Close

March 16, 2017

Press Note Dt: 16/03/2017 PAC 6th Report on Home Department

Click here to view/downlod  PAC_6th_Report

 

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૧૬.૦૩.૨૦૧૭   

             આ સાથે વિધાનસભમાં રજુ થયેલ જાહેર હિસાબ સમિતિના છઠ્ઠા અહેવાલ (સન ૨૦૦૮-૦૯ ના વર્ષના સી.એ.જી.ના ઓડિટ અહેવાલ (મુલ્કી) પરનો ગૃહ વિભાગને સંબંધિત અહેવાલ) ની નકલ તેમજ મુખ્ય મુદ્દાઓ આ સાથે સામેલ છે. 

  • ગુજરાતમાં આતંકવાદ સામે લડવા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રની અનેક ક્ષતિઓ સામે જાહેર હિસાબ સમિતિની લાલ આંખ.
  • વિધાનસભામાં ગૃહ વિભાગ ઉપર જાહેર હિસાબ સમિતિનો અહેવાલ રજુ થયો.
  • પાકિસ્તાન જેવા દુશ્મન દેશની સરહદે ગુજરાત રાજ્ય હોવા છતા ATS (આતંકવાદ વિરોધી દળ) માં પુષ્કળ જગ્યાઓ ખાલી.
  • ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં દારૂગોળાની અછત.
  • ગુન્હા રોકવા તથા ગુનેગારોને પકડવા માટે જરૂરી વાયરલેસમાં ખુબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી.
  • આતંકવાદ સામે લડવા ATS ના દળને કોઈ ખાસ તાલીમ જ નથી અપાઈ.
  • પોલીસ સ્ટેશનોમાં અપૂરતા વાહનો.
  • કચ્છ અને બનાસકાંઠા સરહદી જીલ્લા હોવા છતાં જરૂરીયાત કરતા ખુબ ઓછા વાહનો.
  • કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં પોલીસને પૂરતા વાહનો ફાળવવા સમિતિનું સૂચન.
  • લાખો રૂપિયાના મશીનો ખરીદાયા પછી નકામાં સાબિત થયા.
  • ગુજરાતમાં દારૂગોળાની ૨૬% થી ૧૦૦% સુધીની અછત.
  • જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સમિતિની ભલામણ.
  • ગૃહ વિભાગમાં નાણાંકિય અશિસ્ત સામે સમિતિની નારાજગી.