Close

October 22, 2016

Press Note Guj Dt: 22/10/2016

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                                     તા. ૨૨/૧૦/૨૦૧૬

કરણ જોહરે તો જાહેર કર્યું કે તેઓ પાકિસ્તાની કલાકારોને હવે પછી તેમની ફિલ્મોમાં લેશે નહિ. પરંતુ વડાપ્રધાનશ્રીએ હજુ સુધી જાહેરાત કરી નથી કે પાકિસ્તાનના વડાપ્રધાનને કોઈ પણ પ્રણાલિકા ન હોવા છતાં પોતાની સોગંદ વિધિમાં બોલાવ્યા હતા તે રીતે હવે પછી કોઈ પણ કાર્યક્રમમાં દેશમાં બોલાવશે નહિ. આપણા વડાપ્રધાનશ્રી અચાનક પાકિસ્તાન પહોચી જઈને પાકિસ્તાનના વડાપ્રધાનને ગળે મળશે નહિ. આપણા દેશમાં થયેલા હુમલા માટે પાકિસ્તાનની જોઈન્ટ ઇન્વેસ્ટીગેશન કમિટીને બોલાવશે નહિ. પાકિસ્તાનના વડાની દીકરીને શાલ મોકલશે નહિ અને ત્યાંથી આવેલી સાડી પરત મોકલી દેશે. કેરીઓની આપ લે પાકિસ્તાનના વડા સાથે નહિ કરે.
આપણા સૈન્યના ઉપર આપણને બધાને ગર્વ છે. સર્જીકલ સ્ટ્રાઈક બાબતે કોંગ્રેસના અધ્યક્ષા, ઉપાધ્યક્ષ કોઈ સીનીયર નેતા કે પ્રવક્તાએ સહેજ પણ શંકા વ્યક્ત કરી નથી પરંતુ જનરલ બિક્રમસિંગ કે જેઓ આપડી સેનાના બહાદુર જનરલ છે. તેઓ એ કહ્યું કે ભૂતકાળમાં આવી સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે. આ પેહલી વાર નથી. આ પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રક્ષા મંત્રી એમ કહે કે ભૂતકાળમાં સર્જીકલ સ્ટ્રાઈક ક્યારેય પણ થઇ નથી. તો તે શું સૈન્યનું અપમાન નથી? શું વડાપ્રધાન આવા નિવેદનો કરનારને સૈન્યના પૂર્વ વડા જનરલ બિક્રમસિંગની અને સેનાની માફી માંગવા કહેશે ખરા? સૈન્યની બહાદુરીને સલામ કરવાના બદલે RSSની ટ્રેનીંગના કારણે આમ થયું છે તેમ કહેવું એ સેનાનું અપમાન નથી?
બે વર્ષ અને ચાર મહિના સુધીમાં ચુમાલીસ (૪૪) દેશોમાં વડાપ્રધાનશ્રી ફરતા રહ્યા પરંતુ ગુજરાત યાદ આવ્યું ન હતું. જ્યારે ગુજરાતની ચુંટણીઓ નજીક આવી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો સફાયો ગુજરાતને જનતા એ કરી નાખ્યો ત્યારે હવે ભાજપની સરકાર ગુજરાતમાં જશે તેના ડરથી વારંવાર ગુજરાત આવતા વડાપ્રધાનશ્રી માત્ર ચુંટણી માટેના સ્ટંટ નહિ પરંતુ જે ગુજરાતની જનતા એ તેમના માં વિશ્વાસ મુક્યો હતો તેમના હિતમાં કામ કરે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આરોગ્યથી લઈને મનરેગા અને કેરોસીન થી લઈને ખેડૂતોની ખેત પેદાશમાં ગુજરાતને જે કઈ લાભ થતો હતો તેમાં ઘોર અન્યાય કેન્દ્રમાં ભાજપની સરકાર આવવા થી થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં ગુજરાતના પડતર પ્રશ્નો માટે તેઓ એ જે રજૂઆત કરી હતી તેને જાહેર કરે. ગુજરાતના પડતર પ્રશ્નો માટે સતત રાજકીય નિવેદન કરતા હતા તે પૈકી એક પણ પ્રશ્ન વડાપ્રધાનશ્રી બન્યા પછી તેઓએ ઉકેલ્યો નથી.

—————————————————————————————