Close

November 17, 2017

Press Note Guj. Dt: 17.11.2017 Polio Vaccines.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                    તા.૧૭.૧૧.૨૦૧૭    

        માનવ જીવન સાથે અતિશય ગંભીર ચેડા ભાજપ સરકાર કરી રહ્યાનો પર્દાફાશ થયો. પોલીયો એક એવી બીમારી  છે કે જે એક વખત થાય તો પછી  તેની કોઈ સારવાર નથી અને માણસ આજીવન અપંગ બની દર્દનાક જીવન જીવે છે. પોલીયો ન થાય તે માટે ઈન્જેકટેબલ પોલીયો વેક્સીન(IPV) વેક્સીનના ડોઝ આપવાના હોય છે.  IPV વેક્સીન ૨ ડીગ્રી સેન્ટીગ્રેડ અને ૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વચ્ચે જ રાખવાથી સુરક્ષિત રહે  છે. જો તાપમાન વધારે મળી જાય તો વેક્સીન નકામાં થઈ જાય છે અને તેનો ઉપયોગ ન કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તથા વેક્સીન બનાવનાર કંપની લખીને આપે છે તેમ છતાં ભાજપની સરકાર નકામાં થઈ ગયેલા અને વાપરવા યોગ્ય ન હોય તેવા વેક્સીન ગુજરાતના બાળકોને આપે છે જે ગુનાહિત કૃત્ય બાબતના આધાર પુરાવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડિયાને આપ્યા હતા.

     કચ્છ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ તા.૧૭/૧૦/૨૦૧૭ ના તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબીએ તા. ૯/૧૦/૨૦૧૭ ના પત્રથી સ્પષ્ટ લખ્યું હતું કે “જે વેક્સીન આપવામાં આવેલ છે  તેનું VVM સ્ટેટ્સ લાસ્ટ સ્ટેઇજમાં છે જેથી લાભાર્થીને આપતા સુધીમાં અનયુઝેબલ થવાની શક્યતા છે.”

આમ અનેક જીલ્લાઓમાંથી આ જ પ્રકારની રજૂઆત છતાં સરકારે ટેલીફોનથી સુચના આપી દીધી કે આજ વેક્સીન વાપરી નાખો.

           વેક્સીનની બોટલ ઉપર વેક્સીન વાયલ મોનીટર (VVM) હોય છે. જેના પરથી સ્પષ્ટ નક્કી થઈ શકે કે વેક્સીન ક્યાં સ્ટેઇજનું છે ? વાપરવા લાયક છે કે કેમ ? આરોગ્ય અધિકારીશ્રીઓએ આ VVM ઉપરથી સ્પષ્ટ જણાવેલ કે વેક્સીન વાપરવા લાયક નથી એમ છતાં વેક્સીન રદ કરવાના બદલે વાપરી નાખવા ટેલીફોનથી સુચના આપી દીધી છે.

કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે,

  • જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓની લેખિત રજૂઆત સ્પષ્ટ છે કે વેક્સીન લાભાર્થી સુધી પહોંચે ત્યારે વાપરવા યોગ્ય રહેશે નહી તેમ છતાં વેક્સીનનો નાશ કરવાના બદલે શા માટે ઉપયોગમાં લેવાયું?
  • વેક્સીન ગુજરાતમાં આવ્યું ત્યારે તેની શું સ્થિતિ હતી? વેક્સીનનું VVM સ્ટેટ્સ શું હતું? ફ્રેન્ચ કંપની સનોફી પાસ્ટર સ્પષ્ટતા કરે કે કંપનીએ ગુજરાતમાં વેક્સીન ક્યાં સ્ટેઇજનું મોક્લેલ ?
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુનિસેફ આગળ આવીને જીલ્લા આરોગ્ય અધિકારીઓની લેખિત ફરિયાદ અને સરકારના વલણની તપાસ કરે.
  • ભાજપ મોટી મોટી પ્રસિધ્ધિઓ કરે છે પરંતુ ભ્રામક પ્રચાર પાછળની વાસ્તવિકતા ભયાનક છે. જીણવટ ભરી અને તટસ્થ તપાસ ફ્રેન્ચ કંપની અને ભાજપ સરકારની થવી જોઈએ.

 

 

 

 

 

 

 

Click here to download/view the Press Note

————————————————————————————————-