Close

February 24, 2015

Press Note Guj Dt: 24.02.2015 on Budget

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                              તા.૨૪.૦૨.૨૦૧૫

     

      ગુજરાત સરકારનું વિધાનસભામાં રજુ થયેલ બજેટ દીશા અને દ્રષ્ટિ વગરનું છે. બજેટ પરની પ્રતિક્રિયા  આપતા ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે બજેટમાં આમ ગુજરાતી ઉપર ૮૦ કરોડ રૂપિયાનો વધારો કરબોજ નાખવામાં આવ્યો છે. અને માત્ર ૨૦ કરોડ રૂપિયાની નજીવી રાહત છે. અને તેમાં પણ આ રાહત મોટા ભાગની તો વિમાનોમાં વપરાતા પેટ્રોલ (એવીએશન ટર્બાઈન ફ્યુઅલ) પરની છે. વિમાનમાં વપરાતા ઇંધણ ઉપર રાજ્ય સરકારનો વેરો હતો તે ધટાડીને ૫ ટકા  કરી નાખવામાં આવ્યો છે. પરંતુ સામાન્ય માણસના વપરાશના પેટ્રોલ, ડીઝલ કે સીએનજીમાં કોઈ રાહત આપવામાં આવી નથી.

        ખેડૂત, આદિવાસી,દલિત અને યુવાનો માટે સારા સારા શબ્દો બજેટમાં છે પરંતુ કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી નાણાંની ફાળવણી સાવ નજીવી છે. નર્મદાની માઈનોર, સબમાઈનોર અને ફિલ્ડ ચેનલોના કામો ખૂબ મોટા પ્રમાણમાં બાકી છે. આ માટે જોઈતા નાણાં ફાળવવાના બદલે નજીવી ફાળવણી કરી છે. કચ્છને એક એકર મીલીયન ફીટ વધારાનું પાણી પહોંચાડવા માટે બજેટમાં કોઈ આયોજન જ નથી.

       

        યુવાનોને ફિક્સ પગારના બદલે પુરતો પગાર આપવો જોઈએ. હાઈકોર્ટનો હુકમ પણ સ્પષ્ટ છે છતા બજેટમાં યુવાનોને પુરતો પગાર આપવા કોઈ ઉલ્લેખ કે આયોજન નથી. ચૂંટણી સમયે ૫૦ લાખ ગુજરાતીઓને ઘરનું ઘર આપવાની વાત કર્યા પછી આ બજેટમાં માત્ર ૫૦ હજાર ઘરની વાત કરી છે અને તેના સામે જે રૂપિયા ફાળવ્યા છે. તેમાં પશુને રહેવાના ૫૦ હજાર છાપરા પણ ન થાય ! આમ આ મજાક સમાન જોગવાઈ છે.  ઘોઘા-દહેજ ફેરી સર્વિસનો કે અલંગ શિપબ્રેકીંગ માટેના પ્લોટની ગાઈડલાઈન બનાવવાને કોઈ નિર્દેશ નથી. ગુજરાતમાં વાઈફાઈ આપવા માટેની વાત માત્ર કાગળ પર રહેવાની છે કારણ કે સરકારે જે નાણાં ફાળવ્યા છે તેમાં કાંઈ થઇ શકે તેમ નથી. ગુજરાતના વેપારીઓની માંગણીઓ કે ઉપભોક્તાની કોઈ પણ માંગણીને સરકારે ન્યાય આપ્યો નથી. ૨૦૧૩-૨૦૧૪ના બજેટમાં જે વાતો કરી હતી તેના આખરી હિસાબો આજે ૨૦૧૫-૨૦૧૬ના બજેટ ની સાથે રજુ થયા હતા જેના પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂત, દલિત, આદિવાસી, શિક્ષણ અને સમાજ કલ્યાણના કામો માટે નાણાં ફાળવે છે પરંતુ પછી તે નાણાં વપરાતા નથી. જયારે પ્રસિદ્ધિ પાછળ અને માનીતા લોકોને લાભ આપવા વધારે ખર્ચ થાય છે. ૨૦૧૩-૧૪ ના બજેટમાં ૫૧૧.૦૪ કરોડ રૂપિયાની પુરાંત હોવાની વાતો કરી હતી પરંતુ ખરેખર  હિસાબો રજુ થતા સરકારની પોલ ખુલી ગઈ છે અને ૧૪૪૯.૦૬ કરોડની બજેટમાં ખાધ છે. એકંદરે બજેટ વિકાસને રોકનાર અને નિરાશાજનક છે.

————————————————————————————————-