Close

August 28, 2015

Press Note Guj Dt: 28/08/2015 CAG Report

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                                                                              તા.ર૮-૮-ર૦૧પ

આજે ગુજરાત વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના માર્ચ-ર૦૧૪ના વર્ષના ઓડિટના કેગના અહેવાલમાં રજૂ થયો હતો. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ જ સારા વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પક્ષની વાસ્તવિક હકિકત એ છે કે, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઈન્સ્ટીટયુટ (L.S.G.I.) કાર્યરત કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. બંધારણમાં કરાયેલાં સુધારાનો હેતુ સાર્થક કરવામાં ગુજરાતમાં ભાજપની સરકારની નિષ્ફળતાઓ કેગે ઉજાગર કરીને નોંધ્યું હતું કે, બંધારણમાં કરાયેલાં સુધારાનો હેતુ ગુજરાતમાં સાર્થક થયો નથી. કેગ દ્વારા ઓડીટમાં ઉજાગર કરેલાં વર્ષો પૈકીના તમામ વર્ષો હાલના ભારતના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ખરેખર બંધારણીય સધારા પહેલાથી પંચાયતી રાજ મજબૂત હતું તેને નબળું પાડવાનું કામ ભા.જ.પ.ના શાસનમાં થયું છે.

૧૩માં નાણાપંચ તરફથી મળેલાં કરોડો રૂપિયાની સહાય વણ વપરાયેલી રહી છે અથવા તો તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને યોજનાનું અમલીકરણ અયોગ્ય રીતે થયું છે. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણમાં ભા.જ.પ.ની સરકારના શાસનમાં જે ગેર વહીવટ થયો છે તે કેગ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. ખરેખર ગુજરાતમાં જળસ્ત્રાવ કાર્યક્રમ અત્યંત જરૂરી અને ઉપયોગી હોવા છતાં આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી રૂા.૭૬૧.૯૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયેલાં તેને યોગ્ય રીતે વાપરવામાં આવ્યા નથી. સન-ર૦૦૯-૧૦માં પ્રાપ્ત  ભંડોળમાંથી માત્ર એક જ ટકા નાણાં વપરાયેલ છે. તેજરીતે સન-ર૦૧૦-૧૧થી ર૦૧ર-૧૩ના વર્ષમાં માત્ર ૯ ટકા થી રર ટકાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જળસ્ત્રાવ બાંધકામના કામોમાં કરોડો રૂપિયાનો જે ખર્ચ થયો છે તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. કેગ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, જયાં પાણીનું વહેણ જ ન હોય ત્યાં ર૬ જેટલાં ચેકડેમો બનાવીને સાવ નિરર્થક ખર્ચ કરવામાં આવ્યો છે. આમ પાણીની આવક ન હોય તેવી જગ્યાએ ચેકડેમ બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં તથા નર્મદા જિલ્લામાં લાખો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ કેગના અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યો છે.

સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના અંતર્ગત ગ્રામ્ય પેદાશોને પ્રમોટ કરવા માટે હાટો બનાવવાનું આયોજન હતું પરંતુ કેગના તપાસમાં ખુલ્યું છે કે, હાટો બનાવવાનું કામ પણ ખોટી રીતે થવાના કારણે બનેલી હાટો બીન ઉપયોગી રહી છે અને રેઇનફોર્સડ સીમેન્ટ કોંક્રિટ સ્લેબ ભરવાની જગ્યાએ ફાઇબર, રેઇનફોર્સડ પ્લાસ્ટીક શીટ્સનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

ભા.જ.પ.ની સરકારની નિતી આદિવાસી, વિરોધી રહી છે. જેનો સીધો દાખલો કેગના અહેવાલમાં ઉજાગર થયેલો છે. બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ અંતર્ગત બનાવવામાં આવેલા વર્મી કમ્પોસ્ટ બેડ્સ માટે લાખો રૂપિયાની શંકાસ્પદ અને બનાવટી ચુકવણી થઇ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યાં ભા.જ.પ.ના શાસનમાં અને રાજ્યમાં પણ ભા.જ.પ.નું શાસન છે ત્યાં કેવા પ્રકારના ભ્રષ્ટાચારો ચાલે છે તેનું ઉદાહરણ ટાંકતા કેગે નોંધ્યું છે કે, ટેન્ડરની શરતો અને સરકારના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં ડામરના બાંધકામમાં વપરાયેલ ડામરના ભાવફેરના નામે કરોડો રૂપિયાની અધિક ચુકવણી કરવામાં આવી છે.

દેશમાં મોટા સ્માર્ટ સીટી બનાવી દેવાની વાતો કરનાર વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નાના અને મધ્યમ કક્ષાના નગરોના સંકલિત વિકાસની યોજના પણ સાર્થક કરી શકયા નથી. નાના અને મધ્યમ કક્ષાના નગરોમાં શોપીંગ કોમ્પલેક્ષના બાંધકામ અને વપરાશ અંગેનું ઓડિટ કરતાં કેગે નોંધ્યું છે કે, ગુજરાતમાં આ યોજનાના ક્ષતિયુક્ત આયોજન અને ક્ષતિયુક્ત અમલીકરણના કારણે મૂળ ઉદ્દેશ જ સિધ્ધ થયો નથી. અનેક જગ્યાએ ક્ષતિયુક્ત આયોજનના કારણે દુકાનો/સ્ટોલ વણ વપરાયેલા નકામા પડી રહયા હોવાના દાખલા કેગ દ્વારા નોંધવામાં આવ્યા છે અને યોજનામાં ફલશ્રુતિ હાંસલ થયેલ નથી તેની ટીકા પણ  કરવામાં આવી છે. એજન્સી દ્વારા ખાતરીબધ્ધ કરાયેલ પાવર જનરેશન પૂરા પાડવાની નિષ્ફળતાને લીધે કરોડોની આવક ગુમાવ્યાનું પણ કેગે નોંધેલું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના લાઇટના થાંભલાઓ ઉપર કીઓસ્ક બોર્ડ ફિક્સ કરીને જાહેરાતો પ્રદર્શિત કરવા લેવાયેલ અવિચારી અને શંકાસ્પદ પગલાંને તેમજ ભ્રષ્ટાચારના કારણે લાખો રૂપિયાનું બીન કર આવક ગુમાવવામાં આવી છે જે કેગે નોંધેલું છે.

———————————————————————————————————–