Close

March 3, 2017

Press Note Guj. Dt: 03.03.2017 બજેટ પરની સામાન્ય ચર્ચા.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૦૩.૦૩.૨૦૧૭   

 

વિધાનસભમાં બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા શ્રી શક્તિસિંહજી ગોહિલ જે બોલ્યા હતા તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ

  • ગુજરાત સરકારના બજેટમાં વાતો કરેલ છે પરંતુ નાણાંની ફાળવણી કરી નથી.
  • સરકાર દર વર્ષે પુરાંતવાળા બજેટની વાત કરે છે જે જૂઠ્ઠાણું છે. દર વર્ષે વર્ષના અંતે મોટી ખાધ રહે છે.
  • સરકાર બોલીને ફરી જાય છે, જે ખતરનાક છે. કચ્છી કહેવત છે કે, “ચોર કમજો, ચટો કમજો,
    પ ગાલાવેલો કૈં ન કમજો.”
  • એક લાખ નવ હજારને નોકરી આપી તે સરકારનું સૌથી મોટું જૂઠ્ઠાણું છે.
  • રાજકોટ, કચ્છ, મોરબી અને અન્ય જિલ્લાના દસ્તાવેજી પુરાવા જણાવે છે કે, જે ફેકટરીઓમાં વર્ષોથી નોકરી કરતા હતા તેમને બસોમાં બેસાડીને લાવી તેમના ખાલી ફોર્મ ભરાવેલ છે.
  • મજૂરી કામે જતા લોકોના અંગુઠા મરાવીને નવી નોકરી આપ્યાના ફોર્મ ભરાવેલ છે, જેના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ થયા.
  • મજૂરો પૂરા પાડતા કોન્ટ્રાક્ટરોને ત્યાંથી છૂટક પૂરા પડાતા મજૂરોના પણ ફોર્મ ભરીને નવી નોકરીના ફોર્મ ભરાવ્યા છે.
  • જે ફેકટરીમાં મહિનાઓથી નોકરી કરતા હતા તેમને નવી નોકરી આપી છે તેવા ફોર્મ ભરાવ્યાના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ કરીને કઈ કઈ તારીખથી રાજકોટમાં નોકરીમાં હતા તેનું સેંકડોનું લિસ્ટ દર્શાવાયું.
  • બેરોજગાર યુવાનોનો આક્રોશ છે ત્યારે નોકરી આપવાના બદલે મેગા ફેરનું સરકાર નાટક
    કરે છે.
  • નર્મદાના દરવાજાનું કામ કરવાની મંજૂરી જૂન ૨૦૧૪માં મળ્યા બાદ પોણા ત્રણ વર્ષ કામમાં થયા, તે ગુનાહિત બેદરકારી છે.
  • દરવાજા બંધ કરવાની મંજૂરી કેન્દ્રની ભાજપ સરકાર તાત્કાલિક આપે.
  • આર્થિક પછાતને અનામત ૨૦૧૮માં કોંગ્રેસ સરકાર આપશે અને SC, ST તથા OBCની અનામતને ક્યાંય ઠેસ ન પહોંચે તે રીતે આપશે.
  • આનંદીબેને ૧૦% અનામત આપી હતી, તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગેરબંધારણીય ગણે છે, તે ભાજપની આંતરિક લડાઈનું પ્રમાણ છે.
  • સાયન્ટીફીક સર્વે સાથે કોંગ્રેસ અનામત આપશે.
  • કચ્છ જિલ્લામાં પીવાના પાણીના સ્થાનિક સોર્સ નથી અને પાણીની અત્યંત મુશ્કેલી છે.
  • નખત્રાણાની કોલેજ પાટીદાર સમાજ ચલાવે છે તેને ભાજપના નેતાઓએ ગ્રાન્ટેડ કરવાની ખાતરી આપી હતી, તો તેનો અમલ કરે.
  • સરકાર ગામડાઓની વિરોધી છે. ૨૦૧૩-૧૪માં રૂ. ૯૨૪ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂ. ૧,૨૦૦ કરોડ કાપી નાંખ્યા છે.
  • સરકાર SC, ST, OBC તથા ગરીબોની વિરોધી છે. માટે ૨૦૧૩-૧૪માં રૂ. ચાર હજાર કરોડ અને ૨૦૧૪-૧૫માં સામાજિક સેવાના વાપર્યા નથી.
  • આ વર્ષના બજેટમાં કચ્છને સૌથી વધારે અન્યાય કર્યો છે. સરહદી વિસ્તારના વિકાસ માટે રૂ. ૨૨૩ કરોડ અગાઉના વર્ષે ફળવાયા હતા તે ઘટીને આ વર્ષે માત્ર રૂ. ૫૦ કરોડ જ ફાળવ્યા છે.

 

 

Click here to download and view Press Note