Close

June 13, 2011

Press Note Guj Dt: 13/06/2011 on Praveshotsav

Click here to view / download press note.

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                     તા.૧૩-૦૬-ર૦૧૧

  • ગુજરાતના બાળકોના શિક્ષણ માટેના પૈસા શાળા પ્રવેશોત્‍સવના નામે મુખ્‍યમંત્રીશ્રીની પ્રસિધ્ધિ પાછળ વેડફાય છે.
  • કેન્‍દ્રમાં ભાજપનું શાસન હતું ત્‍યારે ગુજરાતને સર્વ શિક્ષા અભિયાનમાં માત્ર ૧૭ કરોડ ૬૬ લાખ મળતા હતાં. આજે કોંગ્રેસની કેન્‍દ્ર સરકારે ગુજરાતને ૪૪૦ કરોડ ૬પ લાખ રુપિ‍યા આપ્‍યા.
  • કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે આઇ.ઇ.ડી.સી. શિક્ષણની યોજનામાં વર્ષે ગુજરાતને માત્ર ૪૧.૬૦ લાખ રુપિ‍યા મળતાં હતાં, જે કોંગ્રેસની કેન્‍દ્રની સરકારના શાસનમાં વધીને ગુજરાત માટે ૧,૭૦૦.૬૩ લાખ થયાં.
  • કેન્‍દ્રમાંથી શિક્ષણ માટે આવતાં કરોડો રુપિ‍યા ભાજપના મળતિયાઓ ખાઇ જાય છે.
  • ગુજરાતની શાળાઓમાં ૩૦ વિદ્યાર્થીએ એક શિક્ષકનો અમલ નહીં થતાં અનેક પી.ટી.સી. અને બી.એડ. કરેલાં વિદ્યાર્થીઓ બેરોજગાર.
  • આર.ટી.ઇ.ના કાયદાનો અમલ મુખ્‍યમંત્રીશ્રી નહીં કરવા દેતાં હોવાથી ગરીબ વિદ્યાર્થીઓ મફત
    શિક્ષણથી વંચિત.
  • ગુજરાતમાં શાળાઓની કિંમતી મિલ્‍કતો ખાનગી ટ્રસ્‍ટોને અથવા શાળા તોડી પાડીને માનીતાઓને આપી દેવાનું ષડયંત્ર.
  • રાજ્ય સરકારે વિકલાંગો માટે શરુ રાખવાની યોજના બંધ કરી પ્રવાસી શિક્ષકોને બેરોજગાર બનાવ્‍યા.

             ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને ગુજરાત સરકાર શાળા પ્રવેશોત્‍સવના નામે નાટકો કરી શિક્ષણના પૈસા સ્‍વયંની પ્રસિધ્ધિમાં વેડફવાનું બંધ કરે. ભૂતકાળમાં જયારે કેન્‍દ્રમાં ભાજપની આગેવાનીવાળી એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે ગુજરાતને સર્વ શિક્ષા અભિયાનમાં ૧૭ કરોડ ૬૬ લાખ ર૦ હજાર રુપિ‍યા ર૦૦૧-૦રની સાલમાં કેન્‍દ્ર તરફથી આપવામાં આવ્‍યા હતાં. કેન્‍દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર આવતાંની સાથે જ ગુજરાતને એસ.એસ.એ. (સર્વ શિક્ષા અભિયાન)માં ખૂબ જ મોટી રકમ કેન્‍દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે. ચાલુ વર્ષે એસ.એસ.એ. યોજનામાં કેન્‍દ્ર સરકાર તરફથી ગુજરાતને ૪૪૦ કરોડ ૬પ લાખ ૧ હજાર રુપિ‍યા કેન્‍દ્ર સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવ્‍યાં છે. આજ રીતે ઇન્‍ટીગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્‍ડ ચિલ્‍ડ્રન (આઇ.ઇ.ડી.સી.) યોજનામાં કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે ૧૯૯૮-૯૯માં માત્ર ૪૧.૬૦ લાખ રુપિ‍યા જ મળતાં હતાં, જયારે કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર આવ્‍યા પછી આ રકમમાં ગુજરાત માટે ખૂબ મોટો વધારો કરીને ર૦૦૮-૦૯માં ૧,૭૦૦.૬૩ લાખ રુપિ‍યા આપવામાં આવેલાં છે. આ યોજનાને વધારે અસરકારક બનાવવા કેન્‍દ્ર સરકારે ર૦૦૯-૧૦માં આઇ.ઇ.ડી.સી. યોજનાના બદલે ઇન્‍કલુઝીવ એજ્યુકેશન ફોર ડિસેબલ્‍ડ એટ સેકન્‍ડરી સ્‍ટેજ (આઇ.ઇ.ડી.એસ.એસ.) યોજના શરુ કરીને ચાલુ વર્ષે ગુજરાતને કેન્‍દ્ર સરકારે ૩,૪૪૪ લાખ રુપિ‍યા આપેલાં છે. બિલકુલ વિચાર્યા વગર ભાજપના પ્રવક્તાઓ અને મુખ્‍યમંત્રીશ્રી વાહિયાત વાત કરતાં હોય છે કે, ગુજરાતમાંથી ટેક્ષ ખૂબ જાય છે અને તેની ટકાવારીના નાણાં ગુજરાતને મળે છે. હકીકતમાં ટેક્ષના પ્રમાણમાં જે નાણાં મળે છે તેના ઉપરાંત કોંગ્રેસની આગેવાનીવાળી કેન્‍દ્રની સરકાર વિવિધ યોજનાઓમાં ગુજરાતને ભૂતકાળમાં ક્યારેય ન મળી હોય તેટલી રકમ આપી રહી છે. ગુજરાતમાંથી જે ટેક્ષ અને ડ્યૂટી ઉઘરાવવામાં આવે છે તેમાંથી ગુજરાતને ટકાવારી મુજબ ૧રમાં નાણાપંચમાં ર૧,૯૦૦.૪૭ કરોડ રુપિ‍યા કેન્‍દ્રમાં ભાજપનું શાસન હતું ત્‍યારે પ્રાપ્‍ત થયેલાં. જયારે ૧૩માં નાણાપંચમાં ગુજરાતને ૪૪,૧૦૭.૦૯ કરોડ રુપિ‍યા કેન્‍દ્ર સરકારમાંથી પ્રાપ્‍ત થયાં છે. આ નાણાં સિવાયની જે યોજનાઓ કેન્‍દ્રમાંથી ગુજરાતમાં ખૂબ જ મોટી રકમ સાથે આવી રહી છે તે રકમ પ્રજાહિતમાં વાપરવાના બદલે મુખ્યમંત્રીશ્રી પોતાની નાટકીય પ્રસિધ્ધિ અને ભ્રષ્‍ટાચારથી ખાઇ જાય છે. પરિણામે ગુજરાતને જે ફાયદો મળવો જોઇએ તે મળી શકતો નથી.

        ભારત સરકારે આર.એમ.એસ.એ. અને મોડેલ સ્‍કૂલ યોજના શરુ કરી તેના પ્રથમ ચરણમાં જ ગુજરાતને લાભ આપીને ર૦૦૯-૧૦માં ૬૪.૯૯ કરોડ રુપિ‍યા મંજૂર કરેલાં છે. ૪૭ મોડેલ સ્‍કૂલો માટે બીજા ૧૬૭.૬૧ કરોડ રુપિ‍યા પણ ભારત સરકારે મંજૂર કરેલાં છે. ર૦૧૦-૧૧ના વાર્ષીક આયોજનમાં કેન્‍દ્રની કોંગ્રેસની સરકારે ગુજરાતમાં ૪ર નવી શાળાઓ, વાર્ષીક શાળા ગ્રાન્‍ટ ૧૯૪ શાળાઓ માટે, નાના શાળાના મરામત માટે ૧૯૪ શાળાઓને, ર૪૦૦૦ શિક્ષકોને ટ્રેનિંગ આપી શકાય તે માટે, રપ૦૦ ડીઝીટલ અને કોમ્‍યુનીકેશન લેબોરેટરી માટે તથા ૧૯૪ શાળાના આચાર્યોને પ્રોફેશનલ ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ માટે નાણાંની જોગવાઇ કરી છે.

        કેન્‍દ્રમાં ભાજપની સરકાર હતી ત્‍યારે ગુજરાત માટેની શિક્ષણ ક્ષેત્રની વિવિધ યોજનાઓ માટે નહીંવત્ નાણાં આવતાં હતાં. આજે કરોડો રુપિ‍યા કેન્‍દ્ર સરકારમાંથી ગુજરાતને પ્રાપ્ત થઇ રહ્યાં છે ત્‍યારે આ નાણાં ભ્રષ્‍ટાચાર વગર ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણના લાભ માટે પહોંચાડવાના બદલે મુખ્‍યમંત્રીશ્રી પોતાની પ્રસિધ્ધિ માટે વેડફી રહ્યાં છે. ભૂતકાળની ગુજરાતની સરકારોએ જયાં વિદ્યાર્થી ત્‍યાં શાળાનો અભિગમ રાખીને શાળાઓની સંખ્‍યા વધારી હતી. તાજેતરમાં ગુજરાત સરકારના તઘલખી નિર્ણયથી ૧૦૦ કરતાં ઓછાં વિદ્યાર્થીવાળી શાળા બંધ કરવાની વિચારણા કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે તેમજ શિક્ષકો બેકાર બનશે.

        આર.ટી.ઇ.ના કાયદાથી ૩૦ વિદ્યાર્થીએ એક શિક્ષકની નિમણૂંક ફરજીયાત કરવામાં આવી છે. ગુજરાતમાં આર.ટી.ઇ.ના કાયદાના મોડેલ રુલ બનાવવામાં આવતાં નથી અને તેથી પ૦-પ૦, ૬૦-૬૦ વિદ્યાર્થીઓ વચ્‍ચે એક શિક્ષક ગુજરાતમાં મળે છે. આર.ટી.ઇ.ના કાયદાનો યોગ્‍ય અમલ નહીં થવાથી ગુજરાતના બેરોજગાર પી.ટી.સી. અને બી.એડ.ના શિક્ષકોને નોકરી મળતી નથી જયારે બીજી તરફ શિક્ષણ કથળતું જાય છે. આર.ટી.ઇ.ના કાયદા મુજબ ખાનગી શાળામાં સંપૂર્ણ પારદર્શક એડમીશનની પ્રક્રિયા થવી જોઇએ તે પણ ગુજરાતની સરકારના ખાનગી શાળાઓ સાથેના સોદાબાજીના વલણના કારણે બની શકેલ નથી. ખાનગી શાળાઓમાં એડમીશનની બાબતમાં મનમાની કરવામાં આવી રહી છે. ખાનગી શાળામાં રપ ટકા વિદ્યાર્થીઓ કે જે ગરીબ, એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચના હોય તેમને મફત શિક્ષણ આપવાની આર.ટી.ઇ.ના કાયદામાં જોગવાઇ હોવા છતાં ગુજરાતમાં અમલ કરવામાં આવતો નથી.

        ગુજરાતમાં સરકારી શાળાઓને તોડી પાડીને અથવા ટ્રસ્‍ટોને સોંપીને કરોડોની મિલ્‍કત ભાજપના મળતિયાઓને પધરાવી દેવાનું પાપ થઇ રહ્યું છે. જેના દાખલારુપે બાવળામાં સરકારી નિશાળ તોડી પાડવાનો હુકમ થયો છે. વાડજ (અમદાવાદ)માં હિન્‍દી પ્રાથમિક શાળા તોડી પાડવામાં આવી છે. પરંતુ હજુ સુધી વૈકલ્‍પીક શાળા બનાવાઇ નથી. બાળકોને બાજુમાં આવેલી મ્‍યુનિસિપલ શાળામાં બેસવું પડે છે. ગામડાંની પ્રાથમિક શાળાઓમાં પાણી કે મુતરડીની સગવડો આપવામાં આવતી નથી અને પરિણામે બાળકોએ પાણી કે પેશાબ માટે પોતાના ઘેર જવું પડે છે, જેના કારણે શિક્ષણ કથળી રહ્યું છે. ગુજરાત સરકાર શિક્ષણમાં પણ નફાનું પ્રમાણ જોવાનો પ્રયત્‍ન કરે છે તે કમનસીબી છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મેળવવાનો કાનુની અધિકાર છે.

        શારીરિક ખોડખાંપણવાળા ગ્રામીણ વિસ્‍તારના બાળકોને ખાસ શિક્ષણ આપવા નિયુક્ત થયેલાં પ્રવાસી શિક્ષકોને સમય મર્યાદા પૂરી થયે રાજ્ય સરકારે પોતાની ગ્રાન્‍ટમાંથી પગાર ચૂકવીને નોકરીમાં ચાલુ રાખવા જોઇએ તેના બદલે ગુજરાત સરકારે સમગ્ર યોજના બંધ કરી દઇને ગ્રામીણ વિસ્‍તારના શારીરિક ખોડખાંપણવાળા બાળકોને ખાસ સેવાથી વંચિત કરેલાં છે. સરકારની સેવા કરતાં પ્રવાસી શિક્ષકો પણ આ નિર્ણયથી બેકાર બન્યા છે.

——————————————————————————————————————–