Close

August 9, 2016

Press Note Guj Dt: 09/08/2016 Exposed double standards of Modi on the issue of atrocities on dalits

Click here to view/download press note.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                                                             તા. ૦૯/૦૮/૨૦૧૬  

 

મોદીની માનસિકતા પ્રથમથી જ દલિત વિરોધી રહી છે.  જ્યારે પોતાની વ્યક્તિગત પ્રતિભા કે મતો માટે જરૂરીયાત ઉભી થાય ત્યારે તેઓ પોતાની વિચારધારા, કર્તવ્યો કે નીતિ થી વિરુદ્ધ માત્ર જુઠાણા ભર્યા નિવેદનો કરે છે. દલિતોને ગોળી નહી મારતા એવા મોદીના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગૃહ વિભાગ પણ તેમની પાસે હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામના ત્રણ દલિતોને પોલીસે ગોળી ધરબી દીધી ત્યારે મોદીએ પોલીસને એમ શા માટે ન કહ્યું કે દલિત ભાઈઓને નહિ પણ મને ગોળી મારો? થાનગઢના દલિતો પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યા પછી મોદી થાનગઢના દલિતોના દુઃખમાં ભાગ લેવા કે તેમને સાંત્વના આપવા ક્યારેય પણ ગયા ન હતા. જ્યારે દલિતોને ન્યાય માટે કોંગ્રેસ પક્ષ તરફથી ખુબ દબાણ ઉભું થયું ત્યારે થાનગઢના બનાવની તપાસનું પંચ મોદીએ બનાવેલ. આ પંચે પોતાનો રીપોર્ટ આપી દીધો તેને ખુબ લાંબો સમય થઇ ગયો પરંતુ પંચનો અહેવાલ મોદીએ વિધાન સભામાં હજુ સુધી રજુ કરવા દીધો નથી. થાનગઢના દલિતોને મોદીના શાશનમાં હજુ સુધી ન્યાય મળ્યો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની જવાબદાર ખુરશી ઉપર બેઠેલા મોદી પાસેથી મગરના આંસુ નહિ… નક્કર કર્તવ્યની અપેક્ષા જનતા રાખે છે”. દલિતો પર થતા અત્યાચારો અને તેના કેસોની સમીક્ષા માટેની રાજયકક્ષાની સમિતિ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કાયદાની જોગવાઈ મુજબની છે. કાયદા મુજબ જ આ સમિતિની બેઠક મુખ્યમંત્રીએ દર ૬ મહીને બોલાવવાની ફરજીયાત હોય છે. કોંગ્રેસની સતત માંગણી છતાં શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સમિતિની બેઠક વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન માત્ર એકજ વખત બોલાવવામાં આવી હતી. આજ દર્શાવે છે કે ભાજપની અને મોદીની માનસિકતા જ દલિત વિરોધી છે.

ગુજરાતમાં જીલ્લા વાઈઝ જોઈએ તો ભાજપના શાશનમાં એટ્રોસિટી એક્ટ નીચેના કેસોમાં ૯૧% થી ૯૭% કેસોમાં તહોમતદારો નિર્દોષ છુટી ગયા છે કારણ કે ભાજપની સરકાર દલિતોને ન્યાય મળે તે માટે ગંભીર નથી. નિર્દોષ છુટેલા કેસોના તહોમતદારોની સામે અપીલ સુધ્ધા મોદીના ગુજરાતના કાર્યકાળમાં થતી ન હતી. ગરીબ દલિતો અને જમીન વિહોણા શ્રમિકોને ખેતી માટે સાંથણીની જમીન ભૂતકાળમાં આપવામાં આવતી હતી પરંતુ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન થયા બાદ દલિતોને સાંથણીની જમીન આપવાનું જ બંધ કરી દેવામાં આવેલ છે.

તા. ૦૧.૦૫.૨૦૧૩ ના રોજ થાનગઢમાં દલિતો ઉપર અત્યાચાર થયો જેનો અહેવાલ તૈયાર છે તેમજ સેપ્ટનો આભડછેટનો રીપોર્ટ તૈયાર હોવા છતાં મોદી અને ભાજપની સરકારે આ અહેવાલો વિધાનસભામાં રજુ કરવા દીધા નથી. મોદીની વાણી અને વર્તન વચ્ચે કોઈ સામ્યતા નથી

મોદીના ગુજરાતના શાશનકાળ દરમ્યાન વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ ના પાંચ વર્ષમાં ગુજરાતમાં એટ્રોસિટીના ૯૫૨૬ કેસ નોંધાયા હતા તે પૈકી માત્ર ૨૯ કેસોમાં જ સજા થઇ છે, ૧૧૩૫ કેસોમાં ગુન્હેગારો નિર્દોષ છુટી ગયા છે. જ્યારે ૮૩૬૦ કેસ પેન્ડીંગ છે. માત્ર ૨.૯૭  જ ટકા કેસમાં સજા થઇ છે. રાષ્ટ્રીય કક્ષાએ એટ્રોસિટીના કેસોમાં સજા પામનાર કેસોનો દર ૨૨ ટકા છે. જયારે ગુજરાતમાં માત્ર ૨.૯૭ ટકા છે. તે ભાજપની દલિત વિરોધી માનસિકતાના કારણે છે.

દલિત ક્યારેય પણ જીવતી ગયાને કાપતા નથી તે હકીકત હોવા છતાં ભાજપના દંડક ટી.રાજાએ ઉનામાં દલિતો જીવતી ગાયોને કાપતા હતા તેમ કહેલું અને દલિતો માટે બેફામ ગાળી ગલોચ કરી હતી. આ ટી.રાજા સામે ભાજપે કોઈ પગલા લીધેલા નથી. પરંતુ જયારે મોદી તેલંગાણા ગયા ત્યારે એરપોર્ટ ઉપર દલિતોનું અપમાન કરનાર ટી.રાજા હાજર હોવાનું મીડીયાએ નોંધેલ.

——————————————————————————————————