Close

September 23, 2016

Press Note Guj Dt:- 23/09/2016 મુખ્યમંત્રીના ટ્વીટર ટાઉનહોલના નિષ્ફળ નાટક સામે જનતાનો હોબાળો

Click here to view/download press note

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                     તા. ૨૩.૦૯.૨૦૧૬  

            ગુજરાતના  મચાવ્યો છે. ભાજપના ભ્રષ્ટ શાસનથી ગુજરાતની જનતા ત્રસ્ત થઇ ગયેલ છે. ભાજપના નેતા કે મુખ્યમંત્રી સન્માન સમારંભમાં પણ જાય તો ખુરશીઓ ઉડે છે માટે સમસ્યા લોકોની વચ્ચે જઈને સાંભળવાની મુખ્યમંત્રીશ્રીની હિંમત રહી નથી તેથી ટ્વીટર  ટાઉનહોલનું નાટક જાહેર કર્યું હતું. પરંતુ ટ્વીટર પર જનતા એવી તૂટી પડી કે મુખ્યમંત્રીશ્રી એક પણ સવાલનો જવાબ ટ્વીટર ઉપર આપી શક્યા નથી. મીડિયા પાર્ટનર સાથે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ટ્વીટર ટાઉનહોલ લાઇવ કરવાનું પણ માંડી વાળેલ છે. જાહેરાત એવી કરી હતી કે ટ્વીટર પર #AskVijayRupani હેશ ટેગ થી જે પ્રશ્ન પૂછશે તેના જવાબ મુખ્યમંત્રી તા. ૨૩/૦૯/૨૦૧૬ને સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ટ્વીટર ટાઉનહોલમાં લાઈવ આપશે. પરંતુ મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર એક પણ પ્રશ્નનો જવાબ આ સમયમાં કોઈપણ ને આપવામાં આવેલ નથી. આથી પ્રશ્ન પૂછનારા હજારો લોકોએ હોબાળો મચાવવો પડેલ છે.

       મીડીયાને પ્રતિક્રિયા આપવા મુખ્યમંત્રીએ કહ્યું કે મેં રેન્ડમ પ્રશ્નોને લીધા છે તેના જવાબ આપ્યા છે. પરંતુ એક પણ જવાબ તેમના ટ્વીટર હેન્ડલ પર નથી. બાકીના પ્રશ્નોના જવાબ વિભાગ આપી દેશે તેમ મુખ્યમંત્રીએ કહેલ છે. જો વિભાગો પ્રશ્નો ઉકેલતા હોય તો પછી મુખ્યમંત્રીશ્રી એ ટ્વીટર પ્રશ્નો મંગાવવાની શું જરૂર હતી? હકીકતમાં પોતાની વાત લોકોની વચ્ચે જઈ ને કરી શકે તેવી ભાજપની સ્થિતિ નથી માટે પોતાની પ્રસિધ્ધિ માટે પોતાના સ્પોન્સર કરેલા પ્રશ્નો સિલેક્ટ કરીને તેને લાઈવ કરવાનું આયોજન હતું પરંતુ તે દાવ પણ ઉંધો પડ્યો છે. મીડિયા પાર્ટનર ચેનેલને પણ ૧૦:૩૦ થી ૧૧:૩૦ લાઈવ કરવા દેવાનું રોકાવી દેવુ પડ્યું અને હવે એડીટીંગ કરીને દર્શાવાશે.

       વડોદરાના દેવ પટેલે પૂછ્યું હતુ કે ખુલ્લે  આમ ચર્ચાય છે કે દારૂના અડ્ડાના પૈસાનો હપ્તો મુખ્યમંત્રી સુધી જાય છે તો શું આ વાત ખરી છે? પોલીસ પીધેલા છે કેમ તેની ચકાસણી કેમ નથી થતી? આ પશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપેલ નથી.

       આજ રીતે ગુજરાતની જનતાના નીચે મુજબના પ્રશ્નો હતા

       બંધારણીય સિધ્ધાંત છે “સમાન કામ – સમાન વેતન” આમ છતાં ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્રારા સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. તેમને પુરતો પગાર આપવો જોઈએ અને સમાન કામ સમાન વેતન સિધ્ધાંત નું પાલન થવું જોઈએ. આ ચુકાદાનો અમલ કરવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમકોર્ટે માં અપીલ કરીને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રાખેલ છે. સુપ્રીમમાંથી અપીલ પાછી ખેંચવા અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવા માંગો છો?

       ગુજરાતમાં ભાજપની સરકાર આઉટસોર્સિંગના નામે પણ યુવાનોનું શોષણ કરે છે. વચેટિયા એજન્સીઓ મલાઈ ખાય જાય છે અને ગુજરાતના યુવાનોને નજીવો પગાર મળે છે. આઉટસોર્સિંગના કારણે દલિત, આદિવાસી તથા બક્ષીપંચના યુવાનોને મહતમ નુકશાન થાય છે તેનું શું?

       ભાજપના હાલના વડાપ્રધાન ચૂંટણી દરમ્યાન કહેતા હતા કે, ગુજરાત પાસે સરપ્લસ (વધારાની) વીજળી છે અને પાકિસ્તાનને પણ આપી શકું તેમ છું તો પછી ગુજરાતના ખેડૂતોને દિવસે કેમ પુરતી વીજળી મળતી નથી? જો પાકિસ્તાનને આપી શકાય તેટલી વધારાની વીજળી છે તો ખેડૂતો ને ૨૪ કલાક વીજળી કેમ નથી આપતા?

       સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ભરતી થોડી જ થાય છે અને તેમાં પણ લાખો રૂપિયા લેવાય છે આમ કેમ?

       કચ્છને ૧ મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું સ્વિકારેલ છે છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારે કચ્છ માટે સહેજ કામ કેમ નથી કર્યું? કચ્છને અન્યાય શા માટે?

       સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ૮૭ નદીઓ જુન ૨૦૧૬માં નર્મદાથી જોડાઈ જશે તેવી  જાહેરાત હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરી હતી તો માત્ર ૩ જ ડેમમાં કેમ પાણી આવ્યું? આ રીતે કામ થાય તો સૌરાષ્ટ્રના ડેમો પચાસ વર્ષે પણ ન જોડાય એમ કેમ?

       ભાવનગરની માલેશ્રી નદી જેવી અનેક નદીઓમાંથી નર્મદાના પાણીની લાઈન નીકળે છે તો તેના વાલ્વ ખોલીને નદીઓ અને ચેકડેમોમાં કેમ પાણી નથી ભરવામાં આવતું?

       દલિત, જમીન વિહોણા તથા ગરીબ ને મળતી સાંથણીની ખેતી માટેની જમીન ભાજપ સરકારે કેમ બંધ કરી છે?

       શહેરોમાં મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોંગ્રેસ સરકાર મફત કે નજીવી ફીમાં આપતી તો હવે શિક્ષણ મોંઘુદાટ કેમ?

       ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, ડીઝલ સૌથી મોંઘુ અને વેટનો દર પણ દેશમાં સૌથી વધારે છે તેથી મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાય છે અને ભાજપ સત્તાની સાંઠમારીમાં મસ્ત છે એમ કેમ?

       ડેન્ગુ, મેલેરિયા, વાયરલ વિગેરેથી અતિશય ભયંકર રોગચાળાથી ગુજરાત ઘેરાયેલું છે તે અંગે તમારે શું કહેવું છે?

       અમદાવાદ કોર્પોરેશન સફાઈ કામદારોને નજીવી રોજમદારની રકમ આપે છે તેમને કાયમી ક્યારે કરશો?

       પાટીદારો ઉપર અત્યાચાર કરનાર સામે પગલા ક્યારે ભરશો?

       થાનગઢના દલિતો પર થયેલ અત્યાચારનો અહેવાલ કેમ વિધાનસભામાં રજુ કરતા નથી?

       લઠ્ઠાકાંડથી અનેક આદિવાસીના મૃત્યુ છતાં તમારા પ્રધાને બુટલેગરોને મદદ થાય તેવું નિવેદન કેમ કર્યું?

       કેન્દ્રીય કાયદાથી અલાયદી અદાલતો એસ.સી. અને એસ.ટી. ના કેસો માટે કરવાની હતી તે હજુ સુધી કેમ નથી થઈ?

            હાલના વડાપ્રધાન કહેતા હતા કે દેશના એક સિપાઈના માથા સામે દસ પાકિસ્તાની સિપાઈના માથા લાવીશ. તો તે ક્યારે લાવશે?

       દેશના જવાનો શહીદ થતા હતા છતા નવાઝ શરીફને ગળે મળવા મોદી પાકિસ્તાન કેમ ગયા?

       સરકારમાં તમે અમિત શાહના ડ્રાઈવર છો?

       ૫૬ ઇંચની છાતી પાકિસ્તાનને તેની ભાષામાં કયારે જવાબ આપશે?

       આવા જનતાના કોઈ પણ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપેલ નથી.

       મુખ્યમંત્રીએ પાંચ વર્ષ પછી ફિક્સ પગારના કર્મચારીને તરત કાયમી બનાવવાની વાત કરી છે તે હાસ્યાસ્પદ છે. નિમણુંક સમયની જ શરત છે કે પાંચ વર્ષે કાયમી કરવા પડે જ હાઈકોર્ટ પણ સ્પષ્ટ આદેશ આપેલ છે.

———————————————————————————————————————————————————————–