ઈન્દિરાજી મારી દ્રષ્ટીએ

 

bmur_020

એક સમયે જેમના માટે એમ કહેવાતું કે ભારતના પ્રધાન મંડળમાં એક જ મર્દ મંત્રી છે તે ઇન્દિરા ગાંધી. ૧૯મી નવેમ્બર ઇન્દીરાજીનો જન્મ દિવસ છે, ત્યારે આ મહાવિભૂતિની બહુમુખી પ્રતિભાના વિવિધ પાસાઓને સ્પર્શ કરવાનો મારો પ્રયત્ન છે. માત્ર રાજકીય નેતા તરીકે નહીં પરંતુ ઇન્દિરા ગાંધીએ એક બાળક, એક કર્તવ્યનિષ્ઠ પુત્રી, જવાબદાર માતા, વિચક્ષણ દ્રષ્ટા, સંવેદનશીલ મહિલા, રાષ્ટ્ર પ્રેમી, રાજકીય વ્યક્તિ, અડીખમ મનોબળવાળું વ્યક્તિત્વ, દુશ્મનો માટે દુર્ગા અને માનવ માટે માનવતાનું મહાઅમૃત, વાત્સલ્યનો વડલો, સોલીડ સેક્યુલર.
 

ઇન્દીરાજીનું બાળપણ :

gandhiwith_indira_gandhi
૧૯મી નવેમ્બર, ૧૯૧૭ માં અલ્હાબાદમાં ગર્ભશ્રીમંત નહેરુ પરિવારમાં જન્મ, કુટુંબ બોલાવે ઇન્દુ તરીકે. ઇન્દુ એટલે ચંદ્ર શીતળ પ્રકાશના અધિપતિ. બેજ વર્ષમાં ગર્ભશ્રીમંત પરિવારની તમામ સંપત્તિ આઝાદીની લડત માટે સમર્પિત. બાળક તરીકે સતત માં-બાપને જેલમાં જતાં જોયા અને બાલ્યાવસ્થા માતા પિતાના પ્રેમથી વંચિત. એકલું બાળક સોફા ઉપર ઉભા રહે, શૂન્ય સાથે કરે વાર્તાલાપ અને ભવિષ્યના નેતૃત્વનું થાય ઘડતર.
 
 

કર્તવ્ય નિષ્ઠ પુત્રી :

BE041341
વિદ્યાર્થીની તરીકે ઉજ્જવળ કારકિર્દી દરમ્યાન માતાની બિમારી આવતાં અભ્યાસ છોડ્યો અને સ્વીત્ઝરલેન્ડ જઈ સેવાની સાધના કરી. મા-બાપની સેવા અને સાનિધ્યને  જ પોતાની પ્રથમ પ્રાયોરીટી બનાવી. માતા-પિતા આઝાદી માટે લડત લડતાં, તો માતા – પિતાના જેલવાસ દરમ્યાન કયારેય ફરિયાદણ ન બની. એક બાળક તરીકે પણ આઝાદીને લડત માટે વાનર સેનાનું નેતૃત્વ કર્યું. સમય આવ્યે પોતાના દફતરમાં આઝાદીની લડતના કાગળો છુપાવી અંગ્રેજની પોલીસોને પણ ગુમરાહ કરી. પિતા એ જેલમાં  રહીને વણાટથી બનાવેલી સાડી ગુજરાતની વહુ ઈન્દિરાજી માટે લગ્ન સમયે અમુલ્ય સેલુ બન્યું.
 
 

જવાબદાર માતા :

indira-rahul
અનેક રાજકીય કારકિર્દીના ચડાવ – ઉતાર વચ્ચે માતાની પવિત્ર ફરજ ન ચુક્યા. બાળકોનું ભણતર હોય, ગણતર હોય કે બાળકોના શોખ કે બાળકોનું ભવિષ્ય હોય હંમેશા માતૃત્વની મહેર બાળકો ઉપર અવિરત રહી.
 

વિચક્ષણ દ્રષ્ટા :

3052564084_25e736d993
દેશના અર્થતંત્રના મોટા આધારસ્તંભની જ્યારે આવશ્યકતા હતી ત્યારે પ્રધાનમંત્રી તરીકે ઇન્ડો સોવિયત ટ્રીટી કરી દેશના અર્થતંત્રને બળ પુરું પડ્યું. રાજકીય પીઠાધીશોને આત્માના અવાજની વાત કરી પાઠ ભણાવ્યો. ઓછું બોલે પરંતુ અસરકારક પરિણામ આપે તે ઇન્દિરા. સવાલ રશીયાનો હોય, ચાઈનાનો હોય કે પાકિસ્તાનનો હોય વિચક્ષણ વિદેશ નીતિ દુરંદેશી હતી.

સંવેદનશીલ મહિલા :

2700754337_af78f175fa
કોઈ વિકસિત દેશના સર્વોચ્ચ સત્તાધીશ સાથે ભોજન હોય કે અંતરિયાળ અને અવિકસિત આદિવાસી વિસ્તારમાં લોક નૃત્ય હોય. જ્યાં ઈન્દિરાજી જોડાય ત્યાં સંવેદનાની સરવાણી  વહયા વગર ન રહે. મધર ટેરેસાના આંસુ સાથે પણ જેની સંવેદનાઓ સુર મિલાવે અને ગરીબી હટાવોનો અલખ જગાવે તે ઇન્દિરા ગાંધી.

રાષ્ટ્રપ્રેમી :

indira-gandhi11
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સામે પાકિસ્તાનની અવળચંડાઈ મર્યાદાઓની  માઝા મૂકી ચુકી હતી ત્યારે રાજકીય ભાષણો કે પક્ષીય લાભ લેવાના બદલે એક રાષ્ટ્રનેતા તરીકે પાકિસ્તાનના બે ટુકડા કરી પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી પાકિસ્તાનને હંમેશા ચચળતી  રહે તેવી લપડાક મારી. અમેરિકાનો અહંકાર, પાકિસ્તાનની પજવણી કે ચીનની ચાંચિયાગીરીએ કોઈની કરામત  જેના પાસે કારગત ન નીવડી  તે રાષ્ટ્ર ભક્ત એટલે ઇન્દિરા ગાંધી.

રાજકીય વ્યક્તિ :

આત્માનો અવાજ આવકારદાયક છે તેવી જાહેર જીવનમાં વાત ઉભી કરી. તંત્રને તૂટતું જોતાં કટોકટી પણ જાહેર કરી. પરંતુ સરમુખત્યાર બનવાને બદલે જાતે જ લોકશાહીના જતન માટે લોક ચુકાદો માંગ્યો, ચુકાદો વિરુદ્ધ આવ્યો તો તે લોક ચુકાદાને માથે ચડાવી, સતત લોકોની વચ્ચે રહી દુશ્મનોના દમનને સહન કરી, લોકોના દિલ અને રાજસત્તા માત્ર ગણતરીનાં મહિનાંઓમાં જ પાછા જીતી લીધાં.

વાત્સલ્યનો  વડલો :

indiraji-001
અનેક રાજકીય જવાબદારીઓ અને આંતરરાસ્ટ્રીય નેતૃત્વને પરિસ્થિતિ વચ્ચે પણ વ્હાલસોયી દાદી તરીકે રાહુલ અને પ્રિયંકાને માત્ર વાત્સલ્ય જ નહીં પરંતુ તેમનામાં સ્નેહ સાથે સમજણનું અવિરત સિંચન કર્યું.
 
સોલીડ સેક્યુલર :
 
 
રાષ્ટ્રના હિત માટે ઓપરેશન બ્લુ સ્ટાર અનિવાર્ય લાગતાં તે માટે આગળ વધ્યાં.  ઓપરેશન બ્લુ સ્ટાર પછી ઈન્ટેલીજન્સ અહેવાલમાં લખાયું કે ઇન્દિરાજીની સીક્યોરીટીમાં શીખ ધર્મના અધિકારીઓને દુર કરવા. ફાઈલ જયારે ઈન્દિરાજી સમક્ષ આવી ત્યારે પોતાના જીવના જોખમને પણ જીરવી જઈને ફાઈલ પર લખ્યું કે “હું સેક્યુલર છું અને માત્ર મારા અંગરક્ષક ચોક્કસ ધર્મનાં છે તેના કારણે તેમને હું દુર ન કરી શકું.”

ક્યાં આજના છપ્પનની છાતીના નામે છાકટા થનારા અને બીકથી કબુતરને પણ ફરકવા ન દેનારા નિર્માલ્ય નેતા

અને ક્યાં ખરા જવામર્દ મહિલા ઇન્દિરા ગાંધી.

 

 
 
 • 16 Comments

  • Praveen Singh
   Praveen Singh on 19 November, 2009

   Indira Gandhi was the only man in her cabinet as she himself did not like to include ‘men’ in the cabinet and liked subservient persons as otherwise it was her sole prerogrative to choose able persons.
   It is ironical that Machivallien politicians are always successful as probably Indians suffer from a slave mentality, that may be the only reason of success of politicians ranging from Indira Gandhi,Chimanbhai Patel, Bhairon Singh Shekhawat and for that reasons even Narendra Modi

  • hitendrasinh.g.jadeja
   hitendrasinh.g.jadeja on 19 November, 2009

   hitendrasinh.g.jadeja
   bhavnagar congress sevadal namskar sir
   19navember2009

   indira gandhi was the only man in her cabinet as she himself did not like to include ‘men”

  • vh kanara
   vh kanara on 19 November, 2009

   For Nehruji she was ‘Priyadarshini.’ For the opposition She was ‘Lokhandi Mahila.’ For the enemies of the Nation -Be they external or internal- She was ‘Durga.’ For the poors and downtrodens of the country she was ‘Mother India.’

  • shirish b desai
   shirish b desai on 21 November, 2009

   congratulation for giving very brief introduction of great leader indiraji.

   since our country is passing through very critical situation. though we are doing very well under the congress govt leading by dr. manmohansingh. we need to do lot because still china and pakistan are creating lot of trouble to weaken our country in all respect.

   one has to learn the diplomacy from indiraji how to tackle with them.

   since you are outspoken person and you are in politics for different cause. you are not in politics for personal benefit. you can draw the kind attention and give your view to top level at delhi.
   you have not got such opportunity so far. this is now high time for you to established your self at core committee at delhi.
   you have guts and caliber to deliver the goods.

   i pray to god to give you such opportunity so that your views and voice can be heard by

   general public of india.

   i want to see you on top position either at gujarat or at delhi.

  • dharmendra kothari
   dharmendra kothari on 21 November, 2009

   Indira Gandhi she was only one iron lady in our contry.

  • Alpa Unadkat,corporatr,Mnpa,Junagadh.
   Alpa Unadkat,corporatr,Mnpa,Junagadh. on 23 November, 2009

   indira gandhi was the only man in her cabinet as she himself did not like to include ‘men”

   Indira Gandhi she was only one iron lady in our contry.
   Alpa Unadkat,corporatar,Mnpa,Junagadh.
   sharooatdaily@yahoo.com

  • Alpa Unadkat,corporatr,Mnpa,Junagadh.
   Alpa Unadkat,corporatr,Mnpa,Junagadh. on 23 November, 2009

   indira gandhi was the only man in her cabinet as she himself did not like to include ‘men”

   Indira Gandhi she was only one iron lady in our contry.
   -Alpa Unadkat,corporatar,Mnpa,Junagadh.
   sharooatdaily@yahoo.com

  • NB Fatania
   NB Fatania on 21 July, 2010

   Yes, I agree with the article.We have proud for her.I remember the day October 1984, she was shotdown by her commandos and we had lost a powerfull lady leader.We may love her,some may hate but nobody can forget her.

  • Yancy
   Yancy on 16 January, 2012

   I am forever idnebted to you for this information.

  • shreyash dabar
   shreyash dabar on 9 December, 2012

   shaktisinhji,namaskar
   hu em manu 6u k cong ma modi ne javab aapi sake eva gujarat ma aap j shalin sysixit vinamra netrutv dharavo 6o. tamne j cm tarike jaher kari cong ele lade to loko ma spast msg jay to amne khabar pade k kone banavavana 6.officialy tame modi sathe cm candidate tarike javab aapo to cong. chokkas jiti shake, pan modi same koi nathi em vichari praja nirash thai ne na game to pan ene j vote apvo pade 6.loko ne ghana prashno 6, bus no mela mate durupyog,modi ni sabha ma atla loko farjiyat lav vana adesho vgere tame upadta kem nathi?

  • Sanjay Khristi
   Sanjay Khristi on 19 November, 2013

   My heartly pranam to respected, brave INDIRA GANDHI.

  • MARGESH SAXENA
   MARGESH SAXENA on 19 November, 2013

   salute iron lady and also for your drafting….

  • Dilip Patel
   Dilip Patel on 30 January, 2014

   India need powerfull leader Like As Indira Gandhi

  • mahesh paun
   mahesh paun on 18 November, 2014

   salute iron lady

  • narendra modi
   narendra modi on 18 November, 2014

   A brave lady. One of the best prime minister of India ever had.

  • Prashant
   Prashant on 22 August, 2017

   દાદા આ રોજ ટી.વી.માં આવે છે

   “ ૬૦ વર્ષા સુધી કોંગ્રેસે દેશને લુટયો”

   તમે તો કાયમ કોંગ્રેસમાં જ માનતા આવ્યા છો..

   તો દેશને લુટવા વાળાને અને દેશને પછાત રાખી દેવા વાળાને વારંવાર તમે શા માટે તેને ચુટંતા આવ્યા ?

   દાદા –
   બેટા કોંગ્રેશે દેશને લુટયો કે દેશને આબાદ કર્યો તે હું તને દાખલા દલીલથી નહીં સમજાવી શકું ..

   આપણે એક કામ કરીએ ..

   આજે રાત્રે વાળુ-પાણી કરીને તારા પપ્પા , મમી, કાકા , કાકી અને તમે કોલેજમાં ભણતા અને હાઇસ્કુલમાં ભણતા બધાજ છોકરાઓ ભેળા થઈયે અને એ વખતે આપણે શું કરવું છે તે હું તમને જણાવીશ…

   રાત્રે બધાજ ભેગા મળે છે…

   દાદા વાત શરૂ કરે છે….

   જુઓ આવતી કાલે આપણે એક નવીન પ્રયોગ કરવો છે…

   જેમાં નિચે પ્રમાણે આપણે કરીશું.

   લાઇટ બંધ –
   એટલે આપણે ફાનસ કે દીવાનાં પ્રકાશમાં રહેવાનું..
   પંખા બંધ ..
   ટાકીમાં પાણી ચઢ્શે નહી…
   પાલિકાનું પાણી આવે છે તે લાઇન બંધ ..
   એટલે આપણે નજદિકનાં કોઇ કુવે કે તળાવે પાણી ભરવા જવાનું…
   ધરધંટી બંધ એટલે દળણું હાથે દળવાનું કે ચકીએ લોટ પીસાવા જવાનો…
   કોઇ વાહનો વાપરશે નહીં બધીજ જગ્યાએ પગપાળા જવાનું…
   છોકરાઓ સ્કુલે અને કોલેજે પગપાળા જશે..

   જેને કપડાને ઇસ્ત્રી કરવી હોય તે કોલસાની જુની ઇસ્ત્રી જે માળિયા ઉપર ચઢાવી દીધી છે તે ઉતારી લે અને હાથે ઇસ્ત્રી કરી લે…

   કોઇ પગમાં ધરની અંદર કે બહાર જવા માટે બુટ ચંપલનો ઉપયોગ કરશે નહીં..

   દુધની કોથળી બંધ..

   દુધ લેવા કોઇને ત્યાં દુજણું હોય તેની પાસે જવાનું…

   રાત્રે વાંચન લેશન ફાનસનાં પ્રકાશમાં કરવાનું…

   બહારગામ કોઇને જવું પડે તો ૧૦ કિ.મિ. સુધીનાં અંતર માટે પગપાળા જવાનું વધારે હોય તો સરકારી બસમાં જવાનું…

   સવારે ટુથ- પેસ્ટ ના વાપરતાં બાવળનાં દાતણ કરવાનાં..

   સંડાસનો ઉપયોગ નહીં કરવાનો ..

   મોસુજણું થાય તે પહેલા ગામની બારોબાર ખુલ્લામા સોચ ક્રીયા કરી આવવાની ..

   નાસ્તામાં બ્રેડ-પાઉં વિ. નો ઉપયોગ નહીં કરવાનો..

   રાતની વધેલી ભાખરી કે રોટલો નાસ્તામાં લેવાના..
   બધાજ કુટુંબીજનો સહમત થયા ..

   બીજા દિવસે નક્કી થયા પ્રમાણે લાઇટ ગઈ, પાણીની કીલ્લત ઉભી થઈ ..

   પંખા વગર બધાજ સભ્યો ત્રાહિમામ પોકારી ગયા…

   ઉધાડા પગે ચાલવામાં પગમાં છાલ્લા પડયા…

   પરસેવે રેબઝેબ…

   ચકીએ લોટ દળાવા ગયા…વિ. વિ.

   નક્કી થયા પ્રમાણે બીજે દિવસે સવારે પાછા બધા ભેગા મળ્યા….

   ત્યારે દાદાએ ચોખવટ કરી કે જ્યારે દેશ આઝાદ થયોને ત્યારે આપણી હાલત આવી હતી…

   કોઇ પણ જાતની પ્રાથમિક સુવીધા વગર અમે કેવું જીવન વ્યતિત કર્યુ હશે તે હવે તમને સમજાશે,

   જો હું તમને વર્ણન કરત તો તે એટલું અસરકારક ના થાત …

   શરીરે પહેરવા કપડા ,,પગમાં ચપલ્લ..કે કોઇ વાહન ના હતા …

   વિદેશથી આયાત થતું બરછટ અનાજ ખાતાં હતાં..

   અને ધીમે ધીમે આ બધુ કોંગ્રેસની સરકારોમાં વિકાશ થકી મળવા માંડ્યું.

   અને છેલ્લે મંગળગ્રહ સુધી આપણે પંહોચી ગયા અને પછી આ ભાજપ વાળાને તમે બધાએ ભેગા મળીને દેશ સોપી દીધો….

   દિકરાઓ
   હવે તમને સમજાયુ હશે કે
   શા માટે અમે કોંગ્રેસને દર વખતે જીતડાતા હતા.?..

   તમે તે કપરા દિવસો જોયા નથી…

   તમે બધા તૈયાર ભાણે જમવા બેસી ગયા છો….

   એટલે તમને કદર નથી…

   તમારી પેઢી અત્યારે ભાજપ શાસનના દોરમાંથી પસાર થઈ રહી છે …

   હાલમાં જે બેકારી , ભ્રષ્ટાચાર અને મોંધવારી છે તે ભુતકાળમાં કદી ના હતી

   તે હવે તમને આવતા દિવસોમાં ખબર પડશે….

   બધા જ દાદાની વાતો શાંભળી અચંબિત રહી ગયા ..

   અને દાદાને વિનવણી કરવા લાગ્યા

   જલ્દીથી લાઇટ શરૂ કરો

   અમે હવે બધુજ સમજી ગયા છીએ…

   હવે વચન આપીએ છે કે
   દેશ હિત મા

   આંધળી ભક્તિ નહી કરીએ

   વોટ સમજી વિચારીને જ આપીશ

   🇮🇳🇮🇳જય હીંદ🇮🇳🇮🇳
   એફ આર પડાયા
   F r o m w H a t s a p p

   What Do You Think? Speak Your Voice...

    

   *