Close

April 1, 2017

Press Note Guj. Dt: 31.03.2017 એમ.બી.શાહ કમીશન રિપોર્ટ અને ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક-૨૦૧૭

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                   તા. ૩૧.૦૩.૨૦૧૭

શ્રી શક્તિસિંહ ગોહિલે આજે ગૃહમાં રજૂ થયેલ જસ્ટીસ એમ. બી. શાહ કમિશનના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ઈલેકટ્રોનિક મીડીયા અને પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈપણ કમિશન નીમાય છે તે કમિશન ઓફ ઈન્કવાયરીઝ એક્ટ હેઠળ નીમાય છે. ભાજપને જો આમાં ક્લીનચીટ મળી હતી તો નિયમ મુજબ રિપોર્ટ આવ્યા બાદ તુરંત ગૃહમાં મૂકવો જોઈએ, તેનો અભ્યાસ પછી થાય. મારો પ્રશ્ન એ છે કે, જ્યારે ભાજપને ક્લીનચીટ મળી હતી તો તેણે પાંચ વર્ષ સુધી રિપોર્ટ કેમ રોકી રાખ્યો ? શું ભાજપ સરકાર કંઈ મેનેજ કરવા માંગતી હતી ?  શું રિપોર્ટમાં સુધારો કરવા માંગતી હતી ? શું એમાં કોઈ તોડ-જોડ કરવા માંગતી હતી ?    આજે જ્યારે રિપોર્ટ ગૃહમાં મૂકાયો છે ત્યારે તેની નકલ ન વિરોધપક્ષ પાસે છે ન તો મીડીયા કે અન્ય કોઈ પાસે.

શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, મેં ૨૦૧૩ના ૧૨ અને ૨૦૧૨ના પાંચ એમ બધા વોલ્યુમ જોયા છે. બધા વોલ્યુમમાં ટેકનીકાલીટી બતાવવામાં આવી છે, મોદીને કોઈ ક્લીનચીટ આપી નથી. જેમ કે સુજલામ્‍-સુફલામ્‍માં ટેકનીકાલીટી બતાવવામાં આવી છે કે, આ બાબત જાહેર હિસાબ સમિતિ જુએ છે, જે સ્પીકરની પ્રોપર્ટી છે, એમ કહી ટેકનીકલ ગ્રાઉન્ડ પર તેને રોકવામાં આવ્યો. કચ્છમાં ઉઘોગકારને ગેરકાયદેસર જમીન આપવામાં આવી છે, તેમાં કમિશને લખી દીધું છે કે, મેટર સબજ્યુડીસ છે. એમાં સુપિ્રમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, સ્ટ્રિક્ચર પાસ થયા, મુખ્યમંત્રી વિરુદ્ધ સ્ટ્રિક્ચર પાસ થયા, મહેસુલ મંત્રી સામે સ્ટ્રિક્ચર પાસ થયા અને એ જમીનની કિંમત સરકારમાં ડીપોઝીટ કરવા માટે સુપિ્રમ કોર્ટે ઓર્ડર કર્યો, ત્યારે કમિશને એમાં ટેકનીકલ ગ્રાઉન્ડ બતાવી દીધું. કમિશનના આખા રિપોર્ટનો અભ્યાસ કરીશું તો જણાશે કે એમાં મોદીને ક્લીનચીટ છે જ નહીં અને મારો સીધો આરોપ છે કે ભાજપે કમિશનનો રિપોર્ટ આવતો રોક્યો, એનો મતલબ એ છે કે તમે ક્યાંકને ક્યાંક ભૂલ સુધારવાની, ચોરી છૂપાવવા માટે વિન્ડો ડ્રેસીંગ કરી રહ્યા હતા. જો એમ નહોતું તો નિયમો મુજબ એક દિવસ પણ રિપોર્ટ રોકી શકતા નહોતા એને પાંચ વર્ષ સુધી કેમ રોકી રાખ્યો ? અને આજે પણ તેમાં તેમને ક્લીનચીટ મળી નથી.

શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, આજે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે કમિશન પાસે ગયા જ નહોતા. કદાચ એમને ખબર નથી કે, કાનુનની પ્રોસીજર કેવી રીતે ચાલે છે ? કમિશન પાસે અમારા તરફથી અમારા એડવોકેટ એમીબેન યાજ્ઞિક એપીયર થયા હતા અને તેમણે બધી જ વસ્તુઓ, બધા જ પુરાવા આપ્યા હતા અને કમિશને તેણે પોતાના રિપોર્ટમાં તે લખ્યું પણ છે.

કમિશન કેમ આવ્યું ? તે અંગે જણાવતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે ૧૭ મુદ્દાઓમાં ભાજપ સરકારે જે ભ્રષ્ટાચાર કર્યો હતો તેના પુરાવા સાથે રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપ સરકાર ડરી ગઈ હતી કે સ્વતંત્ર તપાસ થશે તો ફસાઈ જઈશું, કારણ કે ભ્રષ્ટાચાર તો કર્યો જ હતો, પૈસા તો ખાધા જ હતા. એટલે ભાજપ સરકારે હું જ ચોર, હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ એ ન્યાયે તાત્કાલિક કમિશન નીમી દીધું, જેથી કરીને કેન્દ્રની કોંગ્રેસ સરકાર કમિશન બેસાડી ન શકે. કેન્દ્ર સરકાર કમિશન નીમે તો રાજ્ય સરકાર ન નીમી શકે અને રાજ્ય સરકાર નીમે તો કેન્દ્ર સરકા ન નીમી શકે, એનો ફાયદો ઉઠાવીને પોતાની ચામડી બચાવવા રાજ્યની ભાજપ સરકારે પોતે જ તુરંત કમિશન નીમી દીધું. પોતાની પસંદગીના જજ પસંદ કર્યા પછી પણ કમિશને ક્લીનચીટ તો ભાજપ સરકારને આપી જ નથી. કમિશનના રિપોર્ટ માટે પણ મારો આરોપ છે કે, રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી છે. જો ન થઈ હોય તો સરકાર ફાઈલના નોટીંગ્સ, કમિશનનો પૂરો રિપોર્ટ જાહેર કરવો જોઈએ.

અન્ય કમિશનોના રિપોર્ટ રજૂ ન કરવા અંગે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે તે રજૂ કરવા અમે સતત માંગણી કરીએ છીએ. જે કમિશનોના રિપોર્ટ છે તે તરત જ વિધાનસભામાં રજૂ થવા જોઈએ. ભાજપ સરકારની માનસિકતા દલિત વિરોધી છે એટલે થાનગઢમાં દલિતો ઉપર હુમલાનો જે રિપોર્ટ છે તે વિધાનસભામાં આજદિન સુધી રજૂ થયો નથી. આ તો અમારા દબાણને વશ થઈને અને ડૂબતો તરણું ઝાલે તેમ ચૂંટણી માથે આવે છે એટલે ટેકનીકાલીટીના ગ્રાઉન્ડ પર ક્લીનચીટનું નાટક કરી અમારા દબાણ હેઠળ આજે કમિશનનો રિપોર્ટ રજૂ થયો છે. આ રિપોર્ટમાં ભાજપ સરકારે પાંચ વર્ષમાં શું છેડછાડ કરી છે તે બતાવે. આ રિપોર્ટમાં તેમને ક્લીનચીટ તો મળી જ નથી, ટેકનાકાલીટી અને અમુક કિસ્સાઓમાં તો સ્ટ્રિક્ચર પણ છે રિપોર્ટમાં કે અહીં ક્યાંક ગરબડ છે, તે સત્ય હકીકત છે.

આજે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) વિધેયક-૨૦૧૭ પર પ્રતિક્રિયા આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાયના નામે મતો લેવા ટેવાયેલ ગુજરાતની ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરીને ગૃહમાં જે વિધેયક પસાર કર્યું છે તે શુદ્ધ બુદ્ધિનું નથી, શુદ્ધ દાનતનું નથી, ફક્ત મતોના રાજકારણ માટે જ છે. ગાયને જો માતા કહેતા હોય તો, ગુજરાતની ગાય એ માતા અને ઉત્તર-પૂર્વ ભારતની ગાય એ માતા નહીં ! મારે ભાજપવાળાને કહેવું છે કે, તમારા ઉત્તર-પૂર્વના ભાજપના પ્રદેશ પ્રમુખ કહે છે કે, ગાયનું માંસ (બીફ મીટ) ખાવા પર પ્રતિબંધ લગાડવામાં ભાજપ અહીં માનતું નથી. તો ત્યાં ગાય માતા નથી ? ગાય માતા કહો છો તો ગાયમાતાના મોઢામાંથી ગૌચરો કાઢીને આ બે પગવાળા આખલા જેવા ઉઘોગપતિઓને ગૌચર કેમ આપો છો ? ગૌચરો વેચાય છે. ગૌચરો આપી દેવાય છે માટે ગાય કતલખાને જાય છે. કાયદો કડક કરવાની જરૂર પછી આવે, પહેલાં દાનત કડક હોવી જોઈએ. ભાજપની દાનત ગાયની રક્ષા માટેની નથી, મતબેંક માટે રાજનીતિ કરવાની જ છે.

શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કહે છે કે, એક્ટ નહીં, એકશન હોના ચાહિયે. તો મારે એમને કહેવું છે કે, એક્ટ શું કામ લાવો છો ? એકશન લો તમે. ગાયને માતા કહે અને એ ગાય પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને, રીબાઈને મૃત્યુ પામે, એમાં ભાજપને તકલીફ નથી પરંતુ ગૌશાળાઓને એક રૂપિયાની પણ સહાય ભાજપ સરકાર કેમ આપતી નથી ? કોંગ્રેસના શાસનમાં ગૌશાળાને સબસીડી મળતી હતી. ભાજપે ગૌશાળાની સબસીડી બંધ કરી છે. જે ગૌશાળાઓ માટે ગૌચરની જમીન કોંગ્રેસના શાસનમાં આપતા હતા, તે જમીનો ભાજપે પાછી લીધી છે. માલધારીઓની મંડળીઓ-સોસાયટીઓ માટે કોંગ્રેસ સરકારે ગાયો બચે એટલા માટે ખાસ ગૌચરોને વીડીઓ આપી હતી, ભાજપે તે રદ્દ કરી છે. ગૌચર ન રહે એટલે પશુપાલક છાતી પર પથ્થર મૂકીને હિન્દુ હોય કે મુસ્લિમ હોય જે ગાયનું દૂધ ખાધું હોય તેને ક્યારેય કતલખાને ન મોકલે. એકલબારામાં કોંગ્રેસના મુસ્લિમ આગેવાને ગૌશાળા ઉભી કરીને બેઠા છે પણ આ ભાજપ સરકારને વોટબેંકની રાજનીતિ કરવી છે એમને ગાયની કોઈ ચિંતા નથી અને એનો આ સૌથી મોટો પુરાવો છે.

————————————————————————————————-

 

Click here to view/download the Press Note