Close

November 23, 2017

Press Note Guj. Dt: 23.11.2017 શૈક્ષણિક લાયકાતની ડિગ્રી બાબતે.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                    તા.૨૩.૧૧.૨૦૧૭

             ભારતીય જનતા પાર્ટી દ્રારા શક્તિસિંહ ગોહિલના શૈક્ષણિક ડિગ્રીઓમાં ચોક્કસ વર્ષ સંદર્ભમાં શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આડકતરી રીતે શૈક્ષણીક લાયકાત અંગે શંકા ઉભી કરીને માંડવી-૨ વિધાનસભાની બેઠક પર ન ટકી શકે તેવા વાંધાઓ ઉઠાવી ઉમેદવારીપત્ર રદ કરવા પ્રયત્ન કર્યો હતો. ભાજપ દ્રારા ઉઠાવેલા વાંધાઓ પ્રસ્થાપિત કાયદા મુજબ કોઈ પણ રીતે ટકી શકે તેમ ન હોવાથી રીટર્નિંગ ઓફિસર દ્રારા છેક મોડી સાંજે ભાજપ દ્રારા ઉઠાવાયેલા વાંધાઓને રદ કરવામાં આવ્યા હતા. 

             આ ઘટના બાદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભલે ભાજપે કાયદાથી ન ટકે તેવા ખોટા વાંધા રજુ કર્યા હતા પરંતુ જન પ્રતિનિધિએ શંકાઓથી પર રહેવું જોઈએ અને તેથી ભલે વિધાનસભાના ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની ડિગ્રી ઉમેદવારીપત્ર સાથે જોડવાની જરૂર નથી તેમ છતાં પ્રેસ અને મીડિયાને હું મારી BSC,LLB તથા LLM ની ડિગ્રી, માર્કશીટ જાહેર કરું છું. અને આશા રાખું છું કે,  ભાજપના જે નેતાઓની ડિગ્રી અંગે  દ્વિધાઓ છે તેઓ પોતાની ડિગ્રી જાહેર કરશે.   

 

 

 

 

Click here to download/view the Press Note.

————————————————————————————————-