Close

January 13, 2017

Press Note Guj. Dt: 13.01.2017 Vibrant Gujarat

Click here to view and download the press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારીયાદી                                                                                                તા.૧૩.૦૧.૨૦૧૭

વાયબ્રન્ટ ગુજરાતમાં શિક્ષકો તથા પ્રોફેસરોને બોલાવીને ઉદ્યોગપતિઓની સરભરા તથા ખાલી હોલ ભરવા માટે ભાજપ સરકારે ઉપયોગ કર્યો છે તે શિક્ષકો/પ્રોફેસરો તેમજ શિક્ષણ જગતનું અપમાન છે. જુદાજુદા દિવસે જુદીજુદી યુનિવર્સીટીઓ માંથી શૈક્ષણિક સ્ટાફનો વાયબ્રન્ટ ગુજરાતમાં દુરુપયોગ કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રના સ્ટાફનો ભાજપની પ્રસિદ્ધિ અને બિનશૈક્ષણિક કામમાં ઉપયોગ થતો હોવા થી શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન ગુજરાતમાં કથળતું જાય છે. વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલાકને ઓન ડયુટી બોલાવવામાં આવેલા હતા અને કેટલાકને પાછળથી સીએલ ભરવાનું કેહવામાં આવેલું હતું. ગુજરાતના તેજ્સવી બાળકોને ભણાવવા માટે પુરતો સ્ટાફ નથી અને બીજી તરફ જે શિક્ષકો છે તેનો ભાજપની નિષ્ફળતા છુપાવવા સરકાર દુરુપયોગ કરે છે. વાયબ્રન્ટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર માટેનું પ્લેટફોર્મ છે. અને વાયબ્રન્ટમાં ગુજરાતનું હિત નહી પરંતુ અહિત થાય છે.

વાયબ્રન્ટ ગુજરાતમાં થતા MoU અને રોકાણના આંકડા સદંતર ખોટા હોય છે. ૨૦૦૩ થી ૨૦૧૫ સુધીમાં થયેલા વાયબ્રન્ટ ગુજરાતમાં ૮૪.૮૫ લાખ કરોડ રૂપિયાના રોકાણના MoUનો સરકારનો દાવો છે પરંતુ ગુજરાત સરકારની જ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરની આધારભૂત વેબસાઈટ પર સ્પષ્ટ જણાવાયું છે કે તા. ૦૧.૦૧.૧૯૮૩ થી તા. ૩૧.૦૯.૨૦૧૬ સુધીમાં થયેલ રોકાણોની પ્રગતિ તા. ૩૦.૦૯.૨૦૧૬ની સ્થિતિએ માત્ર રૂપિયા ૯૫૧૯૮૦/- (રૂ. કરોડમાં) ની છે. આમ તેત્રીસ વર્ષમાં થયેલા રોકાણની પ્રગતિ માત્ર ૯૫૧૦૦૦/- કરોડની છે તો પછી ૮૪.૮૫,૦૦૦૦૦ કરોડના MoU ક્યા ગયા? (ઉપરોક્ત આકડાઓ ગુજરાત સરકારની વેબસાઈટ ઉપર છે (Link: http://ic.gujarat.gov.in/?page_id=3137)

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહજી ગોહિલ માંગણી કરી છે કે ગુજરાત સરકાર દ્વારા  વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલો ખર્ચ થયો? વિદેશી યાત્રાઓ પાછળ કેટલો ખર્ચ થયો? MoU કેટલી રકમના કોણે કોણે કર્યા? અત્યાર સુધીમાં થયેલ MoUમાં વાસ્તવિક રોકાણ કેટલું? સીધું વિદેશી રોકાણ (FDI) કેટલું? તે સરકાર જાહેર કરે.

કોઈ પણ રાજ્યનો વિકાસ કેટલો થય રહ્યો છે તે જોવા માટેનું સાચું મીટર એ રાજ્યોનો GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) છે. ગુજરાતના GSDP ને જોઈએ તો ૨૦૧૦/૧૧માં ગુજરાતનો GSDP ૨૦.૯% @ કરંટ પ્રાઈઝ હતો જે ઘટી ને ૨૦૧૫-૧૬મ માત્ર ૧૦% થઇ ગયો છે. જો ખરેખર રોકાણ આવતા હોત તો GSDP દર વર્ષે સતત ઘટતો નો હોત. ગુજરાતમાં વર્ષવાર GSDP નીચે મુજબ છે.

Year

State GSDP Growth Rate @ current

Prices

The constant prices estimates

GSDP growth rate

2010-11 20.9%
2012-13 17.6% 10.8%
2013-14 13.3% 8.3%
2014-15 11% 7.7%
2015-16 10% 6.7%

જો ગુજરાતમાં સરકારના દાવા મુજબ ૮૪.૮૫ લાખ કરોડના MoU મુજબ રોકાણ આવ્યું હોત તો સરકારની કરની આવક ખુબ મોટી વધી હોત અને ભાજપના શાશનમાં દેવું રૂ. ૨૦૨૯૭૩/- કરોડનું ન થયું હોત.

સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ કરોડો રૂપિયા ખર્ચી વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી રોકાણ લાવવા વૈભવી પ્રવાસ કરે છે અને પ્રજાના ખર્ચે મોજ કરવા વિદેશી મહેમાનોને બોલાવે છે પરંતુ વિદેશી રોકાણ આવતું નથી. ૨૦૧૫-૧૬માં માત્ર  ૨,૬૮૨ મીલીયન અમેરિકન ડોલર વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે. દેશના કુલ વિદેશી મૂડી રોકાણના માત્ર ૫.૧૩% જ ગુજરાતમાં આ રોકાણ છે જેની સામે મહારાષ્ટ્રમાં દેશના કુલ વિદેશી રોકાણના ૨૦.૧૬% વિદેશી રોકાણ આવેલું છે તે જ રીતે નાના રાજ્ય દીલ્હીમાં વિદેશી મૂડી રોકાણ ૨૦૧૫-૧૬મા ૨૯.૨૦% આવેલ છે. અન્ય કોંગ્રેસ શાશીત રાજ્યોમાં પણ વાઈબ્રન્ટના તાઈફા વગર ગુજરાત કરતા વધારે વિદેશી મૂડી રોકાણ આવેલું છે. વિદેશી મૂડી રોકાણના આ આકડાઓ ભારત સરકારની જ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

Link: http://indiabudget.nic.in/es2015-16/echapter-vol2.pdf

ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રનો GSDPમાં હિસ્સો ૨૦૧૩-૧૪ કરતા ૨૦૧૪-૧૫મા ઘટેલો છે. ૨૦૧૩-૧૪માં પ્રાથમિક ક્ષેત્રે ૨૦.૧૪% હિસ્સો હતો તે ઘટીને ૨૦૧૫-૧૬માં ૧૯.૮% થયો છે અને કૃષિ ક્ષેત્રે વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૬.૨% હિસ્સો GSDPમાં હતો તે ઘટીને ૧૪.૭% થઇ ગયેલ છે. આ દર્શાવે છે કે જ્યાં સૌથી વધારે ગુજરાતીઓ ને રોજગારી મળે છે તે ક્ષેત્રની ભાજપ અવગણના કરે છે.

વાયબ્રન્ટ ગુજરાતના નામે MoU કરીને સરકારી મિલકતો, ટેન્ડરની પ્રક્રિયા કે જાહેર હરરાજી વગર મફતના ભાવે આપીને ખુબ મોટો ભ્રષ્ટાચાર તેમજ ભાજપનો ધન સંગ્રહ થાય છે. શક્તિસિંહએ RTIમાં મેળવેલી માહિતી પ્રેસ અને મીડિયાને આપતા એક દાખલારૂપ કિસ્સો જણાવ્યો હતો કે એસ.ઈ. ટ્રાન્સ ઇન્ડીયા કંપનીને વાઈબ્રન્ટ ગુજરાતના MoUમાં રૂપિયા ૪,૦૨,૨૯૪.૮૮/- ચોરસ ફૂટ જગ્યા આપવાનું MoU કર્યું હતું. નાણા વિભાગ તથા મેહ્સુલ વિભાગે આ જમીનની કીમત ૧૪૪ કરોડ ૫૦ લાખ આકારી હતી અને જો ભાડા પટ્ટે જમીન આપવી હોય તો કિમતના ૧૫% લેખે એટલે કે વાર્ષિક ભાડું રૂ. ૨૧ કરોડ ૬૭ લાખ લેવા જણાવ્યું હતું પરંતુ ભાજપની કેબીનેટે માત્ર એક રૂપિયામાં આ જમીન આપી દેવાનો થરાવ કર્યો હતો (RTIમાં મેળવેલા પુરાવા વેબસાઈટ https://shaktisinhgohil.com પર ઉપલબ્ધ છે)

વાઈબ્રન્ટ ગુજરાતમાં રૂપિયા ૫૦૦૦/- ની એક ડીશનું બોપોરનું ભોજન અને રાત્રિનું ભોજન રૂપિયા ૬૨૮૦/- ની એક ડીશ પ્રમાણે આપવામાં આવ્યું હતું જ્યારે રાજ્યના યુવાનોને રૂ. ૪૫૦૦/- માં એક મહિના સુધી ફિક્સ પગારમાં નોકરી કરવી પડે છે. સરકારે ખોટા ખર્ચાઓ બંધ કરી પુરતો પગાર આપવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ માંથી ફિક્સ પગારની મેટર પરત ખેંચવી જોઈએ.

Press Note 27.03.2015 With Attachment Farmer & Other Issues_Page_1

Press Note 27.03.2015 With Attachment Farmer & Other Issues_Page_2

Press Note 27.03.2015 With Attachment Farmer & Other Issues_Page_3

————————————————————————————————-