Close

September 25, 2011

Press Note Guj Dt: 25/09/2011

 

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારી યાદી                                                                               તા.રપ.૯.ર૦૧૧

  • ભ્રષ્‍ટાચાર અને સમસ્‍યાઓથી ભયભીત મુખ્‍યમંત્રીશ્રીનો વાણી વિલાસ.
  • ગુજરાતને સૌથી વધારે સહાય કેન્‍દ્રની કોંગ્રેસ સરકારના સમયમાં.
  • ગુજરાતને સૌથી વધારે અન્‍યાય ભાજપની કેન્‍દ્રની એન.ડી.એ.ની સરકારે કરેલો.
  • નીડર, નિષ્‍ઠાવાન, પ્રમાણિક મહિલા રાજ્યપાલશ્રી સામે મુખ્‍યમંત્રીશ્રીએ ઉચ્‍ચારેલા શબ્‍દો એ ગુજરાતની ગરિમા અને સંસ્‍કારિતા માટે લાંછનરુપ.
  • મહિલા અનામત ન મળે તે માટે જ ફરજીયાત મતદાન અને મહિલા અનામત સરકારે સાથે રખ્‍યા છે.
  • સૈનિકોના કોફીનમાંથી પણ પૈસા ખાનાર ભાજપ કયા મોઢે ભ્રષ્‍ટાચારની વાત કરે છે?
  • કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે ગુજરાતને રુપિયા ર૧,૯૦૦.૪૭ કરોડ અને કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર આવી તો ગુજરાતને કેન્‍દ્રમાંથી રુપિયા ૪૪,૧૦૭.૯ કરોડ રુપિયા.
  • કેન્‍દ્રની ભાજપની સરકાર કરતાં કોંગ્રેસની સરકારે ગુજરાતને ૧૦૧.૪૦ ટકા વધારે સહાય કરી.

 ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીના કરોડો રુપિયાના ભ્રષ્‍ટાચાર કેગથી શરુ કરીને આમ જનતાના ધ્‍યાન પર આવી ચૂક્યા છે. ભયંકર મોટા કરેલાં ભ્રષ્‍ટાચારો સામેનો ગુજરાતમાં જન આક્રોશ છે.એક તટસ્‍થ લોકાયુક્તની નિમણુંક થાય તો કર્ણાટકના મુખ્‍યમંત્રીશ્રી કરતાં પણ મોટા ભ્રષ્‍ટાચારનો ભાંડો ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનો ફૂટે તેમ હોવાથી યેનકેન પ્રકારે લોકોનું ધ્‍યાન બીજે દોરવા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી બેબાકળા બનેલાં છે. ભારતના બંધારણનું સન્‍માન કરવાના સોગંદ ખાધા પછી પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી બંધારણીય વ્‍યવસ્‍થાનો છડેચોક ભંગ કરીને દેશના બંધારણનું અપમાન કરી રહ્યાં છે. માન.રાજયપાલશ્રી બંધારણીય વડા છે અને ગુજરાતના માનનીય રાજયપાલશ્રીનો પરિવાર તથા પોતે સ્‍વતંત્રતાની ચળવળમાં પૂજ્ય મહાત્‍મા ગાંધીજીની વિચારધારા સાથે મોટુ યોગદાન આપી ચૂકેલાં છે.એક નીડર, નિષ્‍ઠાવાન, પ્રામાણિક મહિલા રાજ્યપાલશ્રી સામે ગુજરાત સરકારે કરેલા આક્ષેપો અને શબ્‍દપ્રયોગો ગુજરાતની ગરીમા અને સંસ્‍કારીતાને લાંછનરુપ છે.

 ગુજરાતને કેન્‍દ્રમાંથી અન્‍યાય થયાની ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની વાત સંપૂર્ણ બેબુનિયાદ અને જુઠ્ઠાણું છે. વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે આ બાબત અંગે મુખ્‍યમંત્રીશ્રીને જાહેર ચર્ચા કરવા આહવાન આપેલ છે. હકીકતમાં જ્યારે કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે ગુજરાતને સૌથી મોટો અન્‍યાય થતો હતો. કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી અને જે ૧રમું નાણાંપંચ હતું ત્‍યારે કેન્‍દ્રીય કરવેરામાં ગુજરાતનો હિસ્‍સો રુ. ર૧,૯૦૦.૪૭ કરોડનો નકકી થયેલો હતો. કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ. સરકારના સમયમાં ૧૩માં નાણાંપંચમાં કેન્‍દ્રીય કરવેરામાં ગુજરાતનો હિસ્‍સો ૧૦૧.૪૦ ટકા વધીને રુપિયા ૪૪,૧૦૭.૯ કરોડ નકકી થયેલો છે. આજ બતાવે છે કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીનું જુઠ્ઠાણું કેવા પ્રકારનું છે. કેન્‍દ્રીય કરવેરામાં  રાજ્યોના હિસ્‍સા ઉપરાંત વિવિધ યોજનાઓમાં રાજ્યોને જે સહાય મળતી હોય છે. તેમાં ગુજરાતને કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ.સરકાર આવ્‍યા પછી મહત્‍તમ લાભો મળેલાં છે. કોંગ્રેસના ગુજરાત અને કેન્‍દ્રના આગેવાનોએ પણ ગુજરાતને કેન્‍દ્રમાંથી મહત્‍તમ લાભ મળે તે માટે સતત પ્રયત્‍નો કરેલાં છે. કેન્‍દ્રમાં જયારે ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે ગુજરાતને ગ્રામીણ વિકાસ મંત્રાલય તરફથી EAS,SGRY,DREA,PURA,લેન્‍ડ રીસોર્સીસ DDP વિગેરે યોજનાઓ તેમજ પીવાના પાણીની સુવિધાઓ ARWSP અને PSC  યોજના નીચે માત્ર ૪૬૩.ર૯ કરોડ રુપિયા જ ગુજરાતને મળ્યા હતાં જયારે કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર આવતાની સાથે જ આ યોજનાઓની રકમમાં અનેકગણો વધારો કરવામાં આવ્‍યો છે. ર૦૧૦-૧૧માં ર,પ૬૭.ર૩ કરોડ ગુજરાતને કેન્‍દ્રમાંથી પ્રાપ્‍ત થયેલાં છે જે ભાજપના સમયનાં ૪૬૩.ર૯ કરોડ કરતાં અનેકગણાં વધારે છે. ગુજરાતમાં શહેરી વિકાસ માટે કેન્‍દ્રમાં ભાજપની જયારે સરકાર હતી ત્‍યારે એકપણ રુપિયો મળતો ન હતો. કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર આવ્‍યા બાદ જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્‍યુઅલ મિશન(JNNURM) યોજના અમલમાં મૂકવામાં આવી અને ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને પોરબંદરને ભારત સરકાર તરફથી પ,૪૯૪.૭૮ કરોડ રુપિયાના પ્રોજેકટો પાણી, ગટર, રસ્‍તા, બી.આર.ટી.એસ. અને અન્‍ય માળખાકીય સુવિધાઓ માટે મંજૂર કરીને આપવામાં આવેલ છે. ગુજરાતના નાના અને મધ્‍યમ પર(બાવન) નગરોને કેન્‍દ્ર સરકાર તરફથી ૩૦,૪૦૭.૩૬ લાખ રુપિયા પાણીની સુવિધા માટે આપવામાં આવ્‍યા છે. કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે નેશનલ ચાઇલ્‍ડ લેબર પ્રોજેકટ માટે ગુજરાતને માત્ર ૧૭ લાખ રુપિયા જ મળતા હતાં. કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર આવતાની સાથે ર૦૦૮-૦૯માં ર,પ૦,૧૭,૩ર૪/- રપિયા ફાળવવામાં આવેલાં છે. મજદુરો માટેની વિવિધ યોજનાઓમાટે કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે માત્ર ૧રપ પ્રોગ્રામોમાં ૩૭રર મજદુરોને લાભ મળતો હતો જયારે આજે કોંગ્રેસની આગેવાનીવાળી કેન્‍દ્ર સકારે પ૬૩ યોજનાઓમાં ૧૭૯૪૧ શ્રમિકોને લાભ આપી રહી છે.

        આજે મુખ્‍યમંત્રીશ્રીએ પોતાના ભાષણમાં ખેડૂતોને કેન્‍દ્ર સરકાર અન્‍યાય કરે છે તેવી હાસ્‍યાસ્‍પદ વાત કરી છે. હકિકતમાં સમગ્ર દેશમાં કોઇપણ રાજ્યની સરકાર ખેડૂતોના ખાતર ઉપર વેટ (સેલ્‍સટેક્ષ) લેતી નથી ગુજરાતની ભાજપની માત્ર એક એવી સરકાર છે કે જે ખેડૂતો પાસેથી ગુજરાતમાં વેટની માતબર રકમ ઉઘરાવી રહી છે. ગુજરાતના ખેડૂતો ૧૯૯પથી વિજળીજોડાણ લેવા માટે  અરજીઓ કરીને બેઠા છે. તેમને વિજળી મળતી નથી. ગુજરાત સરકાર બહારના રાજયોમાં વિજળી વેચે છે, પરંતુ ખેડૂતોને જોઇતી પૂરતાં કલાકની વિજળી આપવામાં આવતી નથી.મુખ્‍યમંત્રીશ્રીએ જાહેર કરવું જોઇએ કે જયારે કેન્‍દ્રમાં ભાજપ સત્‍તા પર હતું ત્‍યારે ગુજરાતને કેટલું ખાતર આપવામાં આવતું હતું અને હવે જયારે કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્‍યારે ગુજરાતને કેટલું ખાતર અને તેના પર કેટલી સબસીડી આપવામાં આવે છે.? ગુજરાતમાં આવતુ ખાતર ખેડૂતો સુધી પહોંચાડવાને બદલે ભાજપના મળતીયાઓ લઇ લે છે અને મનફાવે તેવા કાળા બજાર ગુજરાત સરકારના આશીર્વાદથી ભાજપ સાથે જોડાયેલા લોકો કરી રહયાં છે. આ કાળા બજારીયાઓને રોકવામાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને કોઇ રસ જ નથી.

        ભ્રષ્‍ટાચારના નામે કેન્‍દ્ર સરકાર પર આક્ષેપ કરનારા મુખ્‍યમંત્રીશ્રી પોતે કરેલાં ભ્રષ્‍ટાચારની તપાસ માટે તટસ્‍થ લોકાયુક્તથી જયારે ગભરાય છે ત્‍યારે ક્યા મોઢે ભ્રષ્‍ટાચાર વિરુધ્‍ધ ભાષણ કરે છે. કેન્‍દ્રમાં ભાજપની સરકારમાં શહીદ થયેલાં સૈનિકોના કોફીનમાંથી પણ એન.ડી.એ.ની સરકાર પૈસા ખાઇ ગઇ હતી તે મુખ્‍યમંત્રીશ્રીને શું યાદ નથી?  આજે સુજલાજ સુફલામ યોજનામાં કરોડો રુપિયાનો ભ્રષ્‍ટાચાર મુખ્‍યમંત્રીશ્રીના સીધા ઇશારે થયાનું પબ્‍લીક એકાઉન્‍ટ કમિટી કે જેમાં કોંગ્રેસ અને ભાજપના બન્‍નેના ધારાસભ્‍યો હોય છે. તેને સર્વસંમતિથી કહ્યાં છતાં શા માટે આ રીપોર્ટ વિધાનસભામાં ન મૂકાયો?

    માન. રાજ્યપાલશ્રી બંધારણીય ફરજો બજાવે ત્‍યારે તેને ન સ્‍વીકારીને બંધારણ વિરુધ્‍ધનું મુખ્‍યમંત્રીશ્રીનું વર્તન એ સમગ્ર બંધારણનું અપમાન છે. ગુજરાતમાં છેલ્‍લાં ૧૦ વર્ષ કરતાં વધારે સમયથી ઉપાધ્યક્ષની જગ્‍યા કે જે વિરોધપક્ષને મળતી હોય છે અને તેના પર સામાન્‍ય રીતે દલિત ધારાસભ્‍ય સ્‍થાન મેળવતાં હોય છે. તે મુખ્‍યમંત્રીશ્રી ભરવા દેતાં નથી. આર.ટી.આઇ.ના કમિશ્નરની જગ્‍યાઓ ખાલી છે. માનવ અધિકાર પંચના સભ્‍યોની જગ્‍યાઓ ખાલી છે. બંધારણીય જવાબદારી રાજયપાલશ્રીની સલાહ માનવાની હોય તેના બદલે છડેચોક બંધારણનું અવમાન ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી કરી રહ્યાં છે અને ઉલટો ચોર કોટવાલને દંડે તે રીતે સતત વાણી વિલાસ કરે છે. પોતાના વાણી વિલાસ પછી પણ પોતે મૌન રહ્યા હોવાનું હાસ્‍યાસ્‍પદ ઉચ્‍ચારણ આજે તેઓએ કરીને પોતે કેટલું જુઠ્ઠું બોલી શકે છે તેનો પરિચય ગુજરાતની જનતાને આપેલો છે.

         મહિલા અનામત અંગેનું વિધેયક તાત્‍કાલિક પસાર થઇ શકે તે માટે માન.રાજયપાલશ્રીએ પણ ઇચ્‍છા વ્‍યક્ત કરી હતી અને મહિલા અનામત પુરતું અલગથી વિધેયક લાવવા સરકારને સૂચન કર્યુ હોવા છતાં મહિલાઓની અનામત ન મળે તે માટે જ મહિલા અનામતની સાથે ફરજીયાત મતદાનનો સુધારો નાંખવામાં આવ્‍યો. આમ મુખ્‍યમંત્રીશ્રી પોતે જ મહિલાઓને અનામત આપવા દેવા માંગતા નથી. તે સ્‍વયં સ્‍પષ્‍ટ છે.

    જયારે પોતાના પાપનો ઘડો ફૂટે તેવી પરિસ્‍થિતી પેદા થઇ છે ત્‍યારે ગુજરાતની જનતાને સરકારી તંત્રના જોરે એકઠી કરીને મુખ્‍યમંત્રીશ્રીએ કરેલો વાણી વિલાસ સમગ્ર ગુજરાતનું અપમાન છે.

———————————————————————————————–