Close

September 27, 2011

Press Note Guj Dt: 27/09/2011 on Animal Protection

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                      તા.ર૭.૦૯.ર૦૧૧

 

  • ગુજરાત સરકારની પશુપાલક વિરુધની નીતિ
  • ગુજરાતમાં પશુપાલકો માટે ૩,૩૦,૦૦૦/ હેકટર પડતર જમીન હતી તે ઉદ્યોગપતિઓને વેચી મારી.
  • પશુપાલકોને ગૌચર અને ખરાબાની જગ્‍યા સરકાર આપે.
  • માત્ર સાત મહિનામાં અમદાવાદથી ર૬,૭૯૦ કિલો ગૌ માંસ પકડાયું.
  • પાંજરાપોળ કે ઢોરવાળાને સબસીડી કે ગૌચર સરકાર આપતી નથી.
  • સરકારની માલધારી વિરુધ નીતિના કારણે માલધારીઓને પશુધન વેચવા મજબૂર બનવું પડે છે.
  • નવા કાયદાથી સાચા ખેડૂતો અને માલધારીઓની મુશ્‍કેલીઓ વધશે.

        ગુજરાત વિધાનસભામાં ગૌવંશનું સુધારા વિધેયક રજૂ કરીને એ વાત સ્‍પષ્‍ટ કરી આપે છે કે, ખરા અર્થમાં ગુજરાતની સરકાર ગાય અને ગૌવંશ પ્રત્‍યે સહેજ પણ સંવેદનશીલ નથી. વિધાનસભામાં સુધારા વિધેયક ઉપર બોલતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકારે ખરા અર્થમાં જે ગાયોની કતલ થાય છે તેના મૂળ કારણ તપાસવા જોઇએ. માલધારી સમાજના આંદોલન અને સાધુ સંતોના દબાણ નીચે દેખાવ પૂરતું વિધેયક લાવવાને બદલે ગાયો માટે ગૌચરની જમીનો માનીતાઓને મફતના ભાવે પધરાવી દીધી છે, તે પરત લઇને માલધારીઓને, પશુપાલકોને તેમજ ખેડૂતોને આપવી જોઇએ. ગુજરાતમાં કોઇપણ  પશુપાલક કે ખેડૂત પોતાની ગાય કે જનાવર કતલખાને વેચે જ નહીં પરંતુ ગુજરાતની સરકારે જે સરકારી પડતર જમીનો અને ગૌચરો હતાં તે ખતમ કરી નાખ્‍યા છે અને પરિણામે પશુપાલક મજબૂર થઇને પોતાના પશુને વેચે છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં સામાજિક અને આર્થિક સમીક્ષાના પુસ્‍તકને ટાંકીને વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં અન્‍ય પડતર જમીન ૩,૩ર,ર૦૦ હેકટર જેટલી જમીન હતી તેમાંથી આજે માત્ર ૧૯,ર૦૦ હેક્ટર જ આ સરકારે રહેવા દીધી છે. એટલે કે, ૩,૩૦,૦૦૦/ હેક્ટર જેટલી અન્‍ય પડતરની જમીન કે જેમાં પશુઓ ચરણ કરીને નિર્વાહ કરી શકતા. તે જમીન મફતના ભાવે પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ભ્રષ્‍ટાચારથી આ સરકારે આપી દીધી છે. પશુપાલકે આ પરિસ્થિતિના કારણે પોતાના પશુઓને સાચવી શકતાં નથી અને તેથી જ ગુજરાતમાં  આ સરકાર આવ્‍યા પછી ગૌ વંશની હત્‍યાઓ વધી રહી છે. ગઇકાલની પ્રશ્નોતરીમાં જો જોઇએ તો છેલ્‍લાં સાત મહિનામાં માત્ર અમદાવાદમાંથી ર૬,૭૯૦ કિલોગ્રામ ગૌ માંસ પકડાયેલું છે. ગુજરાત સરકારે પાંજરાપોળોને અને ઢોરવાડાઓને મદદ કરવાનું સંપૂર્ણ બંધ કરેલ છે. એટલું નહીં પરંતુ જે પાંજરાપોળો પાસે વીડી કે ડુંગરાઓની ચરણની જગ્‍યાઓ હતી તે પણ સરકારે આંચકી લીધી છે. ગુજરાતમાં ગૌચરની જમીન કોઇપણ ઉદ્યોગપતિઓને ગ્રામ પંચાયતના ઠરાવ વગર ન આપી શકાય તેવી સ્‍પષ્‍ટ જોગવાઇઓ હતી તેના કારણે ગામડાઓમાં ગૌચર સલામત હતો. આ સરકારે આ જોગવાઇઓને રદ કરીને ગૌચરનો સત્‍યાનાશ કરેલો છે.

        કાયદામાં સુધારો કરવાથી ખરો હેતુ બર આવે તેમ નથી તેમ છતાં ગૌવંશની હત્‍યામાં થોડો પણ રોક આવી શકે તો તે માટે સુધારા વિધેયકને કોંગ્રેસપક્ષે સમર્થન આપેલું છે. માલધારી આગેવાનો અને સાધુ-સંતોએ જે મુખ્‍ય મુદ્દાઓ એટલે કે, ગૌચર અને સરકારી  પડતર પશુપાલકોને આપવાનું કહ્યું હતું  તે સંપૂર્ણ વ્‍યાજબી સૂચન હતું તેનો આ સરકારે અમલ કરવા જ માંગતી નથી. હકીકતમાં ગાયના નામ પર રાજનીતિ અને મતોનું રાજકારણ કરનાર ભાજપની સરકાર ભ્રષ્‍ટાચાર માટે ગાયના માધ્‍યમથી જમીન ઝૂંટવીને ઉદ્યોગપતિઓને આપી દીધી છે.

        ગુજરાતનો પશુપાલક આ સરકારી પશુપાલક વિરુધ્‍ધ નીતિને કારણે એવી સ્થિતિમાં મૂકાયો છે કે, કાં તો તેણે પશુ ઘર આંગણે ભૂખથી ટળવળીને મૃત્‍યુ પામે અથવા તેને વેચવા પશુપાલકે મજબૂર બનવુ પડે.

        કાયદામાં જે જોગવાઇઓ કરી છે તેના કારણે ગામડાંનો નાનો માલધારી, પશુપાલક કે ખેડૂત સાચા કારણોસર પણ પોતાના પશુની હેરફેર કરી શકશે નહી. સરકારી તંત્ર પાસેની મંજૂરી અને પરમીટ રાજ્ય માલધારીઓનું અને ખેડૂતોનું શોષણ કરશે. ખરા અર્થમાં આ સરકારે કાયદો સુધારવાના બદલે પોતાની દાનત સુધારવાની જરુર છે.

—————————————————————————————————————-