Close

November 23, 2015

Press Note Guj DT:23/11/2015

Click here to view/download Press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                                                                               તા. ૨૩.૧૧.૨૦૧૫

 

        કચ્છ ગાંધીધામ-સામખીયાળી નેશનલ હાઈવે નં -૮/એ પર સામખીયાળી થી પહેલા રામદેવપીર પછી આર.ટી.ઓ. ચેકપોસ્ટ આવેલ છે. ગુજરાત રાજ્યના પરિવહનનાં નિયમ પરમીટ મુજબ માલવાહક ગાડીઓનું લોડીંગનું પરમીટ હોય છે. પરંતુ ઘણા બધા ટ્રાન્સોપટરો ઓવરલોડીંગ માળનું પરિવહન કરે છે. ત્યારે આર.ટી.ઓ. ને આર્થિક નુકશાની ભોગવી પડે છે. જયારે વચ્ચેટીયાઓ આવી તકોનું લાભ લઈ જાય છે. જેમાં ઓવરલોડ વાહનનો અન્ય ચોર માર્ગ પરથી પોતાનું વાહન પસાર કરાવનાર એક-એક વાહનો પર રૂપિયા ૩૫૦૦ થી ૪૦૦૦ જેટલા વસુલવામાં આવે છે. જેમાં દરરોજની અંદાજે ૮૦૦ થી ૧૦૦૦ ગાડીઓ ચોરમાર્ગથી બારોબાર પસાર થાય છે. આ કૌભાંડથી અંદાજે રૂ. ૩૦ થી ૩૫ લાખ જેટલો હપ્તો ચૂકવાય છે તેવું લોક મુખે ચર્ચાય છે,

        પ્રદેશ કોંગ્રેસ મંત્રીશ્રી નવલસિંહ જાડેજા તથા અન્યએ આ બાબતની જાણ અધિકારીઓને કરી હોવા છતાં કોઈ પણ અધિકારી દ્રારા કોઈ પણ જાતનાં પગલાં લેવામાં આવતા નથી. જેથી ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે ગેરકાયદેસર ચાલતા વાહનોનાં વિડીયો રેકોડીંગ તેમજ ગેરકાયદેસર માર્ગના ગુગલ નકશા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

            નર્મદા નિગમ દ્રારા જો કચ્છને સિંચાઈ માટે પાણી આપવા કેનાલ બનાવામાં આવેલ છે. જે કેનાલની બાજુ માંથી આ ચોરમાર્ગ કાઢવામાં આવે છે. ઓવરલોડ વાહનોનાં કારણે નર્મદા કેનાલ મોટી-મોટી તિરાડો પડી ગયેલ છે. જેના કારણે  આસપાસના ગામડાઓ છારવડા, આમંબલીયારા,જંગી, લલીયાણી તેમજ અન્ય ગામોમાં આ કેનાલ દ્રારા પાણી આપવામાં આવે છે. પરંતુ આ ઓવરલોડ વાહનોનાં કારણે  કેનાલ તૂટી ગયેલ છે.  જેથી આજુબાજુના ગામડાને સિંચાઈ પાણી નું શું? આ કેનાલમાં જે નુકશાન થયેલ છે જેના જવાબદાર કોણ?

        જો તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી નહી થાયતો કોંગ્રેસ પક્ષ જાહેરહિતની અરજી કરીને હાઈકોર્ટ પાસે સમગ્ર કૌભાંડ અંગે પીટીશન દાખલ કરીને CBI તપાસની માંગણી કરશે. તેમજ જે જે અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવી હતી છતાં જે અધિકારીઓએ કાર્યવાહી કરી નથી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગણી પણ કરવામાં આવશે.

 ———————————————————————————————————

IMG_8718

IMG_8716

IMG_8722

IMG_8717

IMG_8721RTO