Press Note Guj Dt: 17/06/2017 Narmada

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૧૭.૦૬.૨૦૧૭   

           નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી. આજે નર્મદા યોજનાના દરવાજા બંધ થયા છે તેનો સાચો યશ પરિઆવરણની મંજુરી આપનાર સ્વ. રાજીવ ગાંધી, ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સાથ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેને છે.

       નર્મદાના ઘસમસતા પૂરમાં ડેમના સ્લુઈજ ગેઇટ બંધ કરવાનું કામ કોંગ્રેસની સરકારે માત્ર ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધું હતું જયારે ભાજપની સરકારને નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ દરવાજાનું કામ કરવાની મંજુરી  તા. ૧૨/૦૬/૨૦૧૪ આપી હતી અને કામ પૂરૂ કરતા ત્રણ વર્ષ લગાડ્યા તે ગુન્હાહિત બેદરકારી છે. આ અક્ષમ્ય વિલંબ માટે ગુજરાતની જનતાની ભાજપ સરકારે માફી માંગવી જોઈએ. શું ૨૦૧૭માં ચૂંટણી આવે ત્યારે રાજકીય લાભ લઈ શકાય તે માટે ત્રણ વર્ષ લગાડ્યા?

       નર્મદાના દરવાજા બંધ કરવા માટે જે વિસ્થાપિતોને ખસેડવાના હતા તેઓ મહારાષ્ટ્રમાં જમીન મળે તો જ ખસવા તૈયાર હતા. જે તે સમયે ગુજરાત કોંગ્રેસના આગેવાનોની વિનંતીથી મહારાષ્ટ્રના જે તે વખતના મુખ્યમંત્રી શ્રી પૃથ્વીરાજ ચૌહાણે મહારાષ્ટ્રમાં જમીન આપવાનો નિર્ણય કર્યો તેથી જ કામ આગળ વધી શક્યું.

       ગુજરાત સરકારના જ આ વર્ષના સામાજીક આર્થિક સમીક્ષાના પાના નં-૧૪ ઉપર સરકારે જ સ્પષ્ટ લખેલ છે કે નર્મદા યોજનાની સિંચાઈ ક્ષમતા૧૭.૯૨ લાખ હેક્ટર  છે પરંતુ અત્યાર સુધીમાં ખરેખર સિંચાઈ માટે માત્ર ૫.૦૯ લાખ હેક્ટર જ પાણી પહોંચાડી શકાયું છે. આ માટેનું કારણ એ છે કે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તને હજુ સુધી ૩૮૦૦૦ કી.મી. ની કેનાલનું કામ કર્યુ જ નથી. કેનાલની શાખાઓ, પ્રશાખાઓ અને માઈનોરના કામો ન થવાથી ખેડૂતોને પાણી મળતું નથી. નર્મદા ડેમમાં હાલ જે પાણી ઉપલબ્ધ થાય છે તે કેનાલો ન હોવાના કારણે દરિયામાં જાય છે ત્યારે દરવાજાના નાટકો અને ઉત્સવોના બદલે ભાજપ સરકાર કેનાલનું કામ પૂર્ણ કરે.

       ભરૂચ પાસે ડેમના હેઠવાસમાં ગરુડેશ્વર વિયર બનાવવાનો હતો આ કામ માટે કોઈની પણ મંજુરી જરૂરી ન હતી. આમ છતાં ગરુડેશ્વર વિયરનું કામ થયું નથી પરિણામે ભરૂચ અને નીચાણના આદિવાસી વિસ્તારોને નર્મદાના લાભથી વંચિત રહેવું પડેલ છે.

       ભાજપની સરકારમાં ચાલતા ભ્રષ્ટ્રાચારના કારણે સમગ્ર યોજનાનો ૨૦૧૪-૧૫ ની ભાવ સપાટીએ રૂ. ૫૪૭૭૨.૯૩ કરોડ અંદાજ હતો તેના સામે ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રૂપિયા ૫૬૨૮૬.૧૨ કરોડ ખર્ચાઈ ગયા છતાં કેનાલોના કામ બાકી છે અને જે કેનાલો બની છે તે અત્યંત નબળી છે. વારંવાર તૂટે છે સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવા માટે      સ્વ. રાજીવ ગાંધીએ તમામ અધિકારીઓના અભિપ્રાયથી વિરુધ્ધ જઈને સરદાર સરોવર યોજનાને મંજુરી આપી હતી.

—————————————————————————————————–

 

 

 • 1 Comment

  • Prakash Parmar
   Prakash Parmar on 12 September, 2017

   ગુજરાતની પ્રજાનો ગુસ્સો…
   જણાઇ રહ્યો..છે..
   ગુજરાત સરકાર ઉપર…
   ભાજપ ના કાર્યકર..તરીકે..ને
   એક પ્રજાના મતના પ્રતિનિધિ તરીકે ની ફરજ પણ છે..કે
   સૈજ્પૂર વોર્ડ નહી પણ સમગ્ર ગુજરાત ની જનતા સાથે કરેલા વચન..બાબતે
   ભારતીય જનતા પક્ષ ના કાર્યકર મોઢું બતાવવા લાયક રહ્યા નથી…વર્તમાન સમસ્યાઓના…
   વિકાસ ગાંડો થયો છે એટલું લખવાથી અમુક લોકોને મરચા કેમ લાગે છે ?
   હાહાહીહી કરતા મોદી પ્રશંસકો મેસેજો કરનારા કેમ ગંભીર થઇ જાય છે..

   જોક્સથી ચૂંટણી જીતેલી ભાજપના કાર્યકરો કેમ રઘવાઈ જાય છે ?

   પણ વિકાસ કેમ ગાંડો થયો છે એ ગુજરાતીઓ જાણે છે અને એટલે જ લોકોનો ઉકળાટ નિકળતા એ સૂત્ર વાયરલ થયું છે.. આ કોઈ પક્ષનું નહી પ્રજાનું સૂત્ર છે એટલે જ રૂપાણી પણ ઘાંઘા થઈને રઘવાટ બતાવી રહ્યા છે.

   જોઈએ વિકાસ કેમ ગાંડો થયો છે,

   #આરોગ્ય
   ગુજરાતની દરેક સરકારી સિવિલ હોસ્પિટલ અગાઉની સરકાર બનાવીને આપતી ગઈ (આ સરકારે એકેય નવી સિવિલ નથી બનાવી ) પણ એ સિવિલમાં પોતે તો પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડી નથી શકતી ને છેલ્લે ગરીબોને પોષાય નહી એવી પ્રાઈવેટ કરી દે છે..

   છતાય પાછલી સરકારને ગાળો દઈને વિકાસના ગીતો ગાય એટલે કહેવાય જ ને કે વિકાસ ગાંડો થયો છે.

   #શિક્ષણ
   ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું શાસન સરખા સમય માટે જ રહ્યું છે છતાય ભાજપે એકેય સરકારી કોલેજ ગુજરાતમાં સ્થાપી નથી, બધી જ સરકારી કોલેજ અગાઉની સરકાર વખતની જ છે.. આજે સરકારી કોલેજો પ્રાઈવેટ થઇ રહી છે, શિક્ષણનો વ્યાપાર થઇ રહ્યો છે.. યુનીવર્સીટીઓમાં કૌભાંડો થઇ રહ્યા છે છતાય વિકાસની વાતો કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #હાઉસીંગ
   અગાઉની સરકારે ગુજરાતભરમાં હાઉસિંગના મકાનો બાંધીને ગરીબોનું ઘરનું ઘર આપેલું, ખુદ મોદીએ સ્વીકારેલું કે કોંગ્રેસની સરકારે ગુજરાતમાં ૧૦ લાખથી વધારે મકાનો બનાવીને ગરીબ – મધ્યમવર્ગને આપ્યા હતા.. એની સામે ડ્રોથી લઈને ફાળવણી સુધી કૌભાંડો કરીને અત્યારે વસ્તી પ્રમાણે મોટી જરૂર હોવા છતાં ૫૦ લાખ મકાનોની વાતો કરીને પાંચ લાખ પણ મકાન આટલા વર્ષમાં બનાવ્યા નથી.. છતાય વિકાસની વાતો કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #મોંઘવારી
   વિપક્ષમાં હતી ભાજપ ત્યારે મોંઘવારી માટે કેન્દ્ર સરકારને ગાળો દેતી.. આજે પેટ્રોલ, અનાજ, શાકભાજીથી લઇ દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે છતાય વિકાસની વાતો કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #ચીન – #વિદેશનીતિ
   ડોક્લામ ક્ષેત્રની વાત કરીએ તો જ્યાં ભારતની આર્મી તૈનાત રહેતી ત્યાં ચીની આર્મી ઘૂસીને યુદ્ધની ધમકી આપે અને પછી ચીન સાથે સમાધાન કરીને બન્ને દેશની આર્મીના નામે આપણે હક હોવા છતાં ત્યાંથી હટી જઈએ છતાં કૂટનિતીની વાતો કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #પાટીદાર દમન
   પોતાના મોદી સમાજને વગર કોઈએ સર્વેએ અનામતમાં સમાવી લીધા બાદ પાટીદાર સમાજ પર અત્યાચાર ગુજારે, દમન ગુજારે અને જય સરદાર બોલતા જ પકડીને અંદર કરી દે એવી લોકશાહી વિરોધી વિચારધારાવાળી સરકાર ન્યાયની વાત કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #નોટબંદી
   નોટબંધીથી આતંકવાદ નાબુદ થઇ જશે, કાળુંનાણું પાછું આવી જશે, નકલી નોટો બંધ થઇ જશે, દેશમાં સોનાનો સુરજ ઉગશે એવી વાતો કરનારી ભાજપ જ્યારે નોટબંધીમાં હજારો નાગરિકોના જીવ લેવાયા, લાખો કરોડોના ધંધા રોજગાર બગડ્યા, કરોડો લોકો બેરોજગાર થયા છતાં નોટબંધી સફળ રહી એવી વાતો કરે, વિકાસની વાતો કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #જીએસટી
   ૧૮ ટકા જીએસટીનો વિરોધ કરનારી ભાજપ ૨૮ ટકા જીએસટીના વાહિયાત બચાવો કરે અને વિકાસની વાતો કરે તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #એફડીઆઈ #આધાર #મનરેગા
   અરે FDI, આધાર કાર્ડ, મનરેગા જેવા અનેક મુદ્દાઓ પર પહેલા વિરોધ કરતા અને આજે પોતાની દુકાનો ચલાવી છતાય વિકાસની વાતો કરો તો લોકો વિકાસ ગાંડો થયો છે જ કહે ને ?

   #ટેક્સ
   સ્માર્ટ સિટી ને મોડર્ન સિટીની વાતો કરતી સરકાર એક રસ્તા સુદ્ધાં સરખા બનાવી શકતી નથી, જીએસટીમાં વધારે ટેક્સથી દેશની સુવિધા વધશે એવા ગાજર બતાવતા શરમ નહી આવતી હોય કે અત્યારે જેટલો ટેક્સ લો છો એની એક ટકા પણ સુવિધા તો આપતા નથી, વધારે ટેક્સથી પ્રજાની સુવિધા તો વધવાની નથી પણ તમારા રોડ શો અને ચમચાઓ – કાર્યકરોના ખિસ્સા વધારે ભરાશે એ નક્કી છે..

   હજુ આવા તો તમારા ઘણા નાટકો છે.. લખવા બેસીશું તો દિવસોના દિવસો નીકળી જશે.. પણ

   આ દેશના ગરીબને, ખેડૂતને, નોકરિયાતને તમે પાકિસ્તાન જઈને કેક ખાઈ આવો કે અમેરિકા જઈને ગોલ્ફ રમી આવો કે જાપાન જઈને ટ્રેનમાં ફરી આવો એનાથી કોઈ મતલબ નથી, એમને બે ટંકનો રોટલો મળી રહેતો હતો એને પણ છીનવવાની કોશિશ કરી રાષ્ટ્રવાદના નામે જે ભૂંડા ખેલ કરી રહ્યા છો એનાથી આ પેઢી તો ખરી આવનારી પેઢી પણ અમને ગાળો દેશે કે આવા વિકાસનું શું જોઇને સમર્થન કરતા રહ્યા..

   તમારી બે વાતમાં સાથ શું આપી દીધો, તમે તો પ્રજાને મૂરખ જ સમજી લીધી મોદી સાહેબ.. તમે કંઈપણ બોલશો અને અમે તાળીઓ પાડ્યા કરીશું, તમે કંઈપણ નિર્ણય લેશો અને અમે આંધળા હોઈએ એમ સમર્થન કરતા રહીશું, જો તમે આવું માનતા હોવ તો તમે ખાંડ ખાવ છો.. ભેગી કરેલી ભીડની હા હુ વચ્ચે તમે જનતાનો અવાજ સાંભળી નથી શકતા, પોતાના મનની વાત કર્યા કરો છો પણ પ્રજાના મનની વાત સાંભળતા નથી..

   ભૂતકાળની સરકારે વૈશ્વિક મંદીમાં પણ દેશમાં તેજીનો માહોલ રાખેલો, એકપણ બેંકને અસર થવા નહોતી દીધી અને આજે તમે તેજીમાં પણ મંદીનો માહોલ ઉભો કરીને વહીવટ કરવામાં અણઆવડત બતાવી દીધી છે, આજે બેંકો બરબાદ થતા ખુદ બેંક યુનિયન હડતાળ કરી રહ્યા છે પણ તમારા પેટનું પાણી નથી હલતું..

   કોઈ વાંધો નહી…. સમય આવ્યે સરકાર બદલી નાખતા વાર નહી લાગે.. સત્તાનો.. જીતનો જે અહંકાર અને ઘમંડ સરકારની અને મંત્રીઓ ઉપર જોવા મળે છે, વિરોધની એક વાત સહન નથી થતી. સત્તા, પૈસા અને દાદાગીરીના જોરે પ્રજાનો અવાજ દબાવવા મશીનરી રાખી છે એ પણ આ પ્રજાના મતની સામે કઈ નહી કરી શકે.. લોકશાહી સામે તાનાશાહીના ખ્વાબોમાં જીવતા તમને લોકો લોકશાહીનો પરચો આપી દેશે પછી જ તમને લોકશાહીનું ભાન થશે..

   અને હાં ભક્તો વિકાસ તો ગાંડો થયો જ છે.. તમને તકલીફ થાય, રઘવાટ ઉપડે, સનેપાત ચડે, આકાની સામે કોઈના બોલવાથી ખોટું લાગે તો લાગે, આ હકીકતને યુપીએની ૧૦૮ જેવી યોજનાઓને પોતાના માથે ચડાવીને મોદીના ખોટા વખાણ કરવાથી અમે તમારી વાતોમાં નહી આવી જઈએ. હવે પ્રજા જાગી ચુકી છે..

   રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ મનમોહનસિંહ પર અપમાનજનક, ગંદા મેસેજ કરીને આજે મોદીનો કોઈ મુદ્દાથી વિરોધ કરે એ તમારાથી સહન નથી થતું એ તમારી ગુલામીની અને અંધ ભક્તિની લોકશાહી વિરોધી માનસિકતા બતાવે છે.. યાદ રાખજો તમને લોકશાહીનું ધ્યાન રાખીને જ અગાઉ બોલવા દીધા હોત બાકી તમારી સામે તમારી જેવા રસ્તા ઉગામ્યા હોત તો આજે મોદી કે ભાજપ કે અંધ ભક્તોનું કોઈ સ્થાન ના હોત એટલે સલાહો આપવા તો આવતા જ નહી.. મોદી મોદીના નામે ઘણું સહન કરી લીધું હવે તમને અને તમારા નેતાને હવે ભાન બતાવવું જ રહ્યું.
   હું પોતે એક કાર્યકર્તા તરીકે BJP મા છેલ્લા 10 વર્ષો થી કાર્ય કરતો હતો.
   -એક જાગૃત નાગરિક
   Rss ની વિચારધારા થી જોડાયેલો છુ..છેલ્લા 17-18 વર્ષો થી
   બસ હવે લોકશાહી બચાવવા આ દેશ ને કોંગ્રેસ ની વિચારધારા જરૂરી છે.

   What Do You Think? Speak Your Voice...

    

   *