Close

May 28, 2010

Press Note date : 28/05/2010 GUJ

Click here to Download Press Note 28/05/2010 GUJ & ENG REG GSPC IPO with all relevant Documents

વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.

   અખબાર યાદી                                               તા.  ર૮.૦૫.ર૦૧૦

 ગુજરાતના નામવાળી કંપનીઓ કે ગુજરાતીઓએ ધંધા રોજગારમાં નિષ્‍ઠા અને પ્રામાણિકતામાં વેપાર ક્ષેત્રે  છેલ્‍લાં પ૦ વર્ષના ઇતિહાસમાં  એક મોટી પ્રતિષ્‍ઠા ઉભી કરી છે. ગુજરાત સરકારના જી.એસ.પી.સી. દ્વારા પબ્‍લીક ઇસ્‍યુ (આઇ.પી.ઓ.) બહાર પાડીને કરોડો રુપિયા એકત્રિત કરવાનું જે આયોજન કર્યુ છે તેનાથી ગુજરાતના ઇતિહાસમાં ઉભી થયેલી વેપાર ક્ષેત્રની ગુજરાતની પ્રતિષ્‍ઠાને ખૂબ મોટું નુકશાન થશે. આઇ.પી.ઓ.બહાર પાડતાં પહેલાં ચોખ્‍ખા હાથ સાથે અને સાચા પ્રામાણિક હિસાબો સાથે ગુજરાત સરકારે લોકોની વચ્‍ચે જવું જોઇએ.

ગુજરાત સરકારના જી.એસ.પી.સી.(ગુજરાત સ્‍ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન)નો છેલ્‍લાં ૧૦ વર્ષના ટ્રેક  રેકોર્ડ અત્‍યંત ખરડાયેલો છે. પાર્ટનર સિલેકટ કરવાના હોય કે કોન્‍ટ્રેકટ આપવાનો હોય જી.એસ.પી.સી.ના વહીવટમાં પારદર્શકતા નથી કે સ્‍પર્ધાત્‍મક ટેન્‍ડરો મંગાવવામાં આવતા નથી. જી.એસ.પી.સી.ના વહીવટમાં ભ્રષ્‍ટાચાર ઉડીને આંખે વળગે તેવો હોય છે.

    જી.એસ.પી.સી.એ કેનેડાની જીઓ ગ્‍લોબલ કંપની સાથે જે વહીવટ કર્યો છે તે અંગેનો કરાર જાહેર કરવો જોઇએ. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે જીઓ ગ્‍લોબલ કંપનીએ વોશીંગ્‍ટન ડી.સી.(યુ.એસ.એ.)માં સિકયુરીટીજ એન્‍ડ એક્ષચેન્‍જ કમિશન ઓફ યુ.એસ.એ.પાસે માર્ચ-ર૦૧૦માં જીઓગ્લોબલ કંપનીએ જે અહેવાલ રજૂ કર્યો હતો તેના દસ્‍તાવેજની નકલો પ્રેસ અને મિડિયાને આપી હતી. જીઓ ગ્‍લોબલ અંગે વાઇટ પેપર બહાર પાડવા વિધાનસભામાં કોંગ્રેસપક્ષે માંગણી કરી હતી. જે અંગે સરકારે મૌન ધારણ કર્યુ છે. અગાઉ પણ જીઓ ગ્‍લોબલ અને જી.એસ.પી.સી.ના વહીવટ અંગે જયારે જયારે પ્રશ્‍નો ઉઠાવવામાં આવ્‍યા ત્‍યારે આ ભ્રષ્‍ટાચારી ગેરવહીવટ હોવાના કારણેજ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી કે તેમના મંત્રીમંડળના પ્રવક્તાઓ  કે સભ્‍યો કશીજ સ્‍પષ્‍ટતા કરી શકયા નથી. આર.ટી.આઇ. નીચે પણ માહિતી છૂપાવવા માટે યેનકેન પ્રકારે સરકાર બહાના બતાવતી રહી છે. પરંતુ હવે જીઓ ગ્‍લોબલ કંપનીએ પોતેજ અમેરિકામાં સુપ્રત કરેલા ડોકયુમેન્‍ટ ઉપરથી પર્દાફાશ થાય છે કે, જીઓ ગ્‍લોબલ કંપની સાથે ગુજરાત સરકારનો બંધ બારણે થયેલો કરાર  ગુજરાતની પ્રજાના  નાણાંને ડૂબાડવા માટેનો હતો. આ ડોકયુમેન્‍ટ ઉપરથી સ્‍પષ્‍ટ થાય છે કે, જીઓ ગ્‍લોબલ કંપનીને ગેસ સંશોધન ક્ષેત્રે કોઇપણ જગ્‍યાએ સફળતા મળી  ન હતી. છતાં આ કંપનીને ટેકનીકલ એક્ષપર્ટ તરીકે દર્શાવીને ટેન્‍ડરની પારદર્શક પ્રક્રિયા વગર ગુજરાત સરકારે શા માટે કરાર કર્યો ?

  જીઓ ગ્‍લોબલ કંપની લોસ મેકીંગ કંપની છે. તા.૩૧મી ડિસેમ્‍બર-ર૦૦૯ સુધીની તેની ખોટ ૪૦ લાખ ડોલરની બતાવવામાં આવી છે.  આ કંપની પાસેથી જી.એસ.પી.સી.એ ૧ર૦૦ કરોડ લેવાનાં નીકળે છે. જીઓગ્લોબલ કંપની જી.એસ.પી.સી. સાથે કરાર કરવા માટે આગળ આવી ત્‍યારે આ કંપનીનું કેપિટલ સ્‍ટોક માત્ર ૬૪ ડોલરનો હતો. ૬૪ ડોલર એટલે કે રુ. 3૦૦૦થી ઓછા રુપિયા થાય.  આ બતાવે છે કે, જી.એસ.પી.સી.ને પોતાના કહેવા મુજબ જીઓ ગ્‍લોબલ પાસેથી ૧રપ૦ કરોડ લેવાના નીકળે છે. પરંતુ કંપનીનું નાણાંકીય પત્રક જોતાં જી.એસ.પી.સી.એ ૧રપ૦ કરોડનું નાહી નાખવું પડશે. આ વિવાદ ઉકલે તે પહેલાં આઇ.પી.ઓ. બહાર પાડીને પ્રજાના નાણાં ભેગા કરવા તે વ્‍યાજબી નથી.

    સરકારે પારદર્શકતા દાખવ્યા વગર સતત ગેરવહીવટ કરી ભ્રષ્‍ટાચારથી નાણાં ઓળવી જવામાં જી.એસ.પી.સી.ને માધ્‍યમ બનાવેલ હોવાથી હવે જો આઇ.પી.ઓ. ખોટા ચિત્ર સાથે બહાર પડે તો ગુજરાતની નામના અને પ્રતિષ્‍ઠાને કાળી ટીલી લાગશે.

    જી.એસ.પી.સી.એ આજ મોડેસ ઓપરેન્ડી સાથે પીપાવાવ ખાતે તૈયાર થઇ ચૂકેલ પાવર પ્‍લાન્‍ટને જેને પાવર કે ફયુઅલનો કોઇ અનુભવ નથી તેવી સ્‍વાન એનર્જીને મફતમાં પાવર પ્‍લાન્‍ટના ભાગીદાર બનાવીને ૩૦ ટકાના ભાગીદારને ૭૦ ટકા કાર્બન ક્રેડિટ તાજેતરમાં આપી  દીધી છે. જયારે આઇ.પી.ઓ. બહાર પાડવાનો હોય ત્‍યારે પાછલા બારણે આવો વહીવટ શા માટે ?

    જી.એસ.પી.સી.એ અગાઉ સંપૂર્ણ ખોટું ‍ ચિત્ર ઉભું કરીને જાહેર સાહસો અને સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયાને પણ પોતાના શેર પધરાવી દીધેલા હતાં જે તે સમયે  એક શેરની કિંમત ૮૧ રુપિ‍યા રાખવામાં આવી હતી. દેશનાં અર્થતંત્રની પરિસ્થિતિ જોતાં કોઇપણ જગ્‍યાએ શેરમાં કરેલું મૂડીરોકાણમાં વધારો થાય છે. પરંતુ જી.એસ.પી.સી.માં જાહેર સાહસો અને એસ.બી.આઇ. જેવાઓએ રોકેલા નાણાં વધવાના બદલે ઘટવાના છે. કારણ કે, સેબી પક્ષે રજુ થયેલાં પત્રકો અને હિસબો જોતાં જી.એસ.પી.સી.ના શેરની કિંમત રુ. ૬૮ થી ૭૦ની વચ્‍ચે રાખવામાં આવશે આમ જાહેર સાહસો અને એસ.બી.આઇ.ના શેરના નાણાં જી.એસ.પી.સી.એ ડૂબાડ્યા છે. તે રીતે હવે પ્રજાના નાણાં ડૂબાડવાનો પ્રયત્‍ન છે. જેનો અમે વિરોધ કરીએ છીએ.

    જી.એસ.પી.સી.એ આઇ.પી.ઓ. બહાર પાડતાં પહેલાં પ્રજા સમક્ષ શ્‍વેતપત્ર પાડવું જોઇએ. કેજી બેઝીંનમાંથી  માત્ર ૧..ર ટી.સી.એફ. ગેસ નીકળી શકે તેમ છે. તેવું સ્‍પષ્‍ટ  ડી.જી. હાઇડ્રો કાર્બનનું સર્ટિફિકેટ હોવાછતાં મુખ્‍યમંત્રીશ્રીનું ર૦ ટી.સી.એફ. ગેસ અને ઓઇલ મળ્યા અંગેનું નિવેદન ભ્રામક છે. ચકલી ખોલશોને પેટ્રોલ મળશે તેમ કહેનારાના રાજ્યમાં ચકલીમાંથી પાણી પણ નીકળતું નથી. જી.એસ.પી.સી.એ પોતે આર.ટી.આઇ. નીચે આપેલી માહિતી મુજબ ૪૯૩૩.પ૦ કરોડ રુપિ‍યાના બગાડ પછી માત્ર ર૯૭ કરોડ રુપિ‍યાનો ગેસ અને ઓઇલ પ્રાપ્‍ત થયેલ છે. રુ. પ000 કરોડની લોન લીધેલ છે અને એક પણ રુપિયો પરત કરેલ નથી. સેબી આઇ.પી.ઓ. માટે અપાયેલી મંજૂરી માટે પુનઃ વિચારણા કરે તેવી પણ કોંગ્રેસપક્ષ તરફથી માંગણી કરવામાં આવે છે.

=================================