Close

August 17, 2011

Press Note Guj Dt:17/08/2011 on Lokayukta

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                         તા.૧૭-૮-ર૦૧૧

          ગુજરાતનાં મુખ્‍યમંત્રીશ્રીએ પોતાની સરકાર સામેના ભ્રષ્‍ટાચારની તપાસ કરવા માટે પોતે જ પસંદગી કરેલાં કમિશનની નિમણુંક કરીને એ સાબિત કરી દીધું છે કે તેઓએ ખૂબજ મોટો ભ્રષ્‍ટાચાર કર્યો છે અને આ ભ્રષ્‍ટાચારની લોકાયુક્ત તપાસ કરે તેનાથી તેમને ફફડાટ છે. ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો અસ્તિત્‍વમાં છે અને આ લોકાયુક્ત કાયદાથી મુખ્‍યમંત્રીશ્રી અને મંત્રીમંડળ સામે ભ્રષ્‍ટાચારની તપાસ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. લોકાયુક્તની આ જગ્‍યા ગુજરાતમાં છેલ્‍લાં સાડા સાત વર્ષથી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભરવા દેતાં નથી, કારણ કે, તેઓએ ભરપેટ ભ્રષ્‍ટાચાર કર્યો  છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્‍યન્‍યાયમુર્તિશ્રીએ જસ્‍ટીસ આર.એ.મહેતાનું નામ લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવા સૂચવેલું છે. જેનો પરામર્શ પૂર્ણ થયા પછી માન. રાજ્યપાલશ્રીએ લોકાયુક્ત નિયુક્ત કરવા આદેશ આપેલો હોવા છતાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ગેરકાયદેસર રીતે લોકાયુક્તની નિમણુંક રોકીને બેઠા છે. એક તરફ અન્‍ના હજારેજીના નામે રાજકીય રોટલો શેકવાનો પ્રયત્‍ન કરે છે અને બીજી તરફ એ જ અન્‍ના હજારેજીએ જેમને ત્‍યાં રાતવાસો કરેલો એવા જસ્‍ટીસ આર.એ.મહેતાને લોકાયુક્ત તરીકે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી નિયુકત થવા દેતાં નથી. કમિશન પાસે કોઇ જ અધિકારો હોતાં નથી અને કમિશનના રીપોર્ટ માત્ર ભ્રષ્‍ટાચારને છાવરવા માટે જ મુખ્‍યમંત્રીશ્રી તૈયાર કરાવી રહ્યાં છે. જો ખાતો નથી અને ખાવા દેતો નથી. તે વાત સત્‍ય હોય તો લોકાયુક્તની નિમણુંક શા માટે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ફફડી ઉઠે છે? લોકાયુક્તનું નામ ગુજરાત હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રીએ તટસ્‍થ રીતે સૂચવેલું નામ છે. તેમ છતાં લોકાયુક્તની નિમણુંક રોકવાનો પ્રયત્‍ન અને ભ્રષ્‍ટાચારને છાવરવા કમિશનની નિમણુંક એ વાત સ્‍પષ્‍ટ કરી આપે છે કે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરોડોથી ઓછું કાંઇ ખાતાં નથી.ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે ભ્રષ્‍ટાચાર સામે ખરેખર મુખ્‍યમંત્રીશ્રી તપાસ ઇચ્‍છતા જ હોય તો લોકાયુક્તની નિમણુંક તાત્‍કાલિક કરે તેવી માંગણી કરી છે.

 —————————————————————————————————–