Close

June 17, 2017

Press Note Guj Dt: 17/06/2017 Narmada

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારી યાદી                                                       તા. ૧૭.૦૬.૨૦૧૭   

           નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી. આજે નર્મદા યોજનાના દરવાજા બંધ થયા છે તેનો સાચો યશ પરિઆવરણની મંજુરી આપનાર સ્વ. રાજીવ ગાંધી, ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સાથ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેને છે.

       નર્મદાના ઘસમસતા પૂરમાં ડેમના સ્લુઈજ ગેઇટ બંધ કરવાનું કામ કોંગ્રેસની સરકારે માત્ર ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધું હતું જયારે ભાજપની સરકારને નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ દરવાજાનું કામ કરવાની મંજુરી  તા. ૧૨/૦૬/૨૦૧૪ આપી હતી અને કામ પૂરૂ કરતા ત્રણ વર્ષ લગાડ્યા તે ગુન્હાહિત બેદરકારી છે. આ અક્ષમ્ય વિલંબ માટે ગુજરાતની જનતાની ભાજપ સરકારે માફી માંગવી જોઈએ. શું ૨૦૧૭માં ચૂંટણી આવે ત્યારે રાજકીય લાભ લઈ શકાય તે માટે ત્રણ વર્ષ લગાડ્યા?

       નર્મદાના દરવાજા બંધ કરવા માટે જે વિસ્થાપિતોને ખસેડવાના હતા તેઓ મહારાષ્ટ્રમાં જમીન મળે તો જ ખસવા તૈયાર હતા. જે તે સમયે ગુજરાત કોંગ્રેસના આગેવાનોની વિનંતીથી મહારાષ્ટ્રના જે તે વખતના મુખ્યમંત્રી શ્રી પૃથ્વીરાજ ચૌહાણે મહારાષ્ટ્રમાં જમીન આપવાનો નિર્ણય કર્યો તેથી જ કામ આગળ વધી શક્યું.

       ગુજરાત સરકારના જ આ વર્ષના સામાજીક આર્થિક સમીક્ષાના પાના નં-૧૪ ઉપર સરકારે જ સ્પષ્ટ લખેલ છે કે નર્મદા યોજનાની સિંચાઈ ક્ષમતા૧૭.૯૨ લાખ હેક્ટર  છે પરંતુ અત્યાર સુધીમાં ખરેખર સિંચાઈ માટે માત્ર ૫.૦૯ લાખ હેક્ટર જ પાણી પહોંચાડી શકાયું છે. આ માટેનું કારણ એ છે કે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તને હજુ સુધી ૩૮૦૦૦ કી.મી. ની કેનાલનું કામ કર્યુ જ નથી. કેનાલની શાખાઓ, પ્રશાખાઓ અને માઈનોરના કામો ન થવાથી ખેડૂતોને પાણી મળતું નથી. નર્મદા ડેમમાં હાલ જે પાણી ઉપલબ્ધ થાય છે તે કેનાલો ન હોવાના કારણે દરિયામાં જાય છે ત્યારે દરવાજાના નાટકો અને ઉત્સવોના બદલે ભાજપ સરકાર કેનાલનું કામ પૂર્ણ કરે.

       ભરૂચ પાસે ડેમના હેઠવાસમાં ગરુડેશ્વર વિયર બનાવવાનો હતો આ કામ માટે કોઈની પણ મંજુરી જરૂરી ન હતી. આમ છતાં ગરુડેશ્વર વિયરનું કામ થયું નથી પરિણામે ભરૂચ અને નીચાણના આદિવાસી વિસ્તારોને નર્મદાના લાભથી વંચિત રહેવું પડેલ છે.

       ભાજપની સરકારમાં ચાલતા ભ્રષ્ટ્રાચારના કારણે સમગ્ર યોજનાનો ૨૦૧૪-૧૫ ની ભાવ સપાટીએ રૂ. ૫૪૭૭૨.૯૩ કરોડ અંદાજ હતો તેના સામે ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રૂપિયા ૫૬૨૮૬.૧૨ કરોડ ખર્ચાઈ ગયા છતાં કેનાલોના કામ બાકી છે અને જે કેનાલો બની છે તે અત્યંત નબળી છે. વારંવાર તૂટે છે સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવા માટે      સ્વ. રાજીવ ગાંધીએ તમામ અધિકારીઓના અભિપ્રાયથી વિરુધ્ધ જઈને સરદાર સરોવર યોજનાને મંજુરી આપી હતી.

—————————————————————————————————–