Press Note Guj. Dt: 10.11.2017 ભાવનગરથી પીપળીનો રસ્તો, કાળીયાબીડ, મીલીટરી સોસાયટીનાં પ્રશ્નો બાબતે.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                    તા.૧૦.૧૧.૨૦૧૭

ભાવનગર થી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગર થી વડોદરાને જોડતો અતિશય મહત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થયા છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાનાં ટેન્ડર તા:૧૫/૦૯/૨૦૧૭નાં પત્રથી સરકારે બહાર પાડેલ. રસ્તા માટેનો અંદાજીત ખર્ચ રૂ. ૭૩૯.૫૫ કરોડ રૂપિયાનો દર્શાવવામાં આવેલ છે. એ ટેન્ડર બહાર પડતા સાથે ભાજપ દ્વારા ભરપુર પ્રચાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. હવે તા:૨૭/૧૦/૨૦૧૭ના પત્રથી કોઈપણ કારણ વગર પીપળી થી ભાવનગરના રસ્તાને ચાર માર્ગીય બનાવવાનું રૂ.૭૩૫.૫૫ કરોડ નું ટેન્ડર રદ કરી નાખવામાં આવેલ છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડીયાને ટેન્ડર બહાર પાડ્યાનો તા:૧૫/૦૯/૨૦૧૭નો પત્ર તથા ટેન્ડર કેન્સલ કર્યાનો તા:૨૭/૧૦/૨૦૧૭નો પત્ર રજુ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાવનગરની જનતાને છેતરવાનું ભાજપ બંધ કરે.

 

કાળીયાબીડ વસાહતને રેગ્યુલાઈઝ કરવા બાબતમાં પણ ભાજપ જુઠાણા ફેલાવે છે. ભાવનગર મહાનગરપાલિકાની તા:૧૨/૦૫/૨૦૧૭ની દરખાસ્ત તથા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાળીયાબીડ લે-આઉટ પ્લાન અંગે તા:૨૨/૦૮/૨૦૧૭ના રોજ મળેલ મીટીંગ ની કાર્યવાહીની નોંધ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે કાળીયાબીડ વસાહત હકીકતમાં રેગ્યુલાઈઝ કરવામાં આવી છે તેવી વાતો કરનાર ભાજપ દ્વારા ખરેખર વસાહતીઓની હાડમારી વધારી છે. ખરેખર ડેવલપરે જે સુવિધાઓ અને ફી ભરવાની હતી તેની જવાબદારી વસાહતીઓ ઉપર નાખી દેવામાં આવી છે. પ્લીન્થ લેતી વખતે અને ટ્રાન્સફર વખતે વસાહતીઓએ પાલીતાણા સ્યુગરમિલને રૂપિયા ચૂકવ્યા છતાં હવે દસ્તાવેજના રૂપિયા આપવાના તેમજ ચકાસણી ફી, ડેવલપમેન્ટ ચાર્જ, એમીનીટીઝ ફી, વિગેરે પણ ભરવાની થશે. જે વસાહતીઓના ઘરની ઉપરથી ૬૬ કે.વી. લાઈન પસાર થાય છે તે સરકારી ખર્ચે GETCO એ ફેરવી નાખવી જોઈએ તેના બદલે સરકારે એવો નિર્ણય કર્યો છે કે આ વાયરોના નીચે આવતા ઘરોનું બાંધકામ રેગ્યુલરાઇઝ નહિ થાય. કંસારાની આજુબાજુના અનેક ઘરો પણ રેગ્યુલાઈઝ નહિ થાય . ડેવલપર્સ પાસેથી વિકાસના નાણા ભરાવવાની બદલે રામનગરના વિકાસને રામ ભરોસે છોડાયેલો છે.

ભાવનગરની મિલ્ટરી સોસાયટીમાં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાનો કોંગ્રેસના ટેકાવાળી સરકારે નિર્ણય કરેલ હતો પરંતુ ભાજપની સરકારે નિવૃત સૈનિકોના ઘરના માટે આ નિર્ણયનો અમલ અટકાવીને નિવૃત સૈનિકોનું અપમાન કરેલ છે.ભાવનગરમાં જવેલ્સ અને જ્વેલરીપાર્ક બનાવાશે , કલ્પસર યોજના બની જશે. ભાવનગરને સૌરાષ્ટ્રનું મુખ દ્વાર બનાવી દેવાશે એવી મોટી મોટી જાહેરાતો પછી હકીકતમાં એક ઇંચ પણ કામ થયું નથી.

ભાવનગરનું બંદર ભાજપના સમયમાં મૃતપ્રાય થઇ ગયું છે. ભાવનગરને રોજી પૂરી પાડતા આલ્કોક એશડાઉનને નુકશાનીમાં નાખી દેવાયું છે. અલંગના વિકાસ માટે અનદેખી થઇ છે. ભાવનગરના ડેમોને નર્મદાના પાણીથી ભરી દેવાની વારંવાર જાહેરાત પછી પરિણામ શૂન્ય છે. માલેશ્રીમાં નર્મદાનું પાણી છોડી શકાય તેમ હોવા છતાં તેની અનદેખી થઇ છે. ડુંગળી વેચતા વેપારીની સબસીડી મળી નથી. પાક વીમામાં ભાવનગરના ખેડૂતોને ખુબ મોટો અન્યાય થયેલ છે. ટેકાના ભાવોથી ખરીદીની વાતો પછી ખેડૂતો રઝળે છે. પરંતુ પાકની ખરીદી થતી નથી .

ભાવનગરનો ઈતિહાસ એવો છે કે ભાવનગરના પ્રતિનિધિઓ ભાવનગરના હિત માટે ભૂતકાળમાં પોતાની જ સરકારો સામે લડત કરી છે ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ ભાવનગરના છે. અને તેઓ ભાવનગરના પ્રશ્નો માટે લડવાના બદલે ભાવનગરની જનતાને છેતરે છે. તે દુઃખદ છે. 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to view/download the Press Note

—————————————————————————————————————-

 

 

What Do You Think? Speak Your Voice...

 

*