Close

May 29, 2017

Press Note Guj. Dt: 29.05.2017 તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છને પાણીની સમસ્યા

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                   તા. ૨૭.૦૫.૨૦૧૭

                કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી શક્તિસિંહજી ગોહિલે      માન. મુખ્યમંત્રીશ્રીને જણાવેલ છે કે સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છમાં પાણીની સમસ્યા પેદા થઈ રહી છે. આ અંગે આગાઉ  વિધાનસભાના સત્ર દરમ્યાન રજુઆત કરી હતી તેમજ પાણી પુરવઠા મંત્રીશ્રી સાથેની પાણીના પ્રશ્નો અંગેની મીટીંગમાં પણ પ્રશ્ન ઉઠાવેલ હતો કે કચ્છ જીલ્લામાં જે જે જગ્યાએ પાણી પૂરું પાડવાના પમ્પીંગ સ્ટેશનો આવેલા છે ત્યાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહેવો જોઈએ જેથી કરીને દુર્ગમ વિસ્તારોમાં પાણી પહોંચી શકે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છ જીલ્લાના પાણી પૂરું પાડતા પમ્પીંગ સ્ટેશનો પર વીજ પુરવઠો જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ખાસ કરીને અબડાસા તથા લખપત તાલુકાને ખીરસરા તેમજ સુખપર પોઈન્ટ પરથી પમ્પીંગ કરીને પાઈપલાઈનમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ખુબ લાંબા વિસ્તારની આ પાઈપલાઈનોમાં જો એક વખત એક કલાક પણ વીજળી બંધ થાય તો પાઈપલાઈનો ખાલી થઈ જાય છે અને તેને ફરી ભરવા માટે ઓછામાં ઓછા ચાર થી છ કલાકનો સમય જાય છે. તેમજ એક વખત ખાલી થયેલી પાઈપલાઈનોમાં ફરી પાણી નાંખવામાં આવે છે ત્યારે પાઇપલાઈનોમાં એર આવી જવાના કારણે આગળ પાણી પહોચાડવામાં અનેક સમસ્યાઓ થાય છે. અમારી વારંવાર માંગણી છતાં પાણી પુરુ પાડતા પમ્પીંગ સ્ટેશનો પરની વીજ સપ્લાય અવિરત જળવાતો નથી જે  દુઃખદ છે. છેલ્લા થોડા દિવસોમાં પમ્પીંગ સ્ટેશનો પર જે વીજપુરવઠો ખોરવાયો છે તેની તારીખ તથા તેનો સમય આ સાથે નમુના રૂપ હકીકત જણાવી રહ્યો છુ.

ખીરસરા પમ્પીંગ સ્ટેશન પર ખોરવાયેલા વીજપુરવઠાની  તારીખ  અને સમય

તારીખ સમય
૦૬/૦૫/૨૦૧૭ ૦૯:૧૫ થી ૧૦:૧૫
૦૭/૦૫/૨૦૧૭ ૧૦:૪૦ થી ૧૧:૩૦
૦૯/૦૫/૨૦૧૭ ૧૫:૨૦ થી ૧૬:૨૦
૧૪/૦૫/૨૦૧૭ ૧૭:૩૦ થી ૨૦:૩૦

 

સુખપર પમ્પીંગ સ્ટેશન પર ખોરવાયેલા વીજપુરવઠોની  તારીખ  અને સમય

તારીખ સમય
૧૭/૦૫/૨૦૧૭ ૦૯:૫૫ થી ૧૦:૨૦
૧૮/૦૫/૨૦૧૭ ૧૧:૨૦ થી ૧૨:૪૦
૨૨/૦૫/૨૦૧૭ ૧૭:૧૫ થી ૧૮:૩૦
૨૩/૦૫/૨૦૧૭ ૦૯:૦૦ થી ૧૬:૩૦
૨૪/૦૫/૨૦૧૭ ૦૯:૪૫ થી ૧૦:૧૫

         ઉપરોક્ત પરિસ્થિતિથી સમજી શકશો કે વિસ્તારમાં  કેટલી મુશ્કેલીઓનું સર્જન થયુ હશે. અબડાસા અને લખપતના છેવાડાના ગામડાઓમાં સતત પાણી પહોચાડવા માટે પાઈપલાઈનમાં સતત છ કલાક સુધી અવિરત પાણી સપ્લાય ચાલુ રહે ત્યારે જ બીજા છેડે પાઈપલાઈનમાં પાણી પહોચતું હોય છે. એક વખત જો અડધી કલાક માટે પણ પમ્પીંગ બંધ થાય તો બધીજ લાઈનો ખાલી થઈ જતી હોય છે અને તેને પુનઃ ભરવા માટે ચાર થી છ કલાકનો સમય  જતો રહેતો હોય છે. માટે ખીરસરા તથા સુખપર પમ્પીંગ સ્ટેશનો તેમજ કચ્છ જીલ્લામાં પાણી પૂરું પાડવા માટે જે પમ્પીંગ સ્ટેશનો છે તે તમામ પમ્પીંગ સ્ટેશનો પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માન. મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરેલ છે.

————————————————————————————————-

 

 

Click here to view/download the Press Note.