Category: Press Release

  • Press Note 06.12.23 – રાષ્ટ્રીય મહિલા કોશની યોજનાને બંધ કરવાનો નિર્ણય અન્યાયકર્તા

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, પ્રમુખ –  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,

    રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી

    અખબારીયાદી                                                                                                      તા.૬.૧૨.૨૦૨૩

     

    સંસદ(રાજ્યસભા)માં સરકારે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને એકપણ રૂપિયો મળ્યો નથી.

    ૧૯૯૩થી મહિલાઓના હિત માટે કામ કરતી રાષ્ટ્રીય મહિલા કોશની યોજનાને જ બંધ કરવાનો નિર્ણય અન્યાયકર્તા

    રાષ્ટ્રીય મહિલા કોશને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા શ્રી શક્તિસિંહ ગોહિલની માંગણી

    મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ૧૯૯૩થી શરૂ થયેલા રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા દેશમાં અન્ય રાજ્યોને મળ્યા પરંતુ ગુજરાતને એકપણ રૂપિયો રાષ્ટ્રીય મહિલા કોશમાંથી સહાય મળી નથી તેવો જવાબ આજે સંસદ(રાજ્યસભા)માં શ્રી શક્તિસિંહ ગોહિલના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો હતો. રાષ્ટ્રની મહિલાઓના કલ્યાણ માટે ઊભા કરવામાં આવેલા રાષ્ટ્રીય મહિલા કોશમાંથી એન.જી.ઓ., માઈક્રો ફાઈનાન્સીંગ સંગઠનો તથા એવી સેવાભાવી સંસ્થાઓ કે જે મહિલા સંગઠનો માટે કામ કરતી હોય તેને લોન અને સહાય આપવાની જોગવાઈ રાષ્ટ્રીય મહિલા કોશમાં ૧૯૯૩માં કરવામાં આવી હતી. આ યોજનાના કારણે અનેક મહિલાઓ અને મહિલા સંગઠનોને ફાયદો મળેલ હતો. આ રાષ્ટ્રીય મહિલા કોશમાં રૂ. ૨૮૫ કરોડનું બેલેન્સ હોવા છતાં આજે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, હવે રાષ્ટ્રીય મહિલા કોશની યોજના જ બંધ કરી દેવામાં આવી છે.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ નીતિ મહિલાઓ અને મહિલા સંગઠનોને અન્યાયકર્તા છે. રાષ્ટ્રીય મહિલા કોશમાં ૩૭ કુલ જગ્યાઓમાંથી ૨૫ જગ્યા ખાલી રાખવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા આ યોજનામાંથી મળ્યા હોય ત્યારે ગુજરાતની મહિલાઓ કે મહિલા સંગઠનોને છેલ્લા પાંચ વર્ષમાં એકપણ રૂપિયો નહીં ફાળવીને કેન્દ્ર સરકારે ગુજરાતને અન્યાય કર્યો છે.

    શ્રી શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે, સરકાર પુનઃવિચારણા કરે અને ૧૯૯૩થી મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી રાષ્ટ્રીય મહિલા કોશ નિધિને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરી રાષ્ટ્રીય મહિલા કોશ નિધિ ફરી શરૂ કરવામાં આવે.


    Click here to Download Press Note 06.12.23

  • Press Note 05/12/2023 : પોસ્ટ ઓફિસ બિલ

    અખબારીયાદી                                                                                                    તા.૫.૧૨.૨૦૨૩

    પોસ્ટ ઓફિસ બિલ ૨૦૨૩ ઉપર બોલતાં શ્રી શક્તિસિંહ ગોહિલે

    પોસ્ટલ ડિપાર્ટમેન્ટના મુદ્દાઓ ઉઠાવ્યા.

     

    • વિશ્વની સૌથી ઉત્તમ અને સૌથી મોટી ટપાલ સેવા ભારતની કોંગ્રેસની સરકારમાં બની.
    • નવા કાયદાથી નાગરિકોના રાઈટ ટુ પ્રાઈવસી મૂળભૂત અધિકારનો ભંગ.
    • સ્પોર્ટ્સ ક્વોટાની જગ્યાઓ ખાલી.
    • યુવાનો બેરોજગાર છતાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખાલી જગ્યાઓ ભરાતી નથી.

     

    સંસદ(રાજ્યસભા)માં પોસ્ટ ઓફિસ બિલ ૨૦૨૩ની ચર્ચામાં ભાગ લેતા શ્રી શક્તિસિંહ ગોહિલે ટપાલ સેવાને લગતી અનેક બાબતો ઉજાગર કરી હતી. ટપાલ સેવા દેશના સામાન્ય નાગરિક માટે અતિ મહત્વની છે. આજે ભાજપની સરકારના સમયમાં આ સેવાઓ નબળી પડતી જઈ રહી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્વોટાની જગ્યાઓ ભરવામાં આવતી નથી. એક તરફ અનેક યુવાનો બેરોજગાર છે અને બીજી તરફ પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં અનેક જગ્યાઓ ખાલી છે.

    અંગ્રેજોએ પોતાની જરૂરિયાત અને વ્યાપારિક હિતો માટે ટપાલ સેવા શરૂ કરેલ હતી પરંતુ આઝાદી બાદ કોંગ્રેસની સરકારોએ દેશના નાગરિકોની જરૂરિયાત પૂર્ણ થઈ શકે તે રીતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટને મજબૂત બનાવીને દેશના દરેક ખૂણે ખૂણે ટપાલ સેવા ઉપલબ્ધ કરાવી. કોંગ્રેસ સરકારોના આ પ્રયત્નોના કારણે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઉત્તમ ટપાલ સેવા ભારતની બની છે. ભાજપને કટાક્ષ કરતાં શ્રી શક્તિસિંહે જણાવ્યું હતું કે, કેટલાક નકલી ડીગ્રીવાળા વોટ્સએપ યુનિવર્સિટીના લોકો કહે છે કે ૭૦ વર્ષમાં કોંગ્રેસ પક્ષે શું કર્યું ? તો તેનો જવાબ ભારતની પોસ્ટલ સેવા દુનિયાની સૌથી મોટી અને ઉત્તમ બનાવી તે છે.

    નવા કાયદાથી ટપાલ સેવામાં અધિકારીઓને કોઈપણ આર્ટીકલ ખોલવા અંગેનો પ્રબંધ યોગ્ય નથી. સુરક્ષા માટે કે અન્ય કારણ જે કાયદામાં બતાવ્યા છે તેની સ્પષ્ટતા યોગ્ય નથી. અધિકારીની કક્ષા પણ દર્શાવી નથી. આમ નાગરિકના પોતાની પ્રાઈવસીના મૂળભૂત અધિકારની વિરુદ્ધ જોગવાઈ છે જેનો વિરોધ શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ હતો.

    પોસ્ટલ સેવામાં અન્ય સેવા સરકાર જોડી શકશે તેવી જોગવાઈ છે, પરંતુ આ કઈ સેવાઓ તેની સ્પષ્ટતા કાયદામાં નથી તે યોગ્ય નથી.

    ગામડાઓમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં અનેક જગ્યાઓ ખાલી છે તે તુરંત ભરવી જોઈએ અને સ્થાનિકને અગ્રીમતા આપવી જોઈએ તેવી માંગણી પણ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.


    Click here to Download Press Note 

  • Press Note 04/12/2023 – પાકિસ્તાનમાં જેલમાં બંધ ભારતીય માછીમારોનો

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, પ્રમુખ –  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,

    રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી

     

    અખબારીયાદી                                                                                                   તા.૪.૧૨.૨૦૨૩

    પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો પ્રશ્ન રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો

     

    • જીપીએસ (વેસલ) સિસ્ટમ માટે ભારત સરકારે આપેલ રકમમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) દ્વારા ઉજાગર થયેલ ભ્રષ્ટાચારની સીબીઆઈ મારફત તપાસ કરવાની માંગણી કરતા શ્રી શક્તિસિંહ ગોહિલ
    • પાકિસ્તાનની જેલમાં કેદ રહેલ માછીમારો અને તેમના પરિવારો માટે પત્ર સેવા પુનઃ ચાલુ કરવામાં આવે.
    • માછીમારના લોનના હપ્તા બંધ કરી નવી ફીશીંગ બોટ માટે પુનઃ સબસીડી ચાલુ કરવામાં આવે.
    • પાકિસ્તાનની જેલમાં કેદ રહેલ માછીમારોના પરિવારોને ભરણપોષણ માટે પૂરતી રકમ આપવામાં આવે.

    આજે રાજ્યસભામાં ઝીરો અવરમાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોનો પ્રશ્ન ઉઠાવતાં રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનના દરિયાકિનારાને અડીને આવેલ છે. આજે પણ ગુજરાતના 156 માછીમાર પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનના કાયદામાં ભૂલથી સરહદ પાર કરી હોય તો મહત્તમ ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ છે, પરંતુ આ કેદ માછીમારો પૈકી ઘણાં માછીમારો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાન મરીન એજન્સી ગુજરાતની દરિયાઈ સીમામાંથી માછીમારોને વારંવાર બોટ સહિત ઉઠાવી લઈ જાય છે. આ ફિશિંગ બોટમાંથી મશીનરી વગેરે વસ્તુઓ ચોરી જાય છે, જેથી એ બોટ પાછી પણ આવે તો પણ એ બોટ માછીમારો માટે કોઈ કામની રહેતી નથી.

    શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અગાઉ આદરણીય મનમોહનસિંહજીની સરકાર વખતે પાકિસ્તાનની કેદમાં રહેલ માછીમારો પોતાના પરિવારને પત્ર લખી શકતા હતા અને તેમનો પરિવાર પણ માછીમારોને પત્ર લખી શકતો હતો, જે આ સરકારમાં બંધ થઈ ગયું છે. એક પરિવારનો સભ્ય દુશ્મન દેશની જેલમાં કેદ હોય અને પરિવાર તેની ખબર પણ ન જાણી શકે ત્યારે તેમની માનસિક સ્થિતિ શું હશે ?  તે આપણે સમજી શકીએ છીએ. જેથી આ બંધ થયેલ પત્ર સેવા પુનઃ ચાલુ કરવી જોઈએ.

    અગાઉ માછીમારની જે બોટ જપ્ત કરી હોય તે માછીમારના લોનના હપ્તા બંધ કરી દેવામાં આવતા હતા અને નવી ફીશીંગ બોટ માટે સબસીડી પણ આપવામાં આવતી હતી, જે પણ હાલ બંધ છે, જે પુનઃ ચાલુ કરવી જોઈએ.

    માછીમારના પરિવારમાંથી કમાનાર પુરુષ સભ્યો લગભગ સાથે જ માછીમારી કરતા હોય છે. માછીમાર પરિવારના કમાનાર પુરુષ સભ્ય પાકિસ્તાનની જેલમાં બંધ હોય ત્યારે તેમના બાળકો અને મહિલા માટે ભરણપોષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા પરિવારના ભરણપોષણ માટે મળતી રકમ અપૂરતી છે, જેથી ભરણપોષણ માટે પૂરતી રકમ પરિવારને મળવી જોઈએ.

    અગાઉની સરકારે જીપીએસ (વેસલ) ટ્રેકિંગ સિસ્ટમ માટે મોટી રકમ આપી હતી. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી માછીમાર ભારતની દરિયાઈ સીમામાં રહે તેવી તેને જાણ રહે અને દરિયાઈ સીમા પાર ન કરી લે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમની ઈમ્પ્લીમેન્ટીંગ એજન્સી ગુજરાત સરકાર હતી. કેગે પણ સ્વીકાર્યું છે કે ભારત સરકારે માછીમારોની સલામતી સારૂ જીપીએસ સિસ્ટમ માટે જે રકમ આપી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેથી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ચાલતી નથી. ભારત સરકારે આપેલ રકમમાં થયેલ ભ્રષ્ટાચારની સીબીઆઈ મારફત ખાસ તપાસ થવી જોઈએ તેવી માંગણી શ્રી શક્તિસિંહ ગોહિલે કરી હતી.

    ———————————————————————————————————————————

    Click here to Download Press Note 04.12.23

  • Press Note Guj 20/02/2023 ડુંગળી પકવતા ખેડૂતો માટે સબસીડી અને MSP

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, પ્રભારી – દિલ્હી અને હરિયાણા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી,

     

    અખબારી યાદી                                                                      તા.૨૧.૦૨.૨૦૨૩

     ભાવનગર જીલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. ડુંગળી માટેના પાકને તૈયાર થતા પહેલા ખુબ જ ખર્ચાઓ અને મહેનત ખેડૂત કરે છે. હાલમાં ભાવનગર જીલ્લામાં ડુંગળી વેચવા માંગતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખુબ લાંબી કતારોમાં પરેશાની વેઠ્યા પછી જે ભાવ મળે છે તે માત્ર બે રૂપિયા કિલો જેવો ભાવ મળે છે અને પરિણામે ખેડૂતને પોતે કરેલી તમામ મહેનત પાણીમાં ગઈ હોય તેવું અહેસાસ થાય છે. રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રી પાસે માંગણી કરી છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકારે ચોક્કસ સબસીડી આપવી જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સ્ટોરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરી નથી. સરકારે ખેડૂતના ઘરમાં જયારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એક્સ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગેની તાત્કાલિક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી કરવામાં આવી છે.  

    ______________________________________________

    Click here to download Press Note

  • Press Note Hindi 10.02.2023 – PM ने अपनी पद की गरिमा गिराई

    शक्तिसिंहजी गोहिल का कार्यालय,

    सांसद (राज्य सभा), प्रभारी दिल्ली एवं हरियाणा,  अखिल भारतीय कांग्रेस कमेटी

    प्रेस विज्ञप्ति                                                     10 फरवरी, 2023   

     

        संसदीय परंपराओं में कभी ऐसा नहीं होता है कि जो शासक पार्टी है वही डिस्टर्बेंस करे और हाउस न चलने दे । पहली बार यह हुआ कि कल यानी गुरूवार  9 फरवरी, 2023 को जब प्रधानमंत्री जी बोल रहे थे तब विपक्षी पार्टिया अमृतकाल में अडाणी के बहुत बड़े जहरीले घोटाले की जांच के लिए जेपीसी की मांग कर रही थी ।  जिसको शासक पक्ष नहीं सुनने या चर्चा के लिए तैयार नहीं होने से हाउस में डिस्टर्बेंस हुआ। विपक्षी पार्टियों के सदस्य वेल में थे फिर भी हाउस एडजार्नड नहीं किया गया और प्रधानमंत्री जी के ऊपर ही कैमरा फोकस रखते हुए उनको अपनी पूरी बात रखने दी और वह डेढ़ घंटे से ज्यादा वक्त तक ऐसी बातें जो न विश्वसनीय हैं और जो लफ्ज असंसदीय है उनका भी प्रयोग करते रहे मगर न उसको रोका गया न उसको टोका गया न अथोंटिकेशन किसी चीज का मांगा गया और वह अपनी लंबी बात करते रहे । एक प्रधानमंत्री को न शोभा दे उस तरह के बॉडी एक्सप्रेशंन और छाती ठोकते रहे । जब मनमोहन सिंह जी प्रधानमंत्री थे तब भाजपा ने विरोधी दल के नाते हंगामा किया था और उनकी कुर्सी तक जाकर नारेबाजी की थी । लेकिन मनमोहन सिंह जी ने अपनी भाषा को संयमित रखा था और अपना प्रवचन बंद कर दिया था । कल नरेंद्र मोदी जी ने जिस तरह से राज्य सभा में व्यवहार किया वह प्रधानमंत्री की कुर्सी के अनुरूप नहीं था ।

    इसके बाद जब बजट की चर्चा पर विपक्षी दलों को अपनी बात रखनी थी उस वक्त कभी नहीं होता है अब ऐसा हुआ कि शासक दल के सदस्य हाउस में स्लोगन शाउटिंग करते रहे और कोई वेल में नहीं था । फिर भी विपक्षी पार्टी को बजट पर अपनी बात रखने देने की बजाय हाउस एडजार्नड कर दिया गया । संसद की परंपराओं के इतिहास को देखें तो जब भाजपा विपक्ष में थी तब बार-बार कहती थी कि हाउस चलाने की जिम्मेदारी शासक दल की होती है उन्हें हाउस को डिस्टर्ब करने का कोई अधिकार नहीं होता है । जबकि विपक्ष माइनोरिटी में होता है और अपनी बात मनवाने के लिए हाउस नहीं चलने देना हाउस डिस्टर्ब करना ये विपक्ष का एक हथियार है और पार्लियामेंटरी टेक्टिक है विपक्ष को इस पार्लियामेंटरी टेक्टिक को अहम मुद्दों पर प्रयोग करना चाहिए ।

    कल राज्य सभा रात के 8 बजे तक चलने वाली थी लेकिन सत्ता पक्ष के हंगामे की वजह से राज्य सभा चल नहीं पायी । जब विपक्ष कोई सही मुद्दों के लिए सदन का काम रोकते हैं तब भाजपा के लोग कहते हैं कि जनता के पैसों का विपक्ष ने नुकशान कर दिया । कल सत्ता पक्ष की वजह से सदन नहीं चला उसके लिए सत्ता पक्ष जिम्मेवारी ले और बताएं कि जनता के पैसे सत्ता पक्ष ने क्यों और किस मुद्दे के लिए बर्बाद किये ?

    ———————————————————————————————————————————————

    Click here to download Press Note

     

  • Press Note – 29/01/2023 પેપર લીક કૌભાંડ

    Click here to download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, પ્રભારી – દિલ્હી અને હરિયાણા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી,

     

    અખબારી યાદી                                                                                                           તા.૨૯.૦૧.૨૦૨૩

    ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ની જુનિયર કલાર્કની જે ભરતીની પરીક્ષા હતી તેનું પેપર લીક થવાના કારણે આજે ફરી એકવાર પરીક્ષા રદ કરવામાં આવી છે. આશરે ૯ લાખ ૫૩ હજાર જેટલા વિદ્યાર્થી યુવા યુવતીઓ આ કડકડતી ઠંડીમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતે કરેલી અથાગ મહેનત માટે થઈને પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોચ્યા હતા. ત્યારે આ ઘટના પહેલીવાર નથી ! છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન આશરે ૨૨ વખત અલગ અલગ ભરતી અને પરીક્ષાના પેપર લીક થયેલ છે. જેનું મને અત્યંત દુઃખ છે. યેનકેન પ્રકારે ૧૫૬ સીટો સાથે જંગી બહુમતીથી ચૂંટાયેલી આ ગુજરાત ભાજપ સરકારનો આ અહંકાર “યે આગે સે ચલી આતી હૈ” જેવી પેપર ફૂટવાની ઘટના મુજબ જ બનતા ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથેના ચેડા અને તેઓને સંપૂર્ણ અન્યાય થયેલ છે. ગુજરાત સરકારની આ કેવી વ્યવસ્થા છે? તેમની જવાબદારી ક્યા ગઈ ? આટલી મોટી વ્યવસ્થા હોવા છતાં પેપર લીક થાય તે આ અહંકારી અને બેશરમ ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ કે આ એક વાર નથી બન્યું વારંવાર બની રહ્યું છે. લોકો આપને મત આપે છે અને ભાજપની તોતિંગ બહુમતિવાળી સરકાર બને છે. એનો અર્થ એવો નથી કે સરકાર એવા અહંકારમાં રહે. મહેનતકશ વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી જાય ! ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સહેલું નથી. મહિનાઓ જ નહિ વર્ષોની મહેનત બાદ ૨૦૦ કી.મી. દુર પરીક્ષાકેન્દ્ર પર પરીક્ષા આપવા જવું અને વ્યવસ્થા ન હોય તો આગલી રાતે રાતની મુસાફરી કરીને પહોચવું પડે અને પછી જો પેપર ફૂટે ? તો તે વિદ્યાર્થીઓની માનસિકતા શું થઇ હશે? ગુજરાતના યુવાનોમાં સરકારી નોકરી માટે મહેનત કરનાર સૌને હતાશા ઉભી થઇ છે. આના માટે સંપૂર્ણ જવાબદારી ગુજરાત ભાજપ સરકારની જ છે. હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે આ કેસમાં સંડોવાયેલ તમામ ગુનેગારોને તુરંત પકડીને કડક પગલાં લે અને સજા થાય તેવી કાર્યવાહી કરે. આ પહેલીવાર નથી પરંતુ વારંવાર થાય છે ત્યારે તેના મૂળ સુધી જઇયે તો ક્યાંકને ક્યાંક ભાજપના લોકો જ આમાં સંકળાયેલા નીકળે છે. જે આ સરકાર માટે અત્યંત શરમજનક છે. તો આના માટે લીફાફોપી ન કરવામાં આવે. જે વિદ્યાર્થી ભાઈ બહેનોને કેન્દ્ર સુધી આવવા જવાનો ખર્ચ થયો હોય અને રાત રોકાણ થયેલ હોય અને તેની મહેનત એળે ગઈ છે ત્યારે આનું વળતર કોઈ પૈસાથી તો ચૂકવાય તેમ જ નથી. પરંતુ મધ્યમ વર્ગના પરિવારોના માટે કમ સે કમ જે પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર પરીક્ષા આપવા ગયા હોય તેઓને આપની ભૂલે પેપર લીક થવા કારણે જે નુકશાન થયું છે તેનું વળતર પણ દરેક યુવા યુવતીઓને આપવામાં આવે, ગુજરાતના ૯ લાખ ૫૩ હજાર જેટલા યુવા યુવતીઓના ભવિષ્ય સાથે આ ચેડા જ છે ત્યારે હું આશા રાખું છું કે સરકાર માત્ર સત્તા મળી જાય છે, મતો મળી જાય છે. એના અહંકારમાં ન રહે અને ગુજરાતના આ વિદ્યાર્થી યુવા યુવતીઓનાં ભવિષ્યને અત્યંત ગંભીરતાથી ધ્યાનમાં લે.

     —————————————————————————————————————————–

     

  • Press Note Guj 22/10/2022 – બે કરોડ નોકરીના વચનના પાલનના બદલે નોકરી મેળાનું નાટક

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી અને પ્રભારી , દિલ્હી

    અખબારીયાદી                                                         તા.૨૨.૧૦.૨૦૨૨

    આજે વડાપ્રધાનશ્રીએ નોકરીના મેળાનું સતત ટીવી ઉપર પ્રસારણ કરીને કેટલાક હજારને નોકરી આપવામાં આવી છે અને હવે આવી યોજનામાં ૧૦ લાખને નોકરી મળશે તેવી જાહેરાત કરી છે ત્યારે સવાલ એ છે કે, ૨૦૧૪ની ચૂંટણીમાં દર વર્ષે ૨ કરોડને નોકરી આપવાનું વચન આપ્યું હતું તેના બદલે આટલા વર્ષો પછી ૧૦ લાખ જ કેમ ? સંસદમાં એક સવાલના જવાબમાં ગત વર્ષે સરકારે જ સ્વીકારેલ કે, કોંગ્રેસના શાસનમાં જે નોકરી મળતી હતી તેમાં પણ ઘટાડો થયો છે અને નવી ૨ કરોડ મળેલ નથી. ઘણા બધા ભારત સરકારના મંત્રીઓએ ભેગા થઈ ૨૦ હજાર જ નોકરી આપવાની વાત કેમ કરી ? સરકારમાં લાખો જગ્યા ખાલી છે તેનું શું ? જો સરકારને જુઠુ બોલવાની આદત જ નાં હોત તો અમારે પુરાવાઓ માંગવાની જરૂર ન હોત. પરંતુ સરકારના દ્વારા સતત જુઠાણું આવે છે માટે માંગણી કરીએ છીએ કે, આજે જે થોડા હજારને નોકરી આપી હોવાનો દાવો કરાયો છે તેમના નામ, કઈ નોકરી, કાયમી નોકરી કે કોન્ટ્રાક્ટ પ્રથાની ? આ જગ્યા માટેના ઈન્ટરવ્યું ક્યારે લેવાયા ? જગ્યા ક્યારથી ખાલી હતી ? અને જેને નોકરી આપી તેમનો મોબાઈલ નંબર શું ? ની વિગતો વેબસાઈટ ઉપર મુકીને જાહેર કરવામાં આવે.

    ખરેખર પ્રધાનમંત્રીશ્રીએ નીચેના મુદ્દાઓ અંગે મૌન તોડીને જાહેરમાં વાત કરવી જોઈએ.

    1) કોંગ્રેસની રાજસ્થાન, છતીસગઢ અને ઝારખંડ સરકારે કર્મચારીને જૂની પેન્શન યોજના આપી છે. તો ગુજરાતના કર્મચારીને ભાજપ સરકાર કેમ નથી આપતી ?

    2) ફિક્સ પગાર અને કોન્ટ્રેકટ પદ્ધતિથી જે યુવાનોનું શોષણ થયેલ છે તેમને પૂરતા પગાર સાથેની કાયમી નોકરી કેમ નહી ?

    3) મહેનત કરનાર યુવાન નોકરી માટે પરીક્ષા આપવા જાય છે ત્યારે પરીક્ષાના પેપર ફૂટે છે, અને ભાજપના નેતાઓની સંડોવણી કેમ નીકળે છે ?

    4) ગુજરાતની આંગણવાડીની બહેનો પોતાને ચોક્કસ વર્ગમાં સમાવીને પગાર ઘોરણની માંગણી કરે છે તેમને લધુતમ વેતન કરતા પણ ઓછુ વેતન કેમ ?

    5) આરોગ્ય વિભાગમાં ટેકનિકલ કામ કરતા કર્મચારીઓને ટેકનિકલમાં કેમ નથી ગણવામાં આવતા ?

    6) વિવિધ કેડરના અને વિવિધ વિભાગના અનેક કર્મચારીઓ તેમના પ્રશ્નો ઉકેલવા માંગણી કરે છે તેને ન્યાય કેમ નહી ?

    ગુજરાતમાં ચૂંટણી આવી છે અને યુવાનો તથા ગુજરાતના લોકોનો ભાજપ સરકાર સામે રોષ છે ત્યારે ૨ કરોડ નોકરીના વચનના પાલનના બદલે નોકરી મેળાનું નાટક માત્ર થઈ રહ્યું છે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.


    Click here to download press note 22/10/22 

     

     

  • Press Note Guj 28/09/22 ભાવનગરવાસીઓને આપેલા વચનોનો હિસાબ વડાપ્રધાનશ્રી આપે.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી અને પ્રભારી – દિલ્હી

     

    અખબારીયાદી                                                                    તા.૨૮.૦૯.૨૦૨૨

     

            વડાપ્રધાનશ્રી ભાવનગર આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનશ્રીને આવકારતા જણાવ્યું હતું કે, ભાવનગરની પરંપરા છે કે અતિથીને આવકારીએ છીએ પરંતુ હાલના વડાપ્રધાનશ્રી સત્તાધીશ તરીકે જયારે જયારે ભાવનગર આવ્યા છે ત્યારે ત્યારે જે મોટી મોટી વાતો કરીને ગયા હતા તેમાંથી કશું જ થયું જ નથી તેનો હિસાબ માન. વડાપ્રધાનશ્રી ભાવનગરવાસીઓને આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

    શક્તિસિંહે જણાવ્યું હતું કે, ભાવનગરના જવાહર મેદાન ખાતે ખુબ મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેના નિમંત્રણ કાર્ડ પાછળ RTI માંથી મળેલી માહિતી મુજબ ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વખતે દરિયામાં જઈને  નાળિયેર નાંખ્યા બાદ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રવેશધ્વાર એ ભાવનગર બની જશે અહીં કલ્પસર યોજના બનશે અને કલ્પસરની પાળી ઉપરથી ગેસની પાઈપલાઈન તથા પાણીની પાઈપલાઈન આવશે અને એજ પાળીઓ ઉપરથી ટ્રેન અને મોટો હાઈવે પણ પ્રસાર થશે અને કલ્પસરએ માત્ર ભાવનગર નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની કાયાપલટ કરી નાંખશે. આ જાહેરાતને આજે વર્ષો વીત્યા છતા અહિયાં આગળ એક ઈંટ પણ કલ્પસરની મુકાઈ નથી.

    1)   ૨૦૦૮માં માનનીય વડાપ્રધાનશ્રી એક મુખ્યમંત્રી તરીકે ભાવનગર આવ્યા ત્યારે કહ્યું હતું કે, ઘોઘા, તળાજા અને વલ્લભીપુર ખાતે મોટા GIDC બનાવવામાં આવશે અને તેની હું જાહેરાત કરું છુ. (એક પણ GIDC બનેલું નથી).

    2)  મીઠીવીરડી (સરતાનપર) ને સેન્ટ્રલ પોર્ટનો દરજ્જો આપી દેવમાં આવશે (મીઠીવીરડીને કોઈ દરજ્જો મળ્યો નથી.)

    3)  શીપ બિલ્ડીંગ પાર્ક, પ્લાસ્ટિક પાર્ક, ફ્રુટ પાર્ક અને આધુનિક પોર્ટ બની જશે (આ માંથી કશું જ થયું નથી).

    4)  ખાનગી કંપનીઓના ૨૦૦૦ કરોડના રોકાણ આવશે અને હજારો લોકોને નવી રોજગારી મળી જશે (કોઈ મોટી કંપની આવીજ નથી)

    5)  ભાવનગર ખાતે મરીન યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવશે (કોઈ  યુનિવર્સીટીની બની જ નથી.)

    6)  ૨૮૦૦ કરોડના ખર્ચે મરીન શીપ બિલ્ડીંગ સ્થપાશે. (કશું જ થયું જ નથી).

     

    હાલના વડાપ્રધાનશ્રી ભાવનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૬/૦૧/૨૦૧૨ના રોજ આવેલા અને ત્યારે

    1)   ૪૨૫ કરોડના નવા કામોની જાહેરાત કરી હતી.

    2)  ૧૭૫ કરોડનું મરીન શીપ બિલ્ડીંગ યાર્ડની જાહેરાત કરી હતી.

    3)  ૧૯૦૦ કરોડ જીલ્લાના વિકાસ માટે ફળવાયા હતા. જહાંગીર મિલની જમીન ઉપર આધુનિક ડાયમન્ડ પાર્ક બનાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.

    ઉપરોક્ત જાહેરાતો પૈકી કશુ જ કામ થયું નથી.

     

           હાલના વડાપ્રધાનશ્રી ૧૪/૦૨/૨૦૧૪ના રોજ ફરી ભાવનગર આવ્યા હતા અને ત્યારે

    1)   મહુવા પોર્ટને આધુનિકરણ કરીને તેની સમગ્ર કાયાકલ્પ કરવાની જાહેરાત કરી હતી.

    2)  સાગર કાંઠા વિસ્તારમાં ૨૫ નવી આધુનિક શાળાઓ, ૧૬ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ૫ મોડલ તાલુકા શાળાઓના સ્થાપનાની જાહેરાત કરી હતી.

    3)  સાગરખેડૂ વિકાસ યોજના માટેની અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ આમાંથી  કશુંજ કામ થયું નથી.

    ભાવનગરના અંદર ભૂતકાળમાં થયેલી જાહેરાતો પૈકી કોઈ જ કામ થયા જ નથી અને હવે જયારે ફરી ચૂંટણી સમયે વડાપ્રધાનશ્રી આવી રહ્યા છે ત્યારે માત્ર જાહેરાતો નહીં પરંતુ નક્કર કામો થાય તથા ભૂતકાળના કામોનો હિસાબ માનનીય વડાપ્રધાનશ્રી આપે તેવી અપેક્ષા.

           દેશ આઝાદ થયા પછી રજવાડાઓના એકત્રીકરણમાં સૌ પ્રથમ પહેલ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકૃમારસિંહજીએ કરી હતી માટે શ્રી કૃષ્ણકૃમારસિંહજીને “ભારત રત્ન” થી નવાજીત કરવામાં આવે તે ભાવનગરવાસિયોની માંગણીને પણ વડાપ્રધાનશ્રી સ્વીકારે તેવી અપેક્ષા શક્તિસિંહ ગોહિલે રાખી હતી.


    Click here to download Press Note  28/09/22 

  • Press Note Guj 26/09/2022 ભ્રષ્ટ્રાચારનો સાથ, ભાજપનો વિકાસ, સૌ નો વિશ્વાસઘાત, અને સત્તામાં બની રહેવાનો પ્રયાસ

    Click here to download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    સાંસદ રાજ્યસભા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી અને પ્રભારી , દિલ્હી

    અખબારીયાદી                                                                    તા.૨૬.૦૯.૨૦૨૨

    હાલના વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉત્તર ગુજરાતમાં તેઓ જેમને પોતાની સૌથી નજીક રાખતા અને જેઓના ખર્ચે અને જોખમે ઉત્તર ગુજરાતના ભાજપના અનેક રાજકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ જેમને વારંવાર સતેજ પરથી મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા એવા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સામે ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારની ફરિયાદ કરીને તેઓને જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે કેટલાક મુદ્દાઓ લોકો સમક્ષ સ્પષ્ટ  કરવા જરૂરી ગણીને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે દિલ્હી મુખ્યાલયથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી વિપુલ ચૌધરી દ્વારા મોટા કાર્યક્રમો ભાજપના રાજકીય લાભો માટે જે તે સમયે મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યા હતા તે તેમજ હાલના વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે ભાજપનો ખેસ પેરાવીને વિપુલભાઈને સન્માનિત કરતા હોય અને મંચમાં બાજુમાં બેસારી રાખતા હોય તેવા અનેક ફોટાઓ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ભ્રષ્ટ્રાચાર જે ૨૦૦૫ થી ૨૦૧૬ સુધીમાં થયો હોય તે વિપુલ ચૌધરીના એકલા થી ના થાય જ્યાં સુધી સરકારના આશીર્વાદ, મિલી ભગત અને સહયોગ ન હોય ત્યાં સુધી આવો ભ્રષ્ટ્રાચાર અશક્ય છે.

    ભાજપ વારંવાર સાથ, વિકાસ, વિશ્વાસ અને પ્રયાસની વાતો કરે છે ત્યારે સત્ય હકીકત તો એ છે કે, ભ્રષ્ટ્રાચારનો સાથ, ભાજપનો વિકાસ, સૌ નો વિશ્વાસઘાત, અને સત્તામાં બની રહેવાનો  પ્રયાસ છે.

    વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા અને આ દૂધસાગર ડેરી એ ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી એકટ નીચે રજીસ્ટ્રર થયેલ છે. કાયદાની જોગવાઈ મુજબ રજીસ્ટર્ડ સહકારી સંસ્થા સીધી સરકારના મોનેટરીંગ નીચે હોય છે. દર વર્ષે વાર્ષિક ઓડીટ તેમજ ખાસ ઓડીટ પણ સરકારના સહકાર વિભાગ દ્વારા થતું હોય છે, સરકારના સીધા પ્રતિનિધિઓ સહકારી સંસ્થામાં કાર્ય સંચાલનનું નિરીક્ષણ કરતા હોય છે. મનેજીંગ કમિટી કે જનરલ બોર્ડનો કોઈપણ ઠરાવ જો યોગ્ય ના હોય અથવા  ભ્રષ્ટ્રાચાર માટેનો હોય કે પેટા નિયમથી વિરુદ્ધ હોય તો સરકાર રદ કરવા માટે કાયદેસર રીતે અધિકૃત હોય છે. આ સંજોગોમાં સીધો સવાલ ગુજરાતની ભાજપની સરકાર સામે એ થાય છે કે વિપુલ ચૌધરીએ ૮૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર કર્યો તો તેને સરકારના આશીર્વાદ ન હોય તો એ કેવી રીતે શક્ય બને ?

    વિપુલ ચૌધરી સામે ૨૦૦૫ થી ૨૦૧૬ ના ગાળામાં ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારનો આરોપ છે પરંતુ જો આ ભ્રષ્ટ્રાચાર ૨૦૦૫ થી ૨૦૧૬ વચ્ચે થયો હતો તો આટલા વર્ષો સુધી સરકાર કેમ ઊંઘતી રહી ? અથવા એફ.આઈ.આર કેમ ન થઇ ? અને હવે જયારે ચૌધરી સમાજના સંગઠનની સંસ્થા અર્બુદા સેનાએ ભાજપ સામે અવાજ ઉઠાવ્યો કે તરત જ વિપુલ ચૌધરી સામે ૮૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારની એફ.આઈ.આર કેમ ? શું ભાજપના સમર્થનમાં, સેવામાં અને ભાગીદારીમાં ભ્રષ્ટ્રાચાર કરો તો કોઈપણ જાતની એફ.આઈ.આર નહિ પરંતુ ભાજપની સામે અવાજ ઉઠે એટલે તરત જ એફ.આઈ.આર ? એનો આ સૌથી મોટો દાખલો છે.

    સરકાર દર વર્ષે જે ઓડીટ કાયદેસરની જોગવાઈ મુજબ કરાવતી હતી તો એમાં આ ભ્રષ્ટ્રાચાર કેમ ઉજાગર નો થયો ?  જો સરકારની કે મોટા માથાની સીધી મિલી ભગત નહોતી તો પછી ઓડીટ કરનાર અને નિયંત્રણની તકેદારી રાખનારનાં નામ એફ.આઈ.આર માં કેમ નથી ? ૨૦૧૩માં વિપુલ ચૌધરી સામે એફ.આઈ.આર થઇ પછી ૨૦૧૪ની ચૂંટણીમાં મદદ લેવા માટે અત્યારના આરોપો સમેટી લીધા હતા ?

    શું એવું તો નથીને ? કે, વિપુલભાઈના પરિવારને નહી પકડવાના, જેલમાં સુવિધા અને કેસ ચાલે ત્યારે મદદ કરીશુ જેવી લાલચ આપી અર્બુદા સેનાના વિપુલભાઈના સમર્થકો ભાજપને ટેકો આપે તેવી જાહેરાત કરાવી ચૂંટણીમાં ફાયદો લેવાનો અને પછી વિશ્વાસઘાત ?

    કોંગ્રેસ પક્ષની માંગણીઓ છે કે,

    (૧) ૮૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર સરકારની મિલીભગત વગર શક્ય નથી ત્યારે સમગ્ર ભ્રષ્ટ્રાચારની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના જજની દેખરેખનીચે કરવામાં આવે.

    (૨) ગુજરાતની અનેક સહકારી સંસ્થાઓમાં સરકારની મીલીભગતથી ચાલતા ભ્રષ્ટ્રાચારનું સ્પેશીયલ ઓડીટ થતું નથી માટે હાઈકોર્ટના જજની દેખરેખ નીચે અમદાવાદ ડી.કો.ઓપ બેંક થી શરુ કરીને ભાજપના મળતિયાઓ વાળી તમામ સહકારી સંસ્થાઓનું સ્પેશ્યલ ઓડીટ કરવામાં આવે.

    (૩) ૮૦૦ કરોડના ભ્રષ્ટાચાર માટે ગુ.કો-ઓપ.સોસાયટી એકટની જોગવાઈ મુજબ સરકાર અને સરકારના અધિકારીઓની જવાબદારીઓ છે. તેથી તે તમામને તહોમતદાર તરીકે એફ.આઈ.આર માં સામેલ કરવામાં આવે.

    https://youtu.be/MjpyFH5VjAo

    ———————————————–

  • Press Note 22/09/22 ભાજપ સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

    અખબારીયાદી                                                                                                                         તા.૨૨.૦૯.૨૦૨૨

    ગુજરાતના આરોગ્ય વિભાગના ૧૬૦૦૦ કરતા વધારે કર્મચારીઓ છેલ્લા ૪૭ દિવસથી હડતાલ પર છે. પગાર વિસંગતતા, ટેક્નીકલ સ્ટાફ ગણવા તથા જૂની પેન્શન યોજના જેવા પ્રશ્નો માટેની માંગણી સરકારે સકારાત્મક રીતે ઉકેલી નથી તે દુઃખદ છે.

    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. આજે ગ્રામિણ જનતા માટે વેક્સીનેશન, પ્રસુતિ સમયની સેવાઓ, બાળકો અને વૃધ્ધોની સરભરા જેવા અનેક આરોગ્ય વિષયક પ્રશ્નો માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સરકાર આ બાબત અંગે પણ વિચારે તે જરૂરી છે. બીજી તરફ હજારો કર્મચારી આંદોલનના સ્થળે યાતના ભોગવી રહ્યા છે તે પણ સરકારે માનવીય અભિગમ સાથે વિચારવું જોઈએ તેવી માંગણી શકિતસિંહ ગોહિલે કરી છે

    ——————————————————————————————————–

  • Press Note Guj. 18.07.2022 સાબરમતી નદીનાં શુદ્ધિકરણના નામે કરોડોનો ભ્રષ્ટ્રાચાર

    Click here to view/download the Press Note  

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

    અખબારીયાદી                                                                  તા. ૧૮.૦૭.૨૦૨૨

    આજે તા:૧૮/૦૭/૨૦૨૨ના સંસદ (રાજ્યસભા) માં શક્તિસિંહ ગોહિલે એક પ્રશ્ન પુછેલ હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયા નો સરકારે ખર્ચ કરેલો છે ? આ પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં જુદા જુદા પ્રોજેક્ટ મારફત રૂ. ૨૮૨.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલો છે. હકીકતમાં આટલી મોટી રકમ ખર્ચાયા છતાં સાબરમતિ નદીને પ્રદુષણથી ભરપુર અસર અને ગંદકી મળે છે.

    નામદાર હાઈકોર્ટે તા:૧૪/૦૯/૨૦૨૧ના રોજ જોઈન્ટ ટાસ્કફોર્સ રચી હતી તેમજ એક સીનીયર વકીલને AMICUS CURIE તરીકે નિયુક્ત કરેલ હતા. નામદાર હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજીમાં સ્પષ્ટ રીતે એ વાત ઉજાગર થઇ હતી કે, ગેરકાયદેસર રીતે ઉદ્યોગો દ્વારા ગંદુ પાણી સીધું જ સાબરમતી નદીમાં નાખી દેવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા એ પણ આ ક્ષતિઓનો સ્વીકાર કર્યો હતો. વરસાદી પાણીના નિકાલની પાણીની પાઈપ લાઈનો સાથે ગટરના પાણીના નિકાલની પાઈપ લાઈનોના જોડાણ કરી દેવાથી જ વરસાદી પાણીનો અમદાવાદમાં ભરાવો થાય છે. અને લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. રૂ. ૨૮૨.૧૭ કરોડ રૂપિયા માત્ર ત્રણ વર્ષમાં સાબરમતિ નદીના શુદ્ધિકરણ માટે વાપરવામાં આવ્યા તેમ છતાં સાબરમતી નદીનું પાણી સતત પ્રદુષિત છે. તેમજ અમદાવાદના વરસાદી પાણીનો નિકાલ થતો નથી જે સ્પષ્ટ દર્શાવે છે કે, વર્તમાન શાશન ખુબ જ મોટા પાયે ભ્રષ્ટ્રાચાર કરે છે. ૨૮૨.૧૭ કરોડનો ખર્ચ મોટા ભાગે કાગળ પર દર્શાવીને પૈસા ખાઈ જવામાં આવેલ છે.

     

    તા.ક. : બીડાણ

    આ સાથે સંસદમાં પુછેલ પ્રશ્ન તથા સરકારનો જવાબ શામેલ છે.

     

    ——————————————————————————————————————

     

  • My views in a Meeting of the Consultative Committee for the Ministry of Defence subject “Agnipath Recruitment Scheme”

    Click to view/download the Press Note  

     

    मनानिय श्री राजनाथ सिंह जी ,

    रक्षा मंत्री जी,

    भारत सरकार।

     

    विषय : My views in Meeting of the Consultative Committee for the Ministry of Defence, held on Monday, the 11th July, 2022 at 11:00 a.m. subject “Agnipath Recruitment Scheme”

     

    नमस्कार ……..

     

    मैं सबसे पहले आपका धन्यवाद करता हूँ कि आपने  अग्निपथ  पर  चर्चा  के  लीए  हमें  इस  मीटिंग में बुलाया है 

    आज पूरे देश में युवा आक्रोशित है। मांग करते हैं कि तुरंत प्रभाव से, जो एक फैसला हुआ है अग्निपथ का, उसको सरकार वापस ले। युवाओं के भविष्य के साथ और राष्ट्र की सुरक्षा के साथ खिलवाड़ करने वाली योजना अग्निपथ है, यह मानना है ।

    हमें सेना पर फख्र है, हमें हमारी सेना पर नाज है। मैं शहीदों को नमन करता हूं और हमारे जो फौजी जवान देश की सुरक्षा में काम कर रहे हैं, मैं उनको सैल्यूट करता हूं। सेना में सबसे बड़ा सम्मान अगर कोई होता है, तो वो है परमवीर चक्र का सम्मान। Top most award in the army or any defence force, वो है परमवीर चक्र और 1987 में 21,000 फीट की ऊंचाई पर जाकर पाकिस्तान की कायदे आजम चौकी पर जिसने हमला किया, अगुवाई की, 4 पाकिस्तान सैनिकों को मार गिराया और उसके बाद इस बहादुरी के लिए सर्वोच्च सैनिक सम्मान जिनको मिला, वो कैप्टन बाना सिंह ने अग्निपथ की योजना के लिए कहा है कि save the country, देश को बचाओ, Agnipath scheme will badly damage us, अग्निपथ योजना हमें बुरी तरह से नुकसान करेगी। India is going through a crucial stage, हम एक महत्वपूर्ण वक्त से गुजर रहे हैं। Youngsters are the future of motherland, हमारे युवा हमारी मातृभूमि का भविष्य हैं। कैप्टन बाना सिंह जी ने अग्निपथ का विरोध किया, जो सर्वोच्च सम्मान से सम्मानित पराक्रमी पुरुष हैं, उन्होंने। तो ये कोई ना समझे कि हम बिना आधार के, बिना सोचे-समझे अग्निपथ का विरोध कर रहे हैं। हम सोच-समझ कर सेना का सम्मान करते हुए जो सियाचिन के हीरो के तौर पर पहचाने जाने वाले बाना सिंह जी से लेकर बहुत सारे लोगों से जो अभिप्राय आया है, उसके आधार पर हम हमारी बात रखते हैं।

    मैं गांव से आता हूं और आपने देखा होगा जब गांव से कोई भी लड़का फौज में भर्ती होता है, तो पूरा गांव उसे सम्मानित करता है कि हमारे गांव का बच्चा आज फौज में जा रहा है, 17 साल तक नौकरी करेगा, गांव का नाम रोशन करेगा, आगे बढ़ेगा, उसका प्रमोशन होगा, रैंक बढ़ेगी, गांव का सम्मान होगा। अब अग्निपथ में किसी को फौज में ना प्रमोशन मिलना है, ना रैंक बढ़नी है, ना लंबे अरसे तक काम करना है, 6 माह की ट्रेनिंग और साढ़े तीन साल का ठेका, तो जो युवा भर्ती होगा, उसका सम्मान नहीं होगा।

    सरकार का कोई भी बड़ा फैसला होता है, तो कभी भी लोकतंत्र में तुरंत फैसला नहीं होता है, लंबी प्रक्रिया चलती है, कोई बड़ा बदलाव होता है, तो ट्रायल बेस पर एक्सपेरिमेंट होता है। लोगों से अभिप्राय, ओपिनियन मंगवाए जाते हैं, फिर सरकार बदलाव करती है।

    मैं कहना चाहता हूं कि अगर ये निर्णय सेना का होता, तो तीन साल पहले जिनके नॉमिनेशन फॉर्म भरवाए गए, उन बच्चों को बताया जाता कि अब तुम्हारा आगे एग्जाम नहीं होगा, क्योंकि अग्निपथ योजना आनी है। सेना का फैसला नहीं था। सबसे पहला ट्वीट अगर कोई करता है, तो कौन करता है अग्निपथ पर, प्रधानमंत्री जी का ट्वीट आता है । इसका मतलब हुआ कि रक्षा मंत्री जी का भी इस फैसले में कहीं इन्वोल्वमेंट नहीं है। अगर ये सेना का फैसला होता, तो हमारी तीनों सेनाओं के मुखिया आते, लोगों से बात करके कहते कि अग्निपथ हम लागू कर रहे हैं। जब पूरा मामला बिगड़ गया, देश में हवा खिलाफ हो गई, अग्निपथ पर थू-थू होने लगी, देश के लोग आक्रोशित हो गए, युवा सड़कों पर आ गया, सेना के मुखिया तब क्यों आते हैं? फैसला लिया तब आते, तो कोई भी मानता कि सेना का फैसला है।

    चीफ ऑफ डिफेंस स्टाफ, सीडीएस, पहली बार इस देश में बना, बिपिन रावत जी पहले सीडीएस बने और उन बिपिन रावत जी ने ऑफिसरों की उम्र तो बढ़ाने की बात की, पर एक न्यूज एजेंसी को उन्होंने इंटरव्यू दिया और इंटरव्यू में कहा कि आज एवरेज लाइफ स्पैम बढ़ा है, आज फिजिकली ह्यूमन बींग ज्यादा फिट हुआ है और इसलिए बिपिन रावत जी ने कहा कि सेना में जो 15 या 17 साल पर फौजी रिटायर होते हैं, उसकी जगह उनकी रिटायरमेंट उम्र 58 करनी चाहिए जिससे एक एक्सपीरियंस्ड फौजी मिलेगा और कम उम्र में रिटायर होने से पेंशन का जो बोझ है, वो कम होगा। ये जनरल बिपिन रावत जी, पहले सीडीएस, ये उनका न्यूज एजेंसी को दिया इंटरव्यू है, उसमें उन्होंने साफ किया।

    फौज में दो चीजें अहम होती हैं। कोई भी फौजी जब भर्ती होने जाता है, दो चीजें अहम होती हैं। एक होता है फिजिकल एग्जाम (फिजिकल टेस्ट ) और दूसरा होता है मेडिकल टेस्ट। 2020 में इश्तिहार आया कि जो भी डिफेंस में युवा काम करना चाहते हैं, वो अपना फार्म भरें। इस देश के हजारों युवाओं ने फॉर्म भरे, रोड़ पर दौड़ते हैं वो, पुशअप कर रहे थे फिजिकली फिट रहने के लिए और इनकी 2020 में फार्म भरने के बाद 2021 फर्स्ट और सेंकड वीक ऑफ फरवरी में इनके एग्जाम लिए गए। फिजिकल फिटनेस और मेडिकल, और हजारों युवाओं ने फिजिकल टेस्ट पास कर लिया, मेडिकल टेस्ट पास कर लिया और उसके बाद उनको ये एडमिट कार्ड जारी किया गया। उनको एडमिट कार्ड भेज दिया कि आप फिजिकल और मेडिकल टैस्ट पास कर गए। नेचुरली, ये बच्चे, जिन्होंने इसकी तैयारी की, कोचिंग क्लास, लोन लेकर इधर-उधर से करके पैसे बहाए, कम से कम तीन-चार लाख रुपया सालाना अपना खर्च करके, एडमिट कार्ड तक आ गया। इनको सिर्फ अब यही बाकी था कि आगे की प्रोसीजर खत्म हो और ये बच्चे फौज में भर्ती हो जाएं। ये 2021 में वेबसाइट पर लगाया जाता है कि अभी आपके आगे का प्रोसीजर  रुका है, पर आगे आप वेबसाइट देखते रहिए, आपका आगे का प्रोसीजर खत्म किया जाएगा। उसी वक्त बता देते कि अब आपको हम लेने वाले नहीं हैं, हम तो अग्निपथ ला रहे हैं। नहीं, ये बच्चे वेबसाइट देखते रहे, इंतजार करते रहे कि मेडिकल और फिजिकल पास हैं, फौज में मैं जा रहा हूं। कईयों ने गांव में सम्मान भी पा लिया और फिर ये फैसला आता है कि मतलब, तुमने 3 साल, 2020 से लेकर 2022 तक, सारे कष्ट झेल कर फिजिकल, मेडिकल टैस्ट पास किया, तुम्हें भी फौज में भर्ती नहीं करेंगे। तुम्हें भी अब सिर्फ अग्निपथ पर जाना होगा, 6 महीने की ट्रेनिंग और साढ़े तीन साल की नौकरी और नौकरी के बाद घर वापसी। तो ये सरासर अन्याय है। सरकार कह रही है कि जो बच्चे छूट जाएंगे, उनको हम ऑल्टरनेटिव अकोमोडेट करेंगे। मैं आपको कुछ आंकड़े देना चाहता हूं, जो आज के हालात हैं।

    भारत सरकार में एक्स आर्मी मैन, पूर्व सैनिक के लिए 10 प्रतिशत रिजर्वेशन ग्रुप सी में और 20 प्रतिशत ग्रुप डी में है। ये रिजर्वेशन होते हुए ग्रुप सी में अभी सिर्फ 1.29 प्रतिशत और ग्रुप डी में 1.66 प्रतिशत ही लिया गया है। क्या मतलब है रिजर्वेशन का, जब आज रिजर्वेशन होते हुए भी अभी एक प्रतिशत दे रहे हैं। सीएपीएफ 10 प्रतिशत रिजर्वेशन है एक्स आर्मी मैन के लिए, लेकिन ग्रुप सी में कितना लिया है- 0.47 प्रतिशत और ग्रुप डी में 0.87 प्रतिशत, मतलब एक प्रतिशत भी नहीं। ये आंकड़े सरकार के आंकड़े हैं। 94 सेंट्रल पब्लिक सेक्टर अंडरटेकिंग हैं, जो ये कहते हैं ना कि पीएसयू में भी ले लेंगे, उसमें 14.5 प्रतिशत और 24.5 प्रतिशत रिजर्वेशन एक्स आर्मी मैन के लिए है। पर कितना रखते हैं ये ग्रुप सी में, सिर्फ 1.15 प्रतिशत और ग्रुप डी में 0.3 प्रतिशत ।

    देश के युवाओं को ये कहा जा रहा है कि तुम्हें ऑल्टरनेटिव भी अकोमोडेटे करेंगे। मेरा सीधा सवाल ये है कि इस दुनिया में अब एक देश, जहाँ कंपलसरी आर्मी में जाना है, वहां वॉलंटरी कोई नहीं जाता है, वहाँ कहते हैं कि शॉर्ट टर्म के लिए ले रहे हैं और ये क्यों नहीं देखते हैं कि यूक्रेन और रशिया का वॉर चल रहा है और यूक्रेन और रशिया के वॉर में एक्सपर्ट्स ने माना है कि जो सैनिक पूर्णत: नौकरी में लंबे अर्से से था, उसका परफॉर्मेंस शोर्ट टर्म नौकरी में आए हुए सैनिक से बहुत बेहतर रहा। हमारी लड़ाई चीन के साथ है, चीन हमारे बॉर्डर में घुस गया है, ये बात भाजपा के सांसद खुद अपने ट्विटर पर कह चुके हैं, उस वक्त में ये राष्ट्र की सुरक्षा के साथ खिलवाड़ है।

    हमें सरकार ने अग्निपथ योजना पर जो note दी है उसको मैंने ठीक तरह से पढ़ा है लेकिन इसके बाद मेरी मान्यता ज़्यादा मज़बूत हुई की अग्निपथ योजना वापस लेनी चाहिए क्योंकि  ना सुरक्षाना रैंकना पेंशन, अग्निपथ तो हैसिर्फ एक टेंशन है 

    अग्निपथ योजना को वापस लेना चाहिए, अगर उनको करना भी है तो आएं, बात करें पार्लियामेंट में। एक पायलट प्रोजेक्ट कहीं चलाकर देखें। जिन बच्चों ने तीन साल से मेहनत की है, उनको फौज में रेग्युलर भर्ती कर दें। मैं मांग करता हूं प्रधानमंत्री जी से कि अग्निपथ योजना को तुरंत वापस लें । यही हमारी कुछ मांगे हैं।

    मेरे विचारो को आज की मीटिंग की मिनीट्स में शामिल करने की कृपा करे।

     

    शुभकामना के साथ।

     

    आपका, 

    शक्तिसिंह गोहिल

    सांसद ( राज्य सभा )

     

     

     

     

     

  • Press Note Guj 13/02/2022 ABG Shipyard Bank Fraud

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

    અખબારીયાદી                                                                  તા. ૧૩.૦૨.૨૦૨૨

     

    • ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે.
    • વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે.
    • ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા.
    • MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ કરવામાં આવ્યું છે.
    • 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે.
    • ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા.
    • એસ્સાર અને ABGના મલિક મામા – ભાણિયા છે.
    • આખરે CBIએ આ કૌભાંડની તપાસ દાખલ કરી છે.
    • ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મોટા માથાઓ સામે નહિ આવે.
    • ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો.
    • ABGને મેરિટાઈમ યુનિવર્સિટી બનાવવા જમીન આપી છે તે પાછી લેવામાં આવે. જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે.

          ABG શીપયાર્ડના 22842 કરોડના કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. AICC ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપના રાજમાં થયું છે.ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કરવામાં આવ્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. 2003માં જ્યારે MOU થયા ત્યારે જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે ઋષિ અગ્રવાલ દ્વારા સિંગાપોરની સિટીઝનશીપ લેવામાં આવી છે આ MOU થી વિવિધ બેંકોના કરોડો રૂપિયા ડૂબશે તેમછતાં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં નહોતી આવી. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU થયા ત્યારે ICICI બેંકના કરતા ધરતા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા. એસ્સાર અને ABGના મલિક મામા – ભાણિયા છે. જેમણે અનેક બેંકોનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે. આખરે CBIએ આ કૌભાંડને લઈને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. શક્તિસિંહે વધુમાં કહ્યું કે જો આ કેસની ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો આ કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે નહિ આવે..હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો..વાઇબ્રન્ટ ગુજરાતમાં ABGને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવવા માટે જમીન આપવામાં આવી હતી જ્યાં હજુ સુધી એક ઇંટ પણ મુકાઈ નથી તે પાછી લેવામાં આવે અને જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.

    ———————————————————————————-

    Click here to download press note