છે તે ઉડીને આંખે વળગે તેવી છે. તટસ્‍થ ઓડિટએજન્‍સી કોમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના શાસનમાં જે ગેરરીતિઓ અને અનિયમિતતાઓ પોલીસ દળમાં તેમજ આંતરિક સુરક્ષાના મામલામાં કરવામાં આવી છે તેના સામેગંભીર અવલોકનો થયેલાં છે. ઉંટના અઢારે વાંકા છે અને તે અન્‍યના એક અંગ વાંકા અંગે ટીકા કરે તેવી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની ભૂમિકા છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે કેગના અહેવાલના જરૂરી પેરેગ્રાફ પ્રેસ અને મિડિયાને આપીને એ સાબિત કરી આપ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ગુજરાતની સલામતી માટે સહેજ પણ ચિંતિત નથી. પ્રવર્તમાન મુખ્‍યમંત્રીશ્રીના સમયગાળા દરમ્‍યાન સમયસર પ્રસ્‍પેકટીવ પ્‍લાન ભારત સરકારમાં રજૂ જ ન કરાયો અને તેથી ભારત સરકાર તરફથી ગુજરાતના પોલીસદળ માટે મળવાપાત્ર રૂપિયા ગુજરાતને મળી શક્યાં નહીં. તા. ૩૧-૩-ર૦૦૯ના ઓડિટ અહેવાલના પેરેગ્રાફ ૧.૧.૮.૧માં આ અંગે કડક ટીકા કરતાં કેગે લખ્યું છે કે, ગુજરાત સરકારે અપનાવેલા અણઘડઅભિગમ તેમજ વાર્ષિક આયોજનનો અભાવ હોવાથી ભારત સરકારના નાણાં મળેલાં હોવા છતાં તે વણ વપરાયેલાં પડ્યાં રહ્યાં હતાં.

    કેગના અહેવાલના પેરેગ્રાફ ૧.૧.૯.૧માં સ્‍પષ્‍ટ લખાયું છે કે, ગુજરાત સરકારે પરિવહન (વાહનો), શસ્‍ત્ર-સરંજામ, તાલીમ અને હોમગાર્ડ અંગેના નાણાં પ ટકા થી ૬૮ ટકા સુધી વણ વણારાયેલાં મૂકી રાખ્યા હતાં. ગુજરાતમાં ભારત સરકાર તરફથી પૂરતાં નાણાં મોર્ડનાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ માટે મળતાં હોવા છતાં ગુજરાત સરકારના ગેર વહીવટના કારણે તા. ૩૧-૩-ર૦૦૯ના રોજ કેગના અહેવાલમાં માલુમ પડ્યું હતું કે, જુદા જુદા શસ્‍ત્રોમાં દારૂગોળાની અછત ૧૭ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીની હતી. પ.પ૬. INSASના કાર્ટ્રીઝની ૧૦૦ ટકા અછત હતી. પોઈન્‍ટ થ્રી નોટ થ્રીના કાર્ટ્રીઝની ૩ર ટકા અછત હતી. તે જ રીતે ૯ એમ.એમ. ૭.૬ર SLR કાર્ટ્રીઝની પણ ખૂબ જ મોટી અછત હતી. શ્રી ગોહિલે કેગ દ્વારા આ દારૂગોળાની અછત અંગેનું ટીકાત્‍મક અવલોકનકરેલું છે તેની નકલપ્રેસ અને મિડિયાને આપી હતી. ગેસ-શેલ્‍સ પોલીસ દળ માટે શસ્‍ત્ર-સરંજામનું ખૂબ મહત્‍વનું અંગ છે. જેમાં ખૂબ જ મોટી અછત કેગ દ્વારા નોંધવામાં આવી હતી. જેની એક્સપાયરી ડેટ થયેલી હતી તેવાં ૭ વર્ષ જુના ૧૭,૯૩૩ ગેસ-શેલ્‍સ કેગ દ્વારા નોંધવામાં આવેલાં હતાં. ગુજરાત સરકારના ત્રાસવાદીવિરોધી દળમાં ૮ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધી વિવિધ કેડરોમાં જગ્‍યાઓ ખાલી રહેલી હોવાથી ત્રાસવાદી વિરોધી દળ માત્ર કાગળ પર અસ્‍તિત્‍વ ધરાવતું હોવાનું પણ કેગના અહેવાલમાં પેરેગ્રાફ ૧.૧.૧૧.૪માં દર્શાવવામાં આવ્યું છે.

    ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી દિલ્‍હીમાં જઈને સલાહ આપે છે કે, આર્મી અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે કોઈપણ જાતનો વિવાદ ન હોવો જોઈએ. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કેન્‍દ્રમાં સલાહ આપતા પહેલાં પોતાના રાજ્યમાં આઈ.પી.એસ. અધિકારીઓ કે જે આંતરિક સુરક્ષાનું કામ કરે છે તેમની સાથેપોતે કેવો વ્‍યવહાર કરે છે તે તેમણે આત્‍મ નિરીક્ષણકરવું જોઈએ. પોતાના સ્‍વાર્થ ખાતર ગુજરાતની પોલીસને ડી-મોરલલાઈઝ કરનારા મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતમાં પોલીસ દળની જે હાલત કરી છે તે સૌ જાણે છે. ગુજરાતમાં ડી.જી.પી.ની જગ્‍યા લાંબા સમયથી ભરી શકાતી નથી. તેના માટે પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જવાબદારી નહીં સ્‍વીકારે ? ગુજરાત એ પાકિસ્‍તાનની સરહદે આવેલું છે અને આમ છતાં ગુજરાતના દરિયાકાંઠા પરની મરીન પોલીસ ચોકીઓ પોલીસ જવાનો વગરની ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી રાખે છે. પોતાની આજુબાજુ અસંખ્‍ય કમાન્‍ડો રાખીને પોતે સલામત અને આખુ ગુજરાત અસલામત તેવી સ્‍થિતિ તેમણે પેદા કરી છે. હકીકતમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જ આંતરિક સલામતી નબળી પાડવાનું કામ કર્યુ છે અને તેઓ ઈચ્‍છે છે કે, ગુજરાતમાં આતંકવાદીઓ આવવા જોઈએ અને નાની મોટી આતંકવાદની ઘટના બનવી જોઈએ. પોતે સલામત રહે
    ભલે અન્‍ય નિર્દોષોના જાનમાલને નુકશાન થાય તો જ આતંકવાદના નામે તેઓ પોતાની વોટબેન્‍ક મજબૂત કરી શકે.

    ભારત સરકારે દરિયાઈરક્ષણ માટે એમ.ઓ.એફ. યોજનાનીચે આપેલાં નાણાંનું યોગ્‍ય આયોજન કરીને આંતરિકસલામતીમજબૂત કરી નથી. સંદેશાવ્‍યવહાર વીંગમાં પોલીસ વાયરલેસ ઈન્‍સ્‍પેકટર(PWI)ની ૯૪ ટકા જગ્‍યાઓ ખાલી હોવાથી અને પોલીસ વાયરલેસ સબ ઈન્‍સ્‍પેકટર(PWSI)ની ૪૪ ટકા જગ્‍યાઓ ખાલી હોવાના કારણે રાજ્યની કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી મુશ્‍કેલ બને તે સ્‍વાભાવિક છે અને તે અંગેની ચિંતા કેગના અહેવાલના પેરેગ્રાફ ૧.૧.૧ર.૪માં દર્શાવવામાં આવી છે. ગ્‍લોબલ પોઝીશનીંગ સિસ્‍ટમ (GPS) આધારિત ઓટોમેટીક વ્હીકલ લોકેટર સિસ્ટમ(AVLS)નો અમલ ગુજરાત સરકારે બિલકુલ કરેલો નથી. આમ ગુજરાતમાં આંતરિક લોકશાહી નબળી પડે, આતંકવાદીઓને દેશમાં ઘૂસવાનું અનુકૂળવાતાવરણ ઉભું થાય અને આતંકવાદી આવે તો પોતાની રાજનીતિ અને વોટબેન્‍ક મજબૂત થાય તેવી મેલીમુરાદ ધરાવતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને કેન્‍દ્ર સરકારની ટીકા કરવાનો કોઈ જ અધિકાર નથી.

    રાજ્યમાં પોતાના સ્‍વાર્થ ખાતરપોલીસદળનો બેફામ દુરપયોગ કરનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના રાજયમાં કેટલાંય પોલીસ અધિકારીઓ જેલમાં છે અને કેટલાંક સારા આઈ.પી.એસ. અધિકારીઓને અપમાનીત કરવાનું કામ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ જ કરેલું છે.

    ભારત સરકારે ડીઝીટલ રેડીયો ટ્રન્કીંગ સિસ્‍ટમ ખરીદવા કરોડો રૂપિયા મંજૂર કર્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં ડીઝીટલ રેડીયો ટ્રન્કીંગ આધારિત (TETRA) સિસ્‍ટમ ગુજરાત સરકારે સ્‍થાપિત જ કરી નથી અને એક વિશ્વાસપાત્ર સંદેશાવ્‍યવહાર પદ્ધતિ ત્રણ-ત્રણ વર્ષ સુધી સ્‍થાપિત કેમ ન કરી તેનો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી જવાબ આપે તેવી માંગણી વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે.

    ———————————————————————————————————-

    નોંધ –   કેગના રીર્પોટના સબંધિત જરૂરી ફકરાઓની ઓરીજીનલ કોપી વાંચવા માટે www.shaktisinhgohil.com ઉપર ક્લીક કરવા વિનંતી.

    ———————————————————————————————————-

     

  • Press Note Dt:29/02/2012 on Adani – Modi

    Click here to view/download press note.

     

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારી યાદી                                                                   તા.૨૯-૨-ર૦૧૨

    • માત્ર એક જ જીલ્‍લામાં અદાણીને પાંચ કરોડ છાંસઠ લાખ અઠ્ઠાવન હજાર ચોરસ મીટર જમીન એક રૂપિ‍યાના ભાવે આપી.
    • અદાણીને બચાવવા માટે વિધાનસભામાં ભાજપના તમામ ધારાસભ્‍યશ્રીઓ મેદાનમાં આવ્‍યાં.
    • કરાર કર્યા પછી પણ ગુજરાતને નિયત ભાવે વીજળી નહીં આપનાર  અદાણીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી માલામાલ કરે છે.
    • સેઝમાં પણ લાખો ચોરસ મીટર જમીન એક રૂપિ‍યાના ભાવે નરેન્‍દ્ર મોદીએ આપી.
    • અદાણીનો પ્રશ્ન વિધાનસભામાં ન ચર્ચાય તે માટે ભાજપના મંત્રીઓ મેદાનમાં ઉતર્યા.
    • મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેને મોદી અને અદાણીની મીલીભગત બચાવવા કરેલો પ્રયત્‍ન.

     

    આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીમાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું કે, માત્ર એક કચ્‍છ જિલ્‍લામાં મુખ્‍યમંત્રીશ્રીના માનીતા અને લોક મુખે જેને મુખ્‍યમંત્રીશ્રીના ખાસમ ખાસ ગણવામાં આવે છે તે શ્રી અદાણીને ગુજરાતની ભાજપની સરકારે પાંચ કરોડ છાંસઠ લાખ અઠ્ઠાવન હજાર ચોરસ મીટર કરતાં વધારે જગ્યા ( ૧૪,૩૦પ.૪૯) એકર જમીન માત્ર  એક રૂપિ‍યાના ભાવથી ફાળવી દિધી છે. આજે એક રૂપિ‍યામાં એક કપ ચા પણ મળતી  નથી ત્‍યારે અદાણીને અબજો રૂપિ‍યાની જમીન માત્ર એક રૂપિ‍યાથી લઇને બત્રીસ રૂપિ‍યા જેવી નજીવી કિંમતમાં ફાળવી દેવામાં આવી છે. ગુજરાતમાં આમ આદમીને ર૦૦ વારનો પ્‍લોટ પણ મળતો નથી. દલીત ભાઇઓને સાંથણીમાં જમીન મળતી નથી. આદિવાસીને જમીન પરના હક્ક મળતાં નથી, જયારે બીજી તરફ ૪૦ વર્ષથી અન્‍ય સરકારોએ ગુજરાતની અબજો રૂપિ‍યાની મિલ્‍કતો પ્રજા હિતમાં બચાવીને રાખી હતી તે અદાણીને અર્પણ કરવાની મુખ્‍યમંત્રીશ્રી પાપ કરી રહ્યાં છે. આજે પ્રશ્નોતરી દરમ્‍યાન પ્રશ્ન ક્રમાંક- રપર૯૭  કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી ચંદુભાઇ ડાભીનો ચર્ચામાં ન આવે તેવી વેતરણ સરકારે અદાણીના દલાલ તરીકે કરી હતી. આજ કારણોસર પહેલા જ પ્રશ્નથી  બીન સંસદીય શબ્‍દો અને ઉશ્‍કેરણીજનક જવાબો ભાજપના મંત્રીશ્રીઓ આપતાં હતાં. કોંગ્રેસપક્ષે સ્‍વયં રાખતાં ભાજપની કારીગરી ચાલી નહી અને પ્રશ્ન ક્રમાંક-રપર૯૭નો જવાબ માન.મંત્રી શ્રીમતી આનંદીબેન આપવા ઉભા થયાં ત્‍યારે અદાણીને અને મોદીને બચાવવા પ્રશ્નનો જવાબ ટાળવા પ્રયત્‍ન કરેલો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે અદાણીને શ્રી મોદીના શાસનમાં અપાયેલી જમીનો અને એક રૂપિ‍યામાં અપાયા પછી  શ્રી અદાણીએ કેટલાં રૂપિ‍યામાંથી જમીનો અન્‍યને વેચી છે. તેની વિગતો માંગતા ભાજપના મંત્રીશ્રીઓ ભીંસમાં આવી જશે તેવી બીક લાગતાં વિધાનસભા ગૃહની કાર્યવાહી ભાજપ દ્વારા ખોરવી નાખવાનો લોકશાહી માટે કલંકીત બનાવ બન્‍યો હતો. આજની અન્‍ય પ્રશ્નોતરીમાં અદાણીને લાખો ચોરસ મીટર જમીન સેઝ માટે આપવામાં આવી છે. તેની વિગતો પણ ખુલ્‍લી પડેલી છે.

            કર્ણાટકના લોકાયુક્તે ભ્રષ્‍ટાચારના મુદ્દે જેના સામે આક્ષેપો કર્યા છે, અને જે ગુજરાતને વીજળી આપવાનું પ્રોમીસ આપ્‍યા પછી પણ નિયત ભાવે વીજળી નહીં આપીને  જલસા કરે છે. તેવા અદાણી જૂથને શ્રી નરેન્‍દ્રભાઇ મોદી માલામાલ કરીને ગુજરાતને લૂંટી રહી છે. ગુજરાતની આ લૂંટ અદાણી સાથેના મિલાપીપણામાંથી કરીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી રાષ્‍ટ્રીય ભાજપને પૈસા આપતા હોવાથી રાષ્‍ટ્રીય ભાજપનું નેતૃત્‍વ પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીથી દબાઇ જાય છે. અદાણી મારફત કરોડો રૂપિ‍યાનો ભ્રષ્‍ટચાર થતો હોવાથી ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી થવા દેતાં નથી.

    ————————————————————————————————–

    Press Note 29.02.2012 Attachment Adani-Group-SEZ-list

     

    Encl:- 

    Press Note 29.02.2012 Attachment Adani-Group-SEZ-list

                    

     


     

  • Press Note Guj Dt: 05/11/2011 on Advani Yatra

    Click here to view / download press note.

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારીયાદી                                                                     તા.૦પ૧૧ર૦૧૧

    • ભ્રષ્‍ટાચારથી લુપ્‍ત ભાજપના નેતા અડવાણીજીની યાત્રા સામે સણસણતા સવાલો.
    • ગુજરાતમાં ચાલતાં ભ્રષ્‍ટાચાર અંગે અડવાણીજી પોતાની યાત્રા સમયે ગુજરાતની જનતાને જવાબ આપે.
    • ગુજરાતમાં કરોડો રુપિયાનો ભ્રષ્‍ટાચાર ચાલે છે તે અંગે અડવાણીજી કેમ મૌન ?
    • રામમંદિરના નામે યાત્રા કરીને દેશમાં હિન્‍દુ-મુસ્‍લિમને વિભાજીત કરનારા અડવાણીજી જીન્નાની કબર પર કેમ ઢળી પડ્યાં ?
    • લોકાયુક્તનો કાયદો છતાં ગુજરાતમાં લોકાયુક્ત કેમ નહીં ?
    • કર્ણાટકના લોકાયુક્તે ભ્રષ્‍ટાચાર માટે જેની સામે આંગળી ચીંધી છે તેવા અદાણીને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના આશીર્વાદ કેમ ?
    • ગૌવંશના નામે રાજનીતિ કરનારાએ ગુજરાતમાં ચાલુ પડતર કે ગૌચર કેમ રહેવા નથી દિધું ?
    • સ્‍વ.હરેન પંડ્યાથી લઇને નદીમ સૈયદ સુધીના એક્ટીવીસ્‍ટોની હત્‍યા તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા અંગે અડવાણીજી કાંઇ બોલશે ખરા ?

    અડવાણીજીને એક ખુલ્‍લા પત્રદ્વારા ભ્રષ્‍ટાચાર વિશેની તેમની વ્‍યાખ્‍યા અને કેટલાંક સણસણતા સવાલોનાજવાબ માંગવામાં આવ્‍યા છે. ભ્રષ્‍ટાચાર નાબૂદીના નામે યાત્રા કાઢનારા અડવાણીજી તેમના પક્ષના નેતાઓના કરોડોના ભ્રષ્‍ટાચારને શું શિષ્‍ટાચાર ગણે છે ? ગુજરાતમાં ભ્રષ્‍ટાચાર વિરુધ્‍ધ યાત્રા લઇ આવી રહેલાં અડવાણીજી શું ખરેખર ભ્રષ્‍ટાચાર વિરુધ્‍ધ લડવા માંગે છે કે પછી ભ્રષ્‍ટાચારના નામે રાજકીય ખીચડી પકવવા માંગે છે ? ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો હોવા છતાં ૭ વર્ષથી લોકાયુક્ત નથી.જયારે મુખ્‍ય ન્‍યાયાધિશ સાહેબશ્રીએ સૂચવેલા તટસ્‍થ લોકાયુક્તની નિયુક્તી થઇ છે ત્‍યારે ભાજપના મુખ્‍યમંત્રીશ્રી લોકાયુક્તની નિમણૂંક વિરુધ્‍ધ હાઇકોર્ટમાં કેમ લડે છે ? ભાજપના નેતા શ્રી જુદેવ કેમેરાની આંખે બોલતાં દેશની જનતાએ જોયા છે કે, ” પૈસા ખુદા તો નહીં પર ખુદા સે કમ ભી નહીં” ભાજપના પૂ્ર્વ રાષ્‍ટ્રીય પ્રમુખશ્રી લાખો રુપિયા લેતાં સ્‍ટીંગ ઓપરેશનમાં પકડાયેલાં છે. કર્ણાટકના ભાજપના જ ભૂતપૂર્વ મુખ્‍યમંત્રીશ્રી યદુરપ્‍પાજી સામે ભ્રષ્‍ટાચારની સીલસીલાબધ્‍ધ હકીકતો બહાર આવતી હતી ત્‍યારે તેમને દૂર કરવાના બદલે રાજ્યપાલશ્રી સામે ભાજપનું કેન્‍દ્રીય નેતૃત્‍વ આક્ષેપો કરતું હતું. જયાં સુધી પોલીસકેસની નોબત ન આવી ત્‍યાં સુધી યદુરપ્‍પાજીને ખુલ્‍લી લૂંટ કરવા દેવામાં અડવાણીજીના આશીર્વાદ હતાં. કર્ણાટકના લોકાયુક્તશ્રીએ યદુરપ્‍પાજીના ભ્રષ્‍ટાચારમાં જે ઉદ્યોગપતિ અદાણી સામે ભ્રષ્‍ટાચારની આંગળી ઉઠાવી છે તેના પર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના સતત આશીર્વાદ છે. આ જ ઉદ્યોગપતિનું હવાઇ જહાજ સતત ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની સેવામાં રહે છે. અદાણીને સતત કરોડોનો લાભ અપાય છે તો તે માટે અડવાણીજી કેમ ચૂપ છે ? શું આ ભ્રષ્‍ટાચાર ભાજપના ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરે છે માટે અડવાણીજીને શિષ્‍ટાચાર લાગે છે ?

    ઉદ્યોગપતિઓને આકર્ષવા માટે કે રોકાણો મેળવવા માટે જમીન આપવાની ચોક્કસ ખુલ્‍લી ઔદ્યોગિક નીતિના બદલે પસંદગીના ઉદ્યોગકારોને ભ્રષ્‍ટાચારનો વહીવટ કર્યા પછી ગુજરાતમાં કરોડો રુપિયાની જમીન મફતના ભાવે અપાય છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને અપાયેલી કરોડો રુપિયાની મિલકતો અંગે અડવાણીજી મોઢું ખોલે તેવી માંગણી કરી છે. સાત ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન આપીને ગુજરાતની તિજોરીને નીચેમુજબ પ૧,૯૭,૧૬,રર,૩૧૭ રુપિયાનું નુકશાન ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કર્યુ છે. જેની સીલ સીલાબધ્‍ધ હકીકત નીચેના કોષ્‍ટક મુજબ છે.

    Name of the Company

    Area

    In Sq. Mtrs.

    Rate of Allotment

    (in Rs.per Sq. Mtr.)

    Min. Rate prescribed for Stamp Duty (Jantri)

    Market Rate

    Cost Recovered

    (in `)

    Cost as per Jantri

    (in `)

    Cost as per Market Rate

    (in `)

    Loss to

    State as per

    Market

    Rate-Allotment Rate

    (in `)

    K. Raheja Corp. Pvt. Ltd.

    3,76,561

    470

    19,000

    30,000

    17,69,83,670

    7,15,46,59,000

    11,29,68,30,000

    11,11,98,46,330

    DLF Company Ltd.

    1,01,200

    5,000

    19,000

    30,000

    50,60,00,000

    1,92,28,00,000

    3,03,60,00,000

    2,53,00,00,000

    TCS Ltd.

    1,03,194.83

    1,100

    19,000

    30,000

    11,35,14,313

    1,96,07,01,770

    3,09,58,44,900

    2,98,23,30,587

    ICICI Bank Ltd.

    71,264

    1,100

    19,000

    30,000

    7,83,90,400

    1,35,40,16,000

    2,13,79,20,000

    2,05,95,29,600

    Satyam Computers Ltd.

    1,05,222

    1,100

    19,000

    30,000

    11,57,44,200

    1,99,92,18,000

    3,15,66,60,000

    3,04,09,15,800

    Torrent Power Ltd.

    10,000

    6,000

    19,000

    30,000

    6,00,00,000

    19,00,00,000

    30,00,00,000

    24,00,00,000

    Puri Foundation

    10,00,000

    1

    19,000

    30,000

    10,00,000

    19,00,00,00,000

    30,00,00,00,000

    29,99,90,00,000

    Total

    17,67,441.83

     

     

     

    1,05,16,32,583

    33,58,13,94,770

    5,30,23,25,24,900

    51,97,16,22,317

    મુન્‍દ્રા ખાતેના પોર્ટ અને SEZ માટે અદાણી ગ્રૃપને ૩,૮૬,૮૩,૦૭૯ સ્‍કવેર મીટરજમીન માત્ર એક રુપિયાના ભાવથી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ આપી છે. આજ વિસ્‍તારમાં છેલ્‍લે અપાયેલી જમીન માત્ર ૩ર રુપિયાના ભાવથી અપાઇ છે. આજ જમીનોની સબ પ્‍લોટમાં વહેંચણી કરીને અદાણીએ પ્રતિચોરસ મીટર ૮૦૦ રુપિયાથી લઇને
    રુ. ૧૦,૦૦૦ સુધીમાં વહેંચણી કરેલી છે. આ સમગ્ર જમીનનું કૌભાંડ જોઇએ તો ૧૦,૦૦૦ કરોડ રુપિયા કરતાં પણ વધારેનું છે. ભાજપના એક રાષ્‍ટ્રીય નેતાના સીધા આશીર્વાદથી પાકિસ્‍તાનની સરહદે આવેલી ર૪,૦ર૧ હેક્ટર જમીન સંપૂર્ણ મફતના ભાવે આર્ચીયન કેમિકલ લિ.ને આપવામાં આવી છે. એજ રીતે સોલારીઝ કેમ ટેક લી.ને ર૬,૭૪૬ હેકટર જમીન માત્ર દોઢસો રુપિયા પર હેકટરે વાર્ષિક લીઝથી આપી દેવામાં આવી છે શું અડવાણીજી ગુજરાતમાં ચાલતાં ભ્રષ્‍ટાચાર વિશે ગુજરાતની જનતાને જવાબ આપશે ખરા ?

    શ્રી અડવાણીજી આપે તા.રપમી સપ્‍ટેમ્‍બર-૧૯૯૦ના રોજ ૪૮ જેટલાં વાહનોના કાફલા સાથે સોમનાથથી અયોધ્યાની રામ રથયાત્રા કાઢી હતી. આપની આ રાજકીય મેલી મુરાદવાળી યાત્રાના કારણે દેશમાં જ વસતાં દેશવાસીઓના વચ્‍ચે કોમી તનાવ ઉભો થયો હતો, અને તેના ઝેરના બીજઆજદિન સુધી દેશને નુકશાન કરી રહ્યાં છે. આપશ્રીએ ધર્મના નામે દેશની જનતાને ભોળવીને ગામે ગામથી ઇંટો અને નાણાંનું ખૂબમોટુંભંડોળએકત્રિત કર્યુ હતું. આપે ઉઘરાવેલાં આ નાણાંનો હિસાબજાહેર કરવા પણ આપને વિનંતી છે.

    આપશ્રી સમગ્ર દેશમાં યાત્રા કરી શકો છો પરંતુ આપના જ મત વિસ્‍તારમાં બે બાળકોનો બલી ચડાવવામાં આવ્‍યો, અને તેના પરિવારજનોની મુલાકાત સુધ્‍ધાં આપ કેમ નથી લઇ શકતાં ? આપશ્રીના જ મત વિસ્‍તારમાં અનેક મંદિરો તૂટ્યાં ત્‍યાં આપને જવાનો સમય કેમ ન મળ્યો ? નિર્દોષ મુસ્‍લિમ બિરાદરોને અનેક મુશ્‍કેલીઓ પડી ત્‍યાં આપ જઇ ન શકયા પરંતુ આ દેશને તોડવામાં જેણે સૌથી મોટી ભૂમિકા ભજવી તે મહંમદઅલી જીન્નાની ખબર પર આપ કેમ માથુ ટેકવી આવ્‍યા ?

    આપે અને આપના પક્ષે ગૌવંશના નામે ખૂબ મોટી રાજનીતિઆજ સુધી કરી છે. ગુજરાતમાં આ ગૌવંશ અને પશુપાલન કરતાં માલધારીઓ માટે જે ચાલુપડતરની જમીન હતી તે બે લાખ બ્‍યાંસી હજાર હેકટર ઘટી ગઇ છે અને હાલ ચાલુ પડતર ગુજરાતમાં નહિંવત બની ગયું છે. ગૌચરની જમીનો ભ્રષ્‍ટાચારથી મુખ્‍યમંત્રીશ્રીએ માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે પરિણામે પશુપાલકો પોતાના પશુઓને કતલખાને મોકલવા મજબૂર બન્યા છે. તે અંગે આપનો અવાજ આપની યાત્રામાં આપ ઉઠાવી શકશો ખરા ?

    આર.એસ.એસ.ના પ્રચારક સાદગી અને સરળતામાં માનતા હોવા જોઇએ તે વાત આપ સ્‍વીકારતાં હો તો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના હવાઇ મુસાફરી અને વૈભવી ખર્ચાઓ અંગે આપ મૌન રહેશો કે શીખામણના બે શબ્દો કહેશો ?

    અન્‍ના હજારેજી જેમના ઘેર રોકાયા હતાં એવા એક તટસ્‍થ નિવૃત્ત ન્‍યાયાધિશને લોકાયુક્ત બનતા અટકાવનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી સામે આપનો અવાજ ઉઠશે ખરો ? ગુજરાતમાંથી ઉદ્યોગો માટે પૂરતી વિજળી વેચનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ખેડૂતોને વિજળી આપતા નથી તે કિસાનોની વ્‍યથા વિશે આપ શું કહેશો ? ગુજરાતના ઇન્‍ડસ્‍ટ્રીયલ ફોર્સના કર્મચારીઓ, આંગણવાડીના કાર્યકરો, ફિકસ પગારના કર્મચારીઓ, પ્રવાસી શિક્ષકો, વિધવા બહેનો, ખેતમજદૂરો, પોતાની જમીનના અધિકાર માટે લડતાં આદિવાસીઓ, સાંથણીની જમીન ઇચ્‍છતા દલિતો, વેટનો દર ઓછો કરવા માટે રજૂઆત કરતાં ગુજરાતીઓના પ્રશ્નો વિગેરે માટે આપની યાત્રામાં આપ કાંઇ કહેશો કે પછી ભ્રષ્‍ટાચારના નામે માત્ર રાજકીય રોટલો જ શેકવા આપ ગુજરાત આવી રહ્યાં છો ?

    દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખુલ્‍લી ચેલેન્‍જ કરીને સંસદમાં કહ્યું હતું કે, તેમની અને તેમના પરિવારજનોની મિલકતની તપાસ વિરોધપક્ષના નેતાશ્રીમતી સુષ્‍મા સ્‍વરાજજી કરી શકે છે પરંતુ ગુજરાતમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કરેલા ભ્રષ્‍ટાચારની તપાસ તટસ્‍થ લોકાયુક્તને પણ કરવા દેતાં નથી. તે અંગે અડવાણીજી કાંઇ બોલશે ખરા ?

    ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્થિતિ સંપૂર્ણ કથળી પડી છે. સ્‍વ. હરેન પંડ્યાથી નદીમ સૈયદ સુધીના અનેક એક્ટીવીસ્‍ટ લોકોની હત્‍યાઓ થઇ છે. મુખ્‍યમંત્રીશ્રીની સલામતી સિવાય ગુજરાતમાં કોઇની સલામતી નથી તે અંગે અડવાણીજી તેમની યાત્રામાં કાંઇ બોલશે ખરા ?

    —————————————————————————————————————–

     

  • Press Note Guj Dt: 21/10/2011 om ST Bus

    Click here to view / download press note

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારીયાદી                                                                                     તા.ર૧૧૦ર૦૧૧

    એસ.ટી.બસોની ર૮૦૦ ચેસીસો ખરીદવા માટે કરોડો રુપિ‍યાના ભ્રષ્‍ટાચાર કરવાની પેરવી ચાલી રહી છે. ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા સન-ર૦૧૦માં ૧૮૦૦ એસ.ટી. બસોની ચેસીસો ખરીદવામાં આવી હતી અને તે સમયે એક બસની ચેસીસની કિંમત રુ.૮,પ૦ લાખનક્કી કરવામાં આવી હતી. આમ માત્ર એક વર્ષના સમયગાળા બાદ એટલે કે, ચાલુ વર્ષે બીજી ર૮૦૦ બસોની ચેસીસો ખરીદવાની છે તે સન-ર૦૧૦માં જે ચેસીસો ખરીદાઇ હતી તે જ મેઇક અને તે જ પ્રકારની યુરો-૩ની બસોની ચેસીસ છે. કોઇપણ પ્રકારનો ફેરફારગત વર્ષે ખરીદાયેલી ચેસીસોમાં આ વર્ષે ખરીદવાની ચેસીસોમાં નથી. બસોની આ ચેસીસના ટેન્‍ડરમાં ત્રણ કોન્‍ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓના મિલાપીપણામાં મળતી માહિતીમુજબ રીંગ કરીને જે ભાવ ભરવામાં આવ્‍યા છે. જે અવાસ્‍તવિક અને અત્‍યંત ઉંચા છે. ગત વર્ષે જે ચેસીસ રુ. ૮.પ૦ લાખની કિંમતે ખરીદવામાં આવી હતી તેજ ચેસીસ આ વર્ષે રુ.૧૧ લાખમાં ખરીદવાની પેરવી ચાલી રહી છે. માત્ર એક વર્ષના ગાળામાં ર.પ૦ લાખ રુપિ‍યાનો માતબર વધારો શકય જ નથી. ર૮૦૦ ચેસીસોની ખરીદીમાં ચેસીસ દિઠ ર.પ૦ લાખ રુપિ‍યા વધારે અપાય તો કરોડો રુપિયા પ્રજાની તિજોરીમાંથી ખવાઇ જશે. પ્રાપ્‍ત માહિતી મુજબ ટેન્‍ડરને ખોલી નાખ્‍યા પછી ત્રણ કોન્‍ટ્રાકટરો સાથે અધિકારીઓએ સરકારની સૂચનાથી મિલાપીપણામાં ખુલેલા ટેન્‍ડરમાં રકમનો ફેરફાર કરવા દીધેલો છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે બસોની આ ચેસીસની ખરીદીમાં કરોડો રુપિ‍યાના ભ્રષ્‍ટાચારને રોકવા માંગણી કરી છે. ટેન્‍ડરની હાલની પ્રક્રિયા ભ્રષ્‍ટાચાર માટે જ ગોઠવણપૂર્વકની થયેલી હોય પ્રજા હિતમાં આ સમગ્ર પ્રકારની ઉંડી તપાસ તટસ્‍થ એજન્‍સી મારફત કરવા પણ માંગણી કરવામાં આવી છે.

    ——————————————————————————————-

     

  • Press Note Guj Dt: 20/10/2011 on GSPC

    Click here to view / download press note.

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારી યાદી                                          તા.ર૦.૧૦.ર૦૧૧

     

    • સંપૂર્ણ અભ્‍યાસથી નક્કી થયેલું એલ.એન.જી.ટર્મિનલ અદાણીના લાભાર્થે પીપાવાવથી મુન્‍દ્રા ખસેડાયું.
    • ઇજીપ્‍તમાં ઓઇલ અને ગેસના કુવાઓના નામે કરોડો રુપિયા ખાઇ જવા ગુજરાત સરકારનું જી.એસ.પી.સી. સક્રિય.
    • કે.જી.બેઝીનના ગેસ અને ઓઇલના નામે બણગાં ફૂંકનારા હવે તેના તરફથી નજર હટાવી લેવા  માંગે છે.
    • કે.જી.બેઝીનમાં ર૦ ટી.સી.એફ. ગેસ મળી ગયો છે અને બે વર્ષમાં આ ગેસ ગુજરાતમાં આવી જશે તેવું બોલનારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી આજે કેટલો ગેસ મેળવી શક્યા ?
    • કે.જી.બેઝીનમાં વગર ટેન્‍ડરના સાર કામના નામે ૭૦૦૦ કરોડ પ્રજાની તિજોરીમાંથી ખવાયા.
    • એલ.એન.જી.ટર્મિનલમાં અદાણીને પ૦ ટકાના ભાગીદાર બનાવવાની પેરવી.
    • ઇજીપ્‍તના કુવાઓમાં ખોદકામ માટેની રીંગ રપ૦ કરોડનું કામ વગર ટેન્‍ડરે કરશે.
    • ઇજીપ્‍તના કુવાઓના ભાગીદાર પણ અદાણી.
    • ધરતીકંપની શક્યતાગ્રસ્‍ત મુન્‍દ્રામાં એલ.એન.જી.ટર્મિનલ પ્રજાના જોખમે શું અદાણીના લાભાર્થે જ ખસેડાયો?
    • સરકાર અદાણી હોય કે સ્‍વાન એનર્જી માનીતાઓને વગર ટેન્‍ડરે કોન્‍ટ્રેકટ અને ભાગીદારી કેમ બનાવે છે ?

     

    પ્રજાના ૭૦૦૦ કરોડ રુપિયા કે.જી.બેઝીનના દિન દયાળ બ્‍લોકમાં ગેસ અને ઓઇલના સંશોધનના નામે ભ્રષ્‍ટાચારયુક્ત બરબાદ કર્યા બાદ હવે ગુજરાત સરકાર ઇજીપ્‍તના કુવાઓ અને મુન્‍દ્રા એલ.એન.જી.ટર્મિનલના નામે લૂંટ ચલાવવા સક્રિય બની છે. કે.જી.બેઝીનમાં ર૦ ટી.સી.એફ. ગેસ મળી ગયો છે અને બે વર્ષમાં ગુજરાતીઓને ઓઇલ અને ગેસ ચકલી ખોલશે ત્‍યારે મળશે તેવી જાહેરાત  ચૂંટણી સમયે કરનાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કે.જી.બેઝીનમાંથી કોમર્શિયલ વાયેબલ એક ટીપું પણ ગુજરાતમાં પહોંચાડી શક્યા નથી.કે.જી.બેઝીનીમા; કામગીરી પૂર્ણ કર્યા વગર જ હવે ગુજરાત સરકારનું જી.એસ.પી.સી. ઇજીપ્‍તીમાં કુવાઓનું ખોદાણ કરી ભ્રષ્‍ટાચારમાં આગળ વધી રહ્યું છે. ઇજીપ્‍ત ખાતેના કુવાઓનું એકસપ્‍લોરેશન કામ કરવા જી.એસ.પી.સી.એ !!NOBLE, PAUL, ROMANO “નામની રીંગ રોજના ૩.રપ લાખ યુ.એસ.ડોલરના ભાડાથી  ૧૮૦ દિવસ માટે કોઇપણ જાતના ટેન્‍ડર વગર ભ્રષ્‍ટાચાર કરવા રાખેલી છે. મુખ્‍યમંત્રીશ્રીના માનીતા અને લોકમુખે જેમને મુખ્‍યમંત્રીશ્રીના વ્‍યવસાયી ભાગીદાર માનવામાં આવે છે. તેવા ઉદ્યોગપતિશ્રી અદાણીને ઇજીપ્‍તના કુવાઓના કામમાં ભાગીદારબનાવી દેવાયા છે. શાર કામના નામે વગર ટેન્‍ડરથી જે ભાડે રીંગ અપાયેલી છે તેને અ અંદાજીત પ કરોડ ૮પ લાખ યુ.એસ.ડોલર જેવી માતબર રકમ ચૂકવવાની થશે. પ૦૦૦ રુપિયાનો ડંડીનો ડાર્ક વગર ટેન્‍ડરે સરપંચ કરાવે તો આ સરકાર તેને સસ્‍પેન્‍ડ કરે છે, પરંતુ જી.એસ.પી.સી. અને અદાણી રપ૦ કરોડ કરતાં વધારે રુપિયાનું સાર કામ વગર ટેન્‍ડરે કરાવે તો સરકારને વાંધો નથી.

          ઇજીપ્‍ત ખાતેના કુવાઓના શાર કામમાં ભૂલ ભરેલું એવું એગ્રીમેન્‍ટ કરેલું છે કે, જે ચોકકસ સમયમાં ચોક્કસ ડ્રીલીંગ કરવામાં જી.એસ.પી.સી. નિષ્‍ફળ જાય તો પ૦૦ કરોડ રુપિયા ઉપરાંતની બેન્‍ક ગેરન્‍ટી ફોરફીટ થાય. ઇજીપ્‍તમાં કુવાઓના નામે ભ્રષ્‍ટાચાર કરવા માટે ગુજરાત સરકારની સક્રિયતા એક ખુલ્‍લી લૂંટ છે. જેમ કે.જી.બેઝીનમાં વગર ટેન્‍ડરે કરોડો રુપિયા રીંગોના બિલોના નામે ઉધારીને કશું જ મેળવ્‍યા વગર ખવાયા હતાં તેજ રીતે હવે ઇજીપ્‍તના કુવાઓમાં પૈસા ખવાશે. ગુજરાતની જનતાના કરવેરાના કરોડો રુપિયાના જી.એસ.પી.સી.ના આ પ્રોજેક્ટમાં અદાણીને કઇ રીતે ભાગીદાર બનાવ્‍યા ? શા માટે ઇન્‍ટર નેશનલ ટેન્‍ડરો મંગાવીને ભાગીદાર નક્કી ન થયાં? ગુજરાતના જે નફો કરતાં પી.એસ.યુ. કે કેન્‍દ્ર સરકારના પી.એસ.ઓ.ના બદલે અદાણી જ ભાગીદાર કેમ?

          મોદી, અદાણીના મિલાપીપણાનો અંત અહીંથી નથી પરંતુ અહીંયાથી  કે, અમદાવાદના પી.એન.જી, સી.એન.જી. કે કચ્‍છની રક્ષિત જમીનોમાંથી નથી આવતો પરંતુ અન્‍ય જગ્‍યાએ પણ આ ખુલ્‍લી લૂંટ પાંગરી રહી છે. ગુજરાતને ઇન્‍ટરનેશનલ માર્કેટમાંથી સસ્‍તો અને પૂરતો ગેસ મળી રહે તે માટે ભૂતકાળની સરકારોએ અનેક સર્વે કર્યા બાદ પીપાવાવ ખાતે એલ.એન.જી.ટર્મિનલ બનાવવાનું નકકી કર્યુ હતું. મુખ્‍યમંત્રીશ્રીના અદાણી પ્રત્યેના જોડાણના કારણે એલ.એન.જી.ટર્મિનલ પીપાવાવના બદલે મુન્‍દ્રા ખાતે સ્‍થાપિત કરવાનું સરકાર નક્કી કરી લીધું છે. આ એલ.એન.જી.ટર્મિનલમાં પ૦ ટકાના ભાગીદાર અદાણીને બનાવી દેવા માટે હાલ પેરવી ચાલી રહી છે. એલ.એન.જી.ટર્મિનલ માટે વાયબ્રન્‍ટ-ર૦૦૭માં એવું એમ.ઓ.યુ. ગુજરાત સરકારે કરેલું છે કે, પ૦ ટકા પૈસા જી.એસ.પી.સી. પ્રજાની તિજોરીમાંથી રોકશે અને રપ ટકા અદાણીના તથા રપ ટકા એસ્‍સાર ગ્રૃપના રહેશે. ૪૦૦૦ કરોડ રુપિયાના પ્રોજેકટમાં અદાણી અને એસ્‍સારને રપ ટકા, રપ ટકા જેટલો માતબર હિસ્‍સો કોઇપણ પ્રકારની ટેન્‍ડરની પ્રક્રિયા વગર સરકારે આપ્‍યોહતો. હવે એસ્‍સારને રપ ટકાનો હિસ્‍સો પણ અદાણીને આપી દેવાની પેરવી ચાલી રહી છે. ગુજરાતના નફો કરતાં પી.એસ.યુ. કે કેન્‍દ્ર સરકારના પી.એસ.યુ.ને એલ.એન.જી.ટર્મિનલના હિસ્‍સેદાર બનાવવા જોઇએ. અથવા શેર માર્કેટમાં નાણાં રોકતાં મોટા ભાગના  ગુજરાતીઓને શેર આપીને ભાગીદાર બનાવવા જોઇએ તેના બદલે એલ.એન.જી.ટર્મિનલમાં અદાણી ભાગીદાર કેમ? શા માટે આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધાત્‍મક ભાવો મંગાવી ભાગીદાર નકકી ન થયા? કચ્‍છ ધરતીકંપ સંભવિત વિસ્‍તાર છે અને ત્‍યારે એલ.એન.જી. ટર્મિનલ કચ્‍છમાં સ્‍થાપવાથી કચ્‍છની જનતાની અસલામતી ઉભી થશે તે સરકારે અદાણીના પ્રેમના કારણે ધ્‍યાને જ ન લીધું? પીપાવાવ ખાતે એલ.એન.જી.ટર્મિનલ સ્‍થાપવાનું નકકી થઇ  ગયેલું હતું અને તેથી જ જી.એસ.પી.સી.નું ગેસ આધારીત વિજ મથક પણ પીપાવાવ ખાતે સ્‍થપાયેલું છે ત્‍યારે હવે એવી શું ફરજ પડી કે એલ.એન.જી.ટર્મિનલ પીપાવાવના બદલે મુન્‍દ્રા લઇ જવાનું નક્કી થયું ?

          ચૂંટણીના સમયે મુખ્‍યમંત્રીશ્રીએ જાહેરાત કરીહતી કે ર૦ ટી.સી.એફ. ઓઇલ અને ગેસ કે.જી.બેઝીનમાં મળી ગયો છે. ગુજરાત દુનિયાનું ગેસ કેપીટલ બની જશે. ગુજરાતના લોકો ઘરમાં ચકલી ખોલશે અને કે.જી.બેઝીનનો ગેસ અને ઓઇલ બે વર્ષમાં મળી જશે. આજે આ વાતને બે નહીં પાંચ વર્ષ વીતી ગયાં છે છતાં ઓઇલ કે ગેસ આવ્‍યો નથી અને મુખ્‍યમંત્રીશ્રીની વાતમાં વિશ્વાસ રાખીને  જેણે નળનીચકલી ખરીદી હતી તેમાં કાટ લાગી ગયો છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ ર૦ ટી.સી.એફ. ગેસ મળ્યાની સદંતર જુઠ્ઠી વાત કરીને ૭૦૦૦ કરોડ રુપિયા ગેસ અને ઓઇલના શાર કામના નામે ગુજરાતની તિજોરમાં ખંખેરી લીધાં છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ચેલેન્‍જ કરી છે કે, જો મુખ્‍યમંત્રીશ્રી સાચુ બોલતાં હોય તો ર૦ ટી.સી.એફ. અંગેનું ડી.જી.હાઇડ્રો કાર્બનનું સર્ટિફિકેટ બતાવે.

          સત્‍ય તો એ છેકે, માત્ર ર ટી.સી.એફ. અને તે પણ રીકવરેબલ હોવાની ખાત્રી નહીં તેવું ડી.જી. હાઇડ્રો કાર્બનનું મેનેજ કરેલું સર્ટિફિકેટ માત્ર જી.એસ.પી.સી. પાસે છે. આમ છતાં રીંગો ભાડે રાખી છે. તેવું કહીને કરોડો રુપિયા કે.જી.બેઝીનના નામે ખવાઇ ગયા છે. જીઓ ગ્લોબલ સાથેનું ભાગીદારીનું ષડયંત્ર  પણ ઘણું મોટું છે. જીઓ ગ્લોબલના એકપણ પૈસાના રોકાણ વગર ભાગીદારના કરાર જી.એસ.પી.સી.એ કર્યા હતાં અને પછી એજ જીઓ ગ્લોબલની સાથે શાર કામના પોઇન્‍ટ  અંગેહાલ વાંધા વચકા ચાલી રહ્યાં છે. સમગ્ર જી.એસ.પી.સી.ના કૌભાંડની હકીકતો ખુલ્‍લી પડી જશે. તેવા ભયથી આર.ટી.આઇ.ના કાયદા મુજબ માંગેલી માહીતીઓ પણ કોમિર્શિયલ કોન્‍ફીડન્‍સના બહાના નીચે આપવામાં આવતીનથી.

          કે.જી.બેઝીનમાંથી ફૂટી કોડી પણ હાથ લાગી નથી અને ૭૦૦૦ કરોડ રુપિયા શાર કામના નામે ઉડાડી દીધા પછી ર૦૦૦ કરોડ રુપિયા પ્‍લેટફોર્મ માટે તથા અન્‍ય વ્‍યર્થ કામો માટે ભ્રષ્‍ટાચાર કરવાં જ સરકાર વાપરશે. એલ.એન.જી.ટર્મિનલ હોય કે ઇજીપ્‍તનું શાર કામ હોય કે પછી કે.જી.બેજીનનું શારકામ કામ તેમાં સ્‍પર્ધાત્‍મક ભાવો કે ટેન્‍ડરની પ્રક્રિયા વગર જ પણ બિલો બનાવીને પૈસાની ભાગ બટાઇ કરેતેવાને જ કોન્‍ટ્રેકટ આપી દેવાયાં છે.

          અમદાવાદમાં સી.એન.જી.ના સ્‍ટેશનો માટે શ્રી અદાણીને કેટલા રુપિયાના ભાવથી જમીન આપવામાં આવી છે? આ પૈકી કેટલા રુપિયા જમા થયા છે તે પણ સરકારે જાહેર કરવું જોઇએ.

    ———————————————————————————————————————–

     

  • Press Note Guj Dt: 18/10/2011 on Chetak Commandos

    Click here to view / download press note.

    વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

    ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

    અખબારીયાદી                                                          તા.૧૮-૧૦-ર૦૧૧

      

    • મુખ્‍યમંત્રીશ્રી રાજકીય નાટકો માટે હવાઇ માર્ગે ઉડાઉડ કરે છે.
    • મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે રોડ પર દોડધામ કરનારા બે ચેતક કમાન્‍ડો શહીદ.
    • મુખ્‍યમંત્રીશ્રીની સલામતીમાં શહીદ થનારા ચેતક કમાન્‍ડોના પરિવારોના આંસુ લૂંછવાની પણ મુખ્‍યમંત્રીશ્રીની સદ્દભાવના નથી.
    •  શહીદ થયેલાં ચેતક કમાન્‍ડોના પરિવારને  યોગ્‍ય સહાય અને નોકરી આપવામાં આવે.
    • મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે રક્ષકો જ અસલામત.
    • મુખ્‍યમંત્રીશ્રી વૈભવી વિમાનમાં ફરે છે અને રક્ષકોને ખખડધજ વાહનો અપાય છે.

             ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી વિમાન અને હેલીકોપ્‍ટર દ્વારા સરકારી ખર્ચે રાજકીય કાર્યક્રમો યોજે છે. મુખ્‍યમંત્રીશ્રી તો ઉડીને એક સ્‍થળેથી બીજા સ્‍થળે પહોંચી જાય છે, પરંતુ તેમની રક્ષા માટેના પોલીસ જવાનોએ રોડ ઉપર રઝળપાટ કરવી પડે છે. રોડ પરની ખૂબ લાંબી અને સતત મુસાફરીના કારણે મુખ્‍યમંત્રીશ્રીની સલામતીમાં રોકાયેલાં પોલીસ જવાનો અસુર‍ક્ષિ‍ત છે. તાજેતરમાં સરકારી ખર્ચે સદ્દભાવનાનું નાટક કરવા માટે મુખ્‍યમંત્રીશ્રી હવાઇ  રસ્‍તે ઉડીને દ્વારકા પહોંચવાના હતાં. તેમની સલામતી માટે ગાંધીનગરથી સલામતીના ચેતક કમાન્‍ડોના જવાનો રોડ પરની લાંબી મુસાફરીથી જઇ રહ્યાં હતાં ત્‍યારે રાત્રિના સમયે જામનગરથી દ્વારકા વચ્‍ચે આ જવાનોનું ભયંકર અકસ્‍માતનો ભોગ વાહન બન્‍યું હતું. પોલીસ અકસ્‍માતમાં ચેતક કમાન્‍ડોના જવાન ચમનભાઇ કે. ચૌધરી  તથા વિક્રમસિંહ ખાતુભા પરમાર શહીદ થયેલાં છે. આ સાથે અન્‍ય નવ જેટલાં પોલીસ જવાનોને ગંભીર ઇજાઓ થયેલી છે. મુખ્‍યમંત્રીશ્રીની સલામતી માટે ખડેપગે રહેનાર આ જવાનોના પરિવારને સાંત્‍વના અને સહાય આપવાનું પણ આ સરકારને હજુસુધી સૂઝેલું નથી. મુખ્‍યમંત્રીશ્રીની ફરજ હતી કે શહીદ થયેલાં આ જવાનોની સ્‍મશાન યાત્રામાં ભાગ લેવો જોઇએ કે પરિવારની મુલાકાત લેવી જોઇએ. ઇજાગ્રસ્‍ત જવાનોની પણ ખબર પૂછવાની મુખ્‍યમંત્રીશ્રીને ફુરસદ નથી.

        શહીદ થયેલાં જવાનો પૈકી શ્રી વિક્રમભાઇ ખાતુભાઇ પરમાર શહેરા તાલુકાનાં વાડી ગામનાં સામાન્‍ય પરિવારમાંથી ચેતક કમાન્‍ડો તરીકે નોકરી કરતા હતાં. શ્રી પરમારના મોટા ભાઇ માનસિક રોગના દર્દી છે. નાના ભાઇ રોહીતને એકસીડન્‍ટ થયેલ છે, જયારે બાળકો માત્ર ૭ અને ૧૪ વર્ષની  ઉંમરના છે. મુખ્‍યમંત્રીશ્રીની પાછળ રઝળપાટ કરાવવાથી જીવ ગુમાવનાર ચેતક કમાન્‍ડો           શ્રી વી.કે.પરમારનો પરિવાર નિરાધાર બનેલો છે. તે જ રીતે આદિવાસી વિસ્‍તારમાં આવેલાં વ્‍યારા તાલુકાના  ચમનભાઇ  કે. ચૌધરી પણ એક સામાન્‍ય પરિવારના આદિવાસી જવાન હતા. તેઓના પરિવારમાં પણ મુખ્‍ય આધારસ્‍થંભ સમાન ચમનભાઇના જવાથી પરિવાર નિરાધાર થયેલો છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે શહીદ થયેલાં ચેતક કમાન્‍ડોના પરિવારજનો પ્રત્‍યે દિલસોજી વ્‍યક્ત કરી હતી અને આ પરિવારોને કમ સે કમ પાંચ પાંચ – લાખ રુપિ‍યા વળતર આપવા તેમજ પરિવારના એક સભ્‍યને તાત્‍કાલિક નોકરી આપવા માંગણી કરી છે. અકસ્‍માતમાં ઘવાયેલાં અન્‍ય જવાનોને પણ યોગ્‍ય આર્થિક મદદ પૂરી પાડવા વિરોધપક્ષના નેતાએ માંગણી કરી છે.

     —————————————————————————————————–