Close

August 28, 2011

Press Note Guj Dt: 28/08/2011 on Lokayukat

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                         તા.ર૮.૦૮.ર૦૧૧

 

  • બંધારણીય પરંપરાનું રક્ષણ અને શ્રી અન્‍ના હજારેજીના પારણા એ ભારતની ભવ્‍યતા.
  • સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી અને ઉત્‍તમ બંધારણ ધરાવતાં ભારતની પરિપક્વ લોકશાહીનું દર્શન.
  • દેશની સંસદ સર્વ સંમતિથી લોકપાલ માટે નિર્ણય કરે છે ત્‍યારે ગુજરાતમાં લોકાયુક્તની આડે રોડાં શા માટે ?
  • નજરે સત્‍ય જોયા પછી અન્‍ના હજારેજી બોલ્‍યાં કે, !! મોદીને ગાંધી કે ગુજરાત કો ગોટાલેકા ગુજરાત બના દિયા હૈ.
  • ગુજરાતમાં ભ્રષ્‍ટાચારે માઝા મૂકી છે ત્‍યારે કોઇ અન્‍ના હજારેજી જાગશે.
  • અન્‍ના હજારેજીની સત્‍ય વાણી સહન ન થતાં ભા.જ.પ.ના નેતાના ખાસ માણસે અન્‍નાજીના સાથી પર હુમલો કરાવ્‍યો હતો.
  • ભ્રષ્‍ટ મુખ્‍યમંત્રીશ્રી કંસ હોય કે હીટલર, રાવણ હોય કે મુશર્રફ પોતાની જેવી માનિસકતાવાળાનો ઇતિહાસ યાદ કરે.
  • દેશનાં મિડિયાએ ભ્રષ્‍ટાચાર સામે દેશને જાગૃત કર્યો તેમ ગુજરાતનું મિડિયા ગુજરાતની જનજાગૃતિનું કામ સફળ રીતે કરશ

અન્‍ના હજારેજીના પારણાને આવકારતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે સમગ્ર ઘટનાને દેશનઆ ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના તરીકે ગણાવી હતી. સમગ્ર વિશ્વમાં ભારત એ સૌથી મોટી લોકશાહી છે. ભારતનું બંધારણ ડો.બાબા સાહેબ આંબેડકરની અધ્‍યક્ષતામાં બન્‍યુ તે સર્વોત્‍તમ બંધારણ તરીકેની નામના ધરાવે છે. શ્રી અન્‍ના હજારેજીની લડતને નિરીક્ષકો ઝીણવટથી જોઇ રહ્યાં હતાં. કેટલાંક દુશ્‍મનો ચળવળના મુદ્દે દેશમાં અવ્‍યવસ્‍થા ઉભી થાય અથવા તો બંધારણીય પરંપરાઓ તૂટે અને ભારતની પ્રતિષ્‍ઠા ખંડીત થાય તેવું પણ ઇચ્‍છી રહયાં હતાં કેટલાંક સત્‍તા લાલચુ લોકો  લોકલડતમાંથી રાજકીય રોટલો શેકીને ડો.મનમોહનસિંઘ જેવાની નિષ્‍ઠાવાન, પ્રામાણિક વડાપ્રધાનની ખુરશી મેળવવા લાળ પાડી રહ્યાં હતાં. આવી પરીક્ષાના સમયે શ્રી અન્‍ના હજારેજીએ તથા દેશની સંસદે પરીપક્વ નિર્ણય કરીને બંધારણીય પરંપરાઓ તૂટે નહી તેમજ ભ્રષ્‍ટાચાર સામે લડવા મજબૂત લોકપાલ બિલ આવે તે માટેનો નિર્ધાર વ્‍યક્ત કરેલ છે. સંસદના ઠરાવ પછી શ્રી અન્‍ના હજારેજીએ આજે પારણા કર્યા છે. તેનાથી ભારતની પરીપક્વ લોકશાહીના મુગુટમાં સફળતાનું એક વધારે પીંછુ ઉમેરાયું છે.

 દેશની સંસદ સર્વ સંમતિથી લોકપાલનો કાયદો ઘડવા નિર્ણય કરી ચૂકી છે ત્‍યારે ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો છે અને તેની સાડા સાત વર્ષથી ખાલી રહેલી જગ્‍યા માનનીય રાજ્યપાલશ્રીએ પૂરી છે ત્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને સદ્દબુધ્ધિ સૂઝે અને ગુજરાતમાં ભ્રષ્‍ટચાર રોકવા માટે મૂકાયેલા લોકાયુક્તને આડે રોડાં નાંખવાનું ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને ગુજરાતની સરકાર બંધ કરે. ગુજરાતની ઉપર એક લાખ સત્‍તર હજાર કરોડનું દેવુ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં મુઠ્ઠીભર લોકોને પ્રજાની માલિકીની મિલ્‍કતો ભ્રષ્‍ટાચારથી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી મફતના ભાવે આપી રહ્યાં છે. આમ છતાં પ્રચાર અને પ્રસિધ્‍ધીના માધ્‍યમથી સમગ્ર રીતે ખોટુ ચિત્ર પોતે સફળ વહીવટ કરતાં હોવાનું ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ઉભુ કરે છે. દૂરથી ડુંગરા રળીયામણાં જેવી પરિસ્‍થિતિનો અહેસાસ શ્રી અન્‍ના હજારેજીને પણ થયો છે. શ્રી અન્‍ના હજારેજી ગુજરાતમાં આવ્‍યા ત્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનો ભ્રષ્‍ટાચાર જોઇને બોલી ઉઠ્યા હતાં કે !! મોદીને ગાંધી કે ગુજરાત કો ગોટાલેકા ગુજરાત બના દિયા હૈ !! જ્યારે સત્‍ય અન્‍ના હજારેજી બોલ્‍યા ત્‍યારે અન્‍ના હજારેજીના મુખ્‍ય સાથી સ્‍વામી અગ્‍નિવેશ ઉપર હુમલો કરનાર વ્‍યક્તિ ભા.જ.પ.ના ધારાસભ્‍ય અને નેતાનો જમણો હાથ હતો. જે બતાવે છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની સરમુખત્‍યારની માનસિકતા અન્‍ના હજારેજી જેવાના ઉપદેશને કે ટીકાને પણ સહન કરી શકતી નથી.

        ગુજરાતમાં લોકાયુક્ત તરીકે જસ્‍ટીસ શ્રી આર.એ.મહેતા સાહેબનું નામ ગુજરાતના મુખ્‍ય ન્‍યાયાધિશશ્રીએ તટસ્‍થ રીતે સૂચવેલું છે. જસ્‍ટીસ શ્રી આર.એ.મહેતા સાહેબને ત્‍યાં શ્રી અન્‍ના હજારેજી રોકાયા હતાં જે બતાવે છે કે, જસ્‍ટીસ શ્રી આર.એ.મહેતા સાહેબ તટસ્‍થ અને પ્રામાણિક માણસ છે. આજે સમગ્ર દેશ અને દેશની સંસદ એકી અવાજે અન્‍ના હજારેજીની વાત માને છે તો પછી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને અન્‍ના હજારેજીના પ્રામાણિત વ્‍યક્તિ લોકાયુક્ત તરીકે કેમ મંજુર નથી.?

        પોતાના ગુન્‍હાઓને છાવરવા માટે પોતે જ નક્કી કરેલ કમિશન મારફત કોઇ અધિકાર વગર પોતાની પસંદગીની વ્‍યક્તિને નિયુક્ત કરી પોતાના ભ્રષ્‍ટાચારોને લોકાયુક્તના કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢી લેવાનો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનો પ્રયત્‍ન અને ફફડાટ બતાવે છે કે, દેશમાં સૌથી મોટો ભ્રષ્‍ટાચાર ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ કરેલો છે.

        ગુજરાતમાં ચાલી રહેલી ભયંર ભ્રષ્‍ટાચાર સામે ગુજરાતની જનતા જાગૃત બનશે અને ત્‍યારે જે વંટોળ ઉભો થશે તેમાં ભ્રષ્‍ટાચારથી લુ્પ્‍ત ગુજરાતની સરકાર પોતાનું મોં પણ છૂપાવી નહીં શકે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીએ ઇતિહાસને નજર સમક્ષ રાખીને પણ કંસ હોય કે હીટલર, રાવણ હોય કે મુશર્રફ તેના અંતને સમજવો જોઇએ અને હજી પણ પ્રાયશ્ચીતથી લોકાયુક્તની આડેથી હટી જઇને ભ્રષ્‍ટાચાર વિરુધ્‍ધ કામ ગુજરાતમાં ચાલવા દેવું જોઇએ. ગુજરાતમાં સમય પાકી ગયો છે. અને ગાંધીના ગુજરાતમાં જરુર કોઇ અન્‍ના હજારેજી જાગશે.

અત્‍યારે પવિત્ર શ્રાવણ મહિનો, રમઝાન મહિનો અને તપશ્ચર્યાનો પર્યુષણનો સમય ચાલી રહ્યો છે ત્‍યારે ગુજરાતને ભ્રષ્‍ટાચાર મુક્ત કરવા ગુજરાતા લોકાયુક્ત તાત્‍કાલિક કામગીરી કરીશકે તે માટે સૌ કોઇ પ્રાર્થના, દુઆ, બંદગી પોત પોતના શ્રધ્‍ધાના સ્‍થાનો પર કરે તેવો માન.વિરોધપક્ષના નેતાશ્રીએ ગુજરાતની જનતાને અનુરોધ કર્યો છે.                                    

————————————————————————————————