Category: Press Release

  • પ્રેસ નોટ ૧૯/૦૭/૨૦૧૬ દલિતો પર દમન

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                                                                                તા.૧૯/૦૭/૨૦૧૬

         ઉના તાલુકાના સમઢીયાળા ગામના દલિત યુવાનો પર થયેલો અત્યાચાર એ આઘાતજનક છે અને તમામ ગુજરાતીઓ માટે શરમજનક ઘટના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં આ અતિ ગંભીર અને દુઃખદ બનેલી ઘટનાના સમયે શાંતિ અને એખલાસ જાળવી રાખવા તથા વિરોધ ગાંધી ચિંધ્યા રાહે જ દર્શાવવા અનુરોધ કર્યો છે. રાજ્યના દલિત યુવાનો એ ગઈકાલે ઝેર પીવાનું અંતિમ પગલું ભર્યું તે દર્શાવે છે કે દલિતો પરના અત્યાચારની પીડાની પરાકાષ્ઠા છે. શ્રી ગોહિલે રાજ્યના દલિત યુવાનોને ખાસ અનુરોધ કર્યો છે કે આત્મવિલોપન જેવા અંતિમ પગલાં ભરવાનું કોઈ વિચારે નહી. આ પીડા માત્ર દલિતો નહી પરંતુ સભ્ય સમાજના સૌ નાગરીકોની છે.

      ગુજરાતમાં કેટલાક લોકોની માનસિકતા હજુ પણ વર્ણવ્યવસ્થાને પોષનારી છે. આવા લોકો સામે કડક હાથે કામ લેવાના બદલે ગુજરાતની ભાજપની સરકાર તેમને રક્ષણ આપી રહી છે.

       ગુજરાતમાં ગાયો માટેનું ગૌચર ઉદ્યોગપતિઓને આપી દેવાનું, ગૌશાળાઓ ને સબસીડી નહી આપવાની તેમજ પશુધનની કોઈ પણ જાતની ચિંતા નહી કરવાની ભાજપ સરકારની નીતિ રહી છે અને ગાયોને માત્ર મતોના રાજકારણ માટે ‘માતા’ એમ કહીને ગાયના નામે અનેક યુવાનોમાં વિકૃત માનસિકતા પેદા કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. મૃત ગાયોના કે પશુઓના દેહનો નિકાલ ચમાર પરિવારના ભાઈઓ કરે છે તેના કારણે સમાજમાં પર્યાવરણની અને આરોગ્યની જાણવણી થઈ શકે છે. ખરેખર આવું કામ કરનારા પરિવારોનો આભાર માનવો જોઈએ તેના બદલે તેમના પર અત્યાચાર થાય અને સરકાર ચુપ બેસી રહે તે દુઃખદ છે.

       દલિત ભાઈઓ માટે ભૂતકાળમાં સાંથણીની જમીન આપવામાં આવતી હતી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી હોવાના કારણે દલિત પરિવારોની પરીસ્થિતિ ગામડાઓમાં અત્યંત કપરી બની છે. જે પરિવારો પાસે કોંગ્રેસના શાસન દરમ્યાન સાંથણીની જમીન પ્રાપ્ત થઈ હતી તે જમીન શરતભંગના બહાના નીચે પડાવી લેવાનું કામ પણ ભાજપના શાસનમાં થઈ રહ્યું છે.

    ——————————————————————————————————

     

  • Press Note Eng Dt: 10/07/2016

    Click here to view/download press note.

     

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

    Press Note                                                                                                10th July, 2016  

              Modi government is trying to distract the attention of people from government sponsored Rs 45,000 crore mega scam blaming the UPA government, national spokesperson of Congress Shaktisinh Gohil said. Reacting to Modi government’s response to the exposure made by Congress, he said the scam of private service provider companies came out after a long drawn battle by UPA government against the companies which did not want audit by CAG. Now when it is the time of recovery of Rs 45,000 crore and further investigations by CAG, Modi government is creating a cover for these companies and blaming UPA government.

              Union Finance Minister Arun Jaitley should be concerned that people’s money in government coffers is not misused. But, he is advocating for telecom companies which are involved in Rs.45,000 crore mega telephone. Since 1999 private telephone companies were allowing neither the government nor the CAG to audit their accounts. The UPA government at the Centre through a transfer petition took the matter to Supreme Court and ensured that all matters of telecom companies where they had obtained stay in different courts in the country were transferred to the SC. Due to efforts of UPA government SC gave a favourable decision in 2014 which stated that CAG can audit accounts of private telephone companies. Thus it was because of the UPA government that doors were opened for CAG audit of the companies which were siphoning government money since 1999 when BJP was in power in centre.

              Accordingly CAG carried out audit of these companies for 4 years and the government has to recover a staggering Rs.12,000 crore from private telecom companies. CAG is an impartiall and constitutional audit agency. Even after CAG audit Minister Ravi Shanker Prasad has asked for audit from empanelled agencies which is clear case of corruption. Why another audit after CAG audit? Why does Modi government not go for concurrent audit from 1999 to 2016? Instead of replying to these basic questions Mr. Jaitley and Mr. Prasad are advocating for telecom companies which proves that the entire Modi government is involved in Rs.45,000 crore corruption. The ministers who are misleading people by saying that the scam was between 2006 to 2010 during Congress rule should get audit done from 1999 to 2016 then scam worth billions of rupees will come out. The erstwhile BJP government at the Centre did not make any efforts for CAG audit of private telecom companies which did not allow audit of their accounts. Congress cleared the way for CAG audit but now audit by private auditors is nothing but government’s involvement in corruption.

    ————————————————————————————–

     

  • Press Note Guj Dt: 10/07/2016

    Click here to view/download press note.

     શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                  તા.૧૦/૦૭/૨૦૧૬

              કેન્દ્રમાં નાણામંત્રીશ્રી અરુણ જેટલીજીએ નાણામંત્રી તરીકે દેશની પ્રજાની તિજોરીના નાણાનું નુકશાન ન થાય તેની ચિંતા કરવી જોઈએ તેના બદલે કમનસીબે ૪૫,૦૦૦ કરોડના મોદી સરકારના ટેલીફોન કૌભાંડમાં નાણામંત્રીશ્રીએ ગોટાળા કરનારી ટેલીફોન કંપનીઓની વકીલાત કરી છે. ૧૯૯૯ થી પ્રાઈવેટ ટેલિફોન કંપનીઓ તેમના એકાઉન્ટ CAG ને કે સરકારને ઓડીટ કરવા દેતા ન હતા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે (UPA) સુપ્રિમ કોર્ટમાં ટ્રાંસફર પીટીશન કરીને ટેલીફોન કંપનીઓ દેશની જુદી જુદી અદાલતોમાં સ્ટે મેળવીને બેઠી હતી તે તમામ મેટરો સુપ્રિમ કોર્ટમાં લાવીને સરકારની તરફેણમાં એપ્રિલ ૨૦૧૪માં ફાઈનલ નિર્ણય કરાવ્યો. કોંગ્રેસ સરકારના કારણે પ્રાઈવેટ ટેલીફોન કંપનીઓ કે જે ભાજપની કેન્દ્રમાં સરકાર હતી ત્યારથી  એટલેકે, ૧૯૯૯ થી ગોટાળા કરતી હતી તેના એકાઉન્ટ CAG ઓડીટ કરી શકે તે માટે રસ્તો ખુલ્લો કર્યો. ત્યાર બાદ CAGએ પોતાની રીતે જે ચાર વર્ષનું ઓડીટ કર્યું તેના કારણે પ્રાઇવેટ ટેલીફોન કંપનીઓ એ ૧૨૦૦૦ કરોડ સરકારને દેવાના થાય. CAG એ તટસ્થ અને બંધારણીય ઓડીટ એજન્સી છે તેના ઓડીટ પછી એમ્પેનલ્ડ ઓડીટર મારફત ઓડીટ કરાવવાનો માન. મંત્રીશ્રી રવિશંકર પ્રસાદનો નિર્ણય ભ્રષ્ટ્રાચાર માટેનો જ સ્પષ્ટ દેખાય છે. CAG ના ઓડીટ પછીનું બીજુ ઓડીટ શા માટે? ૧૯૯૯ થી ૨૦૧૬ સુધીનું કનકરન્ટ ઓડીટ CAG મારફત શા માટે મોદી સરકાર નથી કરાવતી? આ પાયાના સવાલોનો જવાબ આપવાના બદલે શ્રી જેટલી અને શ્રી રવિશંકર પ્રસાદ પ્રાઈવેટ ટેલિફોન  કંપનીઓની વકીલાત કરી રહ્યા છે. જે દર્શાવે છે કે કુલ ૪૫૦૦૦ કરોડના ભ્રષ્ટ્રાચારમાં આખી મોદી સરકાર સામેલ છે. ૨૦૦૬ થી ૨૦૧૦ નો કોંગ્રેસનો કાર્યકાળ કહીને જનતાને ગુમરાહ કરનાર મંત્રીઓ ૧૯૯૯ થી ૨૦૧૬ સુધીમાં ભાજપની કેન્દ્રમાં સરકાર હતી ત્યારના સમયના હિસાબો CAG પાસે તપાસ કરાવે તો તેમાં પણ કરોડોના ગોટાળા નીકળશે.  જે ટેલીફોન કંપનીઓ ભાજપના શાસનમાં CAGનું ઓડીટ કરવા દેતી ન હતી તેના માટે કેન્દ્રની ભાજપની જે તે વખતની સરકારે કોઈ પ્રયત્ન જ કર્યા ન હતા. કોંગ્રેસની કેન્દ્રની સરકારના કારણે CAGનું ઓડીટ કરવાનો રસ્તો ખુલ્લો થયા પછી યેનકેન પ્રકારે પ્રાઇવેટ ઓડીટરો નું ઓડીટ એ માત્ર પ્રાઈવેટ કંપનીઓના ભ્રષ્ટ્રાચારનું ભાગીદારી માટે જ છે.

    ———————————————————————————————–

     

  • Press Note Eng Dt:- 07/07/2016 Modi Goverment’s Telecom Scam

     Press Note Eng 07.07.2016 Modi Goverment’s Telecom Scam

    Click here to view and download copy of the CAG Report -Sharing of Revenue by Private Telecom Service Providers during the years 2006-07 to 2009-10

    PRESS RELEASE                                                              July 07, 2016

    Randeep Singh Surjewala, Incharge Communications, AICC, Shaktisinh Gohil, and RPN Singh, Spokespersons, AICC have issued the following statement to the press today:-

     

    • Modi government gives bonanza of Rs 45,000 crore to private service provider companies.
    • CAG brings out government revenue loss of Rs 12,488.93 crore in undisclosed income of six companies in a short span of four years.
    • PSP companies irregularities in GR/AGR amounting to 1.5lakh crore can be detected through complete audit.
    • Airtel, Vodafone, Reliance, Idea, Tata and Aircell have made understatement of their gross income of the scale of Rs 46045.75 Crore.
    • Instead of concurrent audit by CAG, government is helping private companies.
    • Modi govt’s decision is to give benefit of Rs 45,000 crore to private companies.

    Prime Minister, Shri Narendra Modi’s claims of ‘zero tolerance for corruption’ and  न खाऊंगा, ना खाने दूंगाare being repeatedly proved to be another ‘JUMLA’ in light of a series of scams over last two years, including ‘Lalit Modigate’, ‘Vyapam Scam’, ‘Chhattisgarh PDS Scam’, ‘Gujarat GSPC Scam’, ‘Vijay Mallya escapade’, ‘Gir Lion Sanctuary Land Allotment Scam’, ‘Chhattisgarh Priyadarshni Bank Scam’, ‘Panama Papers Scam’, ‘Fair and Lovely Black Money Amnesty Scheme’ to name a few.

    Latest is a staggering ‘Telecom Scam’ of approximately Rs.45,000 crore plus that is being buried under the carpet by ‘Modi Sarkar’. This is a clear cut case of loss to public exchequer verified by CAG with the sole aim of helping friendly ‘Crony Capitalists’.  In a startling revelation, the Modi Government is surreptitiously taking steps to protect the interests of six leading telecom companies by helping them avoid the payment of charges rightfully owed to the Government.

    No wonder, each one of 125 crore Indians call the present government as ‘Suit Boot Sarkar of Crony Capitalists’. To get a sense of the amount, it is more than the amount Central government spends on MGNAREGA or drought relief or farmer welfare.

    Surreptitious step being taken by Modi government to protect the interest of six leading Telecom Companies by helping them avoid the payment of charges rightfully owed to public exchequer is glaringly apparent. Under the Telecom Licencing Policy implemented in 1999 (NTP 1999), BJP government gave a bail out package to help telecom companies. Licence fee was to be decided on the basis of gross adjusted revenue. Cellular service providers had to pay ‘Spectrum Usage Charges’ (SUC) in addition to licence fee. This amount was linked to income of cellular companies. Since this income is considered as part of ‘Consolidated Fund of India’, it was within the purview of CAG under Article 266 of Constitution of India read with Comptroller and Auditor-General’s (Duties, Powers and Conditions of Service) Act, 1971 making it obligatory on part of CAG to satisfy himself that the GoI has received its complete and correct share of revenue.

    CAG initiated an audit of the six telecom companies for four years i.e. year 2006-07 to 2009-10 at the instructions of the Congress-led UPA government. It specifically looked at underreporting of income and non-uniform method of accounting adopted by various telecom companies and consequent lack of obligation to pay outstanding licence fee and Spectrum Usage Charges (SUC).

    This audit by CAG was stalled/delayed due to a challenge before the courts regarding jurisdiction of CAG to audit accounts of private telecom companies. Supreme Court transferred all the matters before it and rejected the claims of telecom companies vide judgment dated 17.04.2014 and permitted CAG to audit the accounts. CAG submitted its report in 2016 after conducting the audit of four years i.e. year 2006-07 to 2009-10, which is now available as on 11.03.2016. Six telecom companies that were audited by CAG are Bharti Airtel, Vodafone, Reliance, Idea, Tata and Aircel.

    CAG found an understatement/underreporting of income by these six companies of Rs.46,045.75 crore in the four years i.e. year 2006-07 to 2009-10. Resultantly, CAG found that there was an amount of Rs.12,488.93 crore, which remains un-recovered by the government. This does not include penalty, if any, and other relevant taxes. Final loss for these four years would, therefore, be even greater than the amount stated above. Although there has been considerable increase in business, consumer base and income; even if loss of exchequer is calculated on the same formula for the years 2010-11 to 2015-16, this figure would be Rs.45,000 crore plus. Instead of immediately acting on these shocking and startling revelations reflecting serious loss to public exchequer, Modi government has opted for an alternative re-evaluation of these figures by Telecom Ministry through Chartered Accountants, who are empanelled with them. This has two immediate and serious consequences:-

    Firstly, this is a clear methodology of Modi government to inordinately delay the process of recovery for years together, if not, writing it off entirely.

    Secondly, it reflects the apparent mal-intent of government to dilute or diminish the figures put forth by CAG.

    We want to ask four fundamental questions from Modi government:-

    1. Whether it is a grotesque breach of public trust by BJP government, which, in the past, had made a notional loss pegged by CAG in Telecom sector a major issue of transparency and corruption? What is the government plan to recover ‘Actual Losses’?
    1. Whether government is acting as a willful collaborator with the select corporate entities in artfully dodging recovery of massive sums of money due to public exchequer vis-à-vis being a trustee of public interest? Is it a new way to minimize fiscal deficit?
    1. Why is Modi government not upholding findings of a constitutional authority like CAG instead of stalling recovery of large sums due to public exchequer that flies in the name of financial prudence? Who benefits from this delaying strategy and why? Is this the new ‘governance model’?
    1. Why is Modi government maintaining a conspicuous silence in the matter becoming virtually comatose despite the mammoth size of financial sums involved?

    ———————————————————————————————————-

                Note:- CAG details report in this regard are available on the website                         https://shaktisinhgohil.com, which may kindly be downloaded.

    ———————————————————————————————————-

     

     

     

     

  • Press Note Guj Dt:- 07/07/2016 Modi Goverment’s Telecom Scam

    Click here to view/download press note.

    Click here to view and download copy of the CAG Report -Sharing of Revenue by Private Telecom Service Providers during the years 2006-07 to 2009-10

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                    તા. ૦૭/૦૭/૨૦૧૬

    • મોબાઈલ પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવા માટેનું મોદી સરકારનું મેગા કૌભાંડ
    • માત્ર ચાર વર્ષના સમયના છ કંપનીઓ પાસેથી રૂપિયા ૧૨,૪૮૮.૯૩  કરોડ લેવાના થાય તેમ કેગનો રીપોર્ટ.
    • પૂરેપૂરું ઓડીટ થાય તો અંદાજીત દોઢ લાખ કરોડની GR/AGR માં PSP કંપનીઓની ગરબડો પકડાય તેમ છે.
    • એરટેલ, વોડાફોન, રિલાયન્સ, આઈડિયા, ટાટા અને એરસેલ દ્રારા ગ્રોસ રેવન્યુમાં PSP દ્રારા ૪૬૦૪૫.૭૫ કરોડનું અન્ડર સ્ટેઈટમેન્ટ કરવામાં આવેલું પકડાયું.
    • કંકરન્ટ ઓડીટ CAG પાસે કરાવવું જોઈએ તેના બદલે સરકાર પ્રાઈવેટ કંપનીઓને મદદરૂપ થવાના મેગા કૌભાંડ કરી રહી છે.
    • મોદી સરકારનો નિર્ણય પ્રાઈવેટ કંપનીઓ ને ૪૫,૦૦૦ કરોડનો ફાયદો કરાવવાનું મેગા કૌભાંડ છે.

             મોબાઈલ પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડવા માટેનું મોદી સરકારનું મેગા કૌભાંડ. સુપ્રિમ કોર્ટના ૨૦૧૪માં આવેલા ચુકાદા મુજબ CAG  દ્રારા  PSP (પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર) ના GR- (ગ્રોસ રેવન્યુ)/ AGR – (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) નું ઓડીટ કરવાનું છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાના આધારીત CAG એ PSP (પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર) ના    GR- (ગ્રોસ રેવન્યુ)/ AGR – (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ)નું ૪ વર્ષનું ઓડીટ કર્યું તો ખબર પડી ખુબ મોટી ગરબડ આ કંપનીઓ કરે છે. માત્ર ચાર વર્ષના સમયના છ  કંપનીઓ પાસેથી રૂપિયા ૧૨,૪૮૮.૯૩  કરોડ લેવાના થાય તેમ સ્પષ્ટ રીપોર્ટ CAG એ આપ્યા પછી સરકારે આ રકમ ટેલીફોન કંપનીઓ પાસેથી વસુલ કરવાની થાય અને  ૧૯૯૯ થી ૨૦૧૬ સુધીના બાકીના વર્ષોનું કનકરન્ટ ઓડીટ કરાવવું જોઈએ. જો આ ઓડીટ થાય તો અંદાજીત દોઢ લાખ કરોડની GR/AGR માં PSP કંપનીઓની ગરબડો પકડાય તેમ છે. સરકારને પોતાના હિસ્સાના કમ સે કમ  ૪૫,૦૦૦ કરોડ પ્રાપ્ત થાય તેમ છે. પરંતુ મોદી સરકારે મેગા કૌભાંડ કરીને  PSP ને ફાયદો કરાવવા માટે બંધારણીય તટસ્થ ઓડીટ એજન્સી CAG ના બદલે DOT  (ડીપાર્ટમેન્ટ ઓફ  ટેલી કોમ્યુનિકેશન) મારફત પસંદ કરેલા એમ્પેનલ્ડ ઓડીટર્સ મારફત ૪ વર્ષનું  (૨૦૦૬-૦૭, ૨૦૦૭-૦૮, ૨૦૦૮-૦૯ અને  ૨૦૦૯-૧૦) ઓડીટ કરવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય પ્રાઈવેટ કંપનીઓ ને ૪૫,૦૦૦ કરોડનો ફાયદો કરાવવાનું મેગા કૌભાંડ છે. CAGના ઓડીટના ઉપર બિજુ ઓડીટ હોઈ જ ના શકે છતાં CAG કરેલા ઓડીટ બાદ સ્પેશ્યલ ઓડીટ શા માટે? CAG પાસે પ્રોફેશનલ અને નિષ્ણાંત સ્ટાફ છે તેવો અન્ય કોઈ પાસે નથી. ટેલીફોન કંપનીઓના હિસાબોનું ઓડીટ કરી શકે તેવા અનુભવી અને નિષ્ણાંત ૧૩ હજાર ઓડીટર CAG પાસે છે. તો પછી CAG ના બદલે DOT (ડીપાર્ટમેન્ટ ઓફ  ટેલી કોમ્યુનિકેશન) એમ્પેનલ્ડ ઓડીટરોનું ઓડીટ શા માટે?

           ભારત સરકારે ૧૯૯૯માં ટેલીફોન ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને સેવાના વિકાસ તથા પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહિત કરવાની મદદના ભાગરૂપે નવી ટેલીકોમ પોલીસી (NTP -99) જાહેર કરી. આ નવી પોલીસી મુજબ પ્રાઇવેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ તેમની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના પરસેન્ટેજ લાયસન્સ ફી (LF) તરીકે શેર કરવાના છે. મોબાઈલ ઓપરેટર્સ કંપનીઓએ લાયસન્સ ફી ઉપરાંત સ્પ્રેકટમ યુસેજ ચાર્જિસ (SUG)  તરીકે તેઓને ફળવાયેલ સ્પ્રેકટમમાં વાપરેલી રેડિયો ફિકવન્સીના ચાર્જિસ તરીકે ચૂકવવાની થાય છે. નવી પોલીસી (NTP-99) ટેલીફોન ક્ષેત્રમાં મંદીનું વાતાવરણ અને આર્થિક સંક્રમણ હોવાથી બેઇલ આઉટ પેકેઝ તરીકે આપવામાં આવી હતી. આ બેઇલ આઉટ પેકેજ તરીકે નવી પોલીસી (NTP-99) બધીજ PSP કંપનીઓએ સ્વીકારેલ.

            આ રીતે ભારત સરકારને આવતી આવક કોન્સોલિડેટેડ ફંડનો ભાગ ગણાય. જેથી બંધારણના અનુચ્છેદ ૨૨૬ તથા CAG એક્ટ ૧૯૭૧ની કલમ ૧૩.૧૬ અને ૧૮ મુજબ ઓડીટ કરતી તટસ્થ બંધારણીય સંસ્થા કોમ્પટ્રોલર અને ઓડીટ જનરલની એ ફરજ બને છે કે સરકારને તેના હિસ્સાની પુરતી અને યોગ્ય રકમ મળેલ છે કે કેમ? આ બાબતમાં PSP કંપનીઓએ કાનુની વિવાદ કરેલ પરંતુ સુપ્રિમ કોર્ટમાં લાંબી લડત બાદ ૨૦૧૪માં પ્રસ્થાપિત  થયું કે CAG પ્રાઈવેટ કંપનીના GR અને AGR ના એકાઉન્ટ સરકારને યોગ્ય આવક થઈ  છે કે કેમ? તે માટે તપાસી શકે ત્યાર બાદ CAG એ ૨૦૦૬ થી ૨૦૧૦ સુધીના ૪ નાણાકિય વર્ષનું ઓડીટ કરતા એરટેલ, વોડાફોન, રિલાયન્સ, આઈડિયા, ટાટા અને એરસેલ દ્રારા ગ્રોસ રેવન્યુમાં PSP દ્રારા ૪૬૦૪૫.૭૫ કરોડનું અન્ડર સ્ટેઈટમેન્ટ કરવામાં આવેલું પકડાયું જેના કારણે લાયસન્સ ફી માં સરકારને ૩૭૫૨.૩૭ કરોડનું નુકશાન ગયેલ જયારે સ્પ્રેકટમ યુસેઝ ચાર્જિસ (SUC)માં ૧૬૫૦.૨૩ કરોડનું નુકશાન ગયેલ. આ પેમેન્ટ નહી થવાથી વ્યાજનું નુકશાન ૭૨૭૬.૩૩ કરોડ CAG ની ગણતરીમાં ગણવામાં આવેલ છે. આમ આ છ કંપનીઓ પાસેથી ૧૨૪૮૮.૯૩ કરોડ રૂપિયા વસુલ કરવાના થાય છે. તે સ્પષ્ટ રીપોર્ટ CAGનો (રીપોર્ટ-૪ ઓફ ૨૦૧૬) તા. ૧૧/૦૩/૨૦૧૬ના દેશની પાર્લામેન્ટમાં રજુ થી ગયેલ છે. ખરેખર સરકારે આ રીપોર્ટના આધારે ૧૨૪૮૮.૯૩ કરોડ રૂપિયાની વસુલાત શરુ કરવી જોઈએ અને બાકીના વર્ષોનું કંકરન્ટ ઓડીટ CAG પાસે કરાવવું જોઈએ તેના બદલે સરકાર પ્રાઈવેટ કંપનીઓને મદદરૂપ થવાના મેગા કૌભાંડ કરી રહી છે.

    Press note pera 7-5-2016 8-02-07 PM

    ———————————————-—————————————————————–

  • Press Note Guj Dt: 11/05/2016 on NEET Exam

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                              તા. ૧૧.૦૫.૨૦૧૬

     

            ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર બનીને સેવા કરવાના સપના જોઈ રહ્યા છે તેમના ભવિષ્યને અંધકારમય બનાવવાનું ઘોર પાપ ગુજરાતની ભાજપની સરકારે કર્યુ  છે. ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતીમાં ભણીને ગુજરાતમાં જ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાતીમાં લેવાનારી  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો તેને અચાનક નેશનલ એલીજીબીલીટી એન્ટ્રસ  ટેસ્ટ  (NEET) અંગ્રેજીમાં પરીક્ષા દેવાનું માથે આવી પડ્યું છે. ૨૦૧૩ માં ગુજરાત સરકાર દ્રારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં ચાલતી NEET ની પરીક્ષા સમગ્ર દેશમાં ફરજીયાત કરવી કે નહી કે તેમાં ગુજરાત સરકાર પક્ષકાર હતી. સમગ્ર બાબતે જો ગુજરાત સરકારે પુરતી ચીવટ અને તત્પરતા તેમજ આનુઆંશિક તૈયારીઓ રાખી હોય તો આજે ગુજરાતના ૬૦ હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને હતાશા અને અનિશ્ચિતતાની  પરિસ્થિતિમાં ન મુકાવવું પડ્યું હોત. ગુજરાતમાં ડોક્ટર બનવાના સપના સેવનાર વિદ્યાર્થીને રાતો રાત અંગ્રેજી માધ્યમમાં અને એ પણ ગુજરાતમાં જે સિલેબર્સ નથી તે સિલેબર્સ મુજબની સ્પર્ધાત્મક NEET ની પરીક્ષા આપવી પડે તો સ્વભાવિક રીતે જ  ગુજરાતનો તેજસ્વી વિદ્યાર્થી અંગ્રેજી ભણેલા અને CBSC ના સિલેબર્સવાળા વિદ્યાર્થી સામે ટકી ન શકે. ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલનું NEET માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તાલુકા સ્તરે કોચિંગ સેન્ટર સ્થપાશે તે પ્રકારનું નિવેદન હાસ્યાસ્પદ છે. ગુજરાતીમાં ભણેલા અને ગુજરાતના સિલેબસને ધ્યાને લઈને તથા ગુજરાતની મેડીકલ પ્રવેશની પરીક્ષાને નજર સામે રાખીને જે વિદ્યાર્થીઓએ સતત ત્રણ  વર્ષથી મહેનત કરી હોય તે વિદ્યાર્થીને હવે તાત્કાલિક તાલુકા સ્તરે કોચિંગ સેન્ટર કરીને માત્ર ગણતરીના દિવસોમાં NEET ની પરીક્ષા આપવા માટે તૈયાર કરી દેવાશે તેવું શ્રી નીતિન પટેલ નું નિવેદન અતિશય નિરાશાજનક છે. ગુજરાત સરકારે નામદાર સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૩થી જો બરોબર ધ્યાન આપ્યું હોત તો આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે ન થઈ હોત. ગુજરાત સરકારે ૨૦૧૩ માં જે એફિડેવિટ સુપ્રીમ કોર્ટ પાસે કરી હતી તેની તે જ એફિડેવિટ ૨૦૧૬ માં કરી છે. ભાજપના નેતાઓ સામે તેમણે કરેલા ગુનાહો બાબતમાં કોઈ પણ કેસ કોર્ટમાં જાય ત્યારે ભાજપની સરકાર થી માંડી ને કાર્યકર્તા સુધી સૌઉ  ખુબજ જાગૃત બની જાય છે અને શામ, દામ, દંડ, ભેદ વાપરીને અદાલતો માંથી પોતાના ધાર્યા પરિણામો લાવવા આસમાન પાતાળ એક કરે છે. જો આવી જ તત્પરતા ગુજરાતના ૬૦ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય  માટે ગુજરાતની ભાજપની સરકારે અને શ્રી નીતિન પટેલે રાખી હોત તો ગુજરાતના વિદ્યાર્થીઓને આજની નિરાશાજનક પરિસ્થિતિમાં ન ધકેલાવવું પડ્યું હોત. ભાજપના લીગલ સેલના નેતા કે જેમને ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ બનાવ્યા છે તેઓ એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે સાચી હકીકત છે તે મજબૂતી થી રજુ કરી નથી.

           ગુજરાત સરકારે ગુજરાતના ૬૦ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આજના વડાપ્રધાન કે જેઓ પણ એક ગુજરાતી છે તેમને તથા કેન્દ્રના શિક્ષણ (HRD) મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની  તથા નાણામંત્રી અને વકીલ શ્રી અરુણ  જેટલી કે જેઓ બન્ને પણ ગુજરાતમાંથી ચુંટાઈને રાજ્યસભામાં ગયા છે તેઓ ને મળી ને કોઈ પણ રીતે કમસેકમ  આ વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓને NEET ની પરીક્ષામાંથી મુક્તિ મળે તેવું આયોજન કરવું જોઈએ તેવી માંગ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે કરી  છે.

    ———————————————————————– 

     

  • Press Note Eng Dt: 01/05/2016 Modi’s Education Degrees

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

          Press Note                                                                                              01st May, 2016

    What is genuine and what is fake in the Modi led BJP government? And Gujarat Model and its vibrancy is all about masquerading lies as truth.

                National Spokesman and Congress MLA Shaktisinh Gohil has revealed that Gujarat University is now working overtime to prove that Prime Minister Narendra Modi has a BA from Delhi University and a first class MA degree from Gujarat University. From marriage to his birth date, the Prime Minister constantly lies to the nation.

    Mr Gohil said so far at least 70 RTIs have been made seeking information about educational qualifications of Prime Minister Modi but ever since he took over power in Gujarat in 2001, he has evaded to talk on and about it. The Prime Minister thinks it is casual and okay to talk about his 56 inch chest size but does not allow any institution to talk about his educational qualifications. RTIs are returned claiming that information sought is secret and personal and cannot be shared with public. Now after the CIC ordered that information be revealed, within 24 hours Gujarat University springs up with Prime Minister Modi’s marksheet and first class marks in MA.

    It is common sense that to seek admission in MA or any postgraduate course, it is mandatory to attach your graduate degree documents and necessary certificates. In Prime Minister Modi’s case, he says (in his official election commission affidavit) that he has done his BA from Delhi University. If that is so, where are his university migration and BA degree documents that are supposed to be with Gujarat University before a MA is awarded to him.

    The way Gujarat University has suddenly sprung up with his MA marks is very suspicious. We will not be surprised that under Modi rule and with Smriti Irani ji around, there will be another BA marksheet from Delhi university. All this is being fabricated just to cover up a lie told by Prime Minister Modi.

    Prime Minister Modi is a habitual offender. It is sad that the values that he spreads among the public especially in youth is that of deception, lies and facades. For example Mr Narendra Modi’s real birthdate is August 29 1949. But he gifted himself another birthdate. Just like VK Singh fake birthday controversy, Mr Modi used  August 29 1949 as his birthday till he got into active politics, then used his clout, and cut short his age by over a year.

    Does it befit a Prime Minister that he lies on such issues? His family claims that a wrong birthday was entered into his school records because his mother was educated does not make sense because Mr Modi’s family has consistently claimed that Modi’s birthdate in janma patri also is 1950. Why were different birthdates used by Prime Minister Modi at different periods of his life?

    Mr Gohil has demanded a judicial inquiry into Mr Modi’s claims made in the Election Commission affidavit about his educational degree and his age.  Mr Gohil said why have no RTIs been entertained on his education till now. Just like Mr Modi kept on denying he was married till the Supreme Court made it mandatory that martial status should be declared before contesting an election. Then Mr Modi declared himself married.

    What was the birthdate Mr Modi used in his first driving license? What is the truth?  We are fine not knowing our Prime Minister’s chest size or his other personal details but as a nation and public we ought to know basic information about his education, he said.

    modi Education

    ————————————————————————————–

     

  • Press Note Guj Dt: 01/05/2016 Modi’s Education Degrees

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                              તા. ૦૧.૦૫.૨૦૧૬

      જેન્યુઈન (સાચું) શું છે? ફેઇક (ખોટું) શું છે? તે સમજાઈ નહિ તેના માટે ભાજપ વાયબ્રન્ટ છે.

     શ્રી નરેન્દ્ર મોદીની ડીગ્રીની માહિતી મેળવવા ૭૦ જેટલી આર.ટી.આઈ ગુજરાત યુનિવર્સીટી અને સી.એમના કાર્યાલય માં કરવામાં આવી હતી. આ તમામ આર.ટી.આઈ. ના મંજુર કરવામાં આવી હતી અને માહિતી આપી ન હતી. ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર (સી.આઈ.સી.) એ જાહેર કર્યુ કે યુનિવર્સીટીએ પ્રશ્નોત્તરીના જવાબ આપવા જોઈએ. સી.આઈ.સી. ના આ નિવેદન પછી તુરત જ ગુજરાત યુનિવર્સીટીએ જાહેર કરી દીધું કે મોદીએ ગુજરાત યુનિવર્સીટી માંથી એમ.એ. કર્યુ છે. હકીકતમાં એમ.એ.ના એડમીશન વખતે બી.એ.ની ડીગ્રી, માર્કશીટ તથા માયગ્રેશન સર્ટીફીકેટ આપવું જ જોઈએ, આમ છતાં ગુજરાત યુનિવર્સીટીએ મોદીના ગ્રેજ્યુએશનની કોઈ પણ વિગત આપવા તૈયાર નથી. સવાલ એમ.એના માર્કશીટ અને છુપાવવાતી હકીકત અંગે ખુબ શંકાઓ પેદા કરે છે.

    શ્રી મોદીએ એમ.એન. કોલેજ વીસનગરમાં પ્રી-સાયંસમાં એડમીશન લીધું હતું અને પછી કોલેજ છોડી દીધી હતી. કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એમ.એન કોલેજ વિસનગરના સ્ટુડંટ રજીસ્ટરની કોપી પ્રેસ અને મીડિયા ને આપીને સવાલ ઉઠાવ્યો હતો કે, સ્ટુડંટ રજીસ્ટરમાં શ્રી મોદીની જન્મ તારીખ ૨૯.૦૮.૧૯૪૯ છે જયારે દેશની જનતા ને શ્રી મોદીએ પોતાની જન્મ તારીખ ૧૭.૦૯.૧૯૫૦ જણાવી છે. આવી ખોટી જન્મ તારીખો શા માટે?

    કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે શ્રી મોદીની ચુંટણી કમીશન પાસેની એફિડેવિટમાં દર્શાવેલી તમામ વિગતોની ચુંટણી પંચે ન્યાયિક તપાસ કરાવવી જોઈએ અને ખોટી માહિતી માટે પગલા ભરવા જોઈએ.

    કોંગ્રેસ પક્ષે શ્રી મોદી પાસેથી નીચે મુજબના સવાલો ના જવાબ માંગ્યા છે:

    ૧. શ્રી મોદીએ ગ્રેજ્યુએશન (બી.એ.) ક્યાં થી કર્યુ? તેમના સહાધ્યાયીઓ કોણ હતા?

    ૨. એમ.એ.ની ડીગ્રી અંગેની તથા બી.એ.ની ડીગ્રી અંગેની આર.ટી.આઈ શા માટે ના મંજુર કરવા  આવી?

    ૩. શું બી.એની ડીગ્રી દિલ્હી ખાતે આંટી નેશનલ સ્મૃતિ ઈરાની ઘડી રહ્યા છે?

    ૪.અગાઉની એફિડેવિટમાં લગ્ન સાથી અંગે શા માટે માહિતી છુપાવી?

    ૫. શ્રી મોદીની પ્રથમ પાસપોર્ટમાં, પાન કાર્ડમાં તથા ડ્રાયવીંગ લાયસન્સમાં જન્મ તારીખ    શું છે?

    (જનરલ રજીસ્ટર ઓફ સ્ટુડન્ટસની નકલ એન્ક્ષરમાં શામેલ છે. )

    modi Education———————————————————–

  • Press Note Eng Dt:- 01/04/2016 CAG Report

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

      

      Press Note                                                                 01st April, 2016

      

    The report of the Comptroller and Auditor General presented on the last day of the budget session of Gujarat Assembly is a certified document of rampant corruption and inefficiency of Gujarat government, national spokesperson and Congress MLA  from Abdasa Shaktisinh Gohil.

    Talking to media, Gohil said that precisely to avoid any discussion on its deals and doings, BJP government of Anandi Patel placed the report on the last day of the session after suspending Congress MLAs. BJP government has been systematically subverting established standard parliamentary practices, he said. The report should have been placed in the beginning of the session so members could discuss it.

    Referring to the working of Gujarat State Petroleum Corporation Ltd (GSPC), he said that it invested around Rs 19,576 crores for development of the Krishna-Godavari (KG) basin, but did not find even a drop of oil or gas. GSPC invested Rs 1757.46 crore in its 10 blocks abroad and 99 percent of the expenditure amounting Rs 1734.12 crore has been written off.

    Pointing out that Gujarat is a border state, he said that CAG report has exposed huge shortage of arms, ammunitions and transport for police while BJP leaders move under heavy security cover. They are concerned about their security only without bothering about people.

    The CAG also raised issue of non-submission of utilization of certificates. It noted that in 2014-15, total Rs 8,160.78 crore worth utilization certificates were not submitted. “Non-submission of utilization certificates indicates lack of proper monitoring by the departments in utilization of grants given for specific purposes,” the CAG noted.

    Referring to the claim of smart city of Gujarat government, he said that CAG points out incomplete work of joining to lakes of Ahmedabad, non spending of Rs 180 crore allotted to Vadodara Urban Development Authority for development. Only 2.69 percent of the targeted land has been reserved for housing for poor in Vadodara.

    Government talks about tribal welfare. But three irrigation schemes in tribal areas with potential of 32900 hectares is irrigating just 3361 hectares even 13 years of launch of scheme in 2003, he said.

    Though Jaipur Metro project got permission after Ahmedabad, Jaipur project has taken off. What is more the Ahmedabad-Gandhinagar Metrolink is full of corruption. The government started metro work at Indroda, Chiloda and Motera. and spent Rs 337.62 crore but later realised that they did not have permission for it. The money has gone down the drains, Gohil said..

    Skill development programmed launched in 2009 when Narendra Modi was Chief Minister had promised to employ at least 4.75 lakh youth every year after providing them skill training but till the last year only 1185 were employed. Even in this there was repetition of beneficiaries Gohil said while citing CAG report.

    There was time when Gujarat was known for excellent health services. But today, district level health units have shortage of doctors to the extent of 77 percent. In tribal Dahod district there is facility of only 150 beds against sanctioned strength of 150.

    Rs 42.80 crore loss has been incurred by state owned ship building company Alcock Ashdown in Bhavnagar just because of bungling of the state government, CAG report mentions.

    ————————————————————————————————————–

  • Press note Guj Dt: 31/03/2016 CAG Report

    Click here to view/download press note.

        ગુજરાત સરકારના અબજો રૂપિયાના ભ્રષ્ટ્રાચારનો કેગના અહેવાલ

    વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે વિરોધપક્ષને સસ્પેન્ડ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે કેગનો અહેવાલ રજુ કર્યો છે. તટસ્થ બંધારણીય સંસ્થા કે જેણે ગુજરાત સરકારનું ઓડીટ કર્યું છે તેના રીપોર્ટમાં ગુજરાતની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચાર તથા અણઆવડત ઉજાગર થયા છે. ભૂતકાળના અધ્યક્ષ શ્રી નટવરલાલ શાહ સાહેબનું સ્પષ્ટ જજમેન્ટ છે કે, કેગ નો અહેવાલ બજેટની માંગણીઓ પરની ચર્ચા શરુ થાય તે પહેલા વિધાનસભામાં રજુ કરવો જેથી કરીને ભ્રષ્ટ્રાચાર કે અણઆવડતના મુદ્દાઓ ને ધારાસભ્યો વિધાનસભામાં ઉજાગર કરી શકે અને કેગના અહેવાલની ચર્ચા થઈ શકે. ભાજપની સરકાર ભયંકર ભ્રષ્ટ્રાચાર કરતી હોવાથી જૂની ઉત્તમ સંસદીય પ્રણાલિકાને બંધ કરીને વિધાનસભાના છેલ્લા દિવસે જ કેગનો અહેવાલ રજુ કરે છે.

    કેગના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) દ્રારા ૧૯૫૭૬ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કેજી બેસીન માં ઓઈલ અને ગેસ શોધવાના નામે કરી નાખવામાં આવ્યું છે. પરંતુ આજ સુધી વાણિજ્ય ઉત્પાદન એક રૂપિયાનું પણ થઈ શક્યું નથી. રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે GSPC માં ભાજપની સરકારે માત્રને માત્ર ભ્રષ્ટ્રાચાર કર્યો છે. કેગના રીપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે ૧૭૫૭.૪૬ કરોડ રૂપિયાનો વિદેશમાં ૧૦ બ્લોક પાછળ ખર્ચ કર્યો હતો અને ત્યાર બાદ આ ખર્ચેલા ૯૯ ટકા રૂપિયા માંડવાલ કરી દેવામાં આવ્યા છે એટલેકે ૧૭૩૪.૧૨ કરોડ રૂપિયા ગુજરાત સરકારે માંડવાળ કરેલા છે. જે માત્ર ને માત્ર ભ્રષ્ટ્રાચાર છે.

     

    ઉર્જા વિકાસ નિગમ અને જાહેર ક્ષેત્રના ગેરવહીવટ થી થયેલા ૯૫૩.૯૦ કરોડના ભ્રષ્ટ્રાચારને કેગ દ્રારા પેરેગ્રાફ ૪.૧ થી ૪.૬ માં દર્શાવવામાં આવ્યા છે.

    ગુજરાત એ પાકિસ્તાનની સરહદ પર આવેલું રાજ્ય છે અને તેથી પુરતી સુરક્ષા હોવી જરૂરી છે. પરંતુ કેગના રીપોર્ટમાં ઉજાગર થયું છે કે હથીયાર, દારૂગોળો અને પોલીસ જવાનો તથા વાહનોનાં અભાવને કારને સુરક્ષા સામે પ્રશ્નાર્થ થાય છે. ભાજપના નેતાનો પોતાની આજુબાજુ કડક સુરક્ષા રાખીને ગુજરાતની જનતાને આંતકવાદીઓના હવાલે મુકવા માંગતા હોય તેવો અહેસાસ સ્પષ્ટ રીતે થાય છે. આંતકવાદી હુમલો થાય તો પોતે સુરક્ષીત રહે અને નિર્દોષ લોકો મરે પછી તેના નામે પોતાની વોટબેંક મજબુત કરવાની ભાજપની મંછા જણાય છે તેમ શ્રી ગોહિલે જણાવ્યું હતું.

    ગુજરાત સરકાર વિકાસના કામોમાં ભ્રષ્ટ્રાચાર કરતી હોવાથી ૮૧૬૦.૮૮ કરોડના વપરાશી પ્રમાણપત્રો જ રજુ નથી થયા તેની ગંભીર નોંધ કેગ દ્રારા લેવામાં આવી છે.

    સ્માર્ટસીટીની વાત કરનાર ભાજપ શહેરોની કેવી અણદેખી કરે છે તેની હકીકત પણ કેગના અહેવાલમાં છે. બોપલ તળાવ થી ઘુમા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે કામ કરવાનું હતું તેના કરોડો રૂપિયા ખવાઈ ગયા છે પરંતુ કામ પૂર્ણ થયેલ નથી. તે જ રીતે વડોદરામાં ટીપી યોજનાનો તૈયાર કરવામાં અક્ષ્યમ વિલંબ થયો છે. વધુમાં કેગના અહેવાલમાં નોંધાયું છે કે ગરીબ માણસોના આવાસો માટે નિયમો થી અનામત રાખવાની જમીનોના બદલે વડોદરામાં માત્ર ૨.૬૯ ટકા જમીન ગરીબો માટે અનામત રાખવામાં આવી છે. વડોદરાના વિકાસ માટેના ૧૮૦ કરોડ રૂપિયા વુડા (વડોદરા ડેવલોપમેન્ટ ઓથોરીટી) એ વાપર્યા નથી.

    કેગના અહેવાલમાં નોંધાયું છે કે આદિજાતિ વિસ્તારની સંપૂર્ણ ઉપેક્ષા ભાજપની સરકારે કરી છે. ત્રણ ઉચ્ચ સ્તરીય નહેરોની યોજના મારફત આદિજાતિ પ્રજાને સિંચાઈની સુવિધા પૂરી પાડવાના કામનું ખાતમુહૂર્ત ૨૦૦૩માં ભાજપની સરકારે કર્યું હતું આજે ૧૩ વર્ષ પછી ૩૨૯૦૦ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈએ તેના બદલે માત્ર ૩૩૬૧ હેકટરમાં જ માંડ માંડ પાણી પહોચ્યું છે.

    જયપુરને અમદાવાદ પછી મેટ્રોની મંજુરી મળી હોવા છતાં કોંગ્રેસની શ્રી અશોક ગહેલોત સરકારે જયપુરમાં મેટ્રો દોડતી કરી દીધી છે. જ્યારે અમદાવાદની મેટ્રોમાં ભ્રષ્ટ્રાચાર થી કરોડો રૂપિયા ખવાયા છે અને મેટ્રો ટ્રેનનું ઠેકાણું નથી. ઇન્દ્રોડા, મોટેરા અને ચિલોડા આ ત્રણ સ્થળોએ મેટ્રોનાં માટે ખર્ચાઓ કરીને ૩૭૩.૬૨ કરોડ વેડફી નાખવામાં આવ્યા છે. પરંતુ ઇન્દ્રોડા, મોટેરા અને ચિલોડા ખાતે પરિયોજનાના અહેવાલને મંજુરી ન હતી તેથી ૩૭૩.૬૨ કરોડ નિર્થક ગયા છે જે કેગે લખેલું છે.

    કેગના અહેવાલમાં ખુબ ગંભીર ટીંકા નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ પોલીસીમાં ગુજરાત સરકારે યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં કરેલા ભ્રષ્ટ્રાચાર અને ગેરવહીવટની નોંધ કરી છે. પોલીસી મુજબ દર વર્ષે ૪.૭૫ લાખ યુવાનોને કૌશલ્યની તાલીમ આપવાની હતી. પોલીસી ૨૦૦૯ માં આવી ત્યારથી લઈ ને માર્ચ ૨૦૧૫ સુધીમાં માત્ર ૧૧૮૫ ને જ તાલીમ આપવામાં આવી છે અને તેમાં પણ એક જ વ્યક્તિના નામ એક કરતા વધારે યોજનામાં લખી નાખવામાં આવ્યા છે. આ જ બતાવે છે કે ભાજપની સરકાર યુવાનોને કૌશલ્યની તાલીમ આપવાની વાતો કરે છે પરંતુ હકીકતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટ્રાચાર કરે છે.

    ગુજરાતની આરોગ્યની સેવામાં ભૂતકાળમાં ઉત્તમ હતી પરંતુ ભાજપના શાસનમાં સરકારી હોસ્પિટલો ખુલ્લી લુંટ ચલાવે છે. કેગના અહેવાલમાં નોંધાયું છે કે જીલ્લા લેવલની હોસ્પિટલોમા તજજ્ઞ ડોક્ટરોની ૭૭ ટકા જેટલી ઘટ જોવા મળી છે. આદિવાસી વિસ્તાર દાહોદ જીલ્લામાં ૪૪૦ પથારીની સામે માત્ર ૧૫૦ પથારી જ સરકારી હોસ્પિટલમાં છે આ દર્શાવે છે કે ભાજપ આદિવાસી વિરુધ્ધી માનસિકતા ધરાવે છે.

    આલ્કોક એશડાઉન લિમીટેડ એ સરકારનું જહાજ બાંધવાનું કારખાનું ભાવનગર ખાતે છે. સરકારના અણઘડ વહીવટ અને ભ્રષ્ટ્રાચારના કારણે આલ્કોક એશડાઉન કંપનીને ૪૨ કરોડ ૮૦ લાખનું નુકશાન ગયેલ છે જેની કેગ દ્રારા ગંભીર નોંધ લેવામાં આવેલ છે.

    નર્મદાની કેનાલોના કામોમાં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટ્રાચાર અને ગેરવહીવટને પણ કેગ દ્રારા નોંધવામાં આવેલ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પાણી માટે ટળવળે છે અને સરકાર નર્મદાના કામોમાં ભ્રષ્ટ્રાચાર કરે છે.

    ——————————————————————————————-

  • Press Note Guj Dt: 31/.03/2016 Land Acquisition, Rehabilitation and Resettlement

    Click here to view/download press note.

    English Note – The Gujarat Amendment (Bill, 2016)

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                              તા. ૩૧.૦૩.૨૦૧૬

     

    “જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસવાટમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર કાયદા”માં સુધારો ગેરબંધારણીય અને અન્યાયકર્તા

    ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાંખીને “જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસવાટમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર કાયદા”ને ગુજરાત સુધારા વિધેયક તરીકે સુધારીને પોતાના અધિકારથી વિરુદ્ધ તથા ગુજરાતની જનતાને સંપૂર્ણ અન્યાયકર્તા વિધેયક પસાર કર્યું છે. માણસને પોતાની વસ્તુ વેચવી કે ન વેચવી તે પોતાનો અધિકાર છે. આ વાતને ધ્યાને લઈને તેમજ જમીન સંપાદનનો જૂનો કાયદો લેન્ડ એક્વીઝેશન એક્ટ, ૧૮૯૪ એ ૧૦૦ વર્ષ કરતાં વધુ જૂનો અને અંગ્રેજોના સમયનો છે તેમ કહીને નામદાર સુપ્રિમ સુપ્રિમ કોર્ટે રામાસ્વામી વિરુદ્ધ બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરીટીના કેસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, લો કમિશન અને પાર્લામેન્ટ એક સદી કરતાં વધારે જૂનો અન્યાયકર્તા કાયદો સુધારે. સુપ્રિમ કોર્ટના જજમેન્ટ પછી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે જમીન સંપાદનનો જૂનો કાયદો રદ્દ કરીને લોકોની જમીન જ્યારે પણ સંપાદન થાય ત્યારે જમીન ધરાવનાર વ્યક્તિને પૂરેપૂરો ન્યાય મળે, પૂરું વળતર મળે, તેનું પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તેમજ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટેનો કાયદો ૨૦૧૩માં પસાર કર્યો છે. લોકોપયોગી આ કાયદો કેન્દ્રની કોંગ્રેસની સરકાર લાવી ત્યારે દરેક દિશાઓમાંથી આ કાયદાની પ્રશંસા થઈ હતી. કેન્દ્ર સરકારનો કાયદો બંધારણથી વિરુદ્ધ અને સુપ્રિમ કોર્ટની જોગવાઈઓથી વિરુદ્ધ રાજ્ય સરકારને બદલવાનો કોઈ અધિકાર જ નથી. આમ છતાં, કોંગ્રેસની કેન્દ્ર સરકારે આપેલો લોકોપયોગી કાયદો સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય અને અંગ્રેજોના સમયના જમીન સંપાદનના કાયદાથી પણ ખરાબ જોગવાઈઓ કરતો કાયદો ભાજપની ગુજરાતની સરકારે વિરોધપક્ષને સસ્પેન્ડ કરીને પસાર કર્યો છે.

    નવા કાયદામાં ગુજરાતની સરકારે સબસેકશન-૨થી એવી જોગવાઈ કરી નાંખી છે કે, પહેલી દૃષ્ટિથી સામાન્ય માણસને ખબર જ ન પડે કે આ શું સુધારો છે, પરંતુ હકીકતમાં આ સુધારાથી ખૂબ મોટું નુકસાન તે રીતે થાય છે કે, ગુજરાત સરકારે નવા સુધારાની કલમ-૩થી મુળ કાયદાની કલમ-૧૦ પછી નવી કલમ-૧૦(ક) દાખલ કરી છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં એવી જોગવાઈઓ કરી છે કે, સરકાર કે જાહેર ભાગીદાર કે ગૃહ નિર્માણ આવાસ જેવી અનેક બાબતો સાંકળી લઈને આ કામો માટે થતા જમીન સંપાદનમાં પ્રકરણ-II (Chapter-II) અને પ્રકરણ-III (Chapter-III)ની જે જોગવાઈઓ છે તે મૃતઃપ્રાય થઈ જાય. ખરા અર્થમાં નામદાર સુપ્રિમ કોર્ટે પોતાના જજમેન્ટમાં નવો કાયદો લાવવાનું જે સૂચન કર્યું અને તેને અનુરૂપ કોંગ્રેસની સરકાર જે નવો કાયદો લાવી તેનું ખૂબ મહત્ત્વનું હાર્દ એ Chapter-II અને Chapter-IIમાં રહેલું છે. Chapter-II એ સુનિશ્ચિત કરે છે કે સામાજિક અસરો (Social Impact) અને જાહેર હેતુ (Public Purpose)ની પૂરેપૂરી ચકાસણી થાય. ગુજરાત સરકારના સુધારાથી સામાજિક અસરો (Social Impact) અને જાહેર હેતુ (Public Purpose) એ બંને કલમ-૧૦(ક) મુજબ થતા જમીન સંપાદનોમાં રહેશે જ નહીં, જે ખૂબ જ અન્યાયકર્તા છે.

    પ્રકરણ-૩ એ સુનિશ્ચિત કરે છે કે, ખોરાકની સુરક્ષા જેમની જમીન જાય છે તેમની નિヘતિ કરવામાં આવે. કોંગ્રેસ સરકાર દ્વારા લવાયેલા કાયદાના ખૂબ ઉત્તમ પાસાની જોગવાઈઓ ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે ખતમ કરી નાંખવા માંગે છે. જૂના એક સદી કરતાં વધારે સમયના અંગ્રેજોના વખતના લેન્ડ એક્વીઝીશન એક્ટ, ૧૮૯૪માં જે અન્યાયકર્તા જોગવાઈઓ હતી તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાત સરકારના જમીન સંપાદનના કાયદાના સુધારાથી પેદા થવાની છે.

    ગુજરાત સરકારે કલમ-૨૩માં સુધારો કરીને કલમ-૨૩(એ) જે દાખલ કરી છે, જેનાથી મુળ કાયદામાં ખાસ તપાસ કરવાની અને જેની જમીન જતી હોય તેના પૂરા અધિકારોનું રક્ષણ થતું હતું, તે દૂર કરીને કલેક્ટરોના હાથમાં વિશાળ સત્તાઓ આપી દેવામાં આવી છે, જેથી કરીને સામાન્ય ખેડૂત કે જમીન ધરાવનાર અભણ વ્યક્તિનો કોઈ આશરો જ રહેશે નહીં.

    કેન્દ્ર સરકારના જમીન સંપાદન અને વ્યાજબી વળતર અંગેના ૨૦૧૩ના કાયદાની કલમ-૨૪થી ખૂબ સરસ જોગવાઈ એ કરવામાં આવી છે કે, કોઈની પણ જમીન જો પાંચ વર્ષ સુધી સંપાદન ન થઈ શકી હોય તો અથવા જમીન માટેનું વળતર ચૂકવી દેવામાં ન આવ્યું હોય તો એ સંપાદન પાંચ વર્ષ પછી નિરર્થક બને અને પછી જરૂર પડે તો સંપાદનની કાર્યવાહી નવેસરથી જ કરવી પડે. સરકાર ટ્રેઝરીમાં કે અન્ય જગ્યાએ નાણાં જુદા મૂકી રાખે, તો તેનાથી વળતર મળી ગયું છે, તેવું માની શકાય નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કેન્દ્રના કાયદામાં છે. આ જોગવાઈને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વર્સીસ હરખચંદ સોલંકીના કેસમાં (Reported in (2014) 3-SCC)માં સ્પષ્ટ કહ્યું છે કે, ટ્રેઝરીમાં પડી રહેલાં નાણાં જેની જમીન જાય છે તેને મળી ગયા છે તેમ માની શકાય નહીં અને કોઈપણ કોર્ટે સ્ટે આપ્યો હોય તો તેનાથી પાંચ વર્ષની મુદ્દતને કોઈ બાધ નડે નહીં. આમ, સુપ્રિમ કોર્ટે જેને વૈધતાનો સિક્કો મારી આપ્યો છે તેવી જોગવાઈથી વિરુદ્ધ રાજ્ય સરકાર કોઈ સુધારો કરી જ ન શકે. આમ છતાં, ગુજરાતની ભાજપ સરકાર કલમ-૨૪માં પરંતુક પછી નવો પરંતુક દાખલ કરીને એવી જોગવાઈ કરવા જઈ રહી છે કે, મનાઈ હુકમના કારણે જે મુદ્દત ગઈ હોય તે પાંચ વર્ષની મર્યાદામાં ગણાય નહીં અને ઉપરાંત કોઈ મુકરર કરેલા ખાતામાં વળતર જમા પડી રહેલું હોય તો તે મુદ્દતને બાકાત કરવામાં આવશે. આ પ્રકારનો સુધારો એ સુપ્રિમ કોર્ટના આદેશ અને કેન્દ્રીય કાયદાથી સંપૂર્ણ વિરુદ્ધનો છે અને જમીન ગુમાવનાર વ્યક્તિને જે મોટી રાહત કેન્દ્રીય કાયદાથી મળી છે તેના હાર્દને મારી નાંખનાર છે.

    આ જ રીતે, કલમ-૩૧ની જોગવાઈઓમાં ૩૧(૧) દાખલ કરીને ગુજરાત સરકાર માત્ર ૫૦% ઉચ્ચક રકમ આપીને જમીન સંપાદન કરી શકવાનો અધિકાર લેવાની કેન્દ્રીય કાયદાથી સંપૂર્ણ વિરુદ્ધ જોગવાઈ કરી રહી છે, જે ખૂબ જ અન્યાયકર્તા છે. તેવી જ એક બીજી ખતરનાક જોગવાઈ કલમ-૪૦માં પેટા કલમ(૨)માં ગુજરાત સરકાર સુધારો કરીને આગળ વધી રહી છે. મૂળ કાયદામાં સ્પષ્ટ છે કે, સંસદની મંજૂરી એ જ શબ્દો છે, જ્યારે ગુજરાત સરકારના સુધારામાં સંસદની મંજૂરી સંપૂર્ણ ખતમ થઈ જાય તે રીતે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલા “અથવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલા આદેશોનું પાલન કરવા માટે” તે શબ્દો ઉમેરાયા છે. આનો અર્થ એ થયો કે, મૂળ કાયદામાં જે અધિકારો માત્ર સંસદના હતા તેનાથી વિરુદ્ધ જઈને કેન્દ્ર સરકારને અધિકારો આપી દેવાનો રાજ્ય સરકારે સુધારો કર્યો છે, જે સુધારો કોઈપણ પ્રકારે રાજ્ય સરકાર કરી જ શકે નહીં. આ સુધારો બંધારણીય સત્તાઓ અને કાયદાથી વિરુદ્ધનો અલ્ટ્રાવાયર્સ સુધારો છે.

    ગુજરાત સરકારે મૂળ કાયદાની કલમ-૪૬માંથી પેટા કલમ-૬ના સ્પષ્ટીકરણ ખંડ-ખમાં પેટાખંડ(૧)માં કમી કરવાનો સુધારો કરેલો છે. આવા આ સુધારાથી સમગ્ર કલમ-૪૬ની જોગવાઈઓ નિરર્થક બની જાય છે, કારણ કે, જો પેટાખંડ(૧) કમી કરવામાં આવે તો પછી પુનઃવસન અને પુનર્વસવાટ આ બંને જવાબદારીઓમાંથી જમીન સંપાદન કરનાર છટકી જાય અને જેથી કરીને લોકોપયોગી કેન્દ્ર સરકારનો કાયદો અર્થવિહીન બની જાય.

    કેન્દ્ર સરકારે આપેલો જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસવાટમાં વ્યાજબી વળતર અને પારદર્શિતાનો કાયદો ખૂબ અસરકારક રીતે આપીને કલમ-૮૭માં એવી જોગવાઈ કરી છે કે, કોઈ સરકારના વિભાગ દ્વારા આ અધિનિયમ નીચે ગુનો કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય તો વિભાગના વડાને સીધી જ શિક્ષા કરવાની અને તેમની વિરુદ્ધ કામ ચલાવવાની અને શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારે આ અસરકારક જોગવાઈ કલમ-૮૭ની છે, તેના બદલે નવી એવી જોગવાઈ કરી છે કે ગુનો કરનાર કોઈપણ વિભાગનો અધિકારી એ સિનિયર કક્ષાનો હોય તો એ ગુનેગાર જ ન બને. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૯૭ની જોગવાઈમાં તો વિભાગ નક્કી કરે તે નાનામાં નાના માણસને ગુનેગાર વિભાગ ઠેરવી શકે અને ત્યારપછી પણ જો કાર્યવાહી કરવાની હોય તો સરકારની મંજૂરી વગર તેની સામે કાર્યવાહી જ ન થાય. આમ, સમગ્ર કાયદાની અસરકારકતા અને ગંભીરતા ખતમ કરી નાંખવાની ગુજરાત સરકારે ચેષ્ટા કરી છે.

    ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે આપેલા અસરકારક કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધના સુધારા કરતું જે વિધેયક ક્રમાંક-૫ વિધાનસભામાં પસાર કર્યું છે તે ગુજરાતના ખેડૂતો, જમીનોના માલિકો અને સામાન્ય માણસોને અન્યાયકર્તા તથા સંપૂર્ણ સત્તા વગરનું છે. કેન્દ્રીય કાયદામાં કાયદાથી વિપરીત સુધારાઓ કરવાની ગુજરાત સરકારને સત્તા જ નથી. સુપ્રિમ કોર્ટે આપેલા જજમેન્ટથી વિરુદ્ધની જોગવાઈ કોઈપણ વિધાનસભા કરી જ ન શકે. આ તમામ પરિસ્થિતિમાં ગુજરાત સરકારે સત્તાવિહોણું માત્ર ને માત્ર મોટા ઉઘોગપતિઓના લાભાર્થે સામાન્ય ગરીબ અને ખેડૂતોની જમીનો આસાનીથી અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર પડાવી લેવાનું જે કાવતરું કર્યું છે તેનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે. ગવર્નર સાહેબ આ વિધેયકને રાષ્ટ્રપતિશ્રીના વતી મંજૂરી આપી શકે નહીં, કારણ કે, કેન્દ્રના કાયદામાં કોઈ રાજ્ય સરકાર સુધારા કરે તો તેવા સુધારાને એસેન્ટ આપવાનો અધિકાર રાજ્યપાલશ્રી પાસે નથી રહેતો. કોંગ્રેસ પક્ષ રાજ્યપાલશ્રીને તથા રાષ્ટ્રપતિશ્રીને મળીને ગુજરાત સરકારના આ કાળા કાયદાને મંજૂરી ન આપવા રજૂઆત કરશે.

    ———————————————————————————————————

     

     

     English Note – The Gujarat Amendment (Bill, 2016).

    The Gujarat Amendment (Bill, 2016) is a clear attempt to nullify the real effect of the enactment ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’.

    The amendment deserves to be out rightly rejected as it goes beyond the scope, object and reasons of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’.

    The amendment is on the face of it capitalist in nature and anti-farmer, it is worded in such a manner that a layman will not understand the huge repercussions of this amendment are that it not only tries to override the decisions of the Hon’ble Supreme Court of India but also makes ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’ redundant.

    The plight of land owners, farmers and others holding lands are directly affected.

    The intention of the State Government is to neutralize the most relevant provisions of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’ and is as good as contemptuous act on the part of the State Government, wherein the Government has tried to supersede the judgments of the Hon’ble Supreme Court of India by trying to introduce the second amendment.

    • The introduction of the new Land Acquisition Act if looked into along with the statement of objects and reasons would make it clear that new Act represents a change in the legislative approach in the land acquisition, it introduces for the first time provisions for social impact analyses, recognizes non owners as affected persons, a mode of acquisition requiring consent of displaced and statutory entitlements for resettlements. In addition it has restricted the grounds on which land may be acquired under the urgency clause.
    • The provisions of the old Land Acquisition Act were found to be inadequate in addressing certain issues relating to the exercise of statutory powers of the State for involuntary acquisition of private land and property. The old land Act did not address the issues of rehabilitation and resettlement to the affected persons and their families, the definition of the expression ‘public purpose’ in the old Act was very wide and therefore it become necessary to re-define the definition so as to restrict the scope for acquisition of land for strategic purposes vital to the State, and for infrastructure projects where the benefits accrue to the general public. The principle of “willing seller-willing buyer” basis, it seen a more fair arrangement from the point of view of the land owner and in order to streamline the provisions of the Act causing less hardships to the land owners and other persons dependent upon such land, it was decided to repeal the old Land Acquisition Act, 1894 and to replace it with adequate provisions for rehabilitation and resettlement for the affected persons and their families.

    The first amendment sought is in Section-2(2) by wanting to introduce the proviso as third proviso, that the said proviso is being introduced in such a manner that a layman would loose sight of what is being introduced, because the said proviso which is being added mentions as regards Section-10A, Section-10A is also sought to be introduced by the very amendment.

    Section-10A is a section where the whole of the 2 chapters II and III and the application of the provisions of these Chapters are sought to be exempted.

    Chapter-II deals with the very core issue being ‘determination of social impact and public purpose’. It starts with preliminary investigation for determination of social impact and public purpose, Section-4 in the said Chapter deals with preparation of social impact assessment study, social impact assessment studies also deals with displacement of affected families, whether it is a real public purpose for which acquisition is sought for, extent of lands public and private, houses settlements and other common properties likely to be affected by the proposed acquisition, whether the extent of land proposed for acquisition is the absolute bare minimum extent needed for the project, whether land acquisition at an alternative place has been considered and found not feasible, study of social impacts of the project and nature and cost of adjusting them and the impact of this cost on the overall costs of the project vis-a-vis benefits of the project.

    The said Chapter also deals with the procedure to be followed while preparing social impact assessment report, very material issues are required to be considered, public hearing for social impact assessment is also to be undertaken, thereafter, publication of social impact assessment study is required and appraisal of social impact assessment report by an expert group which consist of (A) 2 non-official social scientists, (B) 2 representatives of Panchayat, Gram Panchayat, Municipality or Municipal Corporation as the case may be, (C) 2 experts of rehabilitation and (D) a technical expert in the subject relating to the project, the expert group suggests that project may not serve the public purpose and the social cause and adverse social impacts of the project out way the potential benefits.

    The said Chapter also deals with a provision where examination of proposals for land acquisition and social impact assessment report by appropriate Government is required.

    Chapter-III of the Act deals with social provision to safeguard food security which is a very important issue which is considered in these days and therefore it forms a part of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’.

    New Section-10A which is sought to be introduced by way of the amendment includes industrial corridors set up by the State Government projects with under public private partnership where the ownership of the land will be of the State Government and as such even in these projects there cannot be exemption to Chapter-II and III of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’.

    The relevant Sections being Section-2, 10, 24, 31, partly 40, 46, 87 are all sections which did not even exist in the old act being ‘The Land Acquisition Act, 1894’ and it is this State Government which wants to destroy the ambit and purpose of The Central Act ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’ by now trying to amend the very sections which are not only most important but changes the complexion of the New Act.

    The amendment sought to be brought in Section-23 being Section-23A gives wide powers to the Collector to an extent that he may waive inquiry and that the determination of compensation for any land under Section-23A(1) shall not in any way affect the determination of compensation in respect of other lands in the same locality or elsewhere in accordance with the other provisions of this Act.

    Even in the State of Gujarat there is a large scale of uneducated public and in this circumstances the introduction of Section-23A by also introducing a notwithstanding clause the complexion of Section-23 in Chapter-IV will be materially changed.

    The most important and relevant Section-24 of The New Act based on which several Hon’ble High Courts as well as the Hon’ble Supreme Court of India has laid down a law in catena of decisions, the said provision is sought to be interfered with by trying to insert the amendment, not only is the said amendment illegal amendment but it is in direct conflict with the decision of the Hon’ble Supreme Court of India as reported in (2014) 3 SCC 183, 2010 (7) SCC 129, 2015 (3) SCC 541, 2015 (3) SCC 327, 2015 (3) SCC 353, 2015 (3) SCC 341.

    The State Government introducing such an amendment is nothing but a contemptuous Act, the said amendment also deserves to be rejected out rightly.

    The Hon’ble Supreme Court in a case of Pune Municipal Corporation v/s. Harakchand Misrimal Solanki and others as reported in (2014) 3 SCC 183 (Paragraphs No. 12 to 21) has laid down a law that compensation lying in the treasury of the Government and not paid to the owner also amounts to lapsing of the acquisition and the said provision is said to be interfered with by the present State Amendment.

    Section-31 is also sought to be amended by introducing Section-31A, it is most important to note at this juncture that if Section-31 is read first and then Section-31A is read the State Government has left playing area in Section-31A that the State Government if it is acquired for its own use to left then 100 acres, it does not specifies for which use, which public purpose, in what nature and is to be acquired in case of projects which are linier in nature as referred to in the proviso to sub-section-4 of Section-10, the amount of compensation is automatically reduced in the new amendment and also seeks to indirectly interfere with Section-27 of The Act, the amendment does not clarify that lump sump amount equal to 50% of the compensation as determined under Section-27 and therefore reduces the original amount of compensation by introduction of this Section-31A.

    Section-31A leaves room for the State Government to state that it has acquired for its own use and then enter into any partnership, SEZ, give it over to private companies, there is no clarification on the same and it leaves lot of mischief area in the said amendment.

    As far as amendment in Section-40(2) is concerned, by adding the words which are sought to be amended ‘ought to comply with the directions given by the Central Government to the State Government’, by adding these words which are as a matter of fact not required to be added at all, here also lot of room is left for the play area, that directions given by the Central Government are in what nature, for what purpose and at what time.

    The next amendment which is sought to be brought in Section-46(6) an explanation in Clause-b(i) is sought to be deleted and the whole meaning and context of Section-46 changes because Section-46 deals with the provisions relating to rehabilitation and resettlement to apply in case of certain persons other than specified persons, there is no purpose of deleting explanation b(i) by the State Government.

    The whole of Section-87 is sought to be replaced if both the sections i.e. the existing Section-87 and the amendment sought by substituting the new Section-87 is seen, the responsibility is removed from the head of the department liability for proceeding for punishment and proceeding for punishment is also removed, Section-87(2) says that where an offence under the Act has been committed by a department of the Government then it is proved that the offence has been committed with the consent or connivance of, or his attributable to any neglect on the part of any officer other than the head of the department such officer shall be deemed to be guilty of that offence and shall be liable to be proceeded against and punished accordingly, the whole of this section is sought to be substituted by a complete vague, ambiguous which by all means permits escaping liability by the heads of the department of State Government.

    The Statements of object and reasons if seen, it contemptuously states that the provisions of the New Act are ‘very stringent’ for acquiring a land, land acquisition has become a very lengthy and difficult proposition, this statements itself are contemptuous and on the face of it in direct conflict with the new law i.e. ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’ and the decisions of the Hon’ble Supreme Court due to which the new legislation has come into operation like in the case of Bondu Ramaswami and others v/s. Bangalore Development Authority and others as reported in 2010 (7) SCC 129 mainly Paragraphs-150 and 155 where the Hon’ble Supreme Court observed that there is a need for the Law Commission and Parliament to revisit ‘The Land Acquisition Act, 1894’ which was more than a sanctuary old and that there is also a need to remind the development authorities that they exist to serve the people and not vice versa.

    In the case of Rajiv Chaudhari H.U.F. v/s. Union of India as reported in 2015 (3) SCC 541 the Hon’ble Supreme Court has held that the plain wordings used by the legislature under the provisions of Section-24(2) are made very clear and do not create and ambiguity or conflict in such a situation the court is not required to depart from the literal rule of interpretation, the court has examined the legal contention and held that the legislature in its wisdom made the period of 5 years under Section-24(2) of The Resettlement Act, 2013, absolute and unaffected by any delay  in the proceedings on account of any order of stay by a court.

    In the case of Magnum Promoters Private Limited v/s. Union of India and others as reported in 2015 (3) SCC 327 the Hon’ble Supreme Court has held in that case that on the date of commencement of The 2013 Act i.e. on 01.01.2014 more than 5 years had elapsed after the award under The Land Acquisition Act, 1894, but actual physical possession on the appellant’s land was in fact not taken and could not have been taken in view of the interim order of status-quo having been passed by the Hon’ble Supreme Court, the contention was negative and the land acquisition was ordered to be lapsed in terms of Section-24(2) of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’. In the case of Sree Balaji Nagar Residential Association v/s. State of Tamilnadu and others as reported in 2015 (3) SCC 353, the Hon’ble Supreme Court has held that period of stay/injunction cannot be excluded in computing 5 years period mentioned in Section-24(2) of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’.

    In the case of Sharma Agro Industries v/s. State of Haryana and others as reported in 2015 (3) SCC 341 it has been held by the Hon’ble Supreme Court on the same lines that the said period of injunction cannot be excluded and if the proceedings lapsed on that account, they lapsed and in all these cases the issue of injunction and possession was there and in all the cases acquisition was ordered to having been lapsed under Section-24(2) of ‘The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013’.

    It is clear from the above that the State Government has taken a totally contemptuous position of daring to have a volte face on the judgments of the Hon’ble Supreme Court of India by trying to introduce the present amendment and therefore the amendment is required to be rejected out rightly.

    The State Government is trying to mislead the public at large and the House because even the Central Government which tried to bring in Ordinance of 2014 (No.9 of 2014) had tried to bring in this clause of exclusion in Section-24(2) and had to drop the said Amendment/Ordinance of 2014 and now the State Government is trying to bring in the very amendment.

    As far as the amount deposited in a designated account is concerned even the Ordinance of 2014 (No.9 of 2014) which was sought to be brought in by the Central Government which was also in direct conflict with the decisions of the Hon’ble Supreme Court in the case of Pune Municipal Corporation as reported in (2014) 3 SCC 183 (Paragraphs No. 12 to 21), also in direct conflict with the decision of the Hon’ble Supreme Court in the case of Union of India v/s. Shivraj and others as reported in 2014 (6) SCC 564 (Paragraphs No.49 and 50) and followed in series of decisions of the Hon’ble Supreme Court.

    It is shocking that the State Government is trying to bring in the similar amendment to Section-87 as the Central Government had tried to bring in the Ordinance of 2014 (No.9 of 2014) in Part-VIII of the said Ordinance by substituting Section-87 which almost gives total immunity to the Government Officers and the offence if committed would be almost impossible to institute a case and prove the officer of the Government guilty, procedure of sanction etc. is appealable, revisable and would never bring the persons who are actual responsible to justice and the very effect of original Section-87 would be lost and the Government would always have a open hand in protecting its capitalist interest.

    • In the case of Padmamma & ors. V/s. S. Ramkrishna Reddy & Ors. reported in 2008 (15) SCC 517, it has been held that, right to property is a human right as well as a constitutional right, and hence, cannot be taken away except in accordance with law, any Act seeking to divest such right must be strictly construed – human rights.
    • In the case of Hindustan Petroleum Corporation Limited V/s. Darious Shapur Chennai & Ors. as reported in 2005 (7) SCC 627, in Paragraph-6 and 9 it has been held that, even Section 5-A of the old Land Acquisition, 1894 conferred a valuable right in favour of a person whose land is sought to be acquired and the same is to be looked into having regard to the provisions contained in Article -300-A of the Constitution, it has been held to be a keen to fundamental right.
    • Union of India & Ors. V/s. Mukesh Hans as reported in 2004 (8) SCC 14 in interpreting the powers of acquisition by forcing urgency clause and by interpreting Section 5-A of deciding objections under the old Act i.e. Land Acquisition Act, 1894 and from thereon the Hon’ble Supreme Court in catena of decisions has laid down a law that, where a citizen is deprived of property, great care and caution is to be taken, and having regard to the provision contain in Article- 300 A of the Constitution of India, detailed procedure and inquires required, good amount of compensation is required and under the new Land Acquisition Act of 2013, rehabilitation and compensation package, solatium and market value to the land owners all have been re-defined and by introducing Ordinance of 2014, the whole effect of the new Act of 2013 is sought to be deliberately lost.
    • In the case of Dev Sharan & Ors. V/s. State of Uttar Pradesh & Ors. as reported in 2011 (4) SCC 769 in Paragraph-15 the Hon’ble Supreme Court has held that, the old Land Acquisition Act was a pre-constitutional legislation of colonial vintage and is a drastic law, being expropriatory in nature as it confers on the State a power affects person’s property right, by observing that, even though right to property is no longer fundamental and was never a natural right, and is acquired on a concession by the State, it has to be accepted that without right to some property, other rights become illusory and that the Land Acquisition has to be viewed from an angle which is consistent with the concept of a welfare State, it was also held that, the concept of ‘public purpose’ cannot remain static for all times to come.
    • In the case of Tukuram Kana Joshi & Ors. V/s. Maharashtra Industrial Development Corporation & Ors. as reported in 2013 (1) SCC 353 by interpreting Article-300 – A of the Constitution of India and by mentioning right to property it was held that deprivation of property by authority of law, legal obligation of authorities to complete acquisition proceedings and to make payment of requisite compensation expeditiously, strictly as per statutory procedure, was emphasized that relief to be granted for delay by the State, violates fundamental rights, market value to be computed as per current market value of land and not the date on which the possession was illegally taken and that even right to property if ceased to be a fundamental right, taking possession of or acquiring a property of a citizen can take place only in accordance with law as per mandate of Article – 300- A i.e. such deprivation can be only by resorting to a procedure prescribed by a statue.

    It is held that right to property is now considered to be not only a constitutional or a statutory right but also a human right, though it is not a basic feature of constitutional or a fundamental right, human rights are gaining and even greater multifaceted dimension and right to property is considered very much to be a new part of such new dimension.

    • In the case of Darshanlal Nagpal (dead) through legal representatives V/s. The Government of NCT of Delhi and ors. reported in 2012 (2) SCC 327, it has been held in paragraph-28 that, the power to acquire by state must be exercised with great care and circumspection. The degree of care required to be taken by the State is greater when the power of compulsory acquisition of private land is exercised by invoking the provisions like the one contained in Section 17 of the Act (old Land Acquisition Act, 1894) that results in depriving the owner of his property without being afforded an opportunity of hearing, it is emphasized that, although in exercise of power of amendment domain, the State can acquire the private property for public purpose, it must be remembered that compulsory acquisition of the property belonging to a private individual is a serious matter and has grave repercussions on his Constitutional right of not being deprived of his property without the sanction of law while considering Article 300A and the legal rights under the Constitution of India.
    • In the case of Laxamanlal V/s. State of Rajasthan as reported 2013 (3) SCC 764, it has been held in Paragraph-16 on the issue of Article 300-A of the Constitution of India and its mandate.
    • In the case of Mohanlal Nanabhai Choksi V/s. State of Gujarat as reported in 2010 (12) SCC 726, the same is reproduced in Paragraph-30 that, deprivation of property by acquisition, ultimately by the Land Acquisition Act, 1894, which is a drastic and exproprietory peace of legislation, the owners of the property, the appellants in that case, are entitled to raise all legally permissible objection to the legality of the acquisition proceedings in view of the enjoyment of the protection under Article-300–A of the Constitution of India.

    ———————————————————————–

     

  • Press Note Eng Dt: 29/03/2016 corruption in the Wildwood Resort Deal

    click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     PRESS RELEASE                                                              Dt: 29th March, 2016

    Congress members were removed from Gujarat Assembly by sergents just to prevent Congress from raising the issue of corruption in the Wildwood resort deal with which daughter of Chief Minister Anandiben Patel is associated, senior Congress leader and MLA from Abdasa Shaktisinh Gohil said today.

    Talking to media after suspension of Congress MLAs for the day, Gohil said the government was trying to shield the corrupt deal. For this reason, he said, a resolution of Congress member Mahendra Bariya about Gir lions under Rule 117of the Assembly rules was rejected even though it was selected through draw system. The congress members were thrown out of the House when they were protesting against dropping of the resolution.

    He said that the government feared that discussion on the Gir lions will bring about the matter of eco-sensitivity of the zone and its violation through deals like Wildwood resorts. He pointed out that resolution was cleared for discussion on Wednesday but was rejected. He said that resolution did not mention anything pending in the Court. Government had opposed the resolution on the ground that matter was subjudice, but there was nothing such, Gohil said.

    However government feared that discussion would expose the deal in which land was given to the company of daughter of Chief Minister at the rate of Rs.6 during the time when Narendra Modi was the Chief Minister. He quoted a ruling by Speaker on 26/9/2008 under which a subjudice matter could be discussed in the House. Despite this the resolution was dropped and request for reconsideration of decision was turned down.

    He further pointed out that the jantri rate in the forest area was Rs. 180, commercial rate Rs.1260 and in reality no land was available for sale here. Despite this 7.5 lakh sq.ft of land was given to the daughter of CM at the rate of Rs.6 while a trust taking care of cows was asked to shell out money at the rate of Rs. 671. This exposes the BJP which claims love for cows and also working of the then CM Modi and minister Anandiben Patel.

    Government rules prohibit any commercial activity within radius of five km of Gir forest but Anandiben’s daughter was given permission for resort within 1.5 km of the forest. Congress leaders also shouted slogans against mother-daughter saying Anar’s mother, creator of corruption.

    —————————————————————————————————————

  • Press Note Guj Dt: 28/03/2016 on Finance Dept.

    Press Note Guj Dt: 28/03/2016 on Finance Dept.

    વિધાનસભામાં નાણા વિભાગ ઉપર ની માંગણીઓ પરની ચર્ચામાં  ભાગ લેતા શ્રી શક્તિસિંહજી ગોહિલ જે બોલ્યા હતા તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ.

    Shaktisinh_Gohil_Speech_28-3-2016_Page_1

    Shaktisinh_Gohil_Speech_28-3-2016_Page_2 Shaktisinh_Gohil_Speech_28-3-2016_Page_3 Shaktisinh_Gohil_Speech_28-3-2016_Page_4 Shaktisinh_Gohil_Speech_28-3-2016_Page_5 Shaktisinh_Gohil_Speech_28-3-2016_Page_6