Close

August 1, 2015

Press Note Guj. Dt-01/08/2015

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                                                                 તા. ૦૧.૦૮.૨૦૧૫      

          ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ જીલ્લામાં અતિવૃષ્ટિ થી ન કલ્પિ શક્ય તેવું નુકશાન થયું છે. અનેક પશુઓના મુત્યુ થયા છે જે મુત્યદેહોને હજુ સુધી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. જે ના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને કચ્છ ના કેટલાંક ગામો હજુ પણ વાહનવ્યવહાર થઈ શકે તેવા રસ્તાઓ થી પુન: સ્થાપિત કરી શકાયા નથી. કેટલાંક વિસ્તારોમાં હજુ પણ અવિરત વીજળી મળી શકતી નથી અને શુદ્ધ પીવાનું પાણી પણ મળતુ નથી. ખેડૂતોની જમીનમાં ન કલ્પિ શકાય તેવું નુકશાન થયું છે તેમને યોગ્ય વળતર માટેની કોઈ વ્યવસ્થા થયેલી નથી. આ કુદરતી આફતના સમયે સમગ્ર તંત્રએ લોકોની સહાય માટે અડીખમ ઉભા રહેવું જોઈએ તેના બદલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે સમગ્ર તંત્રને આ સમયે પણ પોતાની પ્રસિદ્ધિ માટે રોકી રાખવાનો પ્રયત્ન કર્યો છે તે આઘાતજનક છે. કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, તાત્કાલિક અસર થી પ્રસિદ્ધિઓ માટેના લોકાર્પણો અને વન મહોત્સવ  જેવા ઉત્સવોના કાર્યક્રમો રદ કરીને કુદરતી આફતથી મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ અને  પુનઃ સ્થાપન માટે સરકારી તંત્ર અને સરકારે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવું જોઈએ.

 —————————————————————————————–