Close

May 14, 2015

Press Note Guj Dt:14/05/2015 on Modi’s China Visit

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

 

અખબારી યાદી                                                 તા.૧૪.૦૫.૨૦૧૫

 

       એક વર્ષ પહેલા “અચ્છે દીન”, “દરેકના ખાતામાં ૧૫ લાખ”, “યુવાનોને રોજગારી”, “મજબૂત રૂપિયો”, “પડોશીને સુધારી દઈશ”, “ખેડૂત આત્મવિલોપન નહી કરે”, “મહિલાઓની સંપુર્ણ સુરક્ષા”, “આંતકવાદનો ખાત્મો કરીશ” જેવા અનેક સપનાઓ દેખાડનાર મોદી એક વર્ષમાં પોતે આપેલ વચનો પુરા કરવામાં નિષ્ફળ રહ્યા છે માટે કસમયે પોતાની સરકારની વર્ષગાંઠના સમયે ચાઈના ઉપડી ગયા છે તેમ  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

       વડાપ્રધાન મોદીનો ચાઈનાનો આ પ્રવાસ મહેમાનનવાઝી અને માત્ર હરવા-ફરવા પુરતો જ મરિયાદિત ન રહેવો જોઈએ. ચાઈના રાષ્ટ્રપતિ ઝિંગપીંગ સપ્ટેમ્બર ૨૦૧૪માં આપણા દેશમાં આવ્યા હતા અને તે સમયે ૨૦ બિલીયન યુ.એસ. ડોલરનું મૂડીરોકાણ આપણા દેશમાં કરવાની વાતો કરી હતી. પરંતુ આજે ૯ (નવ) મહિના જેટલો સમય થયો હોવા છતાં કશુજ મૂડીરોકાણ થયું નથી. CII (Confederation of Indian Indunstry) ના આંકડાઓ મુજબ ચાઈના દ્રારા આપણા દેશમાં જે નિકાસ કરવામાં આવે છે તેમાં ૪૫ બિલીયન અમેરિકન ડોલરની વધારે નિકાસ ચાઈના દ્રારા છેલ્લા થોડા સમયમાં કરવામાં આવી છે. આપણા મેન્યુફેક્ચરિંગ યુનિટો ચાઈના દ્રારા વધારે પડતું એક્ક્ષપોર્ટ કરવાના કારણે ખોખલા બનતા જાય છે. આપણા દેશના વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ પરીસ્થિત તેના થી વિપરીત પેદા થઈ રહી છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છેલ્લા એક વર્ષમાં નબળા પડતા ગયા છે તેનું એક કારણ એ પણ છે કે આપણે ત્યાં ભગવાનની મૂર્તિ થી લઈને મોબાઈલ ના ચાર્જર સુધી મેડ ઇન ચાઈના નો જ માલ વેચાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી  ચાઈના ખાતે છે ત્યારે તેમણે એ સુદ્રઢ કરવું જોઈએ કે, મેઈડ ઇન ઇન્ડિયાની વસ્તુઓ ચાઈનામાં વેચાતી થાય આ અંગે વડાપ્રધાન શું કરવાના છે તે દેશને જણાવશે ખરા? ચાઈનાએ આપણા દેશ પાસેથી વધારે ખરીદી કરવી જોઈએ અને ચાઈનીઝ કરન્સીની સામે આપણો રૂપિયો મજબુત બને તે પણ જોવું જોઈએ. સમયની તાતી જરૂરિયાત છે કે, રૂપિયો અને ચાઇનીઝ ચલણ યુઆન ની સીધી નાણાકીય લેવડદેવડ થાય અને નાણાકીય લેવડદેવડ માટે અમેરિકન ડોલરની મધ્યસ્થતા ખત્મ થાય.

       આપણે બ્રહ્મપુત્રા નદી ઉપર ચાઇનીઝ ડેમનો મુદ્દો ઉઠાવવાનો સમય પાકી ગયો છે. આતરરાષ્ટ્રીય લવાદથી વિવાદ ઉકેલવાની વાત પણ કરવી જોઈએ. ચાઈના આ વાત નહી સ્વીકારે પરંતુ આપણે આપણી વાત કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા છે કે, પાકીસ્તાનના આતંકવાદીઓને ચાઈનાની મદદ મળે છે. આ અંગે આપણા વડપ્રધાને ચુપ ન રહેવું જોઈએ.  ચાઈના તરફથી માત્ર વાતો થાય મહેમાનગતિની આપ-લે થાય પરંતુ આપણા દેશના હિતોનું રક્ષણ ન થાય અને  ઉલટાનું આપણા દેશના નાના અને મોટા ઉદ્યોગકરોને શહન કરવું પડે તેવી મિત્રતાનો કોઈ અર્થ રહે નહી. ૯ (નવ) માસ પહેલા ચીની રાષ્ટ્રપતિ જયારે અમદાવાદ ખાતે આવ્યા ત્યારે અમદાવાદ અને વડોદરા ખાતે મોડા ઈન્ડસ્ટ્રીયલ પાર્કોમાં મોટા એમ.ઓ.યુ. થયા હતા પરંતુ હક્કિતમાં આ એમ.ઓ.યુ. માત્ર કાગળ પર રહ્યા છે અને કોઈ રોકાણ ગુજરાતમાં આવ્યું જ નથી. આપણા ખાસ કરી ને ગુજરાતના અને દેશના નાના અને મધ્યમ મેન્યુફેક્ચરિંગ યુનિટના હિતોની ચિંતા વડાપ્રધાને કરવી જ જોઈએ નહી તો  રાજકોટમાં બનતા મશીનરી સ્પેરપાર્ટસ અને મોરબીમાં બનતા સિરામિક, કચ્છની કલાકારીગરી અને ટેક્ષટાઈલ્સ થી લઈ ને નાના અને મધ્યમ અનેક ઉદ્યોગકારોને ચાઈના ડમ્પિંગ પોલિસી ખત્મ કરી નાખશે. ચાઈના સાથેની સરહદી બાબતોનો વિવાદ લાંબા સમય થી વણ ઉકેલ છે માત્ર તે અંગેની વાતો કરીને આપણા સાચા હિતોને ભૂલી જઈશું તો તેનો અર્થ નથી. ચાઈનાના હિતો ને પણ ખુબ મુત્સદીગીરી થી સમજવા જોઈશે. ચાઈનાની કેટલીક મુરાદોને આપણે સમજવી જોઇશે. ચાઈનાની ચોક્કસ એવી દાનત રહેવાની શ્રી દલાઈ લામાની જન્મભૂમિ તવાંગ ચાઈના કબજામાં આવી જાય કદાચ ચાઈનાને સમગ્ર અરુણાચલ પ્રદેશમાં રસ ન હોય પરંતુ ચાઈનાની ચોક્કસ એવી ઈચ્છા રહેવાની કે, દલાઈ લામાની જન્મભૂમિ પોતાના કબજામાં આવે અને આગામી દલાઈ લામા ચાઈનાના કંટ્રોલમાં રહે. આપણે ચાઈનાની આ મેલી મુરાદને ક્યારેય બર આવવા દઈએ નહી. આપણી આ દ્રઢતાને ચોક્કસ આપણે ચાઈનાને જણાવવી દેવી જોઈએ. ભલે બંધ બારણે તો બંધ બારણે પરંતુ આપણા વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ રીતે ચાઈનાને કહેવું જોઈએ કે ચાઈના દ્રારા નિયુક્ત દલાઈ લામા આપણને ક્યારે સ્વીકાર્ય નહી હોય.   

        ચાઈના સાથે ભલે ૧૯૬૨ની લડાઈ માં આપણી પીછે હટ થઇ હોય છતાં પરિસ્થિતિ પાકિસ્તાન થી જુદી છે. જે કેટલાક પ્રશ્નો ચર્ચાવવા જોઈએ અને જેનો નિકાલ લાવવો જોઈએ તેના માટેનો સમય પાકી ગયો છે. પ્રધાનમંત્રી મોદી એ આ બાબતોને ઉઠાવવી જોઈએ, ચાઈના જરૂર વર્ષોથી પડતર બાબતો તરફ ધ્યાન આકર્ષિત કરીને ગુચવડો પેદા કરવાનો પ્રયત્ન કરશે પરંતુ આપણે આપણા હિતો માટે મક્કમ રહેવું જોઈએ. જયારે સામો પક્ષ નબળો દેખાય ત્યારે ઝગડાળુ લોકો ઉત્તેજિત બનતા હોય છે તે જ રીતે જયારે ચાઈનીઝ પ્રમુખ ઝિંગપીંગ આપના દેશના પ્રવાસે હતા ત્યારે જ આપની સરહદો ઉપર ચાઈનીઝ સૈન્યની ઘૂસણખોરી થઇ હતી અને એ સમયે આપણા દેશના વડાપ્રધાને કહ્યું હતું કે “ યે છોટી છોટી ઘટનાએ બડે સે બડે સબંધોકો પ્રભાવિત કર દેતી હૈ.”

        ચાઇનીઝ પ્રેસીડેન્ટ તાજેતરમાં પાકિસ્તાન જઈ ને આવ્યા અને ૪૬ બિલીયન યુ.એસ. ડોલરના રોકાણ રસ્તા,રેલ અને ઉર્જાના પ્રોજેક્ટો માટે નક્કી કરી ને આવ્યા આ ઉપરાંત ઓલ વેધર સ્ટેટેજીક પાર્ટનરશીપ ઓફ કો-ઓપરેશન પણ નક્કી કરીને આવ્યા. પાકિસ્તાનના કબજામાં રહેલા કશ્મીરમાં પણ ચાઈના દ્રારા રોકાણની જે ખાતરીઓ અપાય છે તે અંગેની બાબત પણ વડાપ્રધાનને પોતાની મુકાલાત દરમિયાન આપણા દેશના હિતમાં ઉઠાવવી જોઈએ.

 ———————————————————————————————————