Close

June 24, 2013

કાયદા સમક્ષ સૌ સમાન છે.

“કાયદા સમક્ષ સૌ સમાન છે”

 

    કોઈ કાયદાથી ઉપર નથી. ભારતના બંધારણમાં સ્પષ્ટ જણાવાયું છે કે ન્યાય પાસે બધા જ સમાન છે. ગુન્હાના કાયદા શાસ્ત્ર (ક્રિમીનલ જયુરીસપ્રુડન્સ) નો સિધ્ધાંત છે કે ગુન્હો કરનાર કોણ છે ? શું કામ કરે છે? ક્યાં કામ કરે છે? કેટલો સતાધીશ છે? એ કશુ જ ન જોવાય પરંતુ ગુન્હેગારને માત્ર ગુન્હેગાર તરીકે જ જોવાય. આ સ્પષ્ટ હોવા છતાં કહેવાતા બુદ્ધિજીવીઓ અને કાયદાના નિષ્ણાંત ગણાતા લોકો એવી દલીલ કરે છે કે રાજેન્દ્રકુમાર IB ની કામગીરી કરે છે માટે તેની પૂછતાછ કે એરેસ્ટ CBI ન કરી શકે!

       અભિનંદન મહારાષ્ટ્ર પોલીસના એ જવાનોને કે જેઓ આસાનીથી ક્સાબને સાચા એન્કાઉન્ટરમાં મારી શક્યા હોત પરંતુ તેઓએ જીવના જોખમે ક્સાબને જીવતો પકડ્યો. કસાબ જીવતો પકડાયો તો તેનો નારકોએનાલિસીસ ટેસ્ટ થયો અને દુનિયા ભરમાં પાકિસ્તાનની નામોશી આપણે કરાવી શક્યા. આપણી એજન્સીઓને ધણી માહિતી પ્રાપ્ત થઈ અને પછી ક્સાબને ન્યાયાલય દ્વ્રારા ફાંસી મળી. જ્યારે ગુજરાતમાં શું થયું?

       ગુજરાતના જ એક વિદ્યાન મેજિસ્ટ્રેટ શ્રી તમાંગ પોતે તપાસ કરીને રીપોર્ટમાં લખે કે એન્કાઉન્ટર સાચું નથી પરંતુ કોલ્ડ બ્લડેડ મર્ડર છે. તે પછી ગુજરાતના બે નામદાર જજીસ તપાસ માટે ત્રણ અધિકારીઓની ટીમ બનાવે જેમાં બે પોલીસ અધિકારીશ્રીઓ ગુજરાત કેડરના હોય. એ બે પૈકી એક અધિકારી ગુજરાત સરકાર પોતે પસંદ કરીને નામ આપે તે હોય અને તે પછી સર્વસંમતીથી આ ટીમના ત્રણેય અધિકારીશ્રીઓ રીપોર્ટ આપે કે નકલી એન્કાઉન્ટર હતું . કોલ્ડ બ્લડેડ મર્ડર હતા. તેના પછી હાઈકોર્ટ CBI ને તપાસ સોંપે અને તપાસની ટીમમાં ગુજરાત કેડરના એક પ્રમાણિક અધિકારી પણ હોય તેમ જ તપાસનો અહેવાલ તબક્કાવાર હાઈકોર્ટ પોતે મંગાવીને તેનું સુપરવિજન કરતી હોય છતાં BJP કાગારોળ કેમ મચાવે છે?

 આંતરિક સુરક્ષાને ભયંકર નુકશાન થાય અને દુશ્મન દેશોને ફાયદો થાય તેવી વોટબેન્કની રાજનીતિ કરનાર BJP ને IB ના અધિકારીની તપાસ થાય તેમાં સુરક્ષાને જોખમ કેમ લાગે છે? ઊચ્ચ ન્યાયાલયની દેખરેખ નીચે ચાલતી તપાસમાં રોડા નાખવા કે પ્રશ્નાર્થ કરવા તે ન્યાયાલયનું અપમાન નથી? શું IB  ના અધિકારી ગુન્હેગાર હોય તો તેમને કાયદો લાગુ ન પડે? બહાર આવેલા અહેવાલો સાચા હોય તો રાજેન્દ્રકુમાર સામે પૂરતા પુરાવા છે અને છતાં CBI ના ડાયરેક્ટર શા માટે ધરપકડ કરતા નથી? શું આ દેશમાં ન્યાય અપાવવા માંગતી ઊચ્ચ ન્યાયાલયો અને કાયદાથી પણ IB ના અધિકારી ઉપર છે?

       બહાર આવેલ અહેવાલો મુજબ IB ના જ એક અધિકરી શ્રી ગોપીનાથ કે જેઓ મુંબઈમાં જે તે સમયે નોકરી કરતા હતા તેઓએ CBI ને કહ્યું છે કે તઓએ તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં જેને આંતકવાદી કહીને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા તેનું આતંકવાદી કનેક્શન ન હતું. તો મુંબઈના IB ના અધિકારીની વાત પણ નહી માનવાની? જો રાજેન્દ્રકુમાર ખુબ જ નિષ્ણાંત IB ના અધિકારી હતા તો તેમને અક્ષરધામના હુક્લાની, અમદાવાદના બોમ્બ ધડાકાની, શ્રી હરેન પંડ્યાની હત્યાની, હેડલીની અમદાવાદ મુલાકાતની કે ૨૦૦૨ના રમખાણોની કોઈ બાતમી કેમ ન મળી? આ બાબતના કોઈ ઇનપુટ્સ કેમ ન આપ્યા અને માત્ર નકલી એન્કાઉન્ટરની અક્ષરસહ બાતમી તેઓએ આપી? કેન્દ્ર સરકારના IB ને હવામાન ખાતાની આગાહી કરનાર સાથે સરખાવીને સેન્ટ્રલ IB  ની મજાક ઉડાવનાર ગુજરાત મુખ્યમંત્રીને IB ઉપર પ્રેમ ઉભરાઈ પડ્યો છે?

 ————————————————————–