Close

September 8, 2011

Press Note Guj Dt: 08/09/2011 on Lokayukta

Click here to view / download press note.

Encl :- Click here to view / download documents

 

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર

અખબારીયાદી                                                                         તા.૦૯ર૦૧૧

 

  • વિધાનસભાની ચર્ચાના ઓથેન્‍ટીક ડોકયુમેન્‍ટથી લોકાયુક્તના મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી.
  • તા. ૧૪ર૦૧૧ના રોજ શ્રી વજુભાઈ વાળાએ જ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી વતી વિધાનસભામાં કહ્યુ હતું કે, લોકાયુક્તની નિમણુંકનો અધિકાર ગવર્નરશ્રીનો જ છે.
  • ગવર્નરશ્રીના અબાધિત અધિકાર લોકાયુક્તની નિમણુંકમાં હોવા અંગેનો આધારભૂત પુરાવો
    રજૂ થયો.
  • ગવર્નરશ્રીએ જ નિમણુંક અને પરામર્શ કરવાના હોય છે તેવો આધારભૂત પુરાવો.
  • ભ્રષ્‍ટાચારમાં લીપ્‍ત ગુજરાત સરકારના જુઠ્ઠાણાનો આધારભૂત પુરાવાથી પર્દાફાશ.

       લોકાયુ્ક્તની નિમણુંકમાં કોનો અધિકાર છે. તે બાબતના વિવાદ અંગેનો સંપૂર્ણ પર્દાફાશ આજે થયેલ છે. શ્રી વજુભાઈ વાળાના નિવેદનનું ડોક્યુમેન્‍ટ પ્રેસ અને મિડિયા સમક્ષ રજૂ થયેલ છે. આજે જે ડોક્યુમેન્‍ટ રજૂ થયું છે તેમાં સ્‍પષ્‍ટ રીતે ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી વતી વિધાનસભામાં બોલતાં નાણાંમંત્રીશ્રી વજુભાઈ વાળાએ કહેલું છે કે, ”લોકાયુક્તની નિમણુંક માટે થઈને આ સત્તા ગવર્નર શેલ એપોઈન્‍ટ એવી રીતે વાત છે. સેકશનમાં સ્‍પષ્‍ટ વાત છે કે, ગવર્નરે જ આની નિમણુંક કરવાની હોય છે પણ ગવર્નરે નિમણુંક કરતાં  પહેલાં તેને હાઈકોર્ટના જજ પાસેથી તેમનો પરામર્શ કરવાનો હોય છે.”  ”આ અધિકાર ગવર્નરશ્રીનો જ છે.” સામાન્‍ય વહીવટ વિભાગની માંગણીઓ પરની ચર્ચા ગુજરાત વિધાનસભામાં તા. ૧૪-૩-ર૦૧૧ના રોજ થયેલી હતી. મુખ્‍યમંત્રીશ્રી સામાન્‍ય વહીવટ વિભાગ સંભાળે છે અને તેમના વતી મંત્રીમંડળમાં બે નંબરનું સ્‍થાન ધરાવતાં શ્રી વજુભાઈએ સામાન્‍ય વહીવટ વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચાના જવાબો આપ્‍યા હતાં. વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે વિધાનસભામાં તા. ૧૪-૩-ર૦૧૧ના રોજ જે ચર્ચાઓ થયેલી હતી તેની વિધાનસભા દ્વારા અક્ષરશઃ કાર્યવાહી નોંધવામાં આવે છે. તેની પુસ્‍તિકાનું પાના નં. ૪૯ની નકલ પ્રેસ અને મિડિયા સમક્ષ રજૂ કરી હતી. આ રજૂ કરેલાં ડોક્યુમેન્‍ટ પરથી સ્‍પષ્‍ટ થઈ જાય છે કે, તાજેતરમાં જ વિધાનસભામાં મુખ્‍યમંત્રીશ્રી વતી શ્રી વજુભાઈ વાળાએ સ્‍પષ્‍ટ રીતે સ્‍વીકાર્યું છે કે, લોકાયુક્તની નિમણુંકના અધિકાર માત્ર ગવર્નર સાહેબ પાસે જ છે. નિમણુંક કરતાં પહેલાં ગવર્નર સાહેબ જ હાઈકોર્ટના જજ પાસેથી પરામર્શ કરવાનો હોય. શ્રી વજુભાઈ વાળાએ સ્‍પષ્‍ટ રીતે એમ પણ કહ્યું છે કે, આ અધિકાર ગવર્નરશ્રીનો છે. વિધાનસભામાં વિશેષ  પોતે કાંઈ એટલા માટે ન કહી શકે કારણ કે, લોકાયુક્તની નિયુક્તિનો અધિકાર ગવર્નરશ્રીનો છે. વિધાનસભામાં જયારે સરકારનો અધિકાર હોય અથવા સરકારની સલાહ પર ગવર્નર સાહેબનો અધિકાર હોય ત્‍યારે તે બાબતોની વિસ્‍તૃત ચર્ચા થઈ શકતી હોય છે, પરંતુ જયારે આ ગવર્નરશ્રીનો અબાધિત અધિકાર હોય અને સરકાર કે મંત્રીમંડળની સલાહ લેવાની ન હોય ત્‍યારે ગવર્નરશ્રીના અબાધિત અધિકાર અંગેના કૃત્‍યની ચર્ચા વિધાનસભામાં વિશેષ થતી નથી. માન. શ્રી વજુભાઈ વાળાએ સ્‍પષ્‍ટ રીતે વિધાનસભામાં આ વાતનો સ્‍વીકાર કર્યો છે.

વિધાનસભાની ચર્ચાઓના અધિકૃત પુસ્‍તકના પાનાઓ રજુ થતાં ગુજરાત સરકારની લોકાયુક્તના મુદ્દે બેવડી ભૂમિકાનો પર્દાફાશ થઈ ગયો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે ગઈકાલે સદંતર ગેરમાર્ગે દોરતી દલીલ સરકાર પક્ષે કરવામાં આવી હતી કે, ગવર્નરશ્રીનો લોકાયુક્તની નિમણુંકમાં અધિકાર નથી અને તેઓએ માત્ર સરકારની એટલે કે કેબિનેટની ભલામણમુજબ જ નિયુક્તિ કરવાની હોય છે. આજે રજૂ થયેલ ડોક્યુમેન્‍ટ એ સ્‍પષ્‍ટ પુરાવો છે કે, સરકાર નામદાર હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. વિધાનસભાના ફલોર ઉપર મુખ્‍યમંત્રીશ્રી વતી કોઈપણ મંત્રીશ્રી જવાબ આપે ત્‍યારે તે જવાબ સંપૂર્ણ સત્‍ય અને ઓથેન્‍ટીક ગણાય. વિધાનસભાના નિયમો મુજબ તથા માન. અધ્‍યક્ષશ્રીના નિર્ણયો મુજબ વિધાનસભામાં કોઈ એક મંત્રીશ્રીએ આપેલો જવાબ તે કાઉન્‍સીલ ઓફ મીનીસ્‍ટર્સની કલેકટીવ રિસ્‍પોન્‍સીબીલીટી તરીકે સમગ્ર સરકારનો જવાબ ગણાય. વિધાનસભાના ફલક પર કહેવાયેલી વાત અને અન્‍ય જગ્‍યાની વાત વચ્‍ચે વિસંગતતા હોય તો વિધાનસભાના ફલક ઉપર કહેવાયેલી વાત સત્‍ય ગણાય.

માન. શ્રી વજુભાઈ વાળાના વિધાનસભાના ફલક પરના શબ્‍દો ભાજપના લોકાયુક્તના મુદ્દા અંગે જે જુઠ્ઠાણા ચાલે છે તેનો સંપૂર્ણ પર્દાફાશ કરે છે.

અન્‍ય રાજ્યોના લોકાયુક્તના કાયદા અને ગુજરાતના લોકાયુક્તના કાયદાની વચ્‍ચે જે ફરક છે તે વિધાનસભામાં ગુજરાત લોકાયુક્તનો કાયદો પસાર થયો ત્‍યારની હકીકત તેમજ શ્રી વજુભાઈ વાળાના તા. ૧૪-૩-ર૦૧૧ના શબ્‍દોથી સંપૂર્ણ સ્‍પષ્‍ટ બની જાય છે.

ભ્રષ્‍ટાચારમાં લીપ્‍ત ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી અને ગુજરાતની સરકાર તટસ્‍થ લોકાયુક્તની નિમણુંક ન થાય તેના માટે જે જુઠ્ઠાણાઓ નામદાર કોર્ટથી લઈને સંસદ સુધી તેમજ શેરીથી લઈને રાષ્‍ટ્રપતિ ભવન સુધી ચલાવે છે તેની સત્‍ય હકીકત આજે રજૂ થયેલાં આધારભૂત ડોક્યુમેન્‍ટથી સ્‍પષ્‍ટ થઈ ગઈ છે.

————————————————————————————————–

 

Press note 08.09.2011 Attachment on lokayukta_Page_1

Press note 08.09.2011 Attachment on lokayukta_Page_2 Press note 08.09.2011 Attachment on lokayukta_Page_3 Press note 08.09.2011 Attachment on lokayukta_Page_4