Close

October 16, 2018

Press Note Guj. Dt: 16.10.2018 ગુજરાતના લોકોનો રોષ ભાજપ સામે વધતા પરપ્રાંતીય લોકો ઉપરના હમલા ભાજપની જ સોચી સમજી સાજીશ.

 

Click here to view/download the Press Note

 

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી

અખબારીયાદી                                                                                  તા.૧૬.૧૦.૨૦૧૮ 

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ક્રિમીનલ કેસ તથા નુકશાની વળતરનો દીવાની દાવો દાખલ કરશે. ગઈ કાલે વિજયભાઈ રૂપાણી એ કોઈપણ આધાર વગર મીડિયા સમક્ષ પર પ્રાંતીય ઉપર થયેલ હુમલા માટે બિહારના કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલ જવાબદાર છે તેવું નિવેદન કરેલ છે. સત્ય હકીકત એ છે કે ગુજરાતના યુવાનોને રોજગારી મળતી નથી. નોટબંધી અને અને જીએસટી નાં કારણે બેરોજગારી વધી છે. યુવાનોનું ફિક્ષ પગારના કારણે શોષણ થાય છે. પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધારો રોજે રોજ થાય છે. રૂપિયો સતત નબળો પડે છે. ખેડૂતોને પુરતો ભાવ, પાકવીમો, પાણી કે વીજળી મળતા નથી ત્યારે ગુજરાતના લોકોનો રોષ  ભાજપ સામે વધતા એક સોચી-સમજી સાજીશ બનાવી ભાજપ દ્વારા પર પ્રાંતિય લોકો ઉપર હુમલા ભાજપ દ્વારા કરવામાં આવ્યા. આ ઘટનાઓને કારણે “વસુધૈવ કુટુમ્બકમ” માં માનનારા પ્રતિષ્ઠિત ગુજરાતીઓની પ્રતિષ્ઠા ખરડાયેલ છે. ભાજપના ધારાસભ્યો અને નેતાઓનાં વિડીઓ તથા સોશિયલ મીડીયાના સંખ્યા બંધ પુરાવાઓ સામે આવેલ છે. હકીકતમાં જ્યારે ગુજરાતમાં પર પ્રાંતીય ઉપર ઘટનાઓ બનતી હતી ત્યારે શક્તિસિંહ બિહારમાં જ હતા. બિહારમાં જે તે સમયે  મીડિયા સમક્ષ તુરત જ શાંતિની અપીલ અને જવાબદાર સામે કડક પગલાની માંગણી કરી હતી. સમગ્ર ઘટનાના દિવસો દરમ્યાન શક્તિસિંહ ગુજરાતમાં જ નહોતા.

વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે.  જો કોઈ પણ વ્યક્તિ ગુન્હા માટે જવાબદાર હોય તો મુખ્યમંત્રીએ નિવેદન મીડિયા સમક્ષ ન કરવાનું હોય પરંતુ એફ આઈ આર દાખલ કરીને જવાબદારને જેલમાં મોકલવા જોઈએ.

ગુજરાતમાં પર પ્રાંતીય ઉપર હુમલા કરાવવામાં ભાજપના ધારાસભ્યો અને નેતાઓના જે વિડીઓ તથા સોશિયલ મીડિયા પર મુકાયેલ પોસ્ટ હતા તેની નકલો મીડીયાને આપવામાં આવી હતી.

ભાજપની સરકારની જવાબદારી હતી કે જાગૃતિ રાખી અને પરપ્રાંતીય લોકો ઉપર હુમલા ન થાય તે નિશ્ચિત કરવું જોઈતું હતું. પરંતુ ગુજરાતમાં તો ભાજપે જ આગ લગાડી છે.

 

 

 

 

 

 

 

 

———————————————————————————————-